________________
80804 શિલ્પસ્થાપત્ય અને જૈન ધર્મ માટે કપડવંજ, સુરત વગેરે શહેરોમાં મંદિરોમાં બસો વર્ષ પૂર્વેનાં ભીંતચિત્રો ઘણાં જ આકર્ષક અને સારી રીતે જળવાયેલ છે.
હસ્તપ્રતોનાં મિનિએચર પેઇન્ટિંગ – લઘુચિત્રકળા મધ્યકાળમાં તાડપત્ર, કાપડ અને કાગળ પર લઘુચિત્રકળા વિકાસ પામી. એમાં સંગીતનાં વિવિધ રાગ-રાગિણીનાં ચિત્રો તૈયાર થયાં જે કલાના ઉત્તમ નમૂનાઓ કહેવાયા. કલ્પસૂત્ર પટખંડાગમ વગેરે ગ્રંથો સચિત્ર તૈયાર થયા. કલાકારોએ જૈન કળાને નવીનતા બક્ષવા લઘુચિત્રોમાં નાયકનાં ચિત્રણોમાં ચહેરા પરની હડપચીને ત્રિકોણ જેવો આકાર આપી સાઈડ તરફના નેત્રને પણ સંપૂર્ણ દર્શાવવાની ટેકનિક અપનાવી. કાલકાચાર્યનાં કથાનકો, યશોધરરાજા, નેમનાથના ચરિત્રનાં પેઇન્ટિંગ ઘણાં પ્રખ્યાત થયાં. હસ્તપ્રતોનાં પેઇન્ટિંગનું પ્રથમ પુસ્તક “જૈન ચિત્રકલ્પદ્રુમ’ સારાભાઈ નવાબે પ્રકાશિત કર્યું. જૈન યંત્રો, પટો વગેરે કળામય રીતે તૈયાર કરવામાં આવતાં જે પ્રથા આજે પણ ચાલુ છે.
સ્થાપત્યના પ્રકાર - શૈલી જ્યારથી મનુષ્યમાં કલાની પરખ આવી ત્યારથી કળાના ઉત્તરોત્તર વિકાસની ભાવના વૃદ્ધિ પામી જેના પરિણામે કલા અને સંસ્કૃતિની અભિવ્યક્તિનો ઉદ્દભવ થયો. વિકાસ પામતી કલા અને સંસ્કૃતિની સાથે અનાયાસે સ્થાપત્ય જોડાયું જેનો અર્થ ગૃહનિર્માણની વિદ્યા કે ભવનનિર્માણની શૈલી થાય. સ્થાપત્યની કૌશલ્યતા પ્રથમ તૂપમાં આકાર પામી ત્યાર બાદ ગુફા-મંદિરોમાં વિકસિત થઈ અને અંતે વર્તમાનમાં નિર્માણ પામતાં સુંદર દેરાસરોના રૂપમાં પરિવર્તિત પામી.
સ્તૂપ અને ચૈત્યનો અર્થ તથા વિકાસ તૂપ શબ્દ ચૈત્યમાંથી નિસ્પન્ન થયેલો હોવાથી પ્રથમ ચૈત્ય શું છે એ જાણીએ. મહાપુરુષોનાં નિર્વાણ સ્થળ પર એમની યાદમાં ભવન નિર્માણ કરવામાં આવે છે. આ પ્રથા ભારતીય મૂળના દરેક ધર્મમાં સરખી જોવા મળે છે. વિશેષ પ્રકારે તૈયાર થયેલા આ બાંધકામને ચેઇય કે ચૈત્ય કહે છે. આવાં ચૈત્યો પુણ્યભૂમિ તરીકે વિકાસ પામતાં ગયાં અને કાળક્રમે મંદિર કે દેરાસરનાં ભવન તરીકે પ્રખ્યાત થયાં. જૈનોમાં ચૈત્યાલય શબ્દ દેરાસરો માટે પણ વપરાય છે. “ચૈત્યવંદન કે અરિહંતે ચેઇયાઇમ’ વગેરે રોજિંદા શબ્દો ચૈત્ય શબ્દના ઉત્તરોત્તર વિકાસ પછી નિપજેલ છે. નિર્વાણ સ્થળ પર નિર્માણ પામેલ બાંધકામ જો અર્ધગોળાકાર હોય તો એને સ્તૂપ કહેવાય છે. કોઈક વાર ત્યાં ચબૂતરો બાંધી વૃક્ષારોપણ કરાય છે જે ચૈત્યવૃક્ષ તરીકે પણ પૂજાય છે. ભારતમાં વૃક્ષપૂજા તો વૈદિકકાળથી જ અસ્તિત્વ ધરાવે છે.
