________________
$ $ભાવના-અનુપ્રેક્ષા ચિંતન અને જૈન ધર્મ 92 ) પાપસ્થાનોનો મન, વચન, કાયાથી ત્યાગ કર્યો નથી, અવ્રતને અટકાવી વ્રતો ધારણ કર્યો નથી, ત્યાં સુધી પૂર્વનાં અધિકરણોની સાથેનો સંબંધ નષ્ટ થતો નથી, જેથી તે પાપની ક્રિયા જીવને લાગે છે. આમ્રવના પ્રકારો-મિથ્યાત્વ, અવ્રત, પ્રમાદ, કષાય અને યોગ - એ પાંચ ભેદ છે.
કર્મવર્ગણાને ગ્રહણ કરવામાં અને આત્મપ્રદેશની સાથે તેને બંધ કરવામાં પાંચ આશ્રવ સિવાય બીજું કોઈ કારણ નથી. ભૂતકાળ, વર્તમાનકાળ અને ભવિષ્યકાળમાં આત્માએ જે કર્મની વર્ગણાઓ ગ્રહણ કરી તે બધી પાંચ આસવોને આધીન છે. કર્મબંધન કાર્ય અને પાંચ આશ્રવો કારણ છે. કર્મબંધનાં જેટલાં કારણો છે તે આ પાંચમાં સમાઈ જાય છે. પાંચ આસવના વિશેષ પાંચ પ્રકારો મિથ્યાત્વ અને કષાય, બંનેના પચીસ ભેદ છે, અવ્રતના બાર ભેદ છે, પ્રમાદના પાંચ ભેદ છે, યોગના પંદર ભેદ છે, પાંચ આશ્રયના ૮૨ ભેદ શાસ્ત્રકારોએ બતાવ્યા છે.
૮) સંવર ભાવના:
સૂર્યનો પ્રકાશ કે વીજળીનો પ્રકાશ ચારેબાજુ અજળાવું ફેલાવતો હોય, પણ આંખો વગર શું કામનો ? જમીન ફળદ્રુપ હોય, ઉત્તમ પ્રકારનાં બીજ હોય, યોગ્ય સમયે જમીનમાં વાવેતર કરવામાં આવે, પણ સમયસર વરસાદ જ ન થાય તો શું કામનો ? તેવી જ રીતે સમક્તિ દૃષ્ટિ જાગી ન હોય તો તપ, જપ, કષ્ટ, ક્રિયા સઘળું એકડા વિનાના મીંડા જેવું નકામું છે. સમ્યક દૃષ્ટિ વિના ઇચ્છિત ફળ મોક્ષ-સુખ મળી શકતું નથી. સંવર ભાવનાનો આ પ્રથમ ભેદ સમ્યકત્વ છે. બીજો વિરતિ, ત્રીજો અપ્રમાદ, ચોથો અકષાય અને પાંચમો ભેદ અશુભ યોગનો ત્યાગ છે.
આ ભાવના આવતા કર્મને રોકવાની સાધના છે. ૯) નિર્જરા ભાવના :
ભૂતકાળમાં જે જ્ઞાની અને આત્મદર્શી પુરુષો થયા, તેમના નિરાબાધ (એટલે જેનો કોઈ પણ પ્રમાણથી બાધ થઈ શકે નહિ) એવું પરિપૂર્ણ જ્ઞાન પ્રાપ્ત થયું. જ્ઞાનાવરણીય આદિ કર્મનાં આવરણો હોય, ત્યાં સુધી તે જ્ઞાન પ્રાપ્ત થતું નથી, તે પુરુષોએ આવરણો તોડવાં અને જ્ઞાનાવરણીય આદિની સર્વથા નિર્જરા કરવા માટે કયાકયા ઉપાયો લીધા, કયા માર્ગે ચાલ્યા અને કેવા પુરુષાર્થ સર્વથા નિર્જરા કરીને નિરાબાધ જ્ઞાન મેળવ્યું, તે વાતનો વિચાર નવમી નિર્જરા ભાવનાથી કરવો જોઈએ.
