________________
સેવાભાવ અને જૈન ધર્મ
- ડૉ. રતનબેન ખીમજી છાડવા (પૂમુનિ સંતબાલજી, પૂજ્ય જયંતમુનિ, પૂ. વિજયવલ્લભસૂરિ,
પૂ. અકરમુનિના જીવન કવન સંદર્ભે) નૈસર્ગિક સૃષ્ટિમાં જ્યાં નજર પડે ત્યાં કેવી નિર્વ્યાજ સેવાના જ્વલંત આદર્શો દેખાય છે ! જુઓ તો પેલાં સૂર્ય, ચંદ્ર, તારા, ગ્રહો, નક્ષત્ર, સમુદ્ર, મેઘ, વાયુ, વૃક્ષાદિ સર્વ જીવસૃષ્ટિને પોતપોતાની જાત અર્પીને અહર્નિશ કેવી સેવા આપી રહ્યાં છે ! જેનાથી હવા, પ્રકાશ, પાણી, ફળ-ફળાદિ અનાયાસે સ્વાભાવિક જ પ્રાપ્ત થાય છે. જે હવા વિના ક્ષણવાર પ્રાણી જીવી શકતાં નથી એ હવા મફત... સૂર્યચંદ્રનો પ્રકાશ પણ મફત... છતાં શું તેઓ પોતાના અસીમ ઉપકારના બદલામાં કાંઈક ઇચ્છે છે? કેમ ઇચ્છે ? એ તો એમનો નૈસર્ગિક ધર્મ છે. જો એમનો ધર્મ હોય તો માનવીનો ધર્મ કેમ ન હોય ?
જૈન ધર્મ દર્શનમાં જેટલું મહત્ત્વ ક્રિયાકાંડ અને તપનું છે એટલો જ મહિમા સેવાધર્મનો બતાડ્યો છે. પ્રભુ મહાવીરની છેલ્લી દેશના એટલે શ્રી ઉત્તરાધ્યયન સૂત્રમાં આ જ વાત કરી છે કે, “મનુષ્ય પહેલાં મનુષ્યત્વ પ્રાપ્ત કરે', માનવધર્મ પામે પછી જ યથાર્થ સાંભળનારમાં ઉત્તમ પ્રકારની આત્મશ્રદ્ધા પ્રગટે છે. એવો શ્રદ્ધામય મનુષ્ય જ મોક્ષમાર્ગ તરફ ગતિ કરી શકે છે. તેથી જ માનવતા આધ્યાત્મિક્તાનો પ્રથમ એકડો છે. આત્મધર્મનો પાયો છે. માત્ર માનવ-માનવ વચ્ચે જ નહીં, પણ સમસ્ત વિશ્વસૃષ્ટિ સાથે પ્રેમની સાંકળ સાંધે તે માનવધર્મ.
- પરોપકાર અને અર્પણતા એ બંને સેવામાર્ગનાં પગથિયાં છે. સેવા એટલી સૂક્ષ્મ છે કે જેમજેમ ડૂબકી મારીએ તેમ તેમ તેનાં વિવિધ સ્વરૂપો નજરે પડે છે. સેવા જ્યારે સંપૂર્ણ બને છે ત્યારે એ સેવા સ્વાભાવિક જ અદ્વૈતરૂપ બને છે. માનવતાને નામે પરોપકારનું ક્ષેત્ર એટલું વિશાળ બની જાય છે કે તેવા પરોપકારી જીવને પછી લિંગ, જાતિ, દેશકાળના ભેદો વગેરેની કોઈ દીવાલ નડતી નથી.
