________________
શિલ્પસ્થાપત્ય અને જૈન ધર્મ )
છે જ નગર શૈલી ઉત્તર ભારતનાં મંદિરોમાંનું સ્થાપત્ય નગર કે નગર શૈલીનું ગણાય જેમાં મુખ્યત્વે શિખરોની રચનામાં ફરક હોય છે. અહીં પંચરથ પ્રકાર ઉપરાંત શિખરની ગોળાકાર રચના અને તેની ઉપર કલશ જોવા મળે છે. ખજૂરાહોનું પાર્શ્વનાથનું મંદિર શાધાર પ્રાસાદ કલાનું કહેવાય. મંદિરોનાં સ્થાપત્યને વિગતવાર વર્ણવતા સોલંકીકાળના ગ્રંથો નીચે મુજબ છે –
૧) વાસ્તુશાસ્ત્ર - વિશ્વકર્મા ૨) વાસ્તુવિદ્યા - વિશ્વકર્મા ૩) અપરાજિત પૃચ્છા - ભુવનદેવ ૪) શ્રી દેવ્યાધિકાર ૫) વૃક્ષાર્ણવ - પૂર્વ સોલંકીકાળના ગ્રંથ
દેરાસરોના અલગ અલગ ભાગો નીચે મુજબ છે - જગતી, લંબચોરસ, લૅટફૉર્મ, પેસેજ-નલી, પ્રાસાદ, ગૂઢમંડપ, ત્રિક, રંગમંડપ, ભમતી, વળનક, દેવકુલિકા, વિતાન, તોરણ, સ્તંભ.
રાણકપુરનું ‘વૈલોક્યદીપક પ્રાસાદ' ચતુર્મુખ મંદિર એનાં સ્થાપત્ય અને કળા માટે અજોડ છે. શિખરોની રચના નલિની ગુલ્મ વિમાન જેવી છે. અહીં ત્રણ માળનો વળાનક છે, જેમાં અંદર દાખલ થવા માટે એક પૅસેજ-નલીમાંથી પસાર થવું પડે છે, જેનું કાર્ય દર્શનાર્થીઓને એક નજરમાં સંપૂર્ણ મંદિરનાં દર્શન કરાવાનું હોય છે. જ્યારે ભક્ત પગથિયાં ચઢીને વળનકના દરવાજે આવે છે ત્યારે એને લગભગ વીસથી પચ્ચીસ ફુટ લાંબી આ ઊંચી નળી-ટનલમાંથી પસાર થવું પડે છે. અહીં બંને તરફ ગવાક્ષમાં એકએક શાસનદેવ કે ઇન્દ્ર હોય છે. જેવો પૈસેજ પૂરો થાય કે તરત ઉપર ચઢવા માટે અષ્ટસોપાન નજરે ચઢે છે અને અંતે દર્શનાર્થી પોતાની જાતને કોઈ સ્વપ્નલોકમાં આવી ગયો હોય એવું અનુભવે છે. પછી એ દેરાસરની ભવ્યતાને ધરાઈને નિહાળે છે. આ વિશેષતા પશ્ચિમ ભારતમાં અગિયારમી સદીમાં વિકાસ પામી. રાણકપુર, મીરપુર, કેશરિયાજી, પાલિતાણા વગેરે સ્થળોએ આ પ્રકારની બાંધણી જોવા મળે છે,
જ્યારે મંદિર ફરતે બાવન નાની દેરીઓ હોય તો એને બાવન જિનાલય અને બોતેર દેરીઓ હોય તો બોતેર જિનાલય કહેવાય છે.
