________________
ક0804 ધ્યાનસાધના અને જૈન ધર્મ સમગ્ર મનસ્વતંત્ર બંધાય છે, ત્યારે જ ધ્યાન-યોગની સાધનાની શરૂઆત માટે દેહાદિકને સ્પર્શતી બાબતોમાં સાક્ષીભાવ કેળવાય છે. બહિરાત્મભાવનો ત્યાગ કરીને અંદર વળવું તે અંતરાત્મ વલણ છે. જીવાત્મા અને પરમાત્માનો સમ્પ યોગ એ અંતરાત્મ દશા છે, જેમજેમ તેનો વિકાસ થતો જાય છે તેમતેમ જીવાત્મા પર લાગેલાં અજ્ઞાન-અવિઘાનાં આવરણો દૂર થતાં જાય છે અને પરમાત્મસ્વરૂપનો સહપ્રકાશ પ્રગટતો જાય છે. સ્થિર-નિશ્ચલ અધ્યવસાય અર્થાત્ આત્માનો પરિણામ-આત્માનો ઉપયોગ એ ધ્યાન છે. ધ્યાનમાં ચેતના અંતર્મુખ થઈને અંતરાત્મરૂપ પરિણત થાય છે અને પછી સર્વથા અહંકારરહિત બનીને પરમશુદ્ધ પરમાત્મસ્વરૂપ પ્રાપ્ત કરે છે.
જૈન ધર્મમાં, તેના આગમ ગ્રંથોમાં અને એની દૈનિક ધર્મઆરાધનાઓમાં ધ્યાનસાધનાનું મહત્ત્વપૂર્ણ સ્થાન છે. ‘પતિ જa pપંઘકથા'માં શ્રી સિદ્ધર્ષિગણિ ‘જિનાગમોનો સર્વસાર, દ્વાદશાંગીનો નિચોડ શો ?’ એ પ્રશ્નના ઉત્તરમાં જણાવે છે - ‘‘સાગર જેવી વિશાળ દ્વાદશાંગીનો સાર નિર્મળ ધ્યાનયોગ જ છે. શ્રાવકના અને સાધુઓના જે મૂળગુણો કે ઉત્તરગુણો બતાવ્યા છે અને જે બાહ્ય ક્રિયાઓ બતાવેલી છે એ સર્વ ધ્યાનયોગને સિદ્ધ કરવા માટે છે.” આચાર્ય હેમચંદ્ર યોગશાસ્ત્રમાં કહે છે, ‘મોક્ષ: શર્મક્ષવાવ # વાતમજ્ઞાનતો મન:
થનHIM મત્ત ત ત ધ્યાને હિતમામન: I'-૧૧૩. અર્થાત્ મોક્ષાકર્મના ક્ષયથી થાય છે, કર્મનો ક્ષય આત્મજ્ઞાનથી થાય છે, આત્મજ્ઞાન ધ્યાનથી થાય છે, માટે ધ્યાન આત્માનું હિત કરનાર છે. દૂધમાં વ્યાપીને રહેલા ઘીની જેમ સર્વ જિનાગમોમાં અને પ્રકીર્ણ ગ્રંથોમાં પ્રારંભથી અંત સુધી ‘ધ્યાન’ પદાર્થ વ્યાપ્ત છે. આશ્રવનાં દ્વારો એ સંસારનો માર્ગ છે અને સંવર-નિર્જરાનાં તારો એ મોક્ષનો માર્ગ છે. મોક્ષનો પરમ ઉપાય તપ છે અને તપમાં ધ્યાન સૌથી મોખરે છે.
