________________
સંલેખના અને જૈન ધર્મ
- જસવંતભાઈ વ. શાહ
સંલેખના-સંથારો એ આત્મસાધનાની પરિપૂર્તિ માટેની જૈન ધર્મની આગવી દેન છે. જૈન ધર્મે કોઈ એક જ ઇશ્વરનો ઇનકાર કરી આત્માને જ કેન્દ્રમાં રાખ્યો છે; જીવ પોતે જ પોતાના પરનાં બધાં કર્મોને ખંખેરી નાખવા સમર્થ છે અને પોતાના જ અનંતજ્ઞાન, અનંતઆનંદ વગેરે ગુણોને પૂર્ણ પ્રગટ કરી જાતે જ ઈશ્વર બની શકે છે. આ જ રીતે આજ સુધીમાં અનંતજીવો સંસારથી મુક્ત જાતે ‘ઈશ્વર’ બન્યા છે.
આ લક્ષે જ તપ વિગેરે આરાધનાનો ઉપદેશ થયો છે અને તેની પરાકાષ્ઠારૂપે સંલેખના વ્રત છે. પ્રતિક્રમણમાં પણ બાર વ્રતોના અતિચારો ઉપરાંત સલેખના વ્રતના પાંચ અતિચારોને આલોવવાના હોય છે.
સંલેખનાની આરાધના એના ખરા સ્વરૂપે ફક્ત જૈન ધર્મે જ બતાવી છે. અણસમજુ લોકો સંલેખના-સંઘારાને આત્મહત્યા ગણાવે છે જે સત્ય નથી. સંસારી જીવાત્મા શરીરમાં થયેલાં રોગો, પીડા, વેદના વગેરે અસહ્ય બનતાં લાચારીથી અથવા સંબંધીઓ સાથે થયેલા વેરઝેરયુક્ત અણબનાવના કારણે અથવા માથે નાણાકીય દેણું વધી જતાં કંટાળીને કષાયભાવોપૂર્વક જાતે જીવનનો અંત આણે છે એ આત્મહત્યા છે જેનાં માઠાં પરિણામ પછીના ભવોમાં ભોગવવાં પડે છે. જ્યારે સંથારો તો આરાધક જીવાત્મા આત્મા અને બાકીના બધા સંબંધો, સંયોગોના ભેદને સમજીને લોકના એકેએક જીવને ખમાવીને, બધા સાથે પ્રેમ અને સમભાવપૂર્વક, આત્મજાગૃતિ સાથે પોતાથી આ પહેલાં થયેલા બધા અતિચારો, દોષોને વોસિરાવીને મૃત્યુ દેહને ગ્રહી લે એ પહેલાં જ સામેથી તે ખુશીપૂર્વક મૃત્યુને હવાલે કરી દે છે. સંથારો એ તો અજ્ઞાન અને મોહદશાથી પોતે આજ સુધી જે જડશરીરને અને પરના સંબંધોને પોતાના માની વળગી રહ્યો હતો તેનાથી સમજપૂર્વક છૂટી, સ્વ-આત્મદ્રવ્યની પરમશુદ્ધ દશાને પ્રગટ કરવાનો પ્રશસ્ત પુરુષાર્થ, અરે ! પરાક્રમ છે; તે આત્મહત્યા નથી જ નથી; તે સમાધિમરણ છે જેને જેન દર્શને પંડિતમરણ કહ્યું છે જે પરંપરાએ મોક્ષ અપાવે છે.
શતાવધાની પૂ. શ્રી રત્નચંદ્રજી મહારાજ વિરચિત અર્ધમાગધી કોશમાં સંથારા માટે આપેલા શબ્દો છે ઃ
-
સંલેહણા, સંલેખના. શારીરિક, માનસિક તપથી કષાયાદિને કાબૂમાં કરવા. નાશ કરવાનો તવિશેષ.
૨૨૫
...અને જૈન ધર્મ કરી
પૂ. શ્રી રાજેન્દ્રસૂરિજી કૃત રાજેન્દ્રકોશમાં પર્યાયવાચી શબ્દો આપ્યા છે ઃ સંલેખ, સંલીણ, સંલીન, સંવૃત.
શ્રી જિનેન્દ્રવર્ણીજી વિરચીત જૈનેન્દ્ર સિદ્ધાંતકોશ ભા. ૪થો (પ્રત ૧૯૯૩)માં સંલેખનાનું સવિસ્તર વર્ણન છે. આમાં શબ્દપ્રયોગ છે ઃ સલ્લેખના.
