SearchBrowseAboutContactDonate
Page Preview
Page 99
Loading...
Download File
Download File
Page Text
________________ ટીલ શિલ્પસ્થાપત્ય અને જૈન ધર્મ શિલ્પકળા : પથ્થર કે ધાતુ જેવાં માધ્યમો પર છીણી અને નાની હથોડીનો ઉપયોગ કરી કલાકાર તીર્થંકર કે દેવ-દેવીના જીવનના પ્રસંગો, પ્રતિમાઓ અને સુશોભન શિલ્પ ઘડે એ શિલ્પકળા. ઉદયગિરિ અને ખંડગિરિમાં તેત્રીસથી વધુ ગુફાઓ સાધુઓનાં રહેણાંક માટે ખારવેલે બનાવી હતી. અહીં તીર્થંકરોના જીવનપ્રસંગો, દેવ દેવી અને મંગળ પ્રતીકો કોતરેલાં છે જે જૈન ધર્મની આગવી વિશેષતા છે. ખારવેલના શિલાલેખના પ્રારંભમાં સ્વસ્તિક, શ્રીવત્સ અને અંતે ધર્મધજાનું અંકન છે જે પ્રભુના શાસનનો જયજયકાર કરવા ઉપરાંત જૈન ધર્મનો ધ્વજ આગળ વધતો જ રહે એવો આશય હોઇ શકે. અહીંની ગુફાઓનાં દ્વારો પર રત્નત્રયી, નાગરાજો, હાથીઓ, કમળો, ઉપસના કરતાં દેવ-દેવીઓ વગેરે ખૂબ કલામય રીતે નિર્મિત કરેલાં છે. ઉદયગિરિ-ખંડગિરિમાં ખારવેલે પૂજા કે બીજાં કોઈ વિધિવિધાનની પરંપરા જળવાઈ રહે માટે જૈન સંસ્કૃતિ અને સંસ્કારને શિલા પર અંકિત કરાવી લીધાં. અષ્ટમંગળ અને મંગળ પ્રતીકો જૈન ધર્મમાં પ્રકૃતિજન્ય પૂજનીય આકૃતિઓમાં કમળ, સ્વસ્તિક, શ્રીવત્સ, દર્પણ, પૂર્ણકળશ, મીનયુગલ વગેરે મંગળ પ્રતીકોની અર્ચના કરવામાં આવતી જે આજે પણ લોકપ્રિય છે. એમાં અષ્ટની સંખ્યાના મંગળ સમૂહને અષ્ટમંગળ કહેવાય છે. કલાના અદ્ભુત નમૂના તરીકે અને જેનાં દર્શનમાત્રથી સર્વત્ર મંગળ પ્રસરે એવા ઉદ્દેશ્યથી પ્રભુ પ્રતિમાની સન્મુખ અષ્ટમંગળની રચના કરવામાં આવે છે. મથુરાના સ્તૂપમાંથી લગભગ ૧૪ જેટલાં મંગળ પ્રતીકો આયાગપટોમાં અંકિત થયેલાં પ્રાપ્ત થયાં છે. આયાગપટના કેન્દ્રમાં છત્ર અને ચૈત્યવૃક્ષથી શોભાયમાન જિનેશ્વરની મૂર્તિ તથા એની ચારેબાજુ સમ્યક્ જ્ઞાન, દર્શન અને ચારિત્ર્યની રત્નત્રયીનાં શિલ્પાંકન હોય છે. એની ફરતે ત્રણ લોકના જીવોને પરિધિમાં અર્થાત્ સંસારચક્રમાં ઘૂમતાં દર્શાવ્યાં છે. તેઓ રત્નત્રયીની આરાધનાથી સિદ્ધત્વ પામી શકાય વું પ્રતિપાદન કરતાં હોય એમ જણાય છે. કલાનાં આ પ્રતીકો હવે દેરાસરોના પટના રૂપમાં જોવાય છે. મથુરાનાં સ્તૂપ અને મંદિરોમાંથી સરસ્વતી, ચક્રેશ્વરી, લક્ષ્મી, અંબિકા, કૃષ્ણ, બલરામ, સૂર્ય, કુબેર વગેરેની સ્વતંત્ર મૂર્તિઓ મળી છે. જૈનોનું આ એવું સ્થળ છે જ્યાંથી દરેક કાળની જિનપ્રતિમાઓ પ્રાપ્ત થઈ છે. અહીંના શિલાલેખોમાં ગુરુમહારાજોનાં નામો અને વંશાવલી કલ્પસૂત્ર અને નંદીસૂત્રની પટ્ટાવલીઓને અનુરૂપ હોવાથી જૈન ધર્મની પ્રાચીન કળા અને સ્થિતિ જાણવા મળે છે. પ્રાચીન શિલ્પોમાં એક અગત્યનું શિલ્પ પ્રભુ મહાવીરના ગર્ભહરણનું છે, જેમાં આસન પર હરિણ્યગમેશદેવ બિરાજ્યા ૧૯૫ ...