દયાનના મુખ્ય બે પ્રકાર છે - દ્રવ્યધ્યાન અને ભાવથ્થાન. દ્રવ્યધ્યાનના બે પ્રકાર છે - આÁધ્યાન અને રૌદ્ધધ્યાન. આ બંને ધ્યાન અશુભ છે એટલે ત્યાજવાયોગ્ય છે. શુભધ્યાનનું સ્વરૂપ બતાવતાં પહેલાં અશુભ ધ્યાને બતાવ્યાં છે, કારણ અશુભધ્યાન અને તેનાં કારણોને દૂર કર્યા સિવાય શુભધ્યાનનો પ્રારંભ જ થઈ શકતો નથી. જેમ વસ્ત્રની મલિનતા દૂર કર્યા સિવાય એને નવો રંગ બરાબર ચઢતો નથી. તેમ મનની મલિનતા, અશુદ્ધતા દૂર કર્યા વિના શુભધ્યાન આવતું નથી. ધર્મધ્યાન અને શુક્લધ્યાન એ ભાવધ્યાન છે જે ભવપરંપરાનો ક્ષય કરી અક્ષયસુખ આપનાર છે. ધર્મધ્યાનમાં આત્મવસ્તુના શુદ્ધ સ્વભાવનું ધ્યાન મુખ્ય છે. તે ધ્યાનની ભૂમિકા પ્રાપ્ત કરવા માટે જિનોક્ત અનુષ્ઠાનો, વ્રતનિયમો વગેરેનું ત્રિવિધે ચઢતા પરિણામે નિયમિત રીતે સેવન
૨૭
@@ @ @@_ અને જૈન ધર્મ & #27 કરવું પડે છે. આજ્ઞાવિય, અપાયવિચસ, વિપાકવિચય અને સંસ્થાનવિચય એમ ચાર પ્રકારનું ધર્મધ્યાન એ ભાવથી ધ્યાન છે. ધર્મધ્યાનના બીજા ભેદમાં ચાર પ્રકારે ધ્યાન થાય છે - ૧. પિંડસ્ટ, પદસ્ય, રૂપસ્ય અને રૂપાતીત પિંડર્યાધ્યાન. પિંડ એટલે શરીર. શરીર
પૃથ્વી, અગ્નિ, વાયુ, જળ અને આકાશનું બનેલું છે. પાંચ મહાભૂતોને આશ્રયીને શરીર બનેલું છે. તેનું ધ્યાન ધરતા પિંડમાં વ્યાપી રહેલ આત્મા સુધી પહોંચવાનું છે. આ પાંચ મહાભૂતોનું ધ્યાન પાંચ ધારણાઓથી થાય છે -૧) પાર્થિવી ધારણા. ૨) આગ્નેયી ધારણા ૩) મારુતિ/વાયવી ધારણા ૪) વારુણી ધારણા ૫) તત્ત્વભૂ ધારણા. પિંડસ્થ ધ્યાનના અભ્યાસથી મન અને ચિત્તને એકાગ્ર કરી શુક્લધ્યાનની યોગ્યતા પ્રાપ્ત કરે છે. પદયધ્યાન - આ ધ્યાનનું મુખ્ય આલંબન “શબ્દ” છે. પવિત્ર મંત્રપદોનું આલંબન લઈને આ ધ્યાન કરાય છે. અનેક પ્રકારે મંત્રરાજ એનું ધ્યાન,
પંચપરમેષ્ઠીનું, પ્રણવનું ધ્યાન કરી શકાય છે. ૩. રૂપસ્ય દયાન - રૂપમાં બિરાજમાન અર્થાત્ સમવસરણમાં બિરાજમાન,
કેવળજ્ઞાનથી દીપતા, ૩૪ અતિશયોથી યુક્ત, અષ્ટપ્રતિહાર્ય સહિત અરિહંત પરમાત્માનું ધ્યાન. રૂપાતીત ધ્યાન - અરૂપી એવા જ્ઞાનાનંદ સ્વરૂપ, નિરંજન, નિરાકાર એવા સિદ્ધ પરમાત્માનું ધ્યાન. અહીં રૂપસ્ય આદિ સાલંબન ધ્યેયોથી નિરાલંબન દયેયમાં પ્રવેશ કરે છે. યોગી જ્યારે ધ્યાનમાં તન્મય બની જાય છે ત્યારે તે યેયસ્વરૂપ પરમાત્માની સાથે એકરૂપ થઈ જાય છે, એ જ સમરસીભાવ છે. આ ધ્યાન કેવળજ્ઞાન ઉત્પન્ન કરનાર શુકલધ્યાનનું કારણ બને છે. શુક્લધ્યાન - એ ચરમ કોટિનું ધ્યાન છે. શુકલ એટલે શુદ્ધ, નિર્મળ. વજ ઋષભનારાચ નામના પ્રથમ સંઘયણવાળા અને પૂર્વના જ્ઞાનને ધારણ કરનારા પૂર્વધર શુકલધ્યાનને યોગ્ય હોય છે. શુક્લધ્યાનના ચાર ભેદ છે. ત્રીજા અને ચોથો ભેદ સર્વથા રાગદ્વેષરહિત કેવળજ્ઞાનીઓને હોય છે. શુકલધ્યાનના ચોથા ભેદના અંતે કેવળજ્ઞાન દર્શનયુક્ત યોગી સર્વ કર્મોથી મુક્ત થઈ સાદિ અનંત, અનુપમ, અવ્યાબાધ એવા સુખને પ્રાપ્ત કરી સિદ્ધક્ષેત્રમાં બિરાજે છે.
કાયોત્સર્ગઃ ધ્યાનસાધનામાં જૈન દર્શનમાં કાયોત્સર્ગ અથવા કાઉસગ્ન એક પ્રકારની આધ્યાત્મિક યોગપ્રક્રિયા છે. કાયોત્સર્ગ એટલે કાયાનો ઉત્સર્ગ. ઉત્સર્ગ એટલે ત્યજી દેવું. કાયોત્સર્ગ એટલે કાયાના હલનચલનાદિ વ્યાપારોને છોડી દેવા અથવા કાયાને છોડી દેવું, અર્થાત્ કાયા, શરીર પરની મમતા છોડી દેવી. કાયોત્સર્ગમાં મન
૨૧૮