________________
ચતુર્વિધ સંઘ અને જૈન ધર્મ
છે કર્મોદય માની આવકારી. સમતાપૂર્વક ક્ષણભંગુર દેહને કઈ રીતે સાપની કાંચળીની જેમ સહજતાથી ત્યાગી શકાય, એ તેઓનો જૈન શાસન માટે મહાન સંદેશ હતો.
મજીઠિયો વૈરાગ્ય રંગ ધારણ કરનાર મહાસતીજી બહુસૂત્રી સંતોકબાઈસ્વામી જ્યારે ૧૩ વર્ષનાં હતાં ત્યારે ગોંડલ સંપ્રદાયના પંચમ આચાર્ય શ્રી દેવજીસ્વામી સમીપેથી દેશના સાંભળી દીક્ષાની ભાવના પ્રબળ મની. જામનગરના જામસાહેબે સ્વયં આ નાનકડી બાલિકા સંતોકને આમંત્રીને કહ્યું, “મારા હાથ નીચે રહો દીકરીબા. કદી દુઃખ ન આવે તેવું સાસરું શોધી દઈશ.’ તો ઉત્તર મળ્યો, ‘વડીલશ્રી, કદી વિધવા ન બને તેવી બાંયધરી આપો તો દીક્ષા ન લઉં. મારે તો આત્મકલ્યાણ કરી કર્મોથી મુક્ત બનવું છે.” આ સાંભળી જામસાહેબે પોતાના તરફથી આ બાલિકાની દીક્ષા જાહેર કરી અને દીક્ષા પૂર્વે ૧૩ વર્ષની આ બાલિકાના ૧૩ વરઘોડા નીકળ્યા એ તો ઠીક, પણ સંતોકબેનના વૈરાગ્યના પ્રભાવે જામસાહેબ દંપતીએ માવજીવન બ્રહ્મચર્ય વ્રત ધારણ કર્યું અને માવજજીવ માંસ-મદિરાનો પણ ત્યાગ કર્યો.
અધ્યાત્મની કેટલીય મીઠી મહેંકભરી વાતો અઘપિ સુણી. તેવા જ હવે આવે છે ૧૩ વર્ષની નાની વયે કાળા દેવાંશી નાગને બચાવી જીવતદાન આપનાર અને રાણી લખબાના અતિથિઓને જે ઘેટાનું માંસ પીરસવા તૈયાર કરેલ, તેને સૂંડલાભર બાજરા સામે ગુપ્ત રીતે છોડાવી લઈ, મહાજનને સોંપી દઈને મેંદરડાના દરબારગઢમાં ખલબલી મચાવનાર ગુરુવર્ય શ્રી માણેકચંદ્રજી અને ગુરણીશ્રી મોટાં દૂધીબાઈનાં શિષ્યા પ્રભાવિકા મીઠીબાઈ મહાસતીજી. આ સતીજીનું જીવનચરિત્ર કચ્છના આઠ કોટિ મોટા પક્ષ સાહિત્યરત્ન જ્ઞાનવિશારદ પંડિત શ્રી રત્નચંદ્રજી મહારાજે સ્વયં પંચઢાળિયારૂપે ભૂજમાં રચ્યું હોય, તેવાં મહાતપસ્વિની ૪૦ વર્ષનો અપ્રતિમ દીક્ષા પર્યાય પાળી જૈન શાસનને દીપાવતાં ગયાં.
ચોરવાડનાં દીકરી દેવકુંવર - ૧૭ જ વર્ષની વયે થયો વિયોગ માતા-પિતાપતિનો. મોટાં દૂધીબાઈ મહાસતીજી પાસે સંસારની અસારતા સમજી લઈ, પૂજ્ય જયચંદ્રજી મહારાજની આજ્ઞા મુજબ ૨૧થીય વધુ માસક્ષમણનાં તપસ્વી સુંદરબાઈ મહાસતીજી એવં ગુણી મીઠીબાઈ મહાસતીજીના વાર્ધક્યને દીપાવવા દેવકુંવરબાઈ મહાસતીજી તરીકે ઘોષિત થયાં. કાળક્રમે શાસનના હજારો ભવિજનો વૈરાગ્યવાસિત થઈ શ્રાવકવ્રત અંગીકાર કરી ધર્મ સન્મુખ તો બન્યાં જ, ઉપરાંત વયસ્કોની અપૂર્વ સેવાના ફળે તેમને પટ્ટધર પૂજ્ય ઉજમબાઈ, મણિબાઈ, વ્રજકુંવરબાઈ, ફૂલકુંવરબાઈ, મોતીબાઈ, અંબાબાઈ ને છબલબાઈસમાં સત્ત્વસંપન્ન મહપ્રભાવશાળી સાત-સાત
- ૧૪૯ -
કીજી QR _ અને જૈન ધર્મ 9000 શિષ્યાઓ થયાં.
