Book Title: Gyandhara 17 18 Ane Jain Dharm
Author(s): Gunvant Barvalia
Publisher: Arham Spiritual Centre

View full book text
Previous | Next

Page 106
________________ હત પત્રકારત્વ અને જૈન ધર્મ 9 0 હજ થઈ લોકોમાં ચેતના જગાવે છે. આમ લોકસેવક, લોકપ્રતિનિધિ, લોકનાયક અને લોકગુરુની ચતુર્વિધ પદવીનો ધારક પત્રકાર બની શકે છે અને એટલે જ અખબારોને ચોથી જાગીર” (ફોર્થ એસ્ટેટ) તરીકે નવાજવામાં આવ્યાં છે. પત્રકાર એટલે બધી ખબર રાખે અને બધાની ખબર લે. સહસ્ત્ર તલવાર કરતાં એક કલમ વધારે તાકાતવાન છે. સમાચારપત્રો અને સામયિકો એવાં હોવાં જોઈએ જે પ્રજાના સંસ્કાર ઘડતરનું કાર્ય કરે, વિકૃતિનું સંસ્કૃતિમાં, વ્યભિચારનું સદાચારમાં, અન્યાયનું ન્યાયમાં, અશ્લીલતાનું સંસ્કારિતામાં પરણિમન કરે. જે પત્ર સત્યનું પુરસ્કૃત બની તેનો પ્રચાર-પ્રસાર કરવા સક્ષમ નથી કે તેના પુરુષાર્થ પર નિર્ભર નથી તે પ્રત્યેક પ્રજાનું હર હણવા માટે મોકલાયેલા વિશ્વના પ્યાલા સમાન છે. જૈન પત્રો અને જૈન પત્રકાર અસત્ય અને અન્યાયને સ્થાને સત્ય તેમ જ ન્યાય, હિંસાને સ્થાને અહિંસા, પરિગ્રહના સ્થાને ત્યાગ અને દાન, વૈચારિક સંઘર્ષના સ્થાને અનેકાંત દ્વારા સામંજસ્યની પ્રતિષ્ઠાનો સમ્યક પુરુષાર્થ કરે છે. જૈન પત્રકારનું કાર્ય ઉપભોકતાવાદથી ઉપયોગની સંસ્કૃતિ તરફ લઈ જઈ જનજનનાં હૈયાંમાં વિવેક અને સંયમના ભાવોને પ્રવાહિત કરવાનું છે. સાચો પત્રકાર કોઈ પણ ઘટનાનું તલસ્પર્શી પૃથક્કરણ કરી માર્મિકતાથી સમાજજીનવના હિતમાં યોગ્ય લાગે તે નીડર રીતે પ્રગટ કરે. જૈન પત્રો-સામયિકો તરફ એક દૃષ્ટિપાત જૈન પત્રકારત્વ પણ દોઢ સદી કરતાં વધુ પ્રાચીન છે. આજથી બરાબર ૧૫૯ વર્ષ પહેલાં અમદાવાદથી “જૈન દીપક' નામના માસિકનું પ્રકાશન ૧૮૫૯માં શરૂ થયું અને જૈન પત્રકારત્વની જ્યોત પ્રગટી. ત્યારથી આજ સુધીમાં જૈનોના બધા ફિરકા અને જૈન સંસ્થાઓના મળીને ૭૦૦થી વધુ પત્રો-સામયિકો પ્રગટ થયાં છે અને આધુનિક યુગમાં ઇન્ટરનેટ પર માત્ર ઑનલાઈન પત્રોની સંખ્યા પણ મોટી છે. સંચાલનની દૃષ્ટિએ જૈન પત્રકારત્વને નીચે પ્રમાણેના વિભાગોમાં મૂકી શકાય - (૧) ફિરકા અને સંપ્રદાયનાં પત્રો (૨) વ્યક્તિગત માલિકીનાં પત્રો-પત્રિકાઓ (૩) જ્ઞાતિની સંસ્થાઓ-મંડળો, સમાજનાં પત્રો (૪) પૂ. ગુરુભગવંતો, પૂ. સતીજીઓ પ્રેરિત પત્રો-પત્રિકાઓ - ૨૦૯ - છ06 – અને જૈન ધર્મ છેદિલ્હી (૫) દેશ-વિદેશની જૈન સંસ્થાઓ અને ફેડરેશનોનાં મુખપત્રો. અહીં બધાં પત્રોનો ઉલ્લેખ શક્ય નથી, પરંતુ કેટલાંક જાણીતા પત્રોની વિગત અહીં રજૂ કરું છું, જેમાં બુદ્ધિપ્રભા, જૈન દીપક, જૈન દિવાકાર માસિક, જૈન સુધારસ, જૈન હિતેચ્છુ, જ્ઞાન પ્રકાશ, ધર્મોદય, તત્ત્વ વિવેચક, આનંદ, શ્રાવક, સનાતન જૈન, કવિઓ જૈન પત્રિકા, શ્વેતાંબર કૉન્ફરન્સ હેરલ્ડ, જૈન પતાકા, સમાલોચન, પ્રબુદ્ધજીવન, વિશ્વ વાત્સલ્ય, જૈન પ્રકાશ, આત્માનંદ પ્રકાશ; પ્રાણપુષ્પ, જૈન ક્રાંતિ, જિન શાસન સંદેશ, મુક્તિદૂત, પ્રેરણાપત્ર, શાસન પ્રગતિ, ગુરુપ્રસાદ, જિનવાણી, શ્રમણોપાસક, દિગંબર જૈન મહાસમિતિ પત્ર, સાધુમાર્ગીય પત્રિકા, જૈન મિત્ર, રાષ્ટ્રસંત ગુરૂદેવ પૂ. નમ્રમુનિ મ.સા. પ્રેરિત ‘લૂક એન લર્ન' સાપ્તાહિક, તેરાપંથ ટાઈમ્સ, તુલસી પ્રજ્ઞા, જીવદયા, હિંસા નિવારણ, જાગૃતિ સંદેશ, દિવ્યધ્વનિ, અક્રમવિજ્ઞાન, વિનિયોગ પરિવાર, રાધનપુર જૈન દર્શન, દશા શ્રીમાળી વગેરેનો ઉલ્લેખ કરી શકાય. આ તમામ પત્રો લોકકેળવણીનું અદ્ભુત કામ કરી રહ્યાં છે. તેઓએ ધર્મની સમજ આપવા સાથે સમાજસુધારણાનું નોંધપાત્ર કાર્ય કર્યું છે અને કરી રહ્યાં છે. સમયના વહેણ સાથે આ તમામ પત્રોનાં રૂપ, રંગ, સામગ્રી બદલાયાં છે. શાસન સમાચાર, જૈન શિક્ષણ, યુવા અને મહિલા ઉત્કર્ષનાં લખાણો, બાળકો માટેના વિભાગ, ઉપરાંત શ્રાવકાચાર અને સાધુજીવનની સમાચારીની સમજણ પણ આપી રહ્યાં છે. અંતમાં ચતુર્વિધ સંઘના ચારે સ્તંભ-સાધુ-સાધ્વીજી, શ્રાવક-શ્રાવિકાના અનુક્રમે સમાચારી અને શ્રાવકાચારના નિયમોનું પાલન દ્વારા અનુશાસનમાં રહેવાનો દૃઢસંકલ્પ કરીએ. હું બાર વ્રતધારી શ્રાવક બનું, મને સાધુપણું પ્રાપ્ત થાય અને અંતે મને સમાધિમરણ મળે તેવા શ્રાવકના ત્રણ મનોરથ વારંવાર ચિંતવીએ અને વિશ્વકલ્યાણકર જિન શાસનરૂપી પેઢીની સ્થાપનાના ગૌરવવંતા ઇતિહાસને ઉજાગર કરીએ. આ સમગ્ર લખાણમાં જિનાજ્ઞાથી વિરુદ્ધ કંઈ પણ નિરૂપણ થયું હોય તો ત્રિવિધેત્રિવિધ મિચ્છા મિ દુક્કડમ માગીને વરમું છું. સંદર્ભ : સન્ડિક સહચિંતન લેખક : ગુણવંત બરવાળિયા (જન્મભૂમિ જૂથના વરિષ્ઠ પત્રકાર મણિલાલ ગાલા જૈન પ્રકાશ તથા જન્મભૂમિ જૈન જગતના સંપાદક છે).

Loading...

Page Navigation
1 ... 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117