બાહ્ય રીતે શરીર તથા ઇન્દ્રિયોને (સમ્ એટલે સારી રીતે (લેખન એટલે) આહાર, દવા, ઉપચારના ત્યાગથી કૃશ કરવા તે દ્રવ્યસંલેખના છે. જ્યારે શરીરનો આરાધનામાં પૂરો કસ કાઢીને અંતરંગથી કષાયો વગેરે વિભાવોને કૃશ કરવા – નાશ કરવા, કષાયરહિત અનંતજ્ઞાન આદિ અનંતગુણોવાળા આત્માના શુદ્ધ સ્વરૂપનું ચિંતન કરવું એ ભાવસલેખના છે. ખરું મહત્ત્વ તો અંતરંગ લેખનનું, શુદ્ધિનું, પ્રાપ્તિનું જ છે. બાહ્ય આરાધના અંતરંગની પુષ્ટિમાં સહાયક બને છે. શરીર અને કષાયોરૂપી પરિગ્રહનો ત્યાગ છે. સંલેખનાના સાધકને ક્ષપક પણ કહે છે.
.
પૂર્વતૈયારી : સંલેખનાનો ભાવ અચાનક કેઈને એમ ને એમ થતો નથી. અસંખ્ય પૂર્વભવોની આરાધના અને ચાલુ ભવમાં જીવનભરની સમજણભરી-સંયમિત વ્રતધારી આરાધના જ જીવનના અંતે સંથારાનો ભાવ સુઝાડી શકે છે સમ્યક્ દેવ, ગુરુ અને ધર્મની દૃઢ શ્રદ્ધા સાથે અસીમ સંયમ અને તપની જરૂર રહે છે જે જીવનમાં ધીરેધીરે જ વિકસે છે. શ્રાવકનાં બાર વ્રતોનું કે શ્રમણ અવસ્થામાં પાંચ મહાવ્રતોનું યથાર્થ પાલન થાય છે. જીવનની જરૂરિયાતો ઘટતી જાય, વૃત્તિઓ સંયમિત અને શાંત થતી જાય, શરીર અને બાહ્ય પદાર્થો પ્રત્યેનું આકર્ષણ ઘટતું જાય-મટી જાય એ એની પૂર્વભૂમિકા છે. સાથોસાથ શ્રુતશ્રમણ, જિનવચનની પૂર્ણ શ્રદ્ધા, સતત સ્વાધ્યાય અને ગુરુનિશ્રામાં કાઉસગ્ગ અને ધ્યાનના સુયોગ્ય પ્રયોગોથી આત્મલક્ષ વધુ પ્રબળ થાય, સંસારની જવાબદારીઓ, પ્રવૃત્તિઓ સંકેલાઈ જાય, છેવટે સંસાર અને શરીર પ્રત્યેનો રાગ ક્ષીણ થાય છે. આ વિકટ છે, મહાન તપ છે, પણ આમ જ જીવનના અંતે સંલેખના સ્ફુરી શકે છે.
જે જન્મ્યા તે દરેકનું મૃત્યુ નિશ્ચિત જ છે, પણ જીવને શરીર છોડવું ગમતું નથી. મૃત્યુનો ડર પણ લાગે છે. અનાદિકાળથી જીવ સ્વોપાર્જિત કર્મોના વિપાકે જુદીજુદી ગતિમાં જન્મી ભવભ્રમણ કર્યા કરે છે. નામ એનો નાશ છે, સંયોગ છે ત્યાં વિયોગ છે જ, પણ જીવ જેજે ગતિમાં જેજે શરીરમાં જન્મ્યો ત્યાં તેણે શરીરનું મમત્વ કર્યા કર્યું, આ શરીર તે જ હું છું એવો મોહ કર્યો અને એના જ પરિણામે ચાર ગતિ ચોવીશ દંડકમાં જન્મ-મરણના ફેરા ચાલુ રહ્યા.
ચારમાંથી ફક્ત એક મનુષ્યગતિમાં જ જીવ ધર્મારાધના અને ઉત્કૃષ્ટ તપ એવા સંથારાની આરાધના કરી શકે છે. મનુષ્યને જ્યારે જીવ, અજીવ વગેરે નવ તત્ત્વોની
૨૨૬