________________
છેક ભાવના-અનુપ્રેક્ષા ચિંતન અને જૈન ધર્મ છિક પારાવાર આસક્તિ ધરાવે છે. પોતાની પ્રત્યેક વસ્તુની સાથે મમત્વ લગાડીને મારું-મારું કહ્યા કરે છે, પણ જ્યારે મૃત્યુના માર્ગે પ્રયાણ કરવું પડશે, ત્યારે બગીચામાંથી કોઈ વસ્તુ એની સાથે આવતી નથી. આલીશાન બંગલો, મૂલ્યવાન અલંકારો, વિશાળ ઉદ્યાન, સઘળી ભૌતિક સિદ્ધિ અને સમૃદ્ધિ પર ગમે તેટલું મમત્વ હોય તોપણ તે અંતિમ વિદાય સમયે એકલો જ પ્રવાસી થવાનો છે. સ્વજનો કે સંપત્તિ એની સાથે કંઈ આવવાનું નથી અને એનું થવાનું નથી.
રાજા-મહારાજાઓ પણ એકલા ગયા. એવા જેમની કીર્તિ દશે દિશામાં પ્રસરેલી હતી, જેની નીતિ-રીતિ અને પ્રીતિ અત્યંત ઉત્તમ હતી, એવા દાનેશ્વરી રાજા ભોજ, પ્રજાનાં દુઃખને પોતાનું માનનાર અને દુઃખ દૂર કરનાર મહાપ્રતાપી રાજા વિક્રમ, અન્યાયરૂપી દુશ્મનની સામે લડનાર અને દિલ્હીના તખ્તાને શોભાવનાર બાદશાહ અકબર, એ બધા જ્યારે મૃત્યુને શરણ થયા, ત્યારે તેઓ એમનો રાજભંડાર. સેના કે ખજાનો કે અંતઃપુર - એ સર્વને છોડીને એકલા જ ગયા. કશું સાથે લઈ જઈ શક્યા નહીં, ત્યારે સામાન્ય વ્યક્તિની તો વાત જ શું કરવી ! માટે નક્કી માનજો કે આ જીવ એકલો આવ્યો છે ને એકલો જ જવાનો છે.
૫) અન્યત્વ ભાવના
માનવીનું જન્મ અને મરણની વચ્ચે એકાકીપણું એકત્વ ભાવનામાં દર્શાવ્યું, તો વચ્ચેની સ્થિતિમાં પોતાના માની લીધેલા પદાર્થો ખરેખર પોતાના નથી, તે અન્યત્વ ભાવનામાં બતાવવામાં આવ્યું છે. હું કોણ છું ? મારી ઉત્પત્તિ આ જગતમાં ક્યારથી છે? મારાં માતા, પિતા, પત્ની, પુત્ર વગેરે કોણ છે? એમની સાથે મારો સંબંધ કયા નિમિત્તે થયો ? તે વિશે પાંચમી ભાવનામાં આલેખન કર્યું છે. ઉત્કૃષ્ટ વૈરાગ્ય તરફ કેવી
29) O_ અને જૈન ધર્મ ) Sep જુદાંજુદાં પક્ષીઓ ભિન્નભિન્ન દિશામાંથી આવીને વૃક્ષ પર બેસે છે, તેવી જ રીતે ઋણાનુબંધથી એક ઘરની અંદર જુદીજુદી ગતિમાંથી આવેલા કુટુંબીજનો એકઠા થાય છે, કિંતુ આયુષ્યરૂપી રાત્રિ પૂર્ણ થતાં તે સઘળા જુદા પડવાના. જગતના સર્વ સંયોગ એ વિયોગી સ્વભાવના છે.
