________________
d સેવાભાવ અને જૈન ધર્મ માટે
જ પથરાયેલી છે એ પથ પર તેમના પગલે ચાલતા જ રહેવું... ઐરવતિ... ચરવતિ... એવા ધ્યેય સાથે ત્યાગ અને સમર્પણથી નવા ઇતિહાસનું સર્જન કરનાર મહાન વિભૂતિ એટલે ગોંડલ ગચ્છના શિરોમણિ પરમ પૂજ્ય શ્રી જયંતમુનિ.
ઈ.સ. ૧૯૫૨નો સમય કાશીથી કોલકાતાનો વિહાર અને ચાતુર્માસ શ્રી જયંતમુનિના શ્રમણજીવનનો મહત્ત્વનો કાળ બની ગયો. કાશીમાં કરેલા અધ્યયનને અનુભવનું સિંચન આ સમયમાં અને આ ક્ષેત્રમાં મળ્યું, પણ... જીવન એક નવી દિશા તરફ વળી રહ્યું હતું, એનો અણસાર સ્વયં તેમને પણ કદાચ ન હતો, પરંતુ બીજ અંકુરિત થઈ પલ્લવિત થઈ રહ્યું હતું, ભવિષ્ય અજાણ રીતે આકાર લઈ રહ્યું હતું.
સેવાક્ષેત્રે પરમ પૂ. જયંતમુનિનું યોગદાન કોલકાતામાં ઐતિહાસિક ચાતુર્માસ પૂરું કરી તેમણે બિહારનાં ગામડાંઓ તરફનો વિહાર શરૂ કર્યો. પલામ જિલ્લો એટલે પછાત આદિવાસી વિસ્તાર. ત્યાંની જનતાના બેહાલ, ભયંકર ગરીબી, નિરક્ષરતા, આળસ વગેરે જોઈને તેમનું હૃદય દ્રવી ઊર્યું. મનોમન તેમણે પૂર્વભારતના ભાગ્યને પલટાવવાનો નિર્ધાર કર્યો. માત્ર શબ્દથી નહીં કર્મથી... ભગવાન મહાવીરનો સંદેશ મહાવીરની ભૂમિ પર ફેલાવવા તેમ જ ચક્ષુહીન અને જ્ઞાનહીન એવા જીવોના જીવનમાં પ્રકાશ પાથરવાનો પ્રારંભ કર્યો. આ ક્ષેત્રોમાં મોતિયા વગેરેના ઉપચાર માટે કોઈ સગવડ ન હતી, એટલે અંધાપો સ્વીકારવા સિવાય બીજો કોઈ રસ્તો ન હતો. ત્યારે પૂ. શ્રી જયંતમુનિએ સર્વપ્રથમ નેત્રશિબિરનું આયોજન કરી આંખોના દર્દથી પીડાતા લોકોના આધાર બન્યા.
તેમની પ્રેરણાથી ‘અહિંસા સંઘ'ની સ્થાપના થઈ. શક્તિની બરબાદી, સંપત્તિની બરબાદી અને બુદ્ધિની બરબાદી એનું બીજું નામ જ શરાબ. તેમના પ્રયાસથી આદિવાસીઓના જીવનને પાયમાલ કરનાર શરાબને છોડાવવાનું કાર્ય શરૂ થયું. તેમણે માત્ર અહિંસાની વાતો જ કરી નહીં, પણ આદિવાસીઓને માંસાહાર ત્યાગ કરાવી શાકારાહારી બનાવ્યા તેમ જ જામફળ, કેરી, પપૈયા જેવાં ફળોની ખેતી શરૂ કરાવી. નશામાં ડૂબેલા સમાજને એમની વાણીએ નશામુક્ત કર્યો. આમ તેમણે જૈન સાધુતાને અચારમાં મૂર્તિમંત કરીને સેવાના યજ્ઞ દ્વારા બિહાર અને ઝારખંડના નિરક્ષર, બેહાલ આદિવાસીઓના જીવનમાં નવી ચેતના જગાડી. આ જાતિ આળસુ પણ એટલી જ... વ્યસન અને વાતોમાં જ દિવસ પસાર કરે. આ જોઈ પૂજ્યશ્રીએ આદિવાસીઓને મહેનતનો મહિમા સમજાવ્યો અને ઉદ્યમી બનાવ્યા. આ પ્રજા ઝઘડાળુ પણ
- ૧૮૩
#DB009 – અને જૈન ધર્મ 928 29 ) એટલી જ. વાતવાતમાં લડી પડે. મારામારી સુધી પહોંચી જાય. આવા કલહને કારણે દુઃખી જીવન જીવતા આદિવાસીઓને તેમણે મમતા અને સ્નેહના પાઠ શીખવ્યા.
