________________
Bee d દાનભાવના અને જૈન ધર્મ
છે અને દાનમાં અરે પરે રહેવાની ભાવનાથી) દાન આપ્યું નથી, તેનું આ ફળ ભોગવું છું.”
નેતાજી સુભાષચંદ્ર બોઝે કહ્યું છે : “ર તુમ પ્રાપ્ત ના ચાહતે હો તો ઉત (તાર) વરના fણો ”
પંચતંત્રમાં કહ્યું છે (૨ ૧૫૫): “સંચિત ધનનું દાન કરતાં રહેવું એ જ એની સુરક્ષાનો ઉપાય છે. તળાવના પાણીનું વહેતાં રહેવું જ એની શુદ્ધતાનું કારણ છે.”
વ્યાસ સ્મૃતિમાં કૃપણ માટે કટાક્ષમાં કહેવાયું છે કે, “પણ માનવી વાસ્તવમાં ત્યાગી છે, કેમ કે તે ધનને અહીં જ છોડી પરલોકમાં ચાલ્યો જાય છે. દાતાને તો હું કૃપણ માનું છું, કેમ કે તે મરવા છતાં ધનને છોડતા નથી, અર્થાત્ પુણ્યરૂપી ધન તેમની સાથે પરલોકમાં જાય છે.”
મમ્મણશેઠનું ન્યાયપાર્જિત ધન હોવા છતાં, કૃપણનું ધન કાંકરા બરાબર બન્યું. ન તેણે આપ્યું, ન તેણે ભોગવ્યું ! તેનું મુખ્ય કારણ હતું પૂર્વભવમાં દાન આપીને ૫ છીની પળોમાં કરેલો પશ્ચાત્તાપ. આ કારણે મગધાધીશ કરતાં વધુ સંપત્તિ હોવા છતાં ભોગવી શક્યો નહીં. કાળી મજૂરી કરી નરકમાં ગયો.
આચાર્ય સોમદેવે ‘નીતિવાક્યામૃતમાં કહ્યું છે, “તત્ ઉતા યત્ર નાસ્તિ સTR: ?' જે દાનમાં સત્કાર નથી તે દાન કેવું? ગોસ્વામી તુલસીદાસે પણ કટુતાપૂર્વકના દાનનો નિષેધ કર્યો છે.
આવ નહીં, આદર નહીં, નહીં નૈનોમેં નેહ;
તુલસી વો ઘર ન જાઈએ, કંચન બરસે મેહ.' ઉપદેશ પ્રાસાદ (ભાગ-૨)માં ધનદત્તના કથાનક દ્વારા લેખક શીખવે છે કે, શ્રાવકે વિવેકબુદ્ધિનો ઉપયોગ કરી પોતાની આવકનો એક ભાગ ભંડારમાં, એક ભાગ વેપારમાં, એક ભાગ ધાર્મિક કાર્યોમાં અને એક ભાગ જીવનાવશ્યક ખર્ચ માટે વાપરવો જોઈએ; જેથી દાન આપવાની સુવર્ણ તક મળતાં પુણ્યોપાર્જન થાય છે. અને જીવનમાં આવતી મુશ્કેલીઓ દૂર થાય. પુષ્યના પ્રભાવથી સ્વર્ગગામી બને છે અને પુનઃપુનઃ શ્રીમંત અને દાતા બને છે. આમ, દાનનું પરિણામ પરંપરાએ સુખદ્ અને સુંદર છે.
ભાગવતના દશમા સ્કંધના પાંચમા અધ્યાયમાં દાનનો મહિમા ગાતાં કહ્યું છે: ‘દાન ન કરવાથી મનુષ્ય દરિદ્ર બને છે. દરિદ્ર હોવાથી પાપ કરે છે. પાપના
- ૧૭૫
છ06 – અને જૈન ધર્મ છેદિલ્હી પ્રભાવે નરકમાં જાય છે. પુનઃપુનઃ દરિદ્ર અને પાપી થાય છે'. દાન ન આપવાનું કેવું ભયંકર પરિણામ ! માટે જ કહ્યું છે : “ના િરના ઉપર સ્ત્રી પર વા' દાન સમાન આલોક અને પરલોકમાં (સુખ આપનાર) કોઈ મિત્ર નથી.
