Book Title: Gyandhara 17 18 Ane Jain Dharm
Author(s): Gunvant Barvalia
Publisher: Arham Spiritual Centre

View full book text
Previous | Next

Page 75
________________ રી,ચતુર્વિધ સંઘ અને જૈન ધર્મ અને પ્રાંતે મોક્ષ પણ અર્પી શકે. પ્રાણગુરુદેવની સંધિવાની બીમારીમાં ખંતસહ શુશ્રુષા કરી, શાતા ઉપજાવવાના ફળે જ જાણે વિશાળ પરિવારધારક મુક્તાબાઈ મહાસતીજી તથા ભાવયોગિની લીલમબાઈ મહાસતીજીસમા શિષ્યારત્નોનાં ગુરુણી બનવાનું સુસૌભાગ્ય સંપ્રાપ્ય થયું. ધારીનાં મંગલમૂર્તિ મુક્તાબાઈ મહાસતીજી એટલે મોટાસ્વામી, જેઓની ધર્મપ્રેરણાથી જ માણેકપુરમાં રહેતાં મહાવીરભાઈના જીવનનો રાહ બદલાયો અને વૈરાગી બની સંયમ લેતાં આજે રાષ્ટ્રસંત યુગદિવાકર પૂજ્ય ગરુદેવ નમ્રમુનિ મહારાજસાહેબરૂપે શોભી રહ્યા છે. સંઘ પર પૂજ્યવરાનું આ ઋણ સદાય રહેશે જ. સંયમનાં ૫૬ વર્ષમાં ‘અર્હમ યુવા ગ્રુપ’ અને ‘પારસધામ' બંનેની શરૂઆતનાં સાક્ષી એવાં મુક્તાબાઈને નમ્રમુનિએ પોતે મહાપ્રાણ ધ્વનિમાં માંગલિક સંભળાવી જાણે પોતાની માડીને અંતિમ વિદાય આપેલ. સરસ્વતીસુતા પૂજ્ય લીલમબાઈ મહાસતીજી એટલે જ્ઞાન ને સમતારસનો રત્નાકર, ૧૧૯ શિષ્યા-પ્રશિષ્યાઓનાં ધારક. આઠમ-પાખીએ આયંબિલ, દર સોમવારે અહોરાત્રિનું મૌન, સાંજે ગરમ ગોચરી ન વાપરવી અને વિદ્યુતની જયણા કરીને જ ગુરુપ્રાણ જન્મશતાબ્દી નિમિત્તે ૩૨ આગમસૂત્રોને અનુવાદિત કરી પ્રધાન સંપાદિકા બનવાનાં નવ વર્ષ પસાર કર્યાં, જેથી ‘અપૂર્વ શ્રુત આરાધિકા’ પદવીથી વિભૂષિત પણ કરાયાં. ૮૪ વર્ષનું આયુ અને ૬૩ વર્ષના પ્રવજ્યાકાળમાં કેવી તો સમતાની ઉપાસના કરી હશે કે અશાતાના તીવ્ર ઉદયમાં ભેદજ્ઞાન તો એવું વ્યાપ્ત કે દેહમાં થયેલી ગાંઠ અંદર જ ફૂટી જાય, ત્યારેય તેની વેદનામાં વહેવાને બદલે કર્મગાંઠ છોડવામાં જ લીન દેખાય. અરિહંતની આરાધના કરવા વહેલી સવારે ત્રણ વાગે ભક્તામર સ્તોત્ર બોલે ત્યારે વિશિષ્ટ કો' પ્રેરણાથી ગાથાના અર્થ પ્રમાણેનાં દૈવિક ચિત્રો પ્રગટ થાય, દિવસના ભાગમાં તે ચિત્રો દોરાય અને તપસમ્રાટની સાનંદ આજ્ઞાથી પછી સ્થાનકવાસી સમાજમાં સૌપ્રથમ સચિત્ર પુસ્તક તરીકે પણ બહાર પડે ! ઉપરાંત પૂજ્ય ડુંગરસિંહજી મહારાજનાં જીવન-કવનનું ‘દૃષ્ટા-દૃષ્ટિ દર્શન’ સચિત્ર પુસ્તક પણ બહાર પાડયું તેય શાસનની અપૂર્વ સેવા જ છે. નાવલી નદીને તીરે ઊછરેલ દેવીબેન સાડા અઢાર વર્ષની બાલી વયે, મોટાં દીક્ષિતભગિની પૂજ્ય લીલમબાઈસ્વામીનાં શિષ્યા બનવા થનગન્યાં અને તપસમ્રાટ ગુરુદેવ શ્રી રતિલાલજી મહારાજના શ્રીમુખે દીક્ષામંત્ર ગ્રહણ કરી બન્યાં ઉષાબાઈ મહાસતીજી, જેઓ કાળક્રમે ‘ગુરુપ્રાણ ફાઉન્ડેશન'નાં પ્રેરક બન્યાં. તેઓની જ ૧૪૭ અને જૈન ધર્મી રી ઉપસ્થિતિમાં પૂજ્ય લીલમબાઈ, પૂજ્ય ડૉ. આરતીબાઈ તથા પૂજ્ય સુબોધિકાબાઈ મહાસતીજીના સત્પુરુષાર્થ થકી આગમરત્નો પ્રકાશિત કરવાના ભગીરથ કાર્ય માટે જૈન શાસન તેઓનો સદા ઋણી રહેશે. મોંઘા પંચમહાવ્રતને માણવા માત્ર છ મહિનાના દીક્ષાપર્યાય પછી ૧૧ ઉપવાસનાં પારણાં માટે આ જ ઉષાબાઈ મહાસતીજીએ એક કઠિનતમ અભિગ્રહ ધારણ કરેલો કે, ‘કોઈ કુંવારી કન્યા, કપાળમાં કોરા કુમકુમનો ચાંદલો કરી, શ્વેત વસ્ત્રો ધારણ કરી, છુટ્ટા વાળ રાખી, જો સફેદ વસ્તુ વહોરાવે તો જ પારણું કરવું.' દેવગુરુની અસીમ કૃપા તથા તેઓના તપોબળે તે શક્ય પણ બન્યું. સૌરાષ્ટ્ર, મુંબઈ, મધ્યપ્રદેશાદિ અનેક ક્ષેત્રોમાં વિચરી શાસન પ્રભાવનાર્થે સંઘોની સ્થાપના સાથે અને મહિલામંડળ તથા યુવકમંડળો તેઓએ સ્થપાવ્યાં. સ્વયં સુદૂર સુધી ગોચરીએ જઈ અનેક ભાવિકોને ધર્મસ્થાનકમાં આવતા કર્યા અને એ રીતે જ સ્થાપ્યો રાજકોટમાં ગોંડલ રોડ (વેસ્ટ) સંઘ. ગોંડલ સંપ્રદાયનાં ‘સૂર્ય-વિજય' સાધક બેલડીનાં ગુરુ એટલે પૂજ્ય પાર્વતીબાઈ મહાસતીજી પારસમૈયા. ૨૨ શિષ્યાઓનાં ગુરુણી, રસલીનતાની મૂર્તિ, યોગાનંદનાં અવતાર. મહાભિનિષ્ક્રમણનો મંગલ મહોત્સવ અને શાસન સંદેશારૂપ તો તેઓનું સમસ્ત જીવન જ જાણે ! અમરવેલ્લીસમા અમરેલીનાં પુત્રીરત્ના સવિતાબેન અર્થાત્ ગોંડલ સંપ્રદાયના સપ્તમ આચાર્ય ભગવંત પૂજ્ય પુરુષોત્તમજી મહારાજસાહેબના સ્વહસ્તે પ્રવ્રજ્યા પામનાર સાધકબેલડી ‘સૂર્ય-વિજય’માંના સૂર્ય એટલે કે ‘ગુજરાતનાં સિંહણ‘ અથવા મોટાં ભગવાન સવિતાબાઈ મહાસતીજી તથા નાનાં ભગવાન વિજયાબાઈસ્વામી ! તેઓને કંઠસ્થ હતાં ૧૬ શાસ્ત્રો અને ૫૧ થોકડા ઉપરાંત ૫૦૦ શ્લોકો. તલસ્પર્શી જ્ઞાન હતું ૩૨ આગમોનું. રાજકોટ ભક્તિ નગર ઉપાશ્રય વિસ્તારમાં વસતિ પણ ઓછી ને વનવગડા જેવું પરિસર હતું, ત્યારે તે સ્થાનકને મોટું કરાવી ઉપવન જેવું રળિયામણું કરનાર, સત્સંગથી ભાવિકો વધારનાર, જૈન શાળા શરૂ કરાવનાર, ગ્રંથાલયનાં પુસ્તકોનું પ્રતિલેખન કરનાર હતાં તેઓ. અધ્યાત્મકેસરી આનંદઘન યોગીરાજ ગુરુદેવ પૂજ્ય જશરાજજી મહારાજ સ્વયં જેઓના કાળધર્મ પામ્યા પછી ગુણપ્રશસ્તિ કરે, તેવાં પૂજ્ય લતાબાઈસ્વામી એટલે પૂજ્ય ‘સૂર્ય-વિજય’ મહાસતીજીનાં શિષ્યા. ૪૪ વર્ષના સાધકજીવનમાં એવા તો તૈયાર થયાં કે અનેક જીવોને ધર્માભિમુખ બનાવ્યા. કૅન્સર જેવી અસાધ્ય બીમારીને ૧૪૮

Loading...

Page Navigation
1 ... 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117