________________
Bee d દાનભાવના અને જૈન ધર્મ
છે જ્ઞાન દાન : જ્ઞાન દાન એ પરબ છે, જ્યાં જ્ઞાનપિપાસુ આત્મા જ્ઞાન મેળવી જીવનમાં આમૂલચૂલ પરિવર્તન લાવે છે. ખૂની અર્જુનમાળી જ્ઞાનદાનથી મુનિ બન્યા. રોહિણેય, ચિલાતી અને દઢપ્રહારી જેવા ચોર-લૂંટારાઓ આત્મજ્ઞાની થયા. સ્થૂલિભદ્ર પ્રદત્તજ્ઞાનથી કોશા વેશ્યા મટી શ્રાવિકા બની. અધર્મી પ્રદેશીરાજા કેશીસ્વામીના જ્ઞાનદાનથી નાસ્તિક મટી આસ્તિક બન્યો.
અભય દાન : સાત પ્રકારના ભય છે. આ ભયથી પ્રાણીઓને મુક્ત કરાવવા એ જ અભય દાન છે. શ્રી દશવૈકાલિક સૂત્રમાં કહ્યું છે : “મળે નવાવિ તિ
વિવું, ન બનિયું ” સર્વ જીવોને જીવન પ્રિય છે, મરવું કોઈને ગમતું નથી. શ્રી સૂત્રકૃતાંગ સૂત્રમાં આ દાનને શ્રેષ્ઠ કહ્યું છે. “To Bટ્ટ અમથMથા ' સર્વ દાનોમાં અભય દાન સર્વોચ્ચ છે. - જૈન ઇતિહાસમાં મેઘરથ રાજા, ભગવાન અરિષ્ટનેમિનું દૃષ્ટાંત જગપ્રસિદ્ધ છે. તેવી જ રીતે વૈદિક ધર્મમાં શિવિ અને મેઘવાહનનું કથાનક પ્રસિદ્ધ છે. શરણાગત કબૂતરને અભય દાન આપવા શિકારી પક્ષી બાજને કબૂતરના વજન બરોબર પોતાનાં અંગોનું માંસ કાપીને મેઘરથ રાજાએ પોતાના આખા દેહનો ત્યાગ કર્યો ત્યારે દેવ પણ પ્રસન્ન થઈ ગયો. આ મેઘરથરાજા સોળમા શાંતિનાથ નામના તીર્થકર બન્યા, અભય દાનના પ્રભાવે !
કીર્તિ દાન : યશ, પ્રતિષ્ઠા, નામના કે દેખાદેખીથી અપાતું દાન કીર્તિ દાન છે. શ્રીમંતો ઉપાશ્રય, ધર્મશાળા, પાઠશાળાઓ બંધાવે છે. અનેક સ્થાને દાતાઓનાં નામની તક્તીઓ મુકાયેલી જોવા મળે છે. આમાં એકાંત નામ કમાવવાની દૃષ્ટિ નથી, પરંતુ દાનવીરોની આવી તક્તીઓ સાધનસંપન્ન અન્ય લોકોમાં દાનની પ્રેરણા જગાડવાનું કાર્ય કરે છે. એટલે જાહેર દાનનો મહિમા પણ ઘટતો નથી.
હા, ગુપ્ત દાન રામબાણ ઇલાજ છે. જાહેરાત એ ધર્મની ઊધઈ છે, સત્ત્વ ખઈ જાય છે, એટલે જ બાઇબલમાં કહ્યું છે : ‘તું દાન કરે ત્યારે તારો જમણો હાથ કરે તે તારો ડાબો હાથ ન જાણે'. ધરતીમાં બીજ ધરબાય છે ત્યારે જ મબલક પાક મળે છે.
ઉચિત દાન : કટુંબીજનો, સેવકોને ખુશીના પ્રસંગે પ્રોત્સાહન વધારવા ઇનામના રૂપમાં દાન અપાય છે તે ઉચિત દાન છે. તેમાં ગુણોને પ્રોત્સાહન અને ગુણજ્ઞનું સન્માન તેમ જ પ્રત્યુપકારની ભાવના છે, જેમ કે, પદ્મવિભૂષણ પદ, વીરચક્ર જેવી પદવી આપવી, સ્વાતંત્ર્યસેનાનીઓની દેશભક્તિને બિરદાવવા પ્રતિમાસ
- ૧૭૭ ૧
#
છે – અને જૈન ધર્મ છેદિલ્હી વેતનના રૂપમાં પુરસ્કાર આપવું, અધ્યાપકોને ઉત્તમ કાર્યો બદલ પારિતોષિક પ્રદાન કરવું તે સર્વ ઉચિત દાન છે. તેમાં વ્યક્તિની યોગ્યતાનું મૂલ્યાંકન કરવા દાન અપાય છે.
એયોગ્ય કે દુર્ગુણીને પદ-પ્રતિષ્ઠા આપવા બિલકુલ ઉચિત નથી, જેમ કે, અંતગડદશાંગ સૂત્રમાં અર્જુનમાળીનો પ્રસંગ છે. જેમાં રાજગૃહી નગરીના છે લલિતગોષ્ઠી પુરુષોનો ઉલ્લેખ છે. જેમને રાજગૃહી નગરીમાં મહારાજા શ્રેણિકે તેમના કોઈ કાર્યથી ખુશ થઈ ઇનામરૂપે નગરમાં સ્વછંદપણે ફરવાની છૂટ આપી હતી. આથી તેઓ મનમાની કરતા હતા. ઉચિત દાનના દાયરામાં તેની ગણના ન થઈ શકે, કારણકે ગુંડા, દુરાચારી લોકોને છૂટછાટ આપવાથી દુર્ગુણોને વેગ મળે છે. રાષ્ટ્રની શાંતિ જોખમાય છે.
જૈન ધર્મ ત્યાગપ્રધાન છે એટલે ધર્મના ચાર પ્રકારો દાન, શીલ, તપ અને ભાવમાં ત્યાગની ભાવના વણાયેલી છે. દાનમાં મમત્વનો ત્યાગ અને અપરિગ્રહવૃત્તિનું પોષણ છે. મનુષ્યગતિમાં દાનધર્મનું બીજ આસાનીથી ખીલી ઊઠે છે, એટલે જ મનુષ્ય આયુષ્ય પૂર્ણ કરી દેવલોકમાં જાય છે ત્યારે દેવશયામાં ઉત્પન્ન થતા નૂતન દેવને દેવીઓ પ્રથમ પ્રશ્ન પૂછે છે, “વિ વા ક્યા, હિં વા મુવા, વિક્ર વારિવા, વા અમારતા?” અર્થાતુ પૂર્વે તમે શું દાન કર્યું હતું ? શું ઉપભોગ કર્યો હતો? શું કાર્ય કરી કયા આચરણથી સ્વર્ગમાં અવતર્યા છો ? આમ, સદ્ગતિ પણ દાનને આભારી છે.
(જૈન દર્શનના અભ્યાસુ ડૉ. ભાનુબહેને શ્રાવક કવિ ઋષભદાસના ‘રાજશ્રી રાસ’ પર સંશોધન કરી Ph.D. પ્રાપ્ત કરેલ છે. તેઓ હસ્તપ્રતોના ગ્રંથોના સંશોધનમાં ખૂબ રસ ધરાવે છે).