________________
મહાવીરનું અર્થશાસ્ત્ર અને જૈન ધર્મ
- યોગેશભાઈ બાવીસી ૫.પૂ. બાપજી મ.સ.ને ભાવવંદન સાથે જ્ઞાનસત્રના પ્રણેતા જ્ઞાનપિપાસુ રાષ્ટ્રસંત પૂ. ગુરુદેવ શ્રી નમ્રમુનિ મ.સા.ને વંદન. પાવનધામમાં બિરાજિત ડૉ. તરુલતાબાઈ મસાસતીજી આદિ સતીગણ તેમ જ પાવનધામના પદાધિકારીગણ અને મારા વહાલા મિત્ર સાહિત્યકાર ગુણવંતભાઈ બરવાળિયા...
આજે આપણે “મારા મહાવીરની દૃષ્ટિએ અર્થશાસ્ત્ર” પર વિચાર-વિમર્શ કરીશું.
મહાવીર સર્વશ હતા અને ત્રિકાળજ્ઞાની હતા, એટલે અર્થશાસ્ત્ર પણ તેમના માટે જાણીતું જ હતું. આપણે સમાજમાં અર્થશાસ્ત્રની ગોઠવણ કેમ કરવી તેનો ખયાલ આપણા નાણામંત્રી જે દેશનું અર્થશાસ્ત્ર અને વિગતો બજેટમાં પ્રસ્તુત કરે, આપણી રિઝર્વ બૅન્ક ચલણનો વહીવટ કરે અને આપણે ઉપાર્જન કરતા નાણાંનો વહીવટ કરીએ, પરંતુ તેમાં મૂળ સુધી પહોંચતા જ નથી.
અર્થશાસ્ત્ર એટલે Demand & Supply ઉપર તેનો વહીવટ રહેલો છે, જ્યારે મહાવીરનું અર્થશાસ્ત્ર ઇચ્છા, પરિગ્રહ અને સત્ય પર રહેલું છે.
આનંદ એ આત્માનો સ્વભાવ છે અને સુખ તે બાહ્ય સાધનો અને ઇન્દ્રિયોના ભોગવટા પર રહેલ છે. જો તમારા મનમાં, મગજમાં ઇન્દ્રિયો પર કન્ટ્રોલ આવી જાય અને આ બાહ્યાંતર સાધનોની જરૂર પર લગામ આવી જાય તો તમારી Demand ઘટી જાય અને અર્થશાસ્ત્ર surplusમાં રહે એટલે નાણાંની જરૂર ઓછી પડે. નાણાં એ જીવનની કરોડરજજુ છે, પરંતુ તે બાહ્ય સપોર્ટ છે. અહીંયાં આપણો થોડું comprarisan કરીએ. આજના અર્થશાસ્ત્રનું મુખ્ય ધ્યેય મનુષ્યના સ્વાર્થમાં મનોવેગને ઉત્તેજના આપે છે. જ્યારે સામ્યવાદનું તેવું માનવું છે કે, રોટી, કપડાં અને મકાન દરેકને મળશે અને પ્રત્યેકની આવશ્યકતા પૂરી થશે. જ્યારે મારા મહાવીર કહે છે કે પ્રિય અને હિત પર ધ્યાન આપશો. એક વાત પ્રિય છે, પરંતુ હિતકર નથી. બીજી વાત હિતકર છે, પરંતુ પ્રિય નથી. સંપત્તિનો વિકાસ પ્રિય છે, પરંતુ હિતકર નથી. જે પ્રિય છે તેનાથી સ્વાર્થવૃત્તિને ઘણો જ વેગ મળશે, જે સમાજમાં ઘણી સમસ્યાઓ ઊભી કરશે જે અત્યારે
@@ @@_ અને જૈન ધર્મ છે
જ વર્તમાન પરિસ્થિતિને જોઈને સમજી શકાય છે.
