________________
હોચતુર્વિધ સંઘ અને જૈન ધર્મ 90 મહાન આચાર્ય યાકિની મહત્તરાસુનૂ શ્રી હરિભદ્રસૂરીશ્વરજી તરીકે ! યાકિની મહત્તરા શ્રમણીજીએ સકલ શ્રી જૈન શાસન પર કરેલ આ ઉપકાર યુગો પર્યત અવિસ્મરણીય રહેશે.
એ પછી નજર ઠરે છે વિક્રમની ૧૨મી સદી પર. ખંભાતમાં રહેતા એક દાદાજી આઠ વર્ષની પૌત્રી પદ્માને લઈ ખેડા જિલ્લાના માતર ગામે ધર્મમૂર્તિ શ્રી મુનિરાજજીના વંદનાર્થે આવેલ. ઉપાશ્રયમાં મુનિમહારાજે સામુદ્રિક લક્ષણો જાણી લઈ દાદાજીને કહ્યું: તમારા કુળનું આ રતન શાસનને સોંપી દો - તે મહાન વિભૂતિ બની મોટું પ્રદાન કરશે. ઘડિયાં લગ્ન લેવાય તેમ દાદજીએ તો ‘તહત્તિ' કહી ત્વરિત દીક્ષા અપાવી અને તેઓ સાધ્વીજી પદ્મશ્રીજી તરીકે નૂતન નામ પામ્યાં. આઠ વર્ષની ઉંમરે દીક્ષા અને ૨૮ જ વર્ષની વયે તો કાળધર્મ પામનાર આ મહામેધાવી શ્રમણીજીના અંત સમયે હતા ૭૦૦ શિષ્યો ! આજે પણ આ અદ્ભુત પ્રદાનની
સ્મૃતિમાં માતરતીર્થના જિનાલયના ગભારામાં સાધ્વીજી પદ્મશ્રીજી પ્રતિમાજીરૂપે બિરાજમાન છે, જે જૈન શાસનમાં અચ્છેરું છે !
| વિક્રમની ૧૩મી સદીમાં સિરિમા મહત્તરા સાધ્વીજીએ પ્રચલિત લોકગીતની ભાષા મારૂ ગુર્જરમાં ‘શ્રી જિનપતિસૂરિ વધામણાં ગીત’ રચીને શ્રમણીજીઓના સાહિત્યસર્જનનો માર્ગ જાણે ખુલ્લો મૂક્યો.
વિક્રમ સંવત ૧૪૪૫માં મહત્તરા સાધ્વી મહિમાશ્રીજીએ ‘ઉપદેશ ચિંતામણિ અવચૂરિ' રચી, જેનો ઉલ્લેખ અચલગચ્છાચાર્યશ્રી “મેરૂતુંગસૂરિજી રાસ’માં પણ થયેલો છે. વળી આ જ અરસામાં પ્રવર્તિની મેરુલક્ષ્મીજી સાધ્વીજીએ પ્રૌઢાવસ્થામાંય છંદ વૈવિધ્યભરી બે અનુમપ કૃતિ રચેલ, જે ‘તારંગામંડન અજિતનાથ' તથા આદિનાથ સ્તવન” તરીકે આજય સુપ્રાપ્ય છે.
સંવત ૧૪૭૭માં ખરતરગચ્છના આચાર્ય શ્રી જિનચંદ્રસૂરિજી સમુદાયના શ્રી ગુણસમૃદ્ધિ મહત્તરાએ પ્રાકૃતમાં રચેલ ૫૦૩ પઘ સહિત ‘અંજણાસુંદરી ચરિયં'ની પ્રાત રચના જેસલમેરમાં કરી. ૫૪૧ વર્ષ પૂર્વે રચાયેલ તે પ્રતને જ્યારે જેસલમેરના ગ્રંથભંડારમાં જોઈ ત્યારે મારા રૂંવાડાં ઊભાં થઈ ગયેલાં. વિક્રમ સંવત ૧૪૯૨માં આ જ સમુદાયનાં શ્રી જયમાલાજીએ રચેલ ‘ચંદ્રપ્રભ સ્તવન' તથા શ્રી નિચન્દ્રસૂરિ ગીત’ની હસ્તપ્રતો બિકાનેરના ગ્રંથભંડારમાં અઘપિ સચવાઈ છે.
૧૫મી સદીના ઉત્તરાર્ધમાં તપાગચ્છ આચાર્ય જિનકીર્તિસૂરિજીનાં આજ્ઞાનુવર્તિની પૂજ્ય રાજલક્ષમીશ્રીજીએ ‘શિવસુલાગણિની-વિજ્ઞપ્તિ' રચીને જૈન
#– અને જૈન ધર્મ છીછરછી) સાહિત્યની અનુપમ સેવા કરી છે.
