________________
અનેકાંત અને જૈન ધર્મ
- ડૉ. મધુબહેન જી. બરવાળિયા
અનેકાંતવાદ એ વિશ્વને જૈન ધર્મની અણમોલ ભેટ છે. અહીં એક જ વસ્તુ કે વિચારને અલગઅલગ દૃષ્ટિકોણથી જોવાની વાત છે.
અનેકાંતવાદની ખૂબ જ સાદી સમજ એ કે વ્યક્તિએ વ્યક્તિના દૃષ્ટિકોણને સમજવો, એ અન્ય વ્યક્તિના સ્થાને બિરાજી એ વ્યક્તિની દૃષ્ટિથી તત્ત્વને અને વિચારને સમજવો. એની પાસે પોતાનું સત્ય હોય છે. એ સત્યને સમજવું, પોતાના દુરાગ્રહ રાખ્યા વગર.
ચાર અંધજનને હાથી પાસે લઈ જઈને પૂછ્યું કે, આ હાથી છે? તો જેના હાથમાં સૂંઢ આવી, જેના હાથમાં પૂંછ આવી, જેના હાથમાં પગ આવ્યા, જેના હાથમાં જે આવ્યું એવો હાથી છે એવું દરેક કહેશે. એ બધાનું પોતાનું સત્ય છે, પણ એ એકબીજાનાં સત્ય જુદાં છે છતાં જે જે-જે કહે એ સત્ય છે જ. અહીં એક અંત નથી, અલગ અંત છે, આ અનેકાંતવાદ.
બીજો દાખલો, એક વ્યક્તિ એક વ્યક્તિના પિતા છે, બીજાનો પતિ છે, ત્રીજાનો ભાઈ છે અને ચોથાનો પુત્ર છે. સંબંધમાં આ બધાને પોતપોતાનાં સત્ય છે, પણ વ્યક્તિ તો એક જ છે. કોઈ એમ નહીં કહી શકે કે મારો પિતા છે એટલે તારો પતિ કે ભાઈ નથી.
(૧) પરસ્પર વિરુદ્ધ એવા ધર્મોનો એક જ વસ્તુમાં સ્વીકાર કરવો, પૂરી સમજણથી સ્વીકાર કરવો અને (૨) વસ્તુ એક જ હોવા છતાં એનાં ભિન્નભિન્ન સ્વરૂપો બુદ્ધિમાં ઉદ્ભવે જ છે અને આ ભિન્નભિન્ન પ્રકારની બુદ્ધિને આપણે ‘નય’ બુદ્ધિ કહીશું.
પ્રત્યેક વસ્તુ અનેક ગુણધર્માત્મક છે. નયની સહાયથી ભિન્નભિન્ન ગુણધર્મોને જાણવાનું થતું જ્ઞાન જે છે, તે પણ ભિન્નભિન્ન છે. દરેક વ્યક્તિ પોતપોતાની શક્તિ અને સમજણ અનુસાર caliber & Catagery મુજબ સમજી શકે છે. વસ્તુને અંશથી જ્યારે જોવાય ત્યારે મતભેદ ન સ્યાત્ રહે છે. આ મતભેદોને નિવારવાનું સાધન તે આ ‘નયજ્ઞાન’ છે.
આજે અનેક વસ્તુનો અનેક રીતે સ્વીકાર કરતા આ નય શીખવે છે. ધર્મના આચરણમાં જૈન દાર્શનિકોએ બે નય કહ્યાં છેઃ (૧) વ્યવહારનય (૨) નિશ્ચયનય. વ્યવહાર-સાધન અને નિશ્ચય એ સાઘ્ય-સાધનો વડે સાધ્ય સિદ્ધ થાય છે. સાધનો વ્યવહારના ક્ષેત્રમાં આવે અને સિદ્ધ થનારું સાધ્ય અને નિશ્ચયના ક્ષેત્રમાં આવે છે. ધ્યાન દ્વારા આત્માનો વિકાસ થાય ત્યાં ધ્યાન એ સાધન છે અને વિકાસ એ સાધ્ય છે.
૨૦૩
...અને જૈન ધર્મ
આજે આ જ નય દ્વારા આપણે મનને તપાસીએ છીએ. મન દૂષિત છે. એ એ જ જુએ છે જેમાં એને સુખ મળે છે, પરંતુ મનનો નિશ્ચય એ આનંદ છે અને એ માટે એને વ્યવહારને બદલવાનો છે.
