________________
મહાવીરનું આત્મદર્શન અને જૈન ધર્મ
- પૂ. ડૉ. તરુલતાજીસ્વામી કુમાર વર્ધમાન, મુનિ વર્ધમાન બની સાધનાના માર્ગે આરૂઢ થયા. હવે એમના સાધનામાર્ગ વિશે વિચારીએ. પ્રભુની સાધના વિશે કંઈ પણ કહેવું તે અત્યંત અઘરું છે. આચારાંગ સૂત્રનાં પાનાં ઉથલાવું છું. પ્રભુ મહાવીરના અંતરમનમાં ડૂબકી મારવાની કોશિશ કરી રહી છું. ઘણી જ અસમંજસમાં પડી જાઉં છું. શું કર્યું? ક્યાંથી શરૂ કરું ? તેમના ધ્યાનની વાત કરું કે તપની વાત કરું ? અભિગ્રહની વાત કરું કે મૌનની વાત કરું ! કેટલું કહું ! જેટલુંજેટલું લખવા માગું છું તે બધું જ અધૂરું લાગે છે. લખું છું, પણ સંતોષ થતો નથી. પ્રભુના ગુણો અનંત અને મારી લેખની એક. પ્રભુનો મહિમા અસીમ અને મારી ભક્તિ સંસીમ !!
શાસ્ત્રમાં કહ્યું છે તથા મારા અનુભવથી પણ જાણું છું કે અમુક વાતો એવી હોય છે કે ભૂમિકા વિના સમજાતી નથી. જેમજેમ ભૂમિકા વધતી જાય તેમતેમ ઉપરની વાતો સમજમાં આવતી જાય. સમાજાય પછી પણ શબ્દોમાં મૂક્વાનો પ્રયત્ન કરીએ ત્યારે અપર્ણ જ લાગે. છતાં અત્યારે મારી ભક્તિનું એક પુષ્પ ભગવાન મહાવીરનાં ચરણે અર્પિત કરવાસમું આ કાર્ય મેં હાથ ધર્યું છે અને મારે કંઈક કહેવું છે તો ક્યાંકથી તો શરૂઆત કરવી જ પડશે ! તેમાં ઘણી ક્ષતિઓ થશે, ત્રુટિઓ રહેશે, છતાં એ તરફ લક્ષ્ય ન આપતાં પ્રભુની સાધનામાંથી કોઈક સાધના આપણને સાધનામાર્ગે ઉપયોગી થાય, એવા ધ્યેયથી આ કાર્યને મૂલવીશું તો કંઈક અંશે સફળતા પ્રાપ્ત કરી શકીશું.
પ્રભુ મહાવીરનો સાધનાકાળ બાર વર્ષ, છ મહિના અને પંદર દિવસનો જે થાય, તે થાય. જિદ્દ કે હઠ એ માર્ગ જ નથી. નિર્વસ્ત્ર રહેવું, તપ કરવું, ઘનઘોર જંગલમાં રહેવું કે સ્મશાન જેવી ડરામણી ભૂમિમાં વિહરવું તેમના માટે સહજ હતું. અભયને અરણ્ય શું ને અટ્ટાલિકા શું? બળપૂર્વક વૃત્તિઓને દબાવવી એ દાબેલી સ્વિંગ કે ભૂખ્યા વાઘ જેવી છે. એ વૃત્તિમાં જોરથી ઊછળે છે. ભૂખ્યો વાઘ મુક્ત થતાં જે સામે હોય તેના પર તૂટી પડે છે. આ માર્ગ તો વિવેનો છે. શમન કે દમન વૃત્તિઓને નિર્મૂળ નથી થવા દેતાં. થોડો સમય દબાવે છે. જ્યારે અહીં વૃત્તિઓનો સર્વથા ક્ષય કરવાનો છે. આખીય સાધના ક્ષાયિક ભાવની છે. વૃત્તિઓને
S 9 – અને જૈન ધર્મ * * જાણીને, ઓળખીને મૂળમાંથી ઉખેડી ફેંકવાની છે, એય સહજ માર્ગે.