હેમકુંવરબાઈથી શરૂ થતાં લીંબડી સંપ્રદાયનાં શ્રમણી કલ્પદ્રુમમાં સ્મરીએ વિશ્રાંતિનો વડલો, તેજોમૂર્તિ, શાસનપ્રભાવિકા, ગુણજ્ઞ મહાશ્રમણી બા.બ્ર. પૂ. સ્વામીબા લીલાવતીબાઈ મહાસતીજીને. જરા એક દૃશ્યની કલ્પના કરીએઃ ગુરણી પૂજ્ય દિવાળીબાઈ સમીપ સંઘર્યા હોય ને રાત્રે સર્પ ડંખ દે ત્યારે અપૂર્વ નીડરતાથી કચકચાવીને પાટો બાંધીને નવકારના સ્મરણમાં નિરત થઈ જનાર શિષ્યાને સવારે ગુરણી સર્પ અને પાટાનો વૃત્તાંત પૂછે, ત્યારે જવાબ મળેઃ “આત્મા આત્માથી શા માટે ડરે ?” આ એક જ વાક્ય જૈન શાસનને નિર્ભયતાનું પ્રદાન કરે તેમ છે ! ૧૩ વર્ષની બાલી વયે તેઓને વિચાર આવ્યો કે, “કેટલું ચાલીએ તો સંસારનો અંત આવે?’ ઉત્તર મળ્યો: ‘કેટલું એની તો કેવળજ્ઞાનીને જાણ, પણ અંત આણવા એકમાત્ર વિરતિની વાટ જ નિકટ છે.’ ને ૧૮મે વર્ષે તે વાટ પકડી... તે પછીનાં ૪૭ વર્ષ પતિ તેઓએ જૈન શાસનનાં દરેક ક્ષેત્રે સુચારુ પ્રદાન કર્યું.
સ્મરણમાં લાવી વંદીએ જૂની પેઢીની પ્રતિકૃતિરૂપ, સવાસો વર્ષ પછી બોટાદ સંપ્રદાયમાં પુનઃ દીક્ષાદ્વાર ખોલનાર, આયુનાં ૮૪ વર્ષ આત્મમંદિરમાં સદૈવ જાગૃત, નૂતન-ચંપકભાગના સુવાસિત પુષ્પ, ૫૧ સાધ્વગણનાં શિરોમણિ પૂજ્ય ચંપાબાઈ મહાસતીજીને. ૪૬મા વર્ષે દીક્ષા અને ૩૮ વર્ષના દીક્ષા પર્યાયમાં ઔદાર્ય, ગાંભીર્ય અને મહાધર્યસમા ગુણોનો ત્રિરંગ ફરકાવનાર હતાં તેઓ.
શ્રી ખંભાત સંપ્રદાયનાં ઝળહળતાં સિતારા, પ્રખર વ્યાખ્યાતાં બા.બ્ર. પૂજ્યશ્રી શારદબાઈ મહાસતીજી, જેના સદુપદેશથી પ૧ દંપતીઓ ઉપરાંત અને લોહાણા ભાઈઓએ બ્રહ્મચર્ય વ્રત અંગીકાર કરી, વ્યસનોનો ત્યાગ કર્યો. જેલમાં પણ તેઓ લિખિત પુસ્તકો દ્વારા ધર્મારાધના થઈ. તેઓના વ્યાખ્યાનનાં બહાર પડેલ ૧૩ પુસ્તકોની સંખ્યા ૧૦-૧૦ હજાર હોવા છતાંય આજે અપ્રાપ્ય છે.
લીંબડી અજરામર સંપ્રદાયમાં પૂર્વે થઈ ગયેલાં વિદુષી-આર્યાજીમહાસતીજીઓની સૂચિનાં ૩૦ જેટલાં નામ તો ઊડીને આંખે વળગે તેવાં છે, જેઓએ જિન શાસનને ઉત્કૃષ્ટ પ્રદાન કર્યું હોય.
માત્ર ૨૧ વર્ષની ઉંમરે શ્રી માધવજીભાઈ પ્લેગના રોગચાળામાં આવી ગયા. ઈહલોકની યાત્રા પૂરી થવાની ઘડી-પળ-વિપળની તેઓને પૂર્વ જાણ થઈ ગઈ હતી અને તે સમયે બરવાળા ગામે મહાશિવરાત્રિના રાત્રે એક વાગે આકાશમાંથી ચાંદીનો રથ ઊતરતો અને તેઓના દેહાંત બાદ તે રથ પરત આકાશમાર્ગે ચાલ્યો જતો જોનાર
૧૫૦ ૧