જ્યારે વ્યવહારમાં આચરણની વાત આવે ત્યારે નિશ્ચય નયને નજર સામે રાખીને જ આપણો વર્તમાન Code of Conduct આપણે નક્કી કરવો પડે. નિશ્ચયદૃષ્ટિ તત્ત્વસ્પર્શી પવિત્ર જ્ઞાનની દૃષ્ટિ છે. આપણા વ્યવહારમાં દાખલ થઈ જતી અશુદ્ધિઓને દૂર કરવાનું અને અટકવાનું કામ તે કરે છે. માણસે પોતાનું આંતરિક અને બાહ્ય બંને પ્રકારનું જીવન શુદ્ધ રાખવું જોઈએ, પરંતુ આ અનેકાંતવાદ સમજવો એટલો જ સરળ નથી. આ વિચાર પર જૈનાચાર્યોએ અને વિદ્વન્દ્વનોએ મહાગ્રંથો લખ્યા છે અને આ વિચારની વિશદ્ ભાષ્યછણાવટ કરી છે.
આ અનેકાંતવાદ સાથે ‘નય’ શબ્દ જોડાયો છે. નય એટલે દષ્ટિ, વિચાર, વિચારક્રમ. એક વ્યક્તિ બીજી વ્યક્તિના વિચાર પાસે જાય તો સર્વપ્રથમ તો તેના ‘દ્વેષ’નો છેદ ઊડી જાય છે, જેવો આ કષાય મંદ પડ્યો એટલે નવાં કર્મોના પ્રવેશનો નિષેધ થયો. મન જેવું રાગ-દ્વેષથી મુક્ત થયું તેવું જ એના માટે મોક્ષનું દ્વાર ખૂલી ગયું સમજવું. આ મોક્ષમાર્ગે આગળ વધવા માટે સાત નયોને સમજવાં જરૂરી છે, જેને સપ્તભંગી કહે છે. ઘડો માટીમાંથી બને છે. જો આ થડો ફૂટી જાય તો માટી તો હજુ ઉપસ્થિત છે એટલે ઘડો નથી, તોપણ ઘડો છે જ, આવાં સાત નયો વ્યક્તિને આત્મજ્ઞાન પાસે લઈ જાય છે.
આ નયના બે મુખ્ય બે વિભાગ છે :
(૧) દ્રવ્યાર્થિક એટલે વસ્તુના સામાન્ય સ્વરૂપને સંભવે તે
(૨) પર્યાયાર્થિક એટલે વસ્તુના વિશેષ સ્વરૂપને સમજાવે તેતે સાત નય. ૧) નૈગમ ૨) સંગ્રહ ૩) વ્યવહાર ૪) ઋજુસૂત્ર ૫) શબ્દ ૬) સમભિરૂઢ ૭) નું ભૂ
ધર્મના આચરણ માટે જૈન દાર્શનિકોએ એને નિશ્ચય અને વહેવારનય એમ બે વિભાગમાં વહેચ્યાં છે. અહીં નિશ્ચયનો અર્થ મૂળભૂત સિદ્ધાંત ધ્યેય અથવા એક અને અબાધિત સત્ય એવો થાય છે. માટે વહેવારનયમાં એ સિદ્ધાંતની પૂર્તિ માટે વહેવારમાં આચરવામાં ઉપયોગી થાય એવી બાબતોનો સમાવેશ કરવામાં આવ્યો છે. મૂળ સિદ્ધાંતનો બાધક વિરોધી કે ઉન્મૂલક હોય એવા વ્યવહારનો આમ પણ એમાં સમાવેશ થતો નથી.
પ્રત્યેક વસ્તુ અનેક ધર્માત્મક છે. આ અનેક ધર્માત્મક એટલે પ્રત્યેક વસ્તુને એક નહીં પણ વિવિધ બાજુઓ હોય છે. આમાંય પાછી ખાસ ખયાલમાં રાખવાની અને સમજી લેવાની વાત એ છે ‘કે’ આ અનેક ધર્મોમાં પરસ્પરવિરોધી એવા ગુણધર્મો પણ હોય છે.
૨૦૪