ભારત દેશ એવો દેશ છે કે હજારો વર્ષથી ટકી રહ્યો છે. આનું મુખ્ય કારણ ભારતીય સંસ્કૃતિ છે. ધર્મ માનવીના હૈયાને સ્પર્શે છે અને સંસ્કૃતિ માનવીય
- ૧૭૯
@@@ @@– અને જૈન ધર્મ નથી સમાજના હૈયાને ઘેરી વળે છે. આ દેશના ધર્મની મહાન ખૂબી એ છે કે તે માનવીય સમાજના એકે એક અંગ અને એકેએક ક્ષેત્રને સ્પર્શીને શાશ્વત અને સર્વધર્મ સમન્વયરૂપ અવિભાજ્ય બની ગયો છે. આનું મુખ્ય કારણ આપણા ઋષિમુનિઓ, સંતો અને ભક્તો છે. તેથી જ ભારત દેશ ઓલિયાનો કે સંતોનો દેશ કહેવાય છે. સાથેસાથે તે ધર્મપ્રધાન પણ છે. વ્યક્સિત અને સમાજગત બન્ને સાધનામાં તાણાવાણાની જેમ વ્યાપેલ હોવાથી સર્વ ક્ષેત્રોમાં પણ ધર્મભાવના પડેલી છે. આવી મહાન સંતસંસ્કૃતિમાં સમયે સમયે સંતોએ પ્રભુ મહાવીરે ચીંધેલ માર્ગ પર ચાલી ઉત્કૃષ્ટ સેવાધર્મની ધજા ફરકાવી છે. તેમાંના મુનિ શ્રી સંતબાલજી, જયંતમુનિ, મુનિ વિજયવલ્લભસૂરિ મ.સાહેબ તેમ જ ઉપાધ્યાયજી અમરમુનિનું સેવા ક્ષેત્રે કરેલું યોગદાન ઉત્કૃષ્ટ સીમાચિહનરૂપે રહેલું છે.
સંત મુનિ શ્રી સંતબાલજી : “જૈન સંત તરીકે દીક્ષા લીધા પછી તેઓ એક વિશાળ વિશ્વયોજનાનો એક ભાગ બને છે. જૈન સાધુએ સમાજસુધારણા માટે કામ ન કરવું જોઈએ એવી કોઈ વાત કરવામાં આવી નથી'', આ નિવેદન એક સૈકા પહેલાં બહાર પાડનાર ક્રાંતિકારી મુનિ શ્રી સંતબાલજી હતા. આ નિવેદનથી તેમને સંપ્રદાયથી બરતરફ કરવામાં આવ્યા, પરંતુ તેઓ હિંમત હાર્યા નહીં.
કંચન તજીબો સહજ હૈ, સહજ ત્રિયાકો નેહ,
માન, બડાઈ, ઈર્ષ્યા તુલસી તજીબો દુર્લભ એહ.' આ બધી જ વાતોથી પર એવા તેઓ સંપ્રદાયથી જુદા થયા, પરંતુ સાધુવેશ ન છોડવો તેમ જ પોતાના ગુરુદેવ નાનચંદ્રજી મ.સાહેબનો અંત સમય સુધી વિનયભાવે સંબંધ સાચવ્યો. એમના ગુરૂદેવે પણ સંતબાલને જૈન સાધુ નહીં, પણ જગતસાધુની ઉપમા આપી હતી. | મુનિ સંતબાલજીની લોકકલ્યાણની પ્રવૃત્તિઓ
પૂ. સંતબાલજીએ સમાજરચનાને ખયાલમાં રાખી. જૈન સંત તરીકે જીવન વ્યતીત કરવાની ભાવના રાખી હતી. ગાંધીજીના વિચારો અને કાર્યોથી પ્રભાવિત સંતબાલજીએ અહિંસામય, કરુણામય દૃષ્ટિથી બધી સમસ્યાઓનો ઉકેલ લાવવા પ્રયત્ન કર્યા હતા. તેમની કોઈ પ્રવૃત્તિ સંસારી ન હતી. બીજાનાં કલ્યાણ સિવાય બીજો કોઈ હેતુ ન હતો. ‘સકળ જગતની બની જનતા વત્સલતા સહુમાં રે’ એમનો જીવનમંત્ર બની રહ્યો.
- ૧૮૦