આદિવાસી બાળકોની દુર્દશા પણ એવી જ ! પોષણના અભાવે શરીર તો જાણે હાડપિંજર ! વળી પહેરવા માટે માત્ર એક મેલીઘેલી લંગોટી ! આવાં બાળકો માટે પહેલાં પૌષ્ટિક ભોજનની વ્યવસ્થા કરી, વશ-વિતરણ દ્વારા કપડાં આદિ આપવામાં આવ્યાં તેમ જ મુનિશ્રીએ નિશાળો સ્થાપવાની પ્રેરણા આપીને એમને ભણતા કર્યા.
- બિહારના કારમાં દુષ્કાળ સમયે એમને રાહતકાર્યો માટે પ્રબળ પ્રેરણા પૂરી પાડી. સળંગ આઠઆઠ મહિના સુધી લોકોને અનાજ, ભોજન તેમ જ પશુઓને ઘાસચારો વગેરેની વ્યવસ્થા બેલચંપાની રાહતશિબિર દ્વારા કરવામાં આવી. આમ બેલચંપાના આશ્રમથી શરૂ થયેલી આ સેવાયાત્રા સતત વિકસતી રહી.
ભારત દેશમાં તે વખતે ભૂદાનની ચળવળ ચાલતી હતી. ત્યારે તેમણે ગૌદાનનું અભિયાન શરૂ કર્યું. ગરીબ પરિવારને એક દૂઝતી ગાય દાન મળે, જેથી આ પરિવારને દૂધ મળે, આવક થાય અને સમય જતાં તેઓ પગભર થાય. કેવી ગજબની તેમની કોઠાસૂઝ ! આ ગૌ-દાન દ્વારા શાકાહારને પણ પુષ્ટિ મળે અને કુટુંબને દૂધ. વળી ગોબર મળતાં બળતણની સમસ્યા દૂર થાય. આ વિસ્તારમાં વિકલાંગોની સંખ્યા વધી અને એમની દુર્દશા પણ એટલી જ! આવા વિકલાંગોને ટ્રાયસિકલ આપીને હરતાંફરતાં કરી પગભર બનાવ્યા.
નેત્ર ચિકિત્સાનો વ્યાપ વધતાં એક હૉસ્પિટલની જરૂર ઊભી થતાં આ માનવતાના મસીહાએ સેવાની આહલેક જગાડતી ‘પૂજ્ય તપસ્વીજી જગજીવનજી મહારાજ ચક્ષુ ચિકિત્સાલય'ના નામે બોકારોના પેટરબાર નામના નાના ગામડામાં હૉસ્પિટલ ઊભી કરાવી જે આજે પણ સેવાનું વણથંબું કામ કરી રહી છે, જેમાં દંત ચિકિત્સા, જનરલ ચેકઅપ, ઈ. એન. ટી. સારવાર, આઇબૅન્ક જેવા વિવિધ વિભાગો કાર્યરત થયા છે. સાથેસાથે તેમની પ્રેરણાથી અનેક વિદ્યામંદિરોની સ્થાપના થઈ તેમ જ ગૃહવિહીન અસંખ્ય બેસહારા લોકોને ઘર આપી નોધારાના આધાર બન્યા. આવા કરુણાનાં કાર્યો ખીલતાં બિહારની ભૂમિ નંદનવન સમી બનવા લાગી અને સાચા અર્થમાં તેઓ આખા પ્રદેશના બાબા ભગવાન તરીકે પૂજાયા. આ ભૂમિના કુખ્યાત આતંકવાદીઓનો ભય આખા વિસ્તારમાં વ્યાપ્ત છે, તેમ છતાં તેઓ પણ ‘પેટરબારના બાબાનું નામ પડતાં મસ્તક ઝુકાવીને કહેતા ‘વો હમારે ભગવાન હૈ” !
૧૮૪