________________
08d સેવાભાવ અને જૈન ધર્મ માટે છે કે તે
લોકસેવાની તેમની સર્વ પ્રવૃત્તિઓનું બીજ ભાલ નળકાંઠાથી વવાયું. ભાલ નળકાંઠાની મોટા ભાગની વસતિ માંસાહારી, પક્ષીઓનો શિકાર તો રોજની પ્રવૃત્તિ ત્યાંની કોળી અને ભરવાડ કોમમાં બે માટાં અનિષ્ટો-બાળલગ્ન અને દિયરવટું જોવા મળે. આખો પ્રદેશ શાહુકારોના વ્યાજથી શોષિત. તાલુકાદારોનો ત્રાસ. કાયમી દેવાદાર, ચોરી, લૂંટફાટ, સ્ત્રીઓનું અપહરણ, પશુઓની ઉઠાંતરી, જુગાર, દારૂ વગેરે અનિષ્ટો તો ખરાં જ. ઉપરાંત ભાલનો વિશાળ પટ સાવ સૂકો. ન મળે ઝાડ કે ન મળે પાન. પાણીનો ભયંકર ત્રાસ, એટલે પાણીની પણ ચોરી થાય. આ બધાં જ અનિષ્ટો જોઈને તેમનું હૃદય દ્રવી ઊઠયું. ચિંતનના સ્વરૂપે તેમણે અહિંસા, પ્રામાણિકતા અને નીડરતાના પાયા પર સમાજરચના બદવાની શરૂઆત કરી. | સર્વપ્રથમ તેમણે માણકોલ ગામે (ઈ.સ. ૧૯૩૯) કોળી પટેલોનું સંમેલન ભરી જ્ઞાતિસુધારણાના નિયમોનું બંધારણ ઘડી, ‘લોકપાલ’ એવું નામ આપી તેમનું ગૌરવ વધાર્યું. ત્યાર પછી ગામેગામ વિચરણ કરી તેમણે લોકોને નિર્વ્યસની બનાવવાનો મહાયજ્ઞ શરૂ કર્યો.
નળપ્રદેશનાં ૧૧૨ જેટલાં ગામોનું સંગઠન કરી ગામેગામ અનાજ, વસ્ત્ર, રહેઠાણ, શિક્ષણ, આરોગ્ય, ન્યાય વગેરે બાબતોમાં લોકો સ્વાવલંબી બને એવી જાગૃતિ જગાડી તથા સમાજના અનેક પ્રશ્નોનું સમાધાન “શુદ્ધિપ્રયોગ દ્વારા કર્યું. કોઈ પણ માણસ બિલકુલ ખરાબ હોતો નથી. તેનામાં રહેલા સદ્ગુણને જાગૃત કરવા એનું નામ જ શુદ્ધિપ્રયોગ.
ભાલ નળકાંઠા પ્રાયોગિક સંઘની સ્થાપના : સમય જતાં સંતબાલજીને ભાલ નળકાંઠા પ્રદેશમાંથી અને ગુજરાતમાંથી અનેક નીડર, અભ્યાસુ તેમ જ કર્મઠ કાર્યક્રો મળ્યા. આ કાર્યકરોની મદદ અને તેમની પ્રેરણાથી ‘ભાલ નળકાંઠા પ્રાયોગિક સંઘ'ની સ્થાપના થઈ, જેમાં ગામડાંમાં અને શહેર બંનેના વિકાસ માટે નવીનવી યોજનાઓ ઘડવામાં આવી. આ સંઘના પ્રથમ પ્રમુખ તરીકે પૂ. રવિશંકર મહારાજે સેવા આપી. આ સંઘે વ્યવસ્થિત રીતે ‘સર્વોદય આશ્રમ ગુંદી'માં પોતાનું કાર્યાલય શરૂ કરી વિવિધ પ્રવૃત્તિઓનું સંચાલન હાથ ધર્યું, જેમ કે - વિશ્વ વાત્સલ્ય ખેડૂતમંડળ, ગોપાલકમંડળ, ખાદી ગ્રામોદ્યોગ પ્રવૃત્તિ, શિક્ષણસંચાર સમિતિ વગેરે વગેરે. ટૂંકમાં લોકોના આર્થિક, સામાજિક, નૈતિક, આધ્યાત્મિક એમ સર્વાગી વિકાસ માટે કામ કરતી સંસ્થા. આજે પણ આ સંસ્થા ખૂબ જ વિકાસ પામી રહી છે.