નિર્જરાના બે પ્રકાર છેઃ સકામ અને અકામ. અકામ નિર્જરા અપ્રશસ્ત છે અને સકામ નિર્જરા પ્રશસ્ત છે. ઉદયમાં આવેલાં કે ઉદયિત થયેલાં સંચિત કર્મોનો પરવશપણે
કહી છે – અને જૈન ધર્મ કે
જ અજ્ઞાન કષ્ટથી ભોગવટો થતાં જે નિર્જરા થાય, તે અકામ નિર્જરા અને જ્ઞાન, ધ્યાન, તપ, સંયમ અને પરિષહ આદિ સહન કરવાથી વિના વિપાકે જે નિર્જરા થાય, તે સકામ નિર્જરા. જ્ઞાન એ જ નિર્જરાનું મુખ્ય સાધન છે. અજ્ઞાનથી કષ્ટ સહન કરીને બાળતપસ્વીઓ કરોડો વર્ષ સુધી મા ખમણ કરે છે. સૂર્યની આતાપના લે. કુશના અગ્ર ભાગ પર રહી શકે તેટલા જ અનાજથી પારણું કરીને તેના પર માસખમણ કરે. આવી કરોડો વર્ષની તપશ્ચર્યાથી તે જેટલાં કર્મો ખપાવે, તેટલાં કર્મો જ્ઞાનીપુરુષ જ્ઞાનબળથી ક્ષણમાત્રમાં ખપાવી શકે છે, એમ શાસ્ત્રકારોએ જણાવ્યું છે. માટે કર્મોને સાફ કરનાર ઉત્તમ પ્રાણી જે જ્ઞાન-આત્મજ્ઞાન છે તેને મેળવે છે.
૧૦) લોક ભાવના :
નિર્જરા વગેરે બનાવો લોકમાં બને છે. સર્વનું અધિષ્ઠાન છે માટે નિર્જરા પછી લોકભાવના બતાવવામાં આવી છે.
ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, પુલાસ્તિકાય, જીવાસ્તિકાય અને કાળ, એ છ દ્રવ્યોનો સમૂહ તે લોક કહેવાય. લોકના દરેક ભાગમાં આ છે દ્રવ્યોમાંથી કોઈ ને કોઈ દ્રવ્ય હોય. આ છ પદાર્થો જે ભાગમાં વ્યાપ્ત છે, તે ભાગને ‘લોક'ની સંજ્ઞા આપવામાં આવી છે. આકાશાસ્તિકાય સર્વત્ર વ્યાપક છે. તેના બીજા પાંચ વ્યાપ્ય છે, એટલે આકાશ પાંચ દ્રવ્યની સાથે પણ છે અને પાંચથી બહાર પણ છે. તે અનંત છે, એટલે તેનો છેડો મળે તેમ નથી. તે આકાશાસ્તિકાયની વચ્ચે છે દ્રવ્યના સમૂહરૂપ લોકતત્ત્વ વિદ્યમાન છે. તો પછી આ લોકનો કર્તા કોણ છે? આ લોકને બનાવનાર કોઈ છે ખરો ? ના, કોઈ બનાવનાર નથી. આ લોક કોઈએ બનાવ્યું નથી. આ લોકનો પાલક કે સંહારકર્તા પણ કોઈ નથી. તો શું તે પોતાની રીતે ઉત્પન્ન થયો? નહીં, તે ક્યારેય ઉત્પન્ન થયો નથી. અનાદિકાળથી છે તેમ જ છે. એ સર્વથા નાશ પામવાનો નથી. એ નિત્ય અને શાશ્વત છે.
આ લોકની સ્થિતિ વિશે વિચારીએ. જેના પર સર્વ પ્રાણીઓ રહે છે તે પૃથ્વી ઘનોદધિ-જળને આધારે છે. તે ઘનોદધિ, વાયુ-ઘનવાને આધારે અને ઘનવા તનવાને આધારે રહે છે. તે તનુવાયુ પણ આકાશને આધારે છે. આ આકાશનો અમુક ભાગ મૂક્યા પછી અલોકની હદ આવે છે. તે અલોકમાં એક આકાશાસ્તિ સિવાય બીજું કોઈ દ્રવ્ય નથી. માત્ર એક આકાશ અને તે પણ સીમા વગરનું - અનંત છે, તેથી અલોક પણ અનંત છે. જીવની ચૈતન્યશક્તિ અગુરુ લઘુ સ્વભાવવાળી છે. તેનો સ્વભાવ ઊર્ધ્વગામી
૧૮
૧૭.