૧૬મી સદીમાં આગમગચ્છીય આચાર્ય હેમરત્નસૂરિજીના કાવ્યપ્રવીણ વિનયચૂલાગણિનીજીએ લખેલ ફાગુ કાવ્યોમાં જૈન શાસનની સુંદર પ્રશસ્તિ છે. એ કાળે ૧૪ છંદોનો પ્રયોગ કરી “શ્રીચંદ્ર ચરિત્ર' રચનાર વિદુષી સાધ્વીજી પદ્મશ્રી, મહાકવિ પુષ્પદંતરચિત ‘જહર ચરિલ’ અને ‘યશોધર ચરિત’ અપભ્રંશીય ચરિત કાવ્યો પર સંસ્કૃતમાં ટિપ્પણી રચનારા આર્થિક રણમતિશ્રીજી અને આ જ સદીના મધ્યકાળમાં વિચરેલ આર્યારત્નમતિશ્રીજી, જેમણે “સમ્યકૃત્વ કૌમુદી’ સંસ્કૃત ગ્રંથનો ગુજરાતીમાં અનુવાદ કર્યો, તેઓને કેમ વિસરાય? માત્ર ૧૮ વર્ષે દીક્ષા લઈ પછી પ્રવર્તિની થનાર સાધ્વી શ્રી હેમસિદ્ધિજીએ સંવત ૧૬૬૨માં મલ્હારરાગ ને ૧૮ પદ્યમાં “સોમસિદ્ધિનિર્વાણ ગીતમ્' ઉપરાંત ‘લાવણ્યસિદ્ધિપહુતણી ગીતની રચના કરી, જેની મૂળ હસ્તપ્રત આજે ‘અભય જૈન ગ્રંથાલય’ બિકાનેરમાં છે.
૧૭મી સદીમાં વડતપાગચ્છનાં હેમશ્રી નામક વિદુષી સાધ્વીરત્નાએ ૩૬૭ કડીના ‘કનકાવતી આખ્યાન'ની અભૂતપૂર્વ રચના કરી, જેની હસ્તપ્રત પાટણ - ફોફલિયાવાડાના શેઠ હાલાભાઈ મગનભાઈના ગ્રંથભંડારમાં ઉપલબ્ધ છે. અચલ ગચ્છ નાં સાધ્વી શ્રેષ્ઠ વિવેકસિદ્ધિજી, વિમલશ્રીજી, વિદ્યાસિદ્ધિજી, ગુણશ્રીજીએ રચેલ ‘ઉપાધ્યાય મેઘસાગર ગહુલી, ‘જિનરાજસૂરિ ગીત', ‘ગુરુગુણ ચોવીસી’, ‘પ્રતાપબાબુસિંહ રાસ' આદિ રચનાઓ સાહિત્ય ક્ષેત્રે પ્રશંસનીય છે. એવાં જ એક ખરતરગચ્છનાં સાધ્વી શ્રીજી વિચક્ષણાશ્રીજીની નોંધ પણ મધ્યકાલીન જૈન ઈતિહાસે લીધી છે, જેઓએ માત્ર ૧૨ વર્ષની વયે પ્રવજ્યા સ્વીકારી અનેક શિષ્યાઓનાં ગુણી બની અપ્રતિમ શાસનસેવા કરી.
૨૦મી સદીમાં પૂજ્ય પાર્વતીશ્રીજી નામનાં વિદુષી સાધ્વીજીએ રચેલી ચાર અદ્ભુત કૃતિઓ ‘વૃત્તમંડલી’, ‘અજિતસેનકુમાર ઢાળ’, ‘સુમતિચરિત્ર' તથા ‘અરિદમન ચોપાઈ'માંથી પસાર થઈએ, એટલે ટાઢક વળે કે પ્રતિભાવંત શ્રમણી ભગવતીજીઓ આપણા સમયમાં પણ થયાં છે અને તેમની શ્રુતસાધનાની નિષ્ઠા પણ શત-સહસ્ત્ર નમન કરવા યોગ્ય જ છે.
- હવે સંભારવાયોગ્ય છે વાગડ સમુદાયનાં સાધ્વીજીશ્રી અનુપમાશ્રીજી, જેઓની પાલિતાણાના હસ્તગિરિ સમીપની અગ્નિસંસ્કાર ભૂમિમાંથી આજે પણ રાત્રિની નીરવતામાં શ્રી નમસ્કાર મહામંત્રનો નાદ સંભળાય છે... તેનું કારણ છે : તેમણે આત્મભાવે ગણેલા ૪૫ કરોડ નવકાર મહામંત્રો ! વિશ્વશાંતિ અર્થે કરેલ
૧૪૨
૧૪૧