SearchBrowseAboutContactDonate
Page Preview
Page 48
Loading...
Download File
Download File
Page Text
________________ % % – અને જૈન ધર્મ * આ કથાઓમાં જૈન ધર્મે પ્રેરેલ અહિંસા-આદિ પચવ્રતો, ક્ષમા, નમ્રતા આદિ ઉત્તમ ગુણોનો મહિમા, દાન, શીલ, તપ, ભાવ આદિ ધર્મોનો પ્રભાવ આદિ અનેક પ્રકારના બોધોને લોકભોગ્ય રીતે વર્ણવવામાં આવેલ છે. આ કથાઓની વિશેષતાની નોંધ કરીએ તો, આ કથાઓમાં પાત્રોના અનેક ભાવોનું વર્ણન કરવામાં આવે છે. આ ભવચક્રના વર્ણન દ્વારા કર્મસિદ્ધાંત દઢ થાય છે. અંતે મનુષ્ય પોતાનાં શુભ કર્મો દ્વારા ઉચ્ચગતિ અને ઉત્તમ કુળ પામે છે, એ રીતે આ કથાઓ સમગ્ર મનુષ્યજાતિને ઉત્તમ આચરણની પ્રેરણા આપે છે. 1. Siri candppahsami cariyam- Ed. pt. Rupendra Kumar Pagariya Publisher - L. D. Institute of Indology, Ahmedabad - 9. 2. Munisuvratsvami carita - Ed. Pt. Rupendra Kumar Pagariya Publisher - L. D. Institute of Indology, Ahmedabad - 9. જ®®® શ્રુતસંપદા અને જૈન ધર્મ છge માતા પોતાની સાવકી દીકરીને પીડા આપે, પરંતુ કોઈ દિવ્યતત્ત્વ રક્ષણ આપે એ કથાઘટક (વિશ્વપ્રસિદ્ધ સિલાનું કથાઘટક)ના મૂળ ‘આરામશોભા કથામાં જુએ છે. અને એ ‘આરામશોભા કથા’ને ભારતીય પરંપરાની અનુપમ સંપત્તિ તરીકે ઓળખાવે છે. એ જ રીતે નંદીષેણ અને સંચાનકની કથામાં જૂનું કથાઘટક ઉપલબ્ધ થાય છે. શ્રી હરિવલ્લભ ભાયાણીએ ‘રત્નચૂડાસ'નું સંપાદન કર્યું અને તેમાં રહેલા ‘કટાહ' આદિ દ્વીપની ઓળખાણ ‘જાવા’ સાથે કરાવી. તેમણે ‘લોકકથાનાં કુળ અને મૂળ’ પુસ્તકમાં અનેક લોકકથાઓના પ્રાચીન જૈન-બૌદ્ધ રૂપાંતરો દર્શાવ્યાં. શ્રી બ. ક. ઠાકોરે અદભુત - ચમત્કારપ્રધાન કથાવાળા *અંબડ રાસ'નું સંપાદન કર્યું. એ જ રીતે અજકુમાર, સુરસુંદરી આદિની કથાઓમાં આવી અનેક ચમત્કારપૂર્ણ લોકકથાઓ અને તેનાં કથાઘટકો સચવાયેલા જોવા મળે છે. ‘હરિબલ'ની ચમત્કારપૂર્ણ કથામાં અહિંસાધર્મનો મહિમા જોવા મળે છે. માછીમારે લીધેલી નાનકડી પ્રાણરક્ષણની પ્રતિજ્ઞાનું પાલન કેવું ઉત્તમ ફળ આપનારી બને છે, તે આ કથામાં જોવા મળે છે. જૈન કથાઓનો એક ત્રીજો પ્રકાર ‘રૂપકગ્રંથિ' પ્રકારની રચના છે. આ રચનાઓમાં દસમી સદીમાં થયેલ પ્રસિદ્ધ જૈનાચાર્ય સિદ્ધર્ષિની ‘ઉપમિતિ ભગપ્રપંચા કથા’ સુપ્રસિદ્ધ છે. આ કથામાં આ જૈનાચાર્યો સંસારને મહાનગરનું રૂપક આપી તેમાં ભટકતા આત્માની સ્થિતિનું રૂપકાત્મક વર્ણન કર્યું છે. નિપૂણ્યક ભિખારી (આત્મા) સુસ્થિત રાજા (તીર્થંકરદેવ)ની સહાય મેળવી કેવી રીતે પોતાના શુદ્ધ આત્મતત્ત્વને પ્રાપ્ત કરે છે તેનું આલેખન કર્યું છે. આ રૂપકાત્મક શૈલીનો પ્રભાવ ઝીલી હરિદેવક વિએ ‘નદન-પરાજય' નામની કૃતિ રચી છે. વળી ‘ભુવનભાનુ કેવલીચરિત્ર' આદિમાં પણ આ રૂપકાત્મક રૌલીનો આશ્રય લીધો છે. આમ, જૈન કથાઓનો ભંડાર આગમિક, અગમેતર (લોકકથા આદિ) અને રૂપકાધારિત કથાઓથી અત્યંત સમૃદ્ધ છે. વિશ્વના મહાન કથાના અભ્યાસીઓએ જૈન કથાસાહિત્યનું વૈવિધ્ય તેમ જ સમૃદ્ધિને ઓળખ્યાં છે. તે અભ્યાસીઓએ નોંધ લીધી છે કે, પ્રાચીન ભારતીય કથાસાહિત્યનાં સંરક્ષણ, સંવર્ધનનું કાર્ય જૈન મુનિઓએ મોટા પાયા પર કર્યું છે. તેમના આ અપ્રતિમ વિઘાકાર્યને લીધે જ વિશ્વને આ અદ્ભુત, ચત્મકારી કથાઓની ભેટ મળી છે. - ૯૩ સંદર્ભ : (૧) જૈન સાહિત્યનો બૃહદ ઇતિહાસ (ભાગ-૬). લે. : ગુલાબચન્દ્ર ચૌધરી - પ્ર. શ્રી ૧૦૮ જૈન તીર્થદર્શન ભવન ટ્રસ્ટ, અમદાવાદ. (૨) જૈન રાસવિમર્શ સં. : ડૉ. અભય દોશી પ્ર. વીરતત્ત્વ પ્રકાશક મંડળ (૩) લોકકથા : કુળ અને મૂળ લે. : હરિવલ્લભ ભાયાણી (૪) ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ (ખંડ-૨). પ્ર. ગુજરાતી સાહિત્ય પરિષદ. ((ડૉ. અભય દોશી મુંબઈ યુનિ.ના ગુજરાતી વિભાગના અધ્યક્ષ છે, Ph.D.ના ગાઈડ છે. દેશ-વિદેશમાં તેમનાં સફળ વ્યાખ્યાનો યોજાય છે. તેમનાં પાંચ પુસ્તકો પ્રગટ થયાં છે).
SR No.034389
Book TitleGyandhara 17 18 Ane Jain Dharm
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherArham Spiritual Centre
Publication Year2018
Total Pages117
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy