________________
ચતુર્વિધ સંઘ અને જૈન ધર્મ છે દ રેક ૧) આચાર્ય સુશીલમુનિ ૨) મુનિ શ્રી સંતબાલજી ૩) ઉપાધ્યાય અમરમુનિ ૪) સોનગઢસ્થિત કાનજીસ્વામી ૫) પેટરબારસ્થિત જયંતમુનિ
આચાર્ય સુશીલમુનિ અમેરિકા ગયા. અમેરિકામાં ન્યૂ જર્સી સ્ટેટમાં ૧૦૮ એકરમાં સિદ્ધાચલમ નામના આશ્રમની સ્થાપના કરી જે અમેરિકાસ્થિત જૈનો માટે એક યાત્રાધામ બન્યું.
મુનિ શ્રી સંતબાલજીએ ચીંચણમાં આશ્રમની સ્થાપના કરી. નળકાંઠા ભાલપ્રદેશમાં સેવાયજ્ઞ આરંભ્યો. સામાન્ય રીતે જૈન સાધુઓ શિક્ષણ, આરોગ્ય અને સેવાના ક્ષેત્રને સ્પર્ધો નથી હોતા.
ઉપાધ્યાય અમરમુનિની પ્રેરણાથી ચંદનાશ્રી સાધ્વીજી એ રાજગૃહીમાં ‘વિરાયતન’ નામની સંસ્થાની સ્થાપના કરી. શિક્ષણ ક્ષેત્રે અને આરોગ્ય ક્ષેત્રે ખૂબ જ કામ કર્યું. રાજગૃહીમાં હૉસ્પિટલ સ્થાપી કે જેમાં ગરીબો માટે નિઃશુલ્ક કે ખૂબ જ ઓછી કિંમતમાં સારામાં સારી આરોગ્યની સારવાર મળી શકે. કચ્છમાં કૉલેજની સ્થાપના કરી. એમની દૃષ્ટિએ સાધુ નિષ્ક્રિય નહીં, પણ નિષ્કામ હોવો જોઈએ.
કાનજીસ્વામીએ સોનગઢમાં આશ્રમની સ્થાપના કરી. ગુજરાતમાં દિગંબર સંપ્રદાયનો પ્રવેશ અપેક્ષાએ નહિવત્ હતો. કાનજીસ્વામીએ નિશ્ચયનય પર ભાર મૂકી દિગંબર ગ્રંથો પર પ્રવચનો આપ્યાં, પરિણામે ગુજરાતમાં દિગંબર મત પ્રત્યે આસ્થા ધરાવતો એક શ્રાવક વર્ગ ઊભો થયો.
મૂળ સૌરાષ્ટ્રના પણ પેટરબારસ્થિત આત્મસાધક પૂજ્ય શ્રી જયંતમુનિએ પેટરબારમાં આંખની હૉસ્પિટલની સ્થાપના કરી. સ્થાનિક જરૂરતમંદ પ્રજા માટે આંખની સારવાર નિઃશુલ્ક રાખી. પરિણામે એમનો એક મોટો ચાહક વર્ગ ઊભો થયો. એમણે આત્મસાધનાને કેન્દ્રમાં રાખી ઘણાં પુસ્તકો પણ લખ્યાં છે.
સ્થાનકવાસી સંપ્રદાયના સ્થાપક વીર લોકશા અને કડવાશા હતા. એમણે મૂર્તિપૂજાનો સ્વીકાર ન કર્યો, પરંતુ મૂર્તિના અવલંબનને સ્વીકાર્યું. સંપ્રદાયના શરૂઆતનાં વર્ષોમાં લોકશા ગચ્છના ઉપાશ્રયમાં તીર્થંકર પ્રભુની મૂર્તિ રહેતી હતી. મૂળ સ્થાનકવાસી સાધુઓ સુશીલમુનિ, સંતબાલજી, ઉપાધ્યાય અમરમુનિ, કાનજીસ્વામી અને જયંતમુનિએ સંપ્રદાયનો ત્યાગ કરી ક્રાંતિકારી પગલાં ભર્યાં.
