Book Title: Gyandhara 17 18 Ane Jain Dharm
Author(s): Gunvant Barvalia
Publisher: Arham Spiritual Centre

View full book text
Previous | Next

Page 88
________________ 80pદાનભાવના અને જૈન ધર્મ માટે વેડફાઈ ગયું. ચાણક્ય નીતિમાં પણ કહ્યું છે : “રિદ્રય નાશનં ઢાનમ્' - દાન દરિદ્રતાનો નાશ કરે છે. જૈન દર્શનમાં શાલિભદ્ર અને કવન્ના શેઠનું પ્રસિદ્ધ દષ્ટાંત ઉપરોક્ત સુક્તિને સિદ્ધ કરનાર જ્વલંત ઉદાહરણ છે. આ બન્ને મહાપુરુષોએ પૂર્વજન્મમાં દરિદ્ર અવસ્થામાં તપસ્વી મુનિજનને દાન આપી બીજા ભવમાં અઢળક સંપત્તિ મેળવી હતી. ખરેખર ! દાન એક એવો ખૂણો છે જે વાદળછાયા આકાશ (જીવન)ને મેઘધનુષમાં પલટી નાખે છે. વૈદિક ધર્મમાં એવે ઉલ્લેખ જોવા મળે છે કે, પિતા વાનપ્રસ્થાશ્રમ સ્વીકારે ત્યારે પોતાનો કૂળ, સંપત્તિ, પરિવાર અને આશ્રિતજનોનો ભાર કર્તવ્યથી હળવો કરવા પોતાના જ્યેષ્ઠ પુત્રને વારસામાં સોપે છે. જૈન દર્શનમાં ‘શ્રી ઉપાસક દશાંગ’ નામના અંગસૂત્રમાં આનંદ શ્રાવકે પડિયા ધારણ કરવા પૂર્વે કુટુંબીજનો, મિત્રો અને સંબંધીઓને પ્રીતિભોજનનું આમંત્રણ આપી ભવ્ય સમારોહ ગોઠવ્યો હતો. સર્વની સમક્ષ જ્યેષ્ઠ પુત્રને જુંબનું ઉત્તરદાયિત્વ સોંપ્યું હતું. પાશ્ચાત્ય દર્શનમાં એક વિચારકે સુંદર વાત કરી છે. They who scatter with one hand, gather with two; nothing multiplies so much as kindness. Bu જે એક હાથ વડે આપે છે, તે વાસ્તવમાં બંને હાથે પ્રાપ્ત કરે છે. જૈન દર્શન અમિતગતિ શ્રાવકાચાર (ગા. ૬૨) અને વસુનંદી શ્રાવકાચાર (ગા. ૨૪૬/૨૪૭)માં દાનના ફળની તરતમતા પાત્રને આધારે દર્શાવે છે. ‘જે મિથ્યાદૃષ્ટિ ઉત્કૃષ્ટ સુપાત્ર (સાધુ-સાધ્વી)ને દાન આપે છે તે યુગલિક ક્ષેત્રમાં; જે મિથ્યાદૃષ્ટિ મધ્યમ પાત્ર (વ્રતધારી ગૃહસ્થોને દાન આપે છે તે મધ્યમ ભોગભૂમિમાં અને જે મિથ્યાષ્ટિ જઘન્ય (અવિરતિ સમ્યક દૃષ્ટિ) પાત્રને દાન આપે છે તે જઘન્ય ભોગભૂમિમાં જન્મે છે. - કુપાત્ર દાનનું ફળ કટુ છે, પરંતુ જૈન દર્શન નિષ્ફર નથી. કુપાત્રને અનુકંપા બુદ્ધિથી દાન આપવામાં આવે તો પાપકર્મનો બંધ થતો નથી. રયણસારમાં કહ્યું છે કે, માતા-પિતા, પત્ની, મિત્ર, ધન-ધાન્ય, વસ્ત્રાલંકાર, હાથી, ઘોડા, મકાન આદિ સંસારી સુખો સુપાત્ર દાનનાં ફળ છે. એટલે જ કહેવત છે કે, ‘હાથે તે સાથે. ભગવતી સૂત્ર (શ.