Book Title: Gyandhara 17 18 Ane Jain Dharm
Author(s): Gunvant Barvalia
Publisher: Arham Spiritual Centre

View full book text
Previous | Next

Page 104
________________ ©ed અનેકાંત અને જૈન ધર્મ માટે કે તે ઝેર એક જ હોય છે. પ્રમાણ અને અવસ્થાભેદે તે માણસને મારે પણ છે અને જીવાડે પણ છે. મારતી વખતે એ ઝેર કહેવાય છે અને જિવાડતી વખતે એ ઔષધ અમૃત કહેવાય છે. એક જ વસ્તુનો આ પરસ્પરવિરોધી સ્વભાવ થયો. મૂળ વસ્તુ એકની એક હોવા છતાં તેનાં જુદાંજુદાં સ્વરૂપો જુદાજુદા નામથી ઓળખાય છે. આ જુદાંજુદાં સ્વરૂપો પાછા પરસ્પર વિરોધી ગુણધર્મોવાળા હોય છે. લોખંડ એક વસ્તુ છે. તેમાંથી બનાવવામાં આવતાં ઢાલ, તલવાર, ચાકુ, કાતર અને સોય વગેરેમાં લોખંડ હોવા છતાં તે બધા જુદાંજુદાં નામે ઓળખાય છે અને વળી પરસ્પરવિરોધી કામ પણ કરે છે. તલવાર કાપે છે જ્યારે ઢાલ એને કાપવા દેતી નથી. કાતર ચીરા પાડી શકે છે જ્યારે સોય એ ચીરાને સાંધીને પાછા એક કરી દે છે. પિસ્તોલ આપણા હાથમાં હોય છે ત્યારે આપણું રક્ષણ કરે છે. પ્રતિપક્ષીના હાથમાં જાય તો એ જ પિસ્તોલ આપણું મોત નીપજાવે છે. અહીં પિસ્તોલનો ક્ષેત્રભેદ થયો. પેલા ઝેરમાં (પ્રમાણ) ભાવભેદ થયો હતો. માણસની પણ બચપણ, કિશોરાવસ્થા, યૌવન, આધેડ અવસ્થા, વૃદ્ધાવસ્થા અને અંતિમ અવસ્થા જોઈએ છીએ. દેહ અને નામ એક જ હોવા છતાં કાળભેદ કાળની અપેક્ષાએ કેટલાં સ્વરૂપો થયાં ? તેમાં પાછા પરસ્પરવિરોધી, આ વિરોધી પણ માત્ર દૃષ્ટિ પૂરતા જ, દેખાવ પૂરતા જ નહીં. સ્વભાવ પણ પાછો પરસ્પરવિરોધી હોય છે. ‘સ્યાદ્વાદ'ને અનેકાંતવાદ અથવા સાપેક્ષવાદ નામથી પણ ઓળખવામાં આવે છે, પરંતુ અનેકાંતવાદના તત્ત્વજ્ઞાનની રજૂઆત કરવા માટેની સ્યાદ્વાદ એક પદ્ધતિ છે. અનેકાંત તથા સ્યાદ્વાદનો સંબંધ ‘વાચ્ય-વાચક' જેવો અથવા “સાધ્ય-સાધક' જેવો પણ મનાય છે. ઉપમાની દૃષ્ટિએ વાત કરીએ તો અનેકાંતને સુવર્ણની અને સ્યાદ્વાદને કસોટીની અથવા અનેકાંતને કિલ્લાની અને સ્યાદ્વાદને એ કિલ્લા તરફ દોરી જતા વિવિધ માર્ગો બતાવતા નકશાની સાથે સરખાવી શકાય છે. આપણે સાથે એક સ્પષ્ટ સમજી લઈએ કે અનેકાંતવાદ અને સ્યાદ્વાદ, એક જ તત્ત્વવિજ્ઞાનનાં અંગ હોઈ વસ્તુતઃ એક જ છે. સ્યાત્ અને વાદ એમ શબ્દોના સમુચ્ચયથી બનેલા પ્રથમ શબ્દ ‘સ્યાનો અર્થ ક્વચિત્ કોઈ એક પ્રકાર - In some respect• એવો થાય છે. આમાં જે પ્રકાર શબ્દ છે તે કોઈ એક અવસ્થા, સ્થિતિ, સંયોગ દર્શાવે છે. ગુજરાતના પ્રસિદ્ધ વિદ્વાન પ્રૉફેસર સ્વ. આનંદશંકર ધ્રુવસાહેબે પોતાના એક વખતનાં વ્યાખ્યાનમાં સ્યાદ્વાદ સિદ્ધાંત વિશેનો તેમનો અભિપ્રાય વ્યક્ત કર્યો હતો, ‘સ્યાદ્વાદ, એકીકરણનું દૃષ્ટિબિંદુ અમારી સામે ઉપસ્થિત કરે છે. શંકરાચાર્યે સ્યાદ્વાદ પર જે આક્ષેપ કર્યો છે, તે મૂળ રહસ્યની સાથે સંબંધ રાખતો નથી. એ નિશ્ચિત છે કે