Book Title: Gyandhara 17 18 Ane Jain Dharm
Author(s): Gunvant Barvalia
Publisher: Arham Spiritual Centre

View full book text
Previous | Next

Page 98
________________ શિલ્પ સ્થાપત્ય, કળાવૈભવ અને જૈન ધર્મ - રેણુકા પોરવાલ ભારતીય સંસ્કૃતિ અને જેન કળા: ભારતની ધર્મપ્રધાન સંસ્કૃતિનો પ્રારંભિક તબક્કો સિંધુઘાટીની સભ્યતાનો ગણાય. અહીં ઉખનનમાં પ્રાપ્ત થયેલ વિશાળ અવશેષોમાં, જંગલમાં સાધના કરતા ઋષિમુનિઓ, સ્વસ્તિકો, માટી અને ધાતુની અલંકૃત મૂર્તિઓ, પશુ-પક્ષીનાં ચિત્રો, આભૂષણો વગેરે લગભગ દશ હજાર વર્ષ પૂર્વેની કળા અને સંસ્કૃતિને ઉજાગર કરે છે. આ સ્થળેથી યજ્ઞવેદી મળી નથી, માટે એ શિલ્પો પ્રાચીન શ્રમણધર્મ પરંપરાના હોઈ શકે એવી વિદ્વાનોની માન્યતા છે. મથુરા નગરના સ્તૂપમાંથી પ્રાપ્ત થયેલા ૨૦૦ ઈ.પૂ.ના શિલાલેખવાળાં અઢળક શિલ્પો અને પ્રતિમાઓ જૈન કળાના ઉત્કૃષ્ટ નમૂનાઓ છે જે દેવનિર્મિત સ્તૂપમાં સ્થાપિત થયેલા હતા. જૈનકળા પ્રદર્શિત કરતાં આવાં ધર્મસ્થાનકો પરદેશી આક્રમણો અને કુદરતની હોનારતનાં ભોગ બન્યાં જેથી આપણી મૂલ્યવાન ધરોહર કાળના ચક્રમાં વિલીન થઈ સ્મૃતિશેષ અને નામશેષ બની ગઈ. આ સર્વની ઉપર એક અન્ય કારણ એ પણ છે કે જેનોમાં ઇતિહાસ અને પુરાતત્ત્વ પરત્વેની રૂચિ ઓછી જોવાય છે, માટે જીર્ણોદ્ધાર સમયે એની સંભાળ લેવાતી નથી. આમ આપણે અજાણતાં જ વિરલ કળાકૃતિઓ નષ્ટ કરીએ છીએ. તેમ છતાં શિલાલેખો, પુરાવશેષો અને શાસ્ત્રઓલેખોના સંદર્ભો પ્રાચીન સમયથી અવિરત રીતે ગતિ કરતી જૈનોની કળા, સ્થાપત્ય અને ધર્મ પ્રત્યેની અભિરુચિને વ્યક્ત કરે છે. જૈન દર્શન ધર્મ અને માન્યતા જેનો આત્માની ઉન્નતિ થકી અધ્યાત્મના શિખરે પહોંચવા તીર્થંકરોની સ્તુતિભક્તિ કરે છે. ઉપરાંત એને તેઓ સંસારસાગર પાર ઉતારવા માટેનું શ્રેષ્ઠ સાધન માને છે. જૈન ઉપાસકો પ્રભુના આદર્શોને સતત સ્મરણમાં રાખી નિજાત્માને પરભાવમાંથી ખેંચી લઈ સ્વભાવમાં રમણ કરાવવાનો પ્રયત્ન કરે છે. એને માટે તેઓ તીર્થકરોની પંચકલ્યાણકની ભૂમિઓ પર સુંદર દેરાસરો બાંધી દર્શન માટે જાય છે જે ચૈત્ય પરિપાટી તરીકે જાણીતી છે. ત્યાં શ્રાવકો પ્રભુના ગુણોની સ્તવના દ્વારા પોતાની શ્રદ્ધા, ઉત્કૃષ્ટ ૧૯૩ S 9 – અને જૈન ધર્મ * અનુરાગ અને પ્રેમ વ્યક્ત કરે છે, જેને આપણે આંતરચેતના