- ૧૮૧
ક00 _ અને જૈન ધર્મ
છે જ વિશ્વ વાત્સલ્ય પ્રાયોગિક સંઘની સ્થાપના : પૂજ્ય શ્રી સંતબાલજીની પ્રેરણાથી આ સંઘનાં કાર્ય માટે મુંબઈ જેવા શહેરની પસંદગી કરવામાં આવી. આ સંઘના નેજા હેઠળ સેંકડો બહેનોને નાત-જાત કે ધર્મના ભેદભાવ વગર રોજીરોટી મળી રહે એવા દયેયથી ગ્રામોદ્યોગ અને ગૃહઉદ્યોગો શરૂ કરવામાં આવ્યા. સંતબાલજી કહેતા કે, જે કાર્ય માતાઓ કરી શકે છે તે પુરુષો નથી કરી શકતા, કારણકે માતાઓમાં વાત્સલ્ય, સેવા, શુક્રૂષા, દયા, નમ્રતા વગેરે જેવી ઉત્તમ શક્તિઓ પડેલી છે. આવી માતૃશક્તિનો વિકાસ કરવો હોય તો તે માતૃસમાજના માધ્યમથી જ થઈ શકે. તેમની આ વિચારધારાને વેગ મળતાં મુંબઈમાં ત્રણ માતૃસમાજની સ્થાપના થઈ. ત્યાર પછી માતૃસમાજની શૃંખલા આગળ વધી. અનેક શહેરોમાં છવાઈ ગઈ. આ ઉપરાંત વિશ્વ વાત્સલ્ય પ્રાયોગિક સંઘ દ્વારા શિક્ષણ, ગૃહઉદ્યોગ, કેળવણી વગેરે વિવિધ પ્રવૃત્તિઓ વિકસી.
મહાવીર નગર આંતરરાષ્ટ્રીય કેન્દ્ર મુનિ શ્રી સંતબાલજીની વિચારસરણી ખૂબ જ કલ્યાણકારી અને પ્રગતિશીલ હતી તેમ જ એક સ્થાને સ્થિરવાસ રહીને સાધના તેમ જ સેવાનો વધુ અસરકારક લાભ સહુને પ્રાપ્ત થાય એવા આશયથી એમણે મુંબઈથી નજીક ચિંચણમાં ‘મહાવીર નગર આંતરરાષ્ટ્રીય કેન્દ્રની સ્થાપના કરી. ‘અહિંસા પરમો ધર્મને મુખ્ય સૂત્ર બનાવી, મહાવીર માત્ર જૈનોના નહીં, પણ જગતના બનાવવા સાંપ્રદાયિક વાડાઓમાં પુરાઈ ગયેલા જૈન ધર્મને વિશ્વધર્મ બનાવવા માટે આ કેન્દ્રમાં આ યુગની ચાર વિશ્વવિભૂતિઓનાં નામ ચારે વિભાગોને આપી સર્વધર્મ, નાતજાત કે દેશના ભેદભાવ વગર વિવિધ પ્રવૃત્તિઓ શરૂ કરવામાં આવી. વિશ્વનો કોઈ પણ માનવી ઉત્તમ ગુણોથી સભર જીવન જીવી શકે એવી ઉમદા ભાવના તેમના હૈયે વસી હતી. એટલે જ આ કેન્દ્રના ચાર વિભાગોમાં તેને અનુલક્ષી સર્વ વ્યવસ્થાઓ કરવામાં આવી હતી જે આજે પણ વિવિધ પ્રવૃત્તિઓથી સંતબાલજીની સેવાભાવનાની સુગંધ પ્રસરાવી રહી છે.
ગુજરાતના આ વિરલ સંતનો વિશ્વવાત્સલ્યનો આદર્શ વિશ્વભરમાં જીવંત રહે એવી શુભ ભાવના સાથે તેઓને વંદન...
પરમ પૂજય દાર્શનિક જયંતમુનિ જેમ ગુજરાતમાં વિરલ સંત સંતબાલજીએ ‘આત્મનામ હિતાય સર્વજન સુખાય’નો સંદેશ ગુંજતો કર્યો... તો જે ધરતી અને પથ પર તીર્થકરોની ચરણરજ
- ૧૮૨ *