વિવિધ દૃષ્ટિબિંદુઓ દ્વારા નિરીક્ષણ કર્યા વગર કોઈ વસ્તુ સંપૂર્ણ સ્વરૂપે સમજવામાં આવી શકે નહીં. આ માટે સ્યાદ્વાદ ઉપયોગી તથા સાર્થક છે.” - ૨૦૫ - #DB009 – અને જૈન ધર્મ છીછરછી) બીજો પણ સાચો હોઈ શકે, બીજી દાર્શનિક પરંપરા ને અન્ય ધર્મોની વાત સહિષ્ણુતાથી સાંભળવી (તેને માની લેવી એવું જરૂરી નથી). તેમ કરવાથી ધર્મઝનૂન નિવારી શકાય. અનેકાંત સમજીને દરેક પાસાંનો વિચાર કરવાથી વ્યાવહારિક જીવનમાં પતિ-પત્ની, માતા-પિતા, પુત્ર-પુત્રી, ભાઈ-ભાઈ, સાસુ-વહુ, નણંદ-ભોજાઈ જેવા સંબંધોમાં સામંજસ્ય સર્જાશે. શિષ્ય-ગુરુ, ભક્ત-ગુરુ, નોકર-માલિક (શેઠ), સંસ્થાના કાર્યકરો, રાજકીય પક્ષો, શિક્ષક-વિદ્યાર્થી, નેતા-અમલદાર-પ્રજા વચ્ચે દરેક તબક્કે હાર્મની જળવાઈ રહેશે. અનેકાંત દ્વારા રાષ્ટ્રની સીમાઓ, જળ, જમીન, આકાશ અને કુદરતી સંપત્તિની વહેંચણી માટેનાં ઘર્ષણ અટકશે. અનેકાંતનું આચરણ વ્યક્તિને અન્ય ધર્મ પ્રત્યે થતી નફરત રોકશે, પણ જ્યાં જ્યાં સારું છે તે મારું છે, મારું છે તે જ સારું છે નહીં, પણ અનેકાંતની સમજણથી હંસદૃષ્ટિનો વિવેક, પ્રમોદભાવ અને માધ્યસ્થભાવ પ્રગટશે. ' લોહીને હિંસા સાથે સંબંધ છે. સામાન્ય રીતે હિંસક પ્રવૃત્તિમાં આપણને લોહી દેખાય છે, પરંતુ આ તો સ્થૂળ હિંસાની વાત થઈ. કેટલીક હિંસક પ્રવૃત્તિઓ એવી હોય છે કે જે હિંસા દ્વારા લોહી વહેતું નથી છતાં એ પ્રવૃત્તિ તીવ્ર અને ઘાતક હોય છે. વિશ્વાસઘાત, કોઈનાં ગુપ્ત રહસ્યોને વિવેકહીન રીતે ઉઘાડાં પાડવાં, ધ્રાસકો પડે તેવું બોલવું કે સમાચાર આપવા, શોષણ અને અન્યાય દ્વારા પરિગ્રહની પ્રવૃત્તિ પણ હિંસા છે. અયોગ્ય માર્ગે કોઈનું બ્રેઈન વૉશ કરવું કે પäત્રો રચવાં એ હિંસા છે. | વિચારોના વિક્ત અર્થઘટન અને અભિવ્યક્તિ દ્વારા આપણે હિંસક બની અનેકાંતના હત્યારા બનીએ છીએ. આકરી, શુષ્ક, અશક્ય અને કાલ્પનિક વાતો દ્વારા યુવાનોને ધર્મવિમુખ બનાવવાની હિંસાથી બચીએ. સાધનાના માર્ગે આગળ વધતો સાધક વિવેક અને જયણા દ્વારા લોહી વહે તેવી સ્થૂળ હિંસા તો સહજ નિવારી શકે, પરંતુ અહીં આગળ વધીને સૂક્ષ્મ અહિંસાનું ચિંતન કરવાનું છે. લોહી ન વહે તેવી હિંસાથી બચવાનો પુરુષાર્થ સાધકનો સમ્યક પુરુષાર્થ છે. અને ભગવાન મહાવીરે ચીંધેલી અનેકાંત વિચારધારાનું આચરણ જ તેમાં સહાયક બની શકે. કુટુંબકલેશથી માંડીને કૉસ્મિક વિશ્વની વહેંચણીનો કલહ અનેકાંતના આચરણથી સામંજસ્યમાં પરિણમશે. આમ ભગવાન મહાવીરનો અનેકાંતવાદ વિશ્વશાંતિનો મુલાધાર છે. સંદર્ભ ગ્રંથ : પ્રબુદ્ધ સંપદા - સંપાદક: બકુલભાઈ ગાંધી, ડૉ. સેજલ શાહ (જૈન ધર્મનાં અભ્યાસુ ડૉ. મધુબહેન ‘સોહમ મહિલા ગ્રુપ’ સાથે સંકળાયેલાં છે. તેમણે ત્રણ પુસ્તકોનું સંપાદન કર્યું છે). ૨૦૬

Loading...

Page Navigation
1 ... 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117