________________
છ00 ચતુર્વિધ સંઘ અને જૈન ધર્મ છે જ સાંભળવું એમ થાય છે. જે શ્રદ્ધાપૂર્વક પ્રવચનોનું શ્રવણ કરે છે અને યથાશક્તિ આચરણ કરવા પ્રયત્ન કરે છે. શ્રાવિકા શબ્દનો એક અર્થ ગ્રહણ કરવું એવો થઈ શકે છે. આ જ શબ્દનો બીજો અર્થ થાય છે ભોજન બનાવવું. શ્રદ્ધાપૂર્વક તેને શ્રવણ કરવાનું છે. મનોરંજન માટે તે નથી સાંભળતી અને વિચારપૂર્વક જે દાન આપે છે. કોઈ પણ પુણ્યકાર્ય કે ધર્મકાર્ય પર ઉપસ્થિત રહે છે. જે સમાજ અને સૌ માટે સારું હોય તે કરે છે. વિવેકપૂર્ણ વ્યવહાર પણ અહીં અપેક્ષિત છે.
હવે ત્રીજો અક્ષર ‘કા’નો અર્થ થાય છે પાપને કાપવા. પાપકાર્યમાં તે રત રહેતી નથી. દાન, શીલ, તપ, ભાવનાથી તે પોતાને બચાવે છે. આ ગુણને પ્રાપ્ત કરવો પડે છે, જે આપોઆપ ન મળે. પોતે કષ્ટ સહન કરે છે, વિવેકપૂર્ણ ક્રિયા કરે છે. જીવનરૂપી સરોવરને નિયંત્રિત કરવા નિયમો આવશ્યક છે. ઘરમાં રહીને પણ એવું કાર્ય કરે છે કે મોક્ષમાર્ગે જઈ શકાય.
શ્રાવક જે ગૃહસ્થ આશ્રમમાં રહીને થોડાંક અણુવ્રતોનું પાલન કરે તે. Shravak listens to the preaching of the Tirthnkar or the right guru or reads the Jain canonical books. શ્રાવકને તીર્થકરે દર્શાવેલા માર્ગમાં શ્રદ્ધા હોય છે. જે ભૌતિક જગતમાં રહે છે છતાં તેનાથી મુક્તિ તરફનો પથ શોધવાનો પ્રયત્ન કરે છે. બિનજરૂરી પ્રવૃત્તિમાંથી પોતાનું મન પાછું ખેંચી, પોતાના કષાયને ઓછા કરવાનો પ્રયત્ન કરે છે.
શ્રાવક : આ શબ્દ શ્રાવક-શ્રાદ્ધ આદિ પર્યાયરૂપે છે, પણ શાસ્ત્રીય રીતે તેનું “શ્રમણોપાસક” નામાંકન થયેલ છે, જે અતિસાર્થક છે. ‘શ્રમણની પર્યાપાસના કરે તે જ શ્રમણોપાસક અથવા શ્રાવક'. | ‘શ્રાવક' શબ્દ જ શ્રવણને આધારે બનેલ છે. “ધર્મ શ્રવણ કરે તે શ્રાવક”. પ્રાયઃ બધા જ આગમોમાં ‘પર્ષદા ધર્મ સાંભળવા આવી” એવો ઉલ્લેખ જોવા મળે છે. તેમાં શ્રાવકની ધર્મપ્રતિભા ઝળકતી હોય અને આજના શ્રાવકને પ્રેરણા મળે તેવા નિર્દેશો પણ મળે છે.
ઉપાસક દશાંગ અને દેશશ્રુતસ્કંધ આ બેમાં આપણને શ્રાવકાચાર વિશે પૂરતી માહિતી મળે છે. એમાં મનાય છે કે જે ગૃહસ્થાશ્રમમાં હોય તેમને સાધુજીવનની તુલનામાં મોક્ષ પ્રાપ્ત ન થાય, પરંતુ ગ્રંથોમાં કેટલાંક એવાં ઉદાહરણ મળે છે જેમાં શ્રાવકોને પણ પોતાના આચારો દ્વારા મોક્ષ પ્રાપ્ત થાય છે. શ્રાવકના ચાર પ્રકારો છે : ૧) નામશ્રાવકે – જે જૈન કુટુંબમાં જન્મે છે
૧૫૫ -
e k _ અને જૈન ધર્મ
છે ૨. સ્થપનાશ્રાવક - the statue or photograph of a Shravak; ૩. દ્રવ્યશ્રાવક – એવી વ્યક્તિ જે ઊંડી શ્રદ્ધા વગર જૈનીઝમને અનુસરે.
૪. ભાવશ્રાવક – એવી વ્યક્તિ જેને જૈનીઝમમાં ઊંડી શ્રદ્ધા હોય અને એને એ અનુસરતા પણ હોય
પાક્ષિક :
Pakshika - A householder who has an inclination (Paksha) towards Ahimsa. He possesses Samyakatva and practices the Mula Gunas (basic restraints) and the Anu-vratas and is diligent in performing the Puja;
Nasthika - One who pursues the path upwards through the Pratimas, (spiritual path for laymen) until he reaches the eleventh and last Pratima. As this culminating point, (Nistha) he abandons the household life and practices the Dharma of the ascetic.
Sadhaka - One who concludes his human incarnation in the final purification of the self by performing Sanlekhana.
- સાચો જૈન શ્રાવક સમ્યક દર્શનને આધારે પોતાના વ્યવહારમાં સાચો આચાર આચરે છે. શ્રાવકના ૧૪ નિયમો દર્શાવ્યા છે.
सचित दव्व विगइ वाणह तंबोल वत्थ कुसुमेशु । वाहण शयन विलेपन बंभ दिसि पहाण भत्तेसु ॥ ૧) સચિત્ત એટલે જે જીવમાં સત્તા છે, રોજિંદી વપરાશની વસ્તુ પર મર્યાદા ૨) દ્રવ્ય : રોજિંદી વપરાશની બાબતો પર મર્યાદા આવી ૩) વિચાઈ : વિચાઈ વસ્તુની વપરાશ પર મર્યાદા આકવી ૪) વાણહ : પગમાં પહેરવાની વસ્તુમાં મર્યાદા ૫) તમ્બોલ : મુખવાસ વગેરે ૬) વસ્ત્ર, ૭) કુસુમ ૮) વાહન, શયન, વિલેપન, બ્રહ્મચર્ય વિગેરે.
શ્રાવક જે વચન બોલે તે પ્રિય હોય, પથ્ય હોય અને તથ્ય પણ હોય, એટલે કે (૧) કઠોર ભાષાનો પ્રયોગ કરે નહીં કે અપશબ્દો બોલે નહીં (૨) જે હિતકારી હોય તેવું જ બોલે અને અહિતકર બોલવા કરતાં મૌન રહેવાનું વધારે પસંદ કરે (૩) જે વાત જેવી હોય તેવા પ્રકારે કરે, પણ તેમાં ભેળસેળ કરીને તેના મૂળ આશયને વિકૃત ન કરે.
૧૫૬ *