૧૩૭ -
શ્રી કચ્છી – અને જૈન ધર્મ
છે નમ્રમુનિએ સંપ્રદાયમાં રહી ક્રાંતિકારી પગલાં ભર્યા છે. ખીણની ધાર પર ચાલવા જેવું કઠિન કામ છે. એમણે જિનબિંબનો સ્વીકાર કર્યો, દ્રવ્યપૂજાનો નહીં. નમ્રમુનિએ નાભિમાંથી ઉવસગ્ગહરં સ્તોત્રનું વિશિષ્ટ રીતે ઉચ્ચારણ કરી ઉધ્વસગ્ગહરં સ્તોત્રને સ્થાનકવાસી સમાજમાં પ્રચલિત કર્યો, વ્યાપક કર્યો. મારી દષ્ટિએ એમનું મોટામાં મોટું પ્રદાન એટલે Look and Learn સંસ્કારધામ. નાનાં બાળકોના મનમાં જૈન ધર્મના સંસ્કારો ચૂંટાય, જીવનશૈલી સાત્ત્વિક બને એ માટે નમ્રમુનિની પ્રેરણાથી દેશ અને વિદેશમાં ૧૦૦થી વધારે Look and Learn નામનાં સંસ્કાર કેન્દ્રો ખૂલ્યાં છે. મારી દૃષ્ટિએ કોઈ પણ જૈન સાધુએ અત્યાર સુધીના જૈન ધર્મના ઇતિહાસમાં આવું પગલું ભર્યું નથી. મોટી ઉંમરના જૈન શ્રાવકોને પ્રવચનોની એટલી જરૂર નથી જેટલી નાનાં બાળકોને છે. દેશ અને કાળ ખૂબ જ વિપરીત છે. આવા કપરા સમયમાં બાળકોના મનમાં જૈન ધર્મના, માનવતાના સંસ્કારો અને સદ્ગુણો ખીલશે તો એ મોટામાં મોટી સેવા છે.
એમની પ્રેરણાથી સુખી જૈન કુટુંબનાં નવયુવાન અને નવયુવતીઓ દ્વારા ‘અઈમ યુવા સેવા ગ્રુપ” શરૂ થયું કે જે નોટબુક વિતરણ આદિ સમાજોપયોગી પ્રવૃત્તિ કરે છે એ પ્રશંસનીય છે. આ જ ગુપ દ્વારા “અમ આહાર’ નામની વ્યવસ્થા ચાલે છે કે જેમાં દરરોજ જ્ઞાતિના ભેદભાવ વિના ભૂખ્યા જનોને ફૂડપૅકેટ આપવામાં આવે છે. ઘાટકોપર અને કાંદિવલીમાં આ સેવા ચાલે છે. ડાયાલિસિસ કે જે ખૂબ જ મોડ્યું છે એને માટે રાહતના દરે ને જરૂર હોય તો નિઃશુલ્ક વ્યવસ્થા પણ એમની પ્રેરણાથી થઈ રહી છે. છ જણા બેસી શકે અને જેમાં બધા ધર્મોના મંત્રો ગૂંજતા હોય એવી શબવાહિની કે જેનું નામ ‘પરમયાત્રા' રાખ્યું છે એ પણ એમની પ્રેરણાથી શરૂ થઈ છે. એમણે આત્મસાધના, સેવા અને સમાજોપયોગી પ્રવૃત્તિઓ સરળતાથી થઈ શકે એ માટે પારસધામ, પાવનધામ અને પરમધામનું નિર્માણ કર્યું છે. મૉડર્ન ટેક્નૉલૉજીનો ઉપયોગ કર્યો છે જેથી ભગવાન મહાવીરથી શરૂ થયેલી આ ૨૫૦૦ વર્ષની પરંપરા આવા કપરા સમયમાં પણ ટકી રહે, વિકસી રહે અને સલામત રહે, સમૃદ્ધ બને. એમનું પણ બહુ મોટું પ્રદાન છે. એ માટે ધર્મને નામે વૈષ્ણવ પરંપરામાં કેવું સુંદર આયોજન થયું છે !
| ક્રિશ્ચિયન ધર્મ પર પણ જૈનાચાર્યોને કારણે ખૂબ જ પ્રભાવ પડયો હતો. જિસસે પેલેસ્ટાઈનમાં ૪૦ દિવસના ઉપવાસ કર્યા હતા એવો ઉલ્લેખ મળે છે. જર્મન વિદ્વાન જાજક્સના મતે પાલિતાણાનું અપભ્રંશ પેલેસ્ટાઈટન છે. જિસસે
૧૩૮