જૈન દર્શનમાં દાનના વિવિધ પ્રકારો બતાવ્યા છે. તેમાં નીચેનાં દાન પ્રચલિત છે. ૧) સુપાત્ર દાન ૨) અનુકંપા દાન ૩) જ્ઞાન દાન ૪) અભય દાન ૫) કીર્તિ દાન ૬) ઉચિત દાન.
સુપાત્રદાનઃ જૈન ધર્મમાં દાનને શ્રાવકનો મુખ્ય ધર્મ કહ્યો છે. દાન, શીલ, તપ અને ભાવમાં દાનનું સ્થાન મોખરે છે. હરિભદ્રસૂરિજીએ એટલે જ કહ્યું, ‘ધર્મસ્થ ગરિ પર્ તાનમ્ | ધર્મનો શુભારંભ દાનથી થાય છે; જેમાં સ્વ અને પરના કલ્યાણની ભાવના નિહિત છે. પ્રતિદિન શ્રાવક ભાણે બેસીને સુપાત્ર દાનની ભાવના ભાવે છે. ભગવતીજી સૂત્રમાં ટાંકેલું છે કે, “તુંગિયા નગરીના શ્રાવકો પ્રતિદિન જમતી વેળાએ સાધુ-સંતોને વહોરાવીને ભોજન કરવાની ભાવના ભાવતા હતા.” આવી ભાવના ભાવતા ક્યારેક સુપાત્રનો યોગ ચંદનબાળાની જેમ મળી જાય તો ‘મહાદાન’ બને છે. નિરપેક્ષભાવે નિર્દોષ આહાર પહેરાવતા સુપાત્ર દાન તીર્થકર નામ કર્મ ઉપાર્જન કરાવે છે.
અનુકંપાદાન ઃ સમ્યત્વનું ચોથું લક્ષણ અને દાનનો પાયો અનુકંપા છે, જેમાં દુઃખિયાઓનાં દુઃખો દૂર કરવાની તીવ્ર ઉત્કંઠા જાગે છે. તેમાં વિવેક અત્યાવશ્યક છે. સમુદ્ર પાણીથી છલોછલ ભરેલો હોય ત્યાં વર્ષો વૃથા છે. જેણે ભરપેટ ભોજન કર્યું છે, તેને જમાડવો વૃથા છે. સૂર્ય પ્રકાશતો હોય ત્યારે દીપક પ્રગટાવવો નિરર્થક છે, તેમ જે સાધનસંપન્ન છે તેને દાન આપવું વ્યર્થ છે.
ભગવાન મહાવીરે સાધનાકાળમાં પોતાની પાછળ દીન-હીન બ્રાહ્મણને આજીજી કરી ફરતો જોયો ત્યારે તેની આંતરડી ઠારવા તર્ક-વિતર્ક કર્યા વિના, સુપાત્ર છે કે નહીં તે જોયા વિના અનુકંપા લાવી પોતાના ખભા પર રહેલું દેવદૂષ્ય વસ્ત્ર આપી દીધું.
કેટલાક આચાર્યોએ રોગમુક્ત થવા જીવાદોરી સમાન ઔષધ દાનનો અભય દાનમાં સમાવેશ કર્યો છે. કોઈ ત્યાગી, તપસ્વી મુનિના શરીરમાં અશાતા કે રોગ વર્તાય ત્યારે ગૃહસ્થનું પ્રથમ કર્તવ્ય છે કે, સંયમીની સેવાભાવી વૈઘ કે ડૉક્ટર દ્વારા ચિકિત્સા કરાવી તેમને સમાધિ અપાવે. દા.ત. જુવાનંદા વૈદ્ય કૃમિરોગથી પીડાતા મુનિની ચિકિત્સા કરી, વજનાભ નામના ચક્રવર્તીપદ આદિ ઉત્તમતા પ્રાપ્ત કરી.
૧૭૬ *