Book Title: Gyandhara 17 18 Ane Jain Dharm
Author(s): Gunvant Barvalia
Publisher: Arham Spiritual Centre

View full book text
Previous | Next

Page 77
________________ ચતુર્વિધ સંઘ અને જૈન ધર્મ ક09ચતુર્વિધ સંઘ અને જૈન ધર્મ 90 આજેય ઘણા ભાગ્યશાળીઓ વિદ્યમાન છે. શાસ્ત્રોના એવા મહાપંડિતની દીકરી એટલે મહાસતીજી શ્રી ઉજવલકુમારીજી, એ સમયે જેઓ હતાં ફક્ત દોઢ વર્ષનાં. માતા ચંચળબેનની મેરૂસમ નિશ્ચલ ધર્મનિષ્ઠા આ દીકરીમાં ઊતરી અને પ્રજ્ઞાવાન બાલિકા અંજવાળીએ માત્ર ૧૧ વર્ષની વયે બ્રહ્મચર્ય વ્રત અંગીકાર કર્યું. અનેક શાસ્ત્રોનો અભ્યાસ કરી, માત્ર ૧૪ વર્ષની ઉંમરે અજમેર સંમેલનમાં ભાષણ આપી જૈન શાસનનો ડંકો વગાડ્યો. તેઓની બાળદીક્ષાનો વિરોધ થતાં પુના કોર્ટમાં ન્યાયાધીશ સમક્ષ ‘હું આત્મકલ્યાણ અને જનકલ્યાણ માટે દીક્ષા લઉં , કોઈની જબરજસ્તીથી લેતી નથી', એમ નીડરતાપૂર્વક કહેનાર દૃઢનિશ્ચયી કિશોરી અંજવાળીના પ્રવજ્યા દાતા બન્યાં પૂજ્ય આનંદઋષિજી અને સાત ભાષા જાણનાર ગુરણી પ્રવર્તિની રાજકુંવરજી મહાસતીજી. નિત્ય નવ કલાકના મૌન, શાઓનો ગહન અભ્યાસ, મધુરી વક્નત્વકલા, મહાત્મા ગાંધીજી સાથે કરેલ અહિંસાની ચર્ચા અને વ્યાખ્યાનોમાંથી તૈયાર થયેલ પુસ્તક ‘ઉજ્વળ વાણી’ માટે ઋષિ સંપ્રદાય ઉપરાંત સમસ્ત જૈન શાસનમાં તેઓએ મુઠ્ઠીઉંચેરું સ્થાન પ્રાપ્ત કર્યું છે. સંઘાણી સંપ્રદાયના નાયક ગુરુભગવંત શ્રી નરેન્દ્રમુનિ મહારાજ સમુદાયનાં ૩૫ મહાસતીજીઓમાં અનેક તારકો છે, તેમાં શાસનસેવા માટે સંભારીએ પ્રવર્તિની ચારિત્રજયેષ્ઠા બા.બ્ર. જયવિજયાજી એટલે કે માસ્વામીજીને. ‘ધર્મ એટલે જતું કરતાં શીખવું,’ એ હતો તેઓનો જીવનમંત્ર ! ૯૪ વર્ષની આયુ તથા ૭૮ વર્ષના નિરતિચાર દીક્ષા પર્યાયમાં કૃતજ્ઞતા ને સંવેદનશીલતાનો વારસો આપતાં ગયાં છે જૈ શાસનને. હજુ અગગ્રણ્ય શ્રમણીજીઓના જૈન શાસનને મળેલા પ્રદાનની પ્રશષ્ય વાતો ઉમેરી શકાય. આજેય સમવસરણની ઝાંખી કરીએ તો બધા જ મહાન આત્માઓ મહાવિદેહ ક્ષેત્રમાં શ્રી સમંધરસ્વામીની પર્ષદામાં આગલી હરોળમાં બિરાજેલા દેખાય. તેવા શ્રમણીભગવંતોનાં