Book Title: Gyandhara 17 18 Ane Jain Dharm
Author(s): Gunvant Barvalia
Publisher: Arham Spiritual Centre

View full book text
Previous | Next

Page 81
________________ રી,ચતુર્વિધ સંઘ અને જૈન ધર્મ ધ કીધો ગુણ જાણે વળી જેહ પનરસમો ગુણ બોલ્યો એ; વૃદ્ધ આચાર ભલો ચિત્ત ધરે સોલસમો ગુણ અંગે કરે. પક્ષપાત કરે ધર્મનો ગુણ સત્તરમોએ શુભમનો, સત્કથ અઢારસમો ગુણ જાણ વાદવિવાદ કરે નહિ તાણ. તત્ત્વાતત્ત્વ વિચારે જેહ દીર્ધદષ્ટિ ઓગણીસ ગુણ એહ, વિશેયજ્ઞ ગુણ કહ્યો વીસમો વિનયવંત સહુને મન રમ્યો. ૧૦. લબ્ધ લક્ષ ડહાપણનો ગેહ એકવીસ ગુણ ઇમ બોલ્યા જેહ, એહવો શ્રાવક જે સાવધાન ધર્મ રયણનો તેહુ નિધાન. નવે તત્ત્વ જાણે નિર્મલા વાવે વિત્ત સુપાત્રે ભલા, કરણી ધર્મતણી જે કરે શ્રાવક નામ ખરું તે ધરે. સુવિહિત ગીતારથથી સાંભલો ધરી વિવેક પાપથી ટલ, કરે પુન્યને ભવ સવરે શ્રાવક નામ ખરું તે ધરે. પૂર્વ બદ્ધ અશુભ પાચવે ત્રિષ્યે વર્ગ વલી સાચવે, અરજે પુન્યને વરજે પાપ શ્રાવક ગુણની એહવી છાપ. એહવા ગુણ જે અંગે ધરે તે નિશ્ચય ભવસાગર તરે, ધીરવિમલ પંડિતનો શિષ્ય કવિ નય વિમલ કહે નિશદિશ. તું જ તારો તારનાર બન, તું જ તારો ઉદ્ધારક બન, મળે સાચા ગુરુ તો શરણ સ્વીકાર તરત, વાત તીર્થંકરની મનમાં ધાર અડગ, શ્રાવકધર્મ જીવન જીવવાની રીતિ છે, એ માર્ગના અંતે જ રત્નત્રયીની પ્રાપ્તિ છેચ. ૮. ૯. ૧૫૯ ૧૧. ૧૨. ૧૩. ૧૫. મળેલા મનુષ્યજન્મને સાર્થક કરવા પોતાના ચરિત્રને શ્રાવકધર્મથી ધારી આ વિપદકાળમાં પણ મોક્ષમાર્ગે જઈ શકે તેવી શક્યતા છે. ૧૪. (ડૉ. સેજલબહેન નાણાવટી કૉલેજનાં ગુજરાતી વિભાગનાં અધ્યક્ષ છે. ‘પ્રબુદ્ધ જીવન’નાં તંત્રી છે, છ પુસ્તકો પ્રગટ થયાં છે. તેમનાં ચિંતનસભર વ્યાખ્યાનો યોજતાં રહે છે). ચતુર્વિધ સંઘ અને જૈન ધર્મ ચતુર્વિધ સંઘ - સંચાલનના પ્રશ્નો અને સમાધાન સંકલન : ખીમજી મ. છાડવા પરમાત્મા ઉપાદિષ્ટ માર્ગે ચાલતાં શ્રમણ-શ્રમણી, શ્રાવક-શ્રાવિકાઓનો સમૂહ એટલે શ્રી ચતુર્વિધ સંઘ. ત્રણેય લોકમાં વિશિષ્ટ લોકોત્તર અને શ્રેષ્ઠતમ શ્રી સંઘ સૌને વંદનીય અને ઉપાસનીય બને છે. શ્રી ચતુર્વિધ સંઘનાં ચાર અંગોએ જિન શાસનની દિવ્ય જ્યોતને ઝળહળતી રાખી છે. તીર્થંકરોએ સંસારના કર્માધીન જીવોને ચતુર્વિધ સંઘના માધ્યમ દ્વારા જ્ઞાનદર્શન અને ચારિત્રની આરાધનાનો સમ્યક્ માર્ગ બતાવ્યો છે. સ્થવિર રચિત મૂળ આગમ નંદી સૂત્રમાં શ્રી સંઘને નગર, ચક્ર, રથ, પદ્મકમળ, ચંદ્ર, સૂર્ય, સમુદ્ર અને મેરુ પર્વતની વિધવિધ ઉપમા દ્વારા મહત્તમ સ્વરૂપે વર્ણવ્યો છે. ગણધરભગવંતોએ સૂત્રસિદ્ધાંતની રચના કરી. આચાર્યભગવંતોએ આચારસંહિતા બતાવી. સાધુઓ માટે ‘સમાચારી’ અને શ્રાવકો માટે શ્રાવકાચાર. હકીકતમાં સાધુધર્મ કે શ્રાવકધર્મ બંનેનું અંતિમ ધ્યેય તો મોક્ષ જ છે. સાધુધર્મ ટૂંકો અને કઠિન માર્ગ છે, જ્યારે શ્રાવકધર્મ સરળ, પણ લાંબો છે. સાધુની સમાચારી અંગે નિર્ણય લેવા આપણે અધિકારી નથી. સમયસમય પ્રમાણેનું આચરણ એટલે સમાચારી કે જેમાં ક્ષેત્ર અને કાળ પ્રમાણે પરિવર્તનોને અવકાશ હોઈ શકે. શ્રાવકાચારની પૂરી જાણકારી રાખી દરેક શ્રાવક-શ્રાવિકાઓએ શ્રાવકાચારનું પાલન કરવું જરૂરી છે અને તો જ તેમના દ્વારા સ્થપાયેલ સંઘ, મહાસંઘ, મંડળ, મહાજન વગેરે સંસ્થાઓ સુવ્યવસ્થિત રહે અને જિન શાસન સમૃદ્ધ બને. પણ આ એકવીસમી સદીમાં જૈનત્વનું ધોવાણ થઈ રહ્યું હોય તેમ લાગે છે. નાનાં ભૂલકાંઓ રમવાની વયમાં જ એકેડેમિક શિક્ષણ મેળવવા લાગે છે અને એવી શાળાઓમાં ગોઠવાઈ જાય છે કે જ્યાં જૈનત્વનો છેદ જ ઊડતો હોય છે. તેઓ જૈન સંસ્કારથી બિલકુલ ભિન્ન જીવનશૈલીથી રંગાવા લાગે છે. તેમનાં યુવાન મા-બાપ પણ નછૂટકે ઊલટી ગંગામાં તણાવા લાગે છે. દેખાદેખીની લાહ્યમાં સ્ટેટસ સિમ્બોલ ૧૬૦

Loading...

Page Navigation
1 ... 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117