અહીંયાં અર્થશાસ્ત્રને ઇન્દ્રિયો પરના contralની વાત છે. તો આર્થિક વિકાસ કેવી રીતે થાય ? તો મહાવીર કહે છે (૧) અહિંસા અને સાધનશુદ્ધિ (૨) મૂલ્યોનો હ્રાસ ન થાય (૩) સ્વાર્થની સીમા. આ ત્રણેયના સંયોજનથી આર્થિક અને ધાર્મિક વિકાસ સાથે થાય.
અહીંયાં અર્થશાસ્ત્ર તમારા મનમાં ઊઠતા તરંગો પર લગામ લગાવે છે.
આર્થિક વિકાસ ધર્મના વિકાસ સાથે થવો જોઈએ. વિકાસમાં સ્વાર્થ અને ક્રૂરતા ન આવવી જોઈએ. રોજગાર નિર્માણ ટેકનૉલૉજી વધતા રોબોટ (રાબૉટ) યુગ આવતાં ઘટશે. માથા દીઠ ઇન્કમ (Per capital income) સારી લાગે છે, પરંતુ પૂંજીવાદ તરફ લઈ જાય છે. તેમાં સમાનતા ન રહેવાથી તે વિલાસતા તરફ લઈ જાય છે. મારા મહાવીર કહે છે કે, જીવનશૈલીમાં સમાનતા લાવો. નાના-મોટાનો ભેદ દૂર કરો. બધા જીવ એકસરખા છે અને આ આર્યોત્રમાં દરેકને જીવન જીવવાનો સમાન અધિકાર છે. સાથે મળીને જીવો. “પરસ્પર ગ્રહો જીવનામ”. આપણું ચિંતન ન તો આર્થિક ધરિદ્રનું છે, ન ધન વધારવાનું છે. અર્થ જરૂરી છે સુખી જીવન માટે, પરંતુ આપણે અર્થશાસ્ત્રના વિદ્યાર્થી નથી. ધર્મશાસ્ત્રના વિદ્યાર્થી છીએ. અર્થાજન કરતી વખતે ધ્યાન રાખવું જરૂરી છે કોઈને બંધનકર્તા ન બનીએ, અહિંસાનું પાલન કરીએ. કોઈના અંગ-ભંગ ન કરીએ કે કોઈની આજીવિકાનો વિચ્છેદ ન કરીએ એટલે જાગરૂકતા કેળવવી ખૂબ જરૂરી છે.
અર્થયુદ્ધનું મુખ્ય કારણ જર, જમીન અને જોરુ રહેલાં છે. જો જીવનમાં વ્યભિચાર ન આવે, સંતોષની લાગણી હોય અને પરિગ્રહ વ્રતનું પાલન કરીએ તો જીવન આનંદમય થાય અને આનંદ જ આત્માનો ગુણ છે, જ્યારે સુખ એ ઇન્દ્રિયની માયાજાળ છે. તમામ અર્થશાસ્ત્રી અને આપણા મહાવીર વિલાસિતાના ઉપભોગનું સમર્થન નથી કરતા, કારણકે તેમાં વિષમતા છે. ઉત્પાદન કાર્યો માટે મૂડી ઓછી થઈ જાય છે અને ઓછી આવકવાળા કે સંપત્તિવાળા પર પ્રતિકૂળ પ્રભાવ પડે છે. વિલાસિતા વિજય માલ્યા, નીરવ મોદી, હર્ષદ મહેતા જેવાઓને જન્મ આપે છે.
મારા મહાવીર કહે છે કે, અર્થ ઉપાર્જનમાં નૈતિકતા, પ્રામાણિકતા, ખોટી રજૂઆત ન કરવી અને પારદર્શકતા રાખવી ખૂબ જ જરૂરી છે. આપણા મહાવીરના સૂત્ર અનુસાર પ્રખ્યાત ચિંતક એરિકેટ્રાએ સમર્થન
૧૯૦૧
૧૮૯