દ્રવિડ શૈલી દ્રવિડ શૈલીમાં સ્તંભ આકૃતિઓ કે ચતુષ્કોણ આકૃતિઓ હોય છે જે ઉપર તરફ
૨૦૧
e k _ અને જૈન ધર્મ
છે જતાં ક્રમશઃ નાની થાય છે અને અંતે સ્કૂપિકા જેવો આકાર ગ્રહણ કરે છે. ઐહોલેનું મધુટી મંદિર સૌથી પ્રાચીન અને ત્યાર બાદ પટ્ટદકલનું મંદિર ગણાય ચે જે છઠ્ઠી સદીનું છે. શ્રવણબેલગોલાન દશમી સદીનું મંદિર વિશ્વની અજાયબી ગણાય. તે ઉપરાંત કાંચિપુરમ, હલિબિ, મૂળબદ્રિ, હુમચ, લકુંડિ, કારકલ વગેરે ઘણે સ્થળે બસદી અને બટેટા પ્રકારનાં મંદિરો છે. બસદી પ્રકારમાં વિપુલ પ્રમાણમાં સ્તંભો હોય છે અને કોઈક વાર જ પરિક્રમા જોવા મળે છે જ્યારે બટેટા પ્રકારમાં મંદિર નાની ટેકરી પર બાંધેલું જોવા મળે છે. મૂળ બદ્રિનાં શિખરો પિરામિડલ શૈલીનાં છે. દિગંબર સંપ્રદાયનાં મંદિરોમાં પ્રવેશમાં એક વિશાળ સ્તંભ હોય છે જે માનસ્તંભ કહેવાય છે.
સંકલન જૈન શાસ્ત્રો પહેલાં મૌખિકરૂપે જ હતાં, પરંતુ મહામારી કે બીજી કોઈ કુદરતી આફત કે સમસ્યા ઉદ્ભવે તો એને સ્મરણમાં રાખવા માટે આપણા મહાન ગુરુજનોએ જૈન ધર્મનાં આચારો, સિદ્ધાંતો, પ્રભુપૂજનવિધિ, ગુરુપરંપરા, ગોચરી વહોરવાના નિયમો, ચતુર્વિધ સંઘનો પહેરવેશ, જિનકલ્પી અને સ્થવિરકલ્પી સાધુઓનાં પાત્ર અને પ્રતિલેખના સાથેનાં પરિધાન, સમ્યક દર્શન, જ્ઞાન અને ચારિત્રની રત્નત્રયી વગેરેને શિલ્પોમાં મઢી લીધાં જે સર્વ આજે પણ મથુરાના સ્તૂપમાંથી પ્રાપ્ત થયેલ શિલ્પો અને પ્રતિમાઓમાં જળવાયેલ છે. બે હજાર વર્ષથી વધુ જૂનાં મંદિરોના આ અવશેષોમાં મૂર્તિઓ, ઉત્તમ કારીગીરીયુક્ત સ્તંભ, તોરણ, બારશાખ, છત્ર, પૂતળી વગેરેનો વિપુલ જથ્થો જૈનોમાં કલા અને સ્થાપત્યની ઊંડી સમજ અને પ્રાકૃતિક શક્તિના સ્રોત થકી આત્મિકસિદ્ધિ મેળવવાની ખેવના હતી.
સંદર્ભસૂચિ : કલ્હણ - રાજ તરંગિણી, પ્રથમ તરંગ - શ્લોક ૧૦૧-૧૦૫. મધુકરમુનિ - રાયપસેનિય સૂત્ર જિનપ્રભસૂરિ - વિવિધ તીર્થકલ્પ ડૉ. રેણુકા પોરવાલ – જૈન સ્તૂપ એટ મથુરા : આર્ટ ઍન્ડ આઈકોન્સ.
(જૈન ધર્મનાં અભ્યાસુ ડૉ. રેણુકાબહેને આચાર્ય બુદ્ધિસાગિરનાં જીવન અને કવન પર સંશોધન કરી Ph.D. કરેલ છે. જૈન શિલ્પ સ્થાપત્ય સ્તૂપ પર તેમના બે ગ્રંથો પ્રગટ થયા છે. તેઓ જૈન જગત હિંદી વિભાગના સંપાદન કાર્યમાં સંકળાયેલાં છે).
૨૦૨