પ્રભુ છઠ્ઠા-સાતમા ગુણસ્થાને ઝૂલતા અપ્રમત્ત છે. પ્રમત્ત દશામાંથી અપ્રમત્ત દશામાં જવું એ પ્રયત્નથી નથી થતું. બળપૂર્વક નથી જવાતું. અહીં આગ્રહ-દુરાગ્રહ હોતો નથી. અનાગ્રહ દશામાં આત્મસ્થિરતા વધે તે અપ્રમત ગુણસ્થાન, સ્થિરતા ઘટે તે પ્રમત્ત ગુણસ્થાન. આ ઝૂલો અનાયાસે ચાલ્યા કરે છે.
ભગવાન મહાવીરનો આખોય સાધનાકાળ ધ્યાન અને કાયોત્સર્ગમય હતો. દીક્ષા લેતાંની સાથે જ પ્રભુએ ધ્યાનનો સંકલ્પ કરી લીધો હતો. આ કાળમાં ઘણી લાંબી તપશ્ચર્યાઓ થઈ, તેથી તેઓ ‘દીર્થ તપસ્વી' કહેવાયા. આ તપશ્ચર્યા ધ્યાનશૂન્ય ન હતી. આપણામાં બહુ મોટી ભ્રાન્તિ છે કે મહાવીરના દીર્ધતપસ્વી રૂપને પકડી લીધું અને ધ્યાન-સાધક રૂપને છોડી દીધું. આનું પણ કારણ છે. આપણો વધારેમાં વધારે પરિચય તપ સાથે છે, કારણ, શરીર બહારથી દેખાય છે તેમ તપ પણ બહારથી દેખાય છે. તપ આત્માનું શરીર છે. આપણે શરીરથી પરિચિત છીએ અને તપથી પણ પરિચિત છીએ, પરંતુ આપણો આ પરિચય અધૂરો છે, અપૂર્ણ છે.
જૈન દર્શન માન્ય આર્તધ્યાન, જે સર્વથા હોય છે, તે પહેલે ગુણસ્થાને છે તથા છઠ્ઠા ગુણસ્થાને પણ છે. આ બંનેમાં અંતર હશે ને? કેવું હશે છઠ્ઠા ગુણસ્થાનનું આર્તસ્થાન? તેની ઉપસ્થિતિ છતાં મુનિ છ-સાતમે ઝૂલે છે. ભગવાન મહાવીર સાડા બાર વર્ષ છઠ્ઠા-સાતમામાં ઝૂલ્યા છે. ઇષ્ટ યોગ અને અનિષ્ટ વિયોગનું ચિંતન એ છે આર્તધ્યાનની વ્યાખ્યા. છઠ્ઠા ગુણસ્થાનવર્લી મુનિને વ્યાખ્યા તો એ જ હશે, પણ વિષય બદલાઈ જતા હશે. પહેલા ગુણસ્થાને દેહ ઇષ્ટ છે. દર્દ અનિષ્ટ છે,
જ્યારે છઠ્ઠા ગુણસ્થાને આત્મા ઇષ્ટ અને આત્મવિસ્મૃતિ અનિષ્ટ, આટલું મોટું અંતર પડી જાય. આવું પણ આર્તધ્યાન છૂટ પછી જ સાધકની ગાડી સ્પીડ પકડે છે અને ધર્મધ્યાનની સાથે શુક્લધ્યાન ભળતાં ગુણસ્થાનના ક્રમમાં આગળ કદમ માંડે છે. અંતે પૂર્ણ શુક્લધ્યાન પ્રગટ થતાં સર્વ કર્મક્ષય થઈ મોક્ષ થાય છે. ધ્યાન વિના મોક્ષ થતો નથી.
દયાનની ભિન્નભિન્ન વ્યાખ્યાઓ - ધ્યાનપદ્ધતિ તથા ફળશ્રુતિ વિષયક ઉલ્લેખો આગમોમાં અત્ર-તત્ર મળે છે.
મનુષ્યના શરીરમાં મસ્તક મુખ્ય છે અને વૃક્ષમાં એનું મૂળ મુખ્ય છે, તેમ
૧. મહાવીરદર્શન : ભાગ ૧, ઓશો. પ્ર. ૨૨
૨૨ ૦