અને જૈન ધર્મ છે બીજા એક શિલ્પમાં ઋષભદેવજીને અપ્સરા નિલાંજનાનું નૃત્ય જોતાં જીવનની ક્ષણભંગુરતા સમજાઈ અને દીક્ષા માટે પ્રયાણ કર્યું એ પ્રસંગનું આંકન છે જે ભારતીય નૃત્યકળામાં અતિપ્રાચીન ગણાય. જૈન પ્રતિમા, વિજ્ઞાન અને પ્રાચીન પ્રતિમાઓનો પરિચય પાટલીપુત્રથી મળી આવેલી અશોક મૌર્ય સ્થાપિત કરેલા સ્તંભ જેવી પ્રતિમા, ખારવેલના શિલાલેખમાં દર્શાવેલ કલિંગ, જિનની પ્રતિમા ઉપરાંત મુંબઈના મ્યુઝિયમની પાર્શ્વનાથની પ્રતિમા અને કુશાન સમયની મૂર્તિઓ પ્રાચીન સમયની પ્રતિમાઓનો પરિચય કરાવે છે. પ્રતિમાઓની લાક્ષણિકતા પરથી એ ક્યારે સ્થાપિત થઈ હતી એની માહિતી મળે છે. દા.ત. કુશાન સમયની પ્રતિમાઓમાં પદ્માસનમાં હાથની કોણીઓ બહારની તરફ રહેતી. ઉપરાંત મસ્તક પર શિખાનું પ્રચલન નહિવત્ હતું. પ્રભુ પ્રતિમાની હથેળી અને આંગળીઓ પર તથા પાર્શ્વનાથની ફણા પર અખટમંગળનાં પ્રતીકોની કોતરણી થતી હતી. ગુપ્તાકાળની પ્રતિમાઓને કુશન પર બિરાજમાન કરી તેનો એક ભાગ પબાસન પર રખાતો. આવી બધી લાક્ષણિકતાને કારણે પ્રતિમાજીઓનું સ્થાપના વર્ષ જાણી શકાય છે. આવી મૂર્તિઓની જ્યારે પ્રાણપ્રતિષ્ઠા થાય ત્યારે જ એની પૂજા-અર્ચના શક્ય બને છે. મથુરાથી મળેલ આદિશ્વરજીની સર્વ પ્રતિમાઓ કેશસહિત છે અને પાર્શ્વનાથની ધરણેન્દ્રદેવના છત્ર સાથેની છે. ઉપરાંત અરિષ્ટનેમિની મૂર્તિ કૃષ્ણ-બલરામ સાથે જોવા મળે છે. આવી પ્રતિમા મથુરાકલાની વિશિષ્ટ કલાકૃતિ ગણાય. અહીંનાં શિલ્પો અને મૂર્તિઓને ચારેતરફથી કોતરણીવાળી તૈયાર કરવામાં આવતી જે મથુરાકલના અદ્ભુત નમૂનાઓ છે. સર્વતોભદ્ર પ્રતિમાઓ ખડગાસનમાં સ્તંભ ઉપર સ્થપિત કરાતી હતી. ચિત્રકળા : વૉલ પેઇન્ટિંગ અને મિનિએચર પેઇન્ટિંગ ભીંતીચિત્રો : વૉલપેઇનિટંગ ઃ મુંબઈના ગોડીજી દેરાસરમાં પહેલા દેરાસરની દીવાલો પર સુંદર ચિત્રો હતાં જે જીર્ણોદ્વાર સમયે જાળવી શકાયાં નહીં. સિતાનાવત્સલનાં પેઇન્ટિંગ અજંતાની ગુફાઓથી પણ વધુ પુરાણાં છે. અહીંના રાજા મહેંદ્રવર્મા પહેલા જૈનધર્મી હતી. તેમણે આ ગુફાઓમાં એમનાં પોતાનાં ચિત્રો પણ દોરાવ્યાં હતાં, પરંતુ એ પાછળથી બૌદ્ધધર્મી થઈ જતાં જૈનોને ઘણું નુકસાન થયું. શ્રવણબેલગોલાના જૈન મઠમાં અનકે ચિત્રો છે જેમાં છ લેશ્યા, પ્રભુ પાર્શ્વનું સમવસરણ, કૃષ્ણરાજ વાડિયારનો દશેરા દરબાર, મઠના દરવાજા વગેરેનાં સુંદર રંગીન ચિત્રણો જોવાલાયક છે. રતલામ, ૧૯૬
SR No.034389
Book TitleGyandhara 17 18 Ane Jain Dharm
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherArham Spiritual Centre
Publication Year2018
Total Pages117
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy