________________
ચતુર્વિધ સંઘ અને જૈન ધર્મ
છે આત્મસાધનાનાં અભૂતપૂર્વ દર્શન કરી શ્રી જૈન શાસન ધન્ય બન્યું છે.
સરળસ્વભાવી પૂજ્ય વેલબાઈ મહાસતીજીનાં તેઓ બા મહાસતીજી અને સાધ્વી સંઘ શિરોમણિ પૂજ્ય માનકુંવરબાઈનાં તેઓ નાનીજી મહાસતીજી હતાં. આજથી ૨૭૩ વર્ષ પૂર્વે પૂજય વેલબાઈની રત્નકુથિએ જન્મ ધરનાર પૂજય માનકુંવરબાઈ ૧૪મે વર્ષે દીક્ષા લઈ પોતાના મામા મહારાજ પૂજ્ય શ્રી ડુંગરસિંહજી મહારાજ સમીપે સુદીર્ઘકાલ પર્યત શાસ્ત્રાભ્યાસ કરી ૯૪ વર્ષની ઉંમરે સાત પ્રહરનો સંથારો કરી દેહથી દિગંત થયાં. તેઓની ઉજ્વળ પરંપરા આજે ગોંડલ ગચ્છની ગરિમા વધારતાં વિસ્તરી રહી છે.
સહનશીલતાનાં જીવંત પ્રતીકસમાં પૂજ્ય ગંગાબાઈ મહાસતીજી એટલે આઘપ્રવર્તિની શ્રી માનકુંવરબાઈ મહાસતીજીનાં જ પ્રજ્ઞાધારક અને પ્રવર્તિની શિખ્યા. એકદા માણાવદર ગામના ત્રણ-ચાર યુવાનો દુષ્ટ આશયથી ઉપાશ્રય આસપાસ ફરતા હતા. તે જોઈ તેઓ અંશમાત્ર વિચલિત થયા વગર ધ્યાનશીલ બની ગયાં અને સવારે ધ્યાન પૂર્ણ કર્યું ત્યાં સુધી પેલી યુવાન ટોળકીના પગ સઉન્ડ થઈ ગયેલા તે ગ્રામનોએ સવારે જોયું. તેઓની ભાવવિશુદ્ધિ કરાવી, ભીષ્મપ્રતિજ્ઞા લેવડાવી કે હવે પછી શાસનનાં કોઈ પણ મહાસતીજીઓને બૂરી નજરથી જોશે નહીં. દીપાવલીના દિને સમાધિપૂર્વક દેહત્યાગ કરનાર તેઓના અત્માને ત્રિકાળ વંદન.
સૌરાષ્ટ્રના કાલાવડ (શીતલા) ગામને ઉજવલતા પ્રદાન કરનાર હતાં પૂજ્ય ઉજમબાઈ મહાસતીજી. ૧૭મા વર્ષે વૈધવ્યના દુઃખને સહન કરતાં એવાં તેઓ માટે જ જાણે તેજોમૂર્તિ પૂજ્ય જયચંદ્રજી મહારાજનું ચાતુર્માસ કાલાવડમાં થયું. તેઓ સમીપે વૈરાગ્યબીજ અંકુરિત થયું અને યુગપ્રધાન તપસ્વી પૂજ્ય માણેકચંદ્રજી મહારાજ પાસે દીક્ષિત થઈ જૈનેતરોમાં પણ જિનવાણીનો પ્રચાર કર્યો. ૪૫ વર્ષનો દીક્ષાપર્યાય પાળી સૌરાષ્ટ્રકેસરી પૂજ્ય પ્રાણગુરુદેવ પાસે આલોચના લઈ, અંતિમ આરાધના કરી, “મહાવીર' શબ્દના ઉચ્ચારણ સાથે ઉચ્ચ ગતિએ વિહરી ગયાં.
તેઓના ફક્ત ૨૨ દિવસના પરિચયમાં જ પ્રભાવિત થઈને માત્ર ૧૫ વર્ષીય પ્રભાબેને જ્યારે દીક્ષા લીધી ત્યારે ગુરુદેવ પંડિતજીએ રોકીને પ્રભાબાઈ મહાસતીજીને આગમો તથા અનેક સંસ્કૃત શાસ્ત્રોનો અભ્યાસ કરાવી ૪૬ વર્ષના દીક્ષાપર્યાયમાં અનેક રીતિએ શાસનપ્રભાવના કરી શકે તે માટે તૈયાર કર્યા.
જે સમયમાં યુગપ્રધાન તપસ્વી પૂજ્ય જય-માણેક ગુરુદેવ ગ્રામાનુગ્રામ વિહરતા હતા, તેવા વિ.સં. ૧૮૪૧માં માંગરોળ શ્રી સંઘમાં ત્રણ બહેનોની દીક્ષા
- ૧૪૫ -
@ @@ @@A અને જૈન ધર્મ થઈ, તેમાંનાં સૌથી નાનાં માત્ર ૨૧ વર્ષનાં હતાં બા.બ્ર. પૂજ્ય મણિબાઈ મહાસતીજી, જેમણે માંગરોળના નવાબસાહેબ હુસૈનમિયાને પણ દીક્ષાના સમર્થનમાં નીડર ઉત્તરો આપી પ્રસન્ન કરેલ, જેથી ફકીરી લેવા માટે તેઓએ ઘણી સહાય પણ કરેલ.
વડાલ-સોરઠમાં રહેતા ગાંધીવાદી ભવાનભાઈ મહાત્મા ગાંધીજીને વાત કરવા જાય કે, ‘મારી બહેનને દીક્ષાના ભાવ છે, પણ અમે ના પાડીએ છીએ,’ ત્યારે ગાંધીજી પોતે સમજાવે કે, ‘ભાઈ, જૈન ધર્મની દીક્ષા ખૂબ સારી હોય છે. ત્યાં ચારિત્રની વાડ ખૂબ મજબૂત હોય છે, માટે ભલે ને દીક્ષા લે. તમો ના ન પાડો.” આમ જેઓની દીક્ષાની રજા આપણા રાષ્ટ્રપિતાએ સ્વયં લઈ આપી હોય, તેવાં પૂજ્ય અમૃતબાઈ મહાસતીજીએ ૫૫ (પંચાવન) વર્ષના દીક્ષાપર્યાયમાં શાસનને ઉજજવળ કરી દેખાડ્યું.
સન ૧૯૫૨માં લીંબડી સંપ્રદાયની દીકરી ગોંડલ સંપ્રદાયમાં દીક્ષા લેવાની હિંમત કરી શકે? જી હા, એ હતાં સૌનાં આદરપ્રાપ્ત “બાપજી', પૂજ્ય મોતીબાઈ મહાસતીજીના શિષ્યા લલિતાબાઈ મહાસતીજી.
ગુરુદેવ શ્રી પ્રાણલાલજી મહારાજના કૃપાશિષથી જેની જીહુવા પર દેવી સરસ્વતી વાસ કરતાં, તેવાં સાધ્વી શ્રેષ્ઠા પૂ. બાપજીની પ્રેરણાથી જ વિલે પાર્લેમુંબઈમાં ‘વૈયાવચ્ચ કેન્દ્ર’નું બીજારોપણ થયું. કન્યાશિબિરો, જ્ઞાનસત્રોનાં આયોજનો, ‘કલ્પતરુ સાધના કેન્દ્ર’, ‘શ્રી પ્રાણગુરુ જૈન સેંટર'ની સ્થાપના આદિના મૂળરૂપ એવાં તેઓની શ્રુતસંપદા પણ પ્રશસ્તિ પામી છે. ચાર જુલાઈ, ૨૦૧૨ના દિને પૂજ્ય ગુરૂદેવ નમ્રમુનિએ સ્વયં ઠેઠ ચેન્નઈથી લાઈવ ટેલિકાસ્ટ દ્વારા જેઓને અંતિમ નિર્ધામણા કરાવી તેવાં બાપજીની સ્મૃતિમાં દેવલાલીમાં ‘અધ્યાત્મ તીર્થ’ નિર્માણ થાય, તે શ્રમણીજગત માટે નાનીસૂની ઘટના ન જ કહેવાય!
ગોંડલ ગચ્છમાં શ્રી ભગવતી સૂત્ર આધારિત થોકડાઓ જે નામે પ્રકાશિત થયા, તે ‘ફૂલ-આમ્ર સ્તોકાલય’ એટલે જ સાધ્વીજી શ્રી ફુલકુંવરબાઈ તથા શ્રી અંબાબાઈ મહાસતીજી. તેજોમૂર્તિ ફૂલકુંવરબાઈમાં તો અનાસક્તિ ગુણ એટલો પ્રબળ હતો કે તેમણે શિષ્યો ન કરવાની જ પ્રતિજ્ઞા લીધી હતી. સૌમ્યમૂર્તિ પૂજ્ય અંબાબાઈ મહાસતીજી એટલે દાદાગુરુ ડુંગરસિંહજી મહારાજશ્રી તથા પૂજ્ય હીર-વેલમાનકુંવરબાઈ મહાસતીજીની પરંપરાનાં એવાં શ્રમણી, જેઓ માનતાં કે દુઃખના ડુંગરાથી હારી ન જવાય, કારણકે દુઃખમાં જે ધર્મ આરાધાય, તે જ સાચી શાંતિ
૧૪૬