૬) અશુચિ ભાવના :
માણસને સૌથી પહેલી મમતા કેળવાય છે એના પોતાના શરીર સાથે. તેની સ્થિતિ વિશે વિચારીએ. આ દેહનું બાહ્ય રૂપ ક્ષણમાં સુંદર અને બીજી ક્ષણે અસુંદર થઈ જાય છે. દેહ એનો એ જ હોય છે, છતાં જુવાની અને બુઢાપામાં કેવો જદ્દો થઈ જાય છે! વિશ્વના સૌથી ઊંચા શિખર એવરેસ્ટ પર ચડનારા શેરપા તેનસિંગને બુઢાપામાં ઘરનો ઉંબરો ઓળંગવો એવરેસ્ટથી વધુ કઠિન લાગતો હતો. આ અનિત્ય રૂપનું વ્યક્તિ ચિંતન કરે, તો નિઃસાર શરીર પ્રત્યે મોહ ઉત્પન્ન થાય નહીં. આ શરીરમાં અનંતા રોગ છે અને હજારો વ્યાધિઓનું સ્થાન છે. આ શરીરને કારણે અનેક દુઃખો, વેદના અને કષ્ટો સહન કરવો પડે છે. આ શરીર માત્ર બહારથી સુંદર છે, પરંતુ ચામડી ઉતારીને અંદર નિરીક્ષણ કરીએ, તો હાડ-માંસ અને લોહી-મળમૂત્ર સિવાય કંઈ જ નથી. આવી નિંઘ અને તુચ્છ વસ્તુઓથી ભરેલા આ શરીરને કયો માણસ સૌંદર્યમય, રમણીય કે આકર્ષક કહેશે ?
આ શરીરમાં મોહ ઉપજાવે તેવી બાબત કઈ છે? આ શરીરની અંદર જોઈએ તો પુષ્કળ મલિન વસ્તુઓ મળે છે. ઉપર તો ચામડીનું આવરણ છે. એની નીચે નાનાંમોટાં હાડકાં એકબીજાની સાથે જોડાઈને ગોઠવાયેલાં છે. હાડપિંજર જોયું ને! ચામડીની નીચે માંસના લોચા છે અને તેના પર ઝીણી-જાડી નસો પથરાયેલી છે. તેમાંથી આખા શરીરમાં રુધિરાભિસરણ ચાલે છે. ચરબી, મજા, પિત્ત, કફ-મૂત્ર અને વિષ્ટાથી શરીર વ્યાપ્ત છે. આવા મલિન દેહને કયો બુદ્ધિમાન માનવી પવિત્ર કહી શકે ? કોઈ નહીં. આ અનુપ્રેક્ષા ચિંતન વૈરાગ્યને પુષ્ટ કરનાર છે.
૭) આશ્રવ ભાવના :
જેવી રીતે પિતા કે દાદાએ મેળવેલી લક્ષ્મી તેના પૌત્રોને વારસામાં મળે છે. વાસ્તવમાં એમણે આ સંપત્તિ કમાવાની પ્રવૃત્તિમાં કોઈ ભાગ લીધો નહોતો, છતાં એમને તે વારસામાં મળે છે અથવા બૅન્કમાં મૂકેલી થાપણનું વ્યાજ તેના વારસદારોને મળે છે, તેવી રીતે આગળના અનંત ભવોને વિશે આ જીવ જે પાપકર્મોનાં સાધનો ભેગાં કરીને મૂકી આવ્યો છે, તેની સાથે હમણાં કોઈ સંબંધ નથી તોપણ જ્યાં સુધી તેવાં
ક્રમબદ્ધ ગતિ !
માનવી જેને પોતાના માને છે, એવી એની મોટરો, સ્કૂટરો, કૉપ્યુટરો, લેપટોપ, નોકરી, બંગલાઓ, બગીચાઓ અને વૈભવો એ બધાંની સાથે એનો સંબંધ કેટલા સમયથી થયો છે ? અને તે સંબંધ કેટલા સમય સુધી ટકવાનો છે? તેનો વિચાર આ પાંચમી અન્યત્વ ભાવનામાં કરવામાં આવ્યો છે. જન્મ, મરણ, રોગ, ભોગ, હાનિ અને વૃદ્ધિ - એ બધા ધર્મો શરીરના છે. આમાંથી એક પણ ધર્મ આત્માનો નથી.
માનવી એક જ ઘરમાં પિતા, પત્ની, પુત્ર, પુત્રવધૂ સહુની સાથે રહે છે અને પરસ્પર સંબંધથી જોડાયેલો રહે છે, પણ એ બધાં એનાથી જુદાં અને બધાંથી જુદો છે. તેમની સાથેનો સંબંધ કેવળ વૃક્ષ અને પક્ષીના સંબંધ જેવો છે. જેવી રીતે સંધ્યાકાળે
- ૧૫ -
૧૬