૭, ઉં. ૧) કહે છે કે, “દાન એ કમની પરંપરાને તોડી ક00 _ અને જૈન ધર્મ થી જ અનુક્રમે શિવસુખ અપાવે છે''. જે બીજાને સુખ પહોંચાડે તેને સમાધિ પ્રાપ્ત થાય છે એ સનાતન નિયમ છે, પરંતુ શરત માત્ર એટલી છે કે, ભાવ દિગો ન fસજ્જ અર્થાત્ ભાવ વિનાનો વિકલાંગ આત્મા મુક્તિ મંજિલને આંબી શકતો નથી. આમ, દાનનો આખો મલાજો ભાવના આરોહ-અવરોહ પર અવલંબે છે. ‘શ્રી જ્ઞાનધર્મ કથાગ સૂત્ર'નું નાગશ્રીનું દૃષ્ટાંત આ માટે બંધબેસતું છે. નાગશ્રીનું દાન સુપાત્રને આપેલું હોવા છતાં ઊજળા ભાવોની ખામીને કારણે વખોડાયું. ‘કઠોપનિષદ'માં નચિકેતાનું કથાનક છે, જેમાં અનુપયોગી વૃદ્ધ ગાયો ઋષિમુનિઓને દાનમાં આપવામાં આવી છે; જે દાનમાં કલંકરૂપ છે. જૈનાચાર્યોએ દાનનાં પાંચ દૂષણો કહ્યાં છે: (૧) દાન આપતાં યાચકની અનાદર કરવો (૨) દાન આપવામાં વિલંબ કરવો (૩) અરુચિ બતાવવી (૪) યાચકને અપશબ્દ કહેવા (૫) મનમાં ખેદ કરવો. આ પાંચે દૂષણો વ્યક્તિની દાન પ્રત્યેની કૃપણતા અને વસ્તુ પ્રત્યેની ગાઢ આસક્તિનું પ્રતિબિંબ છે. જેમ અત્તરની શીશીને વારંવાર ખોલ-બંધ કરવામાં આવે તો તેની સુગંધ નષ્ટ થઈ જાય છે, તેમ વારંવાર પૂછતાછ કરવાથી દાનનો ઉત્સાહ ઓસરી જાય છે. વિકલ્પોથી ઘેરાયેલું મન મોહનું જાળું ઉત્પન્ન થતાં ઉત્સાહને ખતમ કરે છે. સુપાત્ર સિવાય સામાન્ય પાત્ર (સમ્યક દૃષ્ટિ અને દીનદઃખિયા જીવો)ને અનુકંપા, વાત્સલ્ય, ઉપકારની ભાવનાથી દાન અપાય તો પુણ્યનો બંધ થાય છે. દા.ત. ભરત મહારાજાએ શ્રાવકો માટે ભોજનાલય અને પ્રદેશ રાજાએ રાજ્યમાં લોકો માટે દાનશાળા ખોલાવી હતી. રયણસાર (ગા. ૨૨/૧૧માં) સ્પષ્ટપણે કહ્યું છે કે : “જે ભવ્ય જીવ મુનિવરોને આહારદાન આપી અવશેષ અન્યને પ્રસાદ સમજી આરોગે છે તે સંસારમાં સર્વોત્તમ સુખોને પ્રાપ્ત કરી મોક્ષસુખ મેળવે છે.” આમ, દાનની પૂર્ણતા એ બુદ્ધત્વ લાભનું એક કારણ છે. દા.ત. મહાતપસ્વી ભગવાન ઋષભદેવને શ્રેયાંસકુમારે ઇક્ષરસનું પાન કરાવી (દાન આપી) મહાન ફળ પ્રાપ્ત કર્યું. એવી જ રીતે નયસારના જીવે લાંબો વિહાર કરીને આવેલા શ્રમિત સંતને અન્નદાન આપી અનુક્રમે પરમપદ પ્રાપ્ત કર્યું. ગીતાકારે ગીતામાં સુંદર પ્રેરણા આપી છે : “રીયતાં ટીવતાં મદમાતુ: ની થમ્ ” મને આપો, મને આપો, મેં પૂર્વભવમાં (કૃપણના, રૂક્ષતા, સૂત્ર ૧૭૪ ૧૭૩ -

Loading...

Page Navigation
1 ... 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117