- ૧૯૭ ૦
ક00 _ અને જૈન ધર્મ
છે જ સ્તૂપનું સ્થાપત્ય જૈન ધર્મમાં સ્તૂપની અવધારણા કે વિચાર બૌદ્ધ ધર્મથી પણ વધુ પ્રાચીન છે. જૈન શાસ્ત્રોમાં ત્રણ સ્થળે વિશાળ સ્તૂપ હોવાના ઉલ્લેખો મળે છે -
અષ્ટાપદ - ભરત ચક્રવર્તીએ પ્રભુ ઋષભદેવના નિર્વાણસ્થળે સિંહનિષિદયા આયતન –અષ્ટસૌપાનીય સ્તૂપનું નિર્માણ કર્યું હતું.
વૈશાલી - આ સ્થળે મુનિસુવ્રતસ્વામીનો અતિવિશાળ સ્તૂપ હતો જેનો કુણિકરાજાએ વૈશાલી પર જીત મેળવવા માટે નાશ કર્યો.
મથુરા - મથુરાના દેવનિર્મિત સ્તૂપના ઉલ્લેખો આવશ્યક નિર્યુક્તિ, આવશ્યક ચૂર્ણિ-ટિકા, વ્યવહાર ચૂર્ણિ-ટિકા, યશસતિલક ચંપુ કાવ્ય વગેરે ઘણાં જૈન શાસ્ત્રોમાં જોવા મળે છે. વિવિધ તીર્થકલ્પ ખરતર ગચ્છના આચાર્ય શ્રી જિનપ્રભસૂરિએ ઇ.સ. ૧૩૩૩માં રચ્યો હતો. એમાં સ્તૂપનિર્માણની કથા, એનાં સ્થાપત્યનો પ્રકાર, ગુરુમહારાજાઓની મથુરાની યાત્રા વગેરે વિપુલ માહિતી ભરી છે.
તૂપનું સ્થાપત્ય જાણવા અને જોવા માટે આપણી પાસે શાસ્ત્રો ઉપરાંત મથુરાના જૈન સ્તુપમાંથી પ્રાપ્ત થયેલાં કેટલાંક શિલ્પો છે, જેમાં સંપૂર્ણ સ્તૂપનું સ્થાપત્ય દૃષ્ટિગોચર થાય છે, જે નીચે મુજબ છે –
- મથુરાના રૂપનું સ્થાપત્ય અને કંકાળી ટીલો
લોણશોભિકા નામની ગણિકાના આયાગપટ તરીકે જાણીતા શિલ્પમાં સંપૂર્ણ તૂપ દૃષ્ટિગોચર થાય છે - અહીં સ્તૂપના તોરણદ્વાર પર પહોંચવા માટે અષ્ટસોપાન નજરે પડે છે. એની બંને તરફ ગવાક્ષમાં ક્ષેત્રપાલ-કુબેરાદેવીની સ્થાપના છે. દરવાજા પર સુંદર અલંકૃત તોરણ, રેલિંગ, ત્રણ વેદિકાઓ, સૌથી ઉપર ચૈત્યવૃક્ષની વેલીઓ અને એની નીચે અર્ધગોળાકાર ડોમ, બંને બાજુએ સ્તંભ જેની ઉપર અનુક્રમે ધર્મચક્ર અને સિંહ અથવા હાથીનું કોતરકામ જોઈ શકાય છે. રાયપનિય સૂત્રના આધારે દ્વારની ઉભય બાજુએ સોળ-સોળ શાલભંજિકાઓ સ્થાપિત કરાઈ છે. અહીં પણ પ્રતીક તરીકે બંને તરફ આકર્ષક ભાવભંગિમા ધરાવતી એકએક પૂતળી સ્થાપિત કરેલી દેખાય છે.
એક ઘણા જ વિશાળ તોરણદ્વાર પર સ્તૂપની પૂજા માટે આવતાં ગ્રીક દેવીદેવતા કંડારેલાં છે જેનો આકાર સમવસરણને મળતો છે.
એક આયાગપટ જેને એક નર્તકે સ્થાપિત કર્યો હતો એના પર અર્ધગોળાકારવૃત્ત છે, બંને તરફ શાલભંજિકાઓ, વિશાળ સ્તંભ, પ્રદક્ષિણાપથ અને એની ચારેતરફ સાદી રેલિંગ નજરે પડે છે. અહીં પણ અલંકૃત તોરણ પ્રવેશદ્વારને અનેરી શોભા આપે છે,
૧૯૮