જાગૃત કરવાની પ્રક્રિયા કે સિદ્ધપ્રાપ્તિની યાત્રા પણ કહી શકીએ. પ્રભુની ઉપાસના બે રીતે આવકાર્ય હોય છે - દ્રવ્ય ઉપાસના અને ભાવઉપાસના. દ્રવ્ય ઉપાસના : શ્રાવકો પોતાના પ્રાણપ્યારા પરમાત્માની પ્રતિકૃતિ-પ્રતિમાનું સ્થાપન ભવ્ય મંદિરોમાં કરે એ દ્રવ્ય ઉપાસના થઈ. એમાં પુષ્પ, ચંદન, ધૂપ, દીપ, નૈવેદ્ય, ફળ વગેરે અષ્ટપ્રકારના દ્રવ્યથી પ્રભુભક્તિ કરાય છે. ભાવ ઉપાસના ભાવ ઉપાસનામાં પ્રભુની ભક્તિ રાસા, સ્તુતિ, પ્રાર્થના અને ચરિત્રોનું રાગ-રાગિણી સાથે ગાન કરવામાં આવે છે. ઉપરાંત પ્રભુનું ધ્યાન ધરવામાં આવે છે જેથી હૃદય પુલકિત થાય. સંગીતની સુરાવલી થકી ભક્તિના ભાવોને ચરમસીમાએ સાધક લઈ જાય છે. એનું સુંદર ઉદાહરણ રાવણની ભકિતનું છે. જેન કળાઃ કળા અર્થાત્ મનમાં ઉત્પન્ન થતા સુસંગત, વ્યવસ્થિત વસ્તુસ્વરૂપને વ્યક્ત કરવા કોઈ માધ્યમ શોધી લઈ એના પર પોતાના હાથની કરામતથી અભિવ્યક્ત કરવું અથવા કોઈ પાસે કરાવવું. એ કળાને જીવંત કરનાર કસબીને આપણે કલાકાર કહીએ. કલાકાર પોતાની કળાને શબ્દવિહીન દશામાં રહી પથ્થર કે દીવાલ પર એક અસર ઉપજાવે અને તે શિલ્પ કે ચિત્રને જોઈ પ્રેક્ષકો મંત્રમુગ્ધ થાય એ સાચી કળા છે. કલાપારખું નજરવાળી વ્યક્તિ પણ કળાના વિકાસમાં પોતાનું મહત્તમ યોગદાન આપે છે. કળાને સમજવા માટે તેને આત્મસાત કરવી પડે. દા.ત. શાંતરસ પ્રસરાવતી જિનપ્રતિમા જોતાં મનના ઉદ્વેગ શાંત થઈ જાય તો એ કળા, કેળાકાર અને આત્મજ્ઞાનીની વિશેષતા કહેવાય. પ્રકૃતિ અને એનાં પ્રતીકોમાં ધાર્મિક આસ્થાનું પ્રતિબિંબ હોય છે, જેમ કે - પહાડની તળેટી અને શિખર, નદી, વૃક્ષ, ગાય, હંસ, કમળ, સૂર્ય, ચંદ્ર વગેરે. આ સર્વ કુદરતી પ્રતીકોને કળાના સ્વરૂપમાં દર્શાવી સાથે ધાર્મિકતા જોડી દઈ એક રીતે એમની રક્ષાનો સંદેશ શાસ્ત્રોમાંથી માનવને મળે છે. ઉપરાંત આવાં કુદરતી તત્ત્વોમાંથી પ્રવાહિત થતી અપારશક્તિ સાધક પામી શકે એવા શુદ્ધ આશયથી પણ એમનાં પ્રતીકોની પૂજાઅર્ચના શરૂ થઈ. આમ અનાયશ પર્યાવરણની રક્ષાનું કવચ ભારતના બધા ધર્મો સાથે જોડાયું. કળાના પ્રકારો જૈન કળાને મુખ્યત્વે ત્રણ પ્રકારમાં વિભાજિત કરી શકાય - શિલ્પકળા, ચિત્રકળા અને સ્થાપત્યકળા. ૧૯૪ :

Loading...

Page Navigation
1 ... 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117