જીવન-કવન અને શાસનપ્રદાનની વાતોનો સ્વાધ્યાય કરવાનો મને સોનામહોરસમો સમયખંડ ભેટ આપવા બદલ શ્રી પ્રાણગુર જેન સેંટરનો આભાર અને પૂ. સંતો-સતી વંદને પ્રણામ. (રાજકોટસ્થિત જૈન દર્શનના અભ્યાસુ ભારતીબહેનનાં ચાર પુસ્તકો પ્રગટ થયાં છે. તેઓ ડિઝાઈનર ગ્રુપનાં લીડર છે). શ્રાવકાચાર અને જૈન ધર્મ - ડૉ. સેજલ શાહ શ્રાવક-શ્રાવિકા પરમસિદ્ધિનાં કઠણ ચઢાણ, પણ ધારે મનમાં વચન એક જ પ્રમાણ, ધર્મ ધારું ધર્મ ધારું એ જ મારો ઉદ્ધાર ! (પ્રસ્તુત લેખમાં શ્રાવક શબ્દ શ્રાવક અને શ્રાવિકા, બન્નેના સંદર્ભે ઉપયોગમાં લેવાયો છે). ‘જ્ઞાન વિના શું ધર્મ, જ્ઞાન વિણ ભૂલ ન ભાગે, જ્ઞાન વિના શું તત્વ, જ્ઞાનથી ચેતન જાગે'. જ્ઞાનની જ્યોત જેમ અંધારાને દૂર કરે છે તેમ શ્રાવક અને શ્રાવિકાની નિષ્ઠા સંઘને ગૌરવ અપાવી સુગંધિત કરે છે. જે સંઘને પોતાની ધર્મધારાને સમર્પિત એવા સન્નિષ્ઠ શ્રાવક-શ્રાવિકા મળે છે તે એ સંઘની મહામોંઘેરી મૂડી ગણાય છે. આચાર્ય બુદ્ધિસાગરસૂરિજી જ્ઞાનનો મહિમા પ્રસ્તુત પદમાં દર્શાવે છે. શ્રાવકનાં બે પલ્લામાં જ્ઞાન અને ભાવ બન્નેનું સંમેલન થાય તો જ શ્રાવકપણે ખીલી ઊઠે. સંસારના કાદવમાં રહીને આત્માની ઉકૃષ્ટ અવસ્થા માટે પ્રયત્ન કરતાંફરતાં ધર્મના વ્યવહારને નિભાવતા, સંઘના આચારને જાળવતા પોતાના ચારિત્રને તેજોમય કરવાનો છે, જેમાં લપસણી ભૂમિ અનેક વાર આવે પણ ત્યારે સ્થિરતા જાળવી પોતાના શ્રેય અને સંઘના શ્રેયને કેન્દ્રમાં રાખવાનો છે. આ એક એવી અવસ્થા છે જેમાં સ્વ કરતાં સહુ મહત્ત્વના છે એમ કહી શકાય કે - જેને જોઈ ગુરુના મુખે સ્મિત આવે, જેને જોઈ ગુરુના હૃદયે શાતા વળે, જેને જોઈ તીર્થ અને સંઘની ચિંતા ટળે, જેના હેયે તીર્થંકરની વાણી ફળે, એ જ સાચો શ્રાવક.. પદ્મનંદી પંચવિંશતિ નામક ગ્રંથ પરનાં પ્રવચનો કાનજીસ્વામીએ આપ્યાં હતાં. સૈકાઓ પહેલાં પદ્મનંદી આચાર્ય જંગલમાં વનવાસી હતા. તેમણે ૨૬ અધિકાર કહ્યા હતા, જેમાં છઠ્ઠો અધિકાર છે શ્રાવકાચાર અથવા ઉપાસક સંસ્કાર. પર ૧૫

Loading...

Page Navigation
1 ... 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117