________________
રટરટેજ ચતુર્વિધ સંઘ અને જૈન ધર્મ પ્રદજીક
૧) શાસ્ત્રજ્ઞ
વર્તમાન ઉપલબ્ધ શ્રુતનો જાણકાર
જિનેશ્વરનાં વચનનો જાણકાર. ૨) ધર્મકથી
સારો વક્તા દા.ત. નંદિણમુનિ ૩) વાદી (તર્કશાસ્ત્રમાં નિપુણ) દા. ત. મલ્લવાદી ૪) જ્યોતિષ
દા. ત. ભદ્રબાહુ ૫) તપસ્વી ૬) મંત્ર વિદ્યાનો જાણકાર દા. ત. વજસ્વામી ૭) રસાયણશાસ્ત્રી
દા. ત. કાલકમુનિ (પારામાંથી સોનું બનાવનાર) ૮) કવિ
દા.ત. સિદ્ધસેન દિવાકર જેમને માત્ર આત્મસાધના જ કરવી છે એવા તપસ્વી પોતાનામાં જ મસ્ત રહે એ અલગ વાત છે. એવા તપસ્વી પણ શાસનપ્રભાવક છે જ, પરંતુ ૨૫૦૦ વર્ષથી ચાલતી આ જૈન પરંપરાને, સંઘવ્યવસ્થાને જો જાળવવી હોય, વિકસાવવી હોય, એનું રક્ષણ કરવું હોય તો ઉપાધ્યાયજીએ વર્ણવેલ શાસનપ્રભાવકો તરીકે સાધુઓએ કાર્ય કરવું જ પડે છે.
જૈન પરંપરાને સલામત રાખવા આચાર્યોએ અને મુનિભગવંતોએ પોતાની આત્મસાધનાની સાથે બે પ્રકારનાં કાર્યો કર્યા છે: ૧) રાજયકર્તાઓ સાથે સંબંધ કેળવી ચતુર્વિધ સંઘની રક્ષા કરી છે, ચતુર્વિધ
સંઘની વ્યવસ્થાને વિકસાવી છે અને મજબૂત બનાવી છે ૨) શ્રાવકોના હૃદયમાં ભગવાન મહાવીરની વાણીને ઘૂંટાવીને શ્રાવકોને એવી પ્રેરણા આપી કે પરિણામે શ્રાવકોએ જીવદયાનાં કાર્યો એ જૈન ધર્મની આરાધનાનો એક ભાગ છે એ રીતે જીવદયાનાં કાર્યોને પોતાના જીવનમાં વણી લીધાં. દા.ત. કીડીને કીડિયારું પૂરવું, કબૂતરને ચણ નાખવા, કૂતરાને રોટલા નાખવા, પાંજરાપોળો ઊભી કરવી અને એને સારી રીતે ચલાવવી. જૈનો દૂધાળા પશુઓ રાખતા નથી છતાં પણ આજે ૭૫% ઉપરની પાંજરાપોળોનો વહીવટ અને એમને નિભાવવાનું કામ જૈન શ્રાવકો કરે છે.
જીવદયા અને અહિંસાના સંસ્કારો આચાર્યોએ અને મુનિભગવંતોએ જૈન
ક00 _ અને જૈન ધર્મ
થી જ શ્રાવકોના મનમાં એવા ઘૂંટ્યા કે કુદરતી આફતો જેવી કે દુષ્કાળ, પૂરની પરિસ્થિતિ, ધરતીકંપ આદિ માટે જૈન શ્રાવકો છૂટે હાથે લક્ષ્મી વાપરતા હતા અને આજે પણ વાપરે છે. શેઠ જગડુશાનું જ્વલંત ઉદાહરણ આપણી સામે છે. મોગલોના જમાનામાં નવાબો કે સુબાઓને જૈન શ્રેષ્ઠીઓએ આર્થિક મદદ કરી છે, પરિણામે જૈન ચતુર્વિધ સંઘ પ્રત્યે મુસ્લિમ શાસકોનો અને મુસ્લિમ સૈનિકોનો અભિગમ હકારાત્મક રહ્યો હતો.
આચાર્યોના અને મુનિભગવંતોના બોધને કારણે એ જમાનમાં મોટા ભાગના જૈન શ્રાવકો સદાચારી હતા. ટંટા-ફિસાદ, ઝઘડા-મારામારી આદિથી હજારો ગાઉ દૂર એવી સાદી, સંસ્કારી અને અહિંસક જીવનશૈલી હતી. સમાજોપયોગી કાર્યોમાં લક્ષ્મીનો સદ્ધપયોગ કરતા હતા. ગોળ અંધારામાં ખાઈએ તોપણ મીઠો લાગે એવી વૃત્તિને કારણે દેખાડાનો અભાવ હતો, પરિણામે અન્ય જ્ઞાતિજનો પર જૈનોની એક ઉમદા સમાજ તરીકેની છાપ હતી. આજથી લગભગ ૧૦૦ વર્ષ પહેલાં આપણા જૈનોએ જામનગરથી વહાણોમાં બેસી આફ્રિકા પહોંચી ત્યાંનાં જંગલોમાં હાટડીઓ ખોલી. પરદેશમાં પણ પોતાની રીતરસમ જાળવી, જૈન સંસ્કારો જાળવ્યા. એમની ત્રીજી પેઢી આજે મર્સિડીઝમાં ફરે છે એ અલગ વાત છે. આફ્રિકામાં બે પાંદડે થયા પછી જૈનોએ ત્યાં સુવિધાઓ જન્માવી. દા.ત. શાળાઓ અને હૉસ્પિટલો ખોલી. બગીચાઓ બનાવ્યા આદિ... આપણે જૈનો આર્થિક સમૃદ્ધિને કારણે નહીં, પણ મૂલ્યનિષ્ઠ વ્યવહાર, ચારિત્ર અને ગુણોને કારણે મહાજન કહેવાણા. આના મૂળમાં જૈન સાધુઓનો ઉપદેશ હતો.
આજના આ યુગમાં જૈન ચતુર્વિધ સંઘની વ્યવસ્થા ટકી રહે. વિકસી રહે એ માટે આચાર્યોને શિરે બહુ મોટી જવાબદારી છે. તીર્થોની, જ્ઞાનભંડારોની, ચતુર્વિધ સંઘની રક્ષા થતી રહે, વદ્ધિ થતી રહે અને જૈન પરંપરા નિર્વિદને ચાલતી રહે એ માટે આચાર્યોએ મંત્રોના અવલંબન લેવાં પડતાં હોય છે. આચાર્યો શાંતિમંત્ર, પષ્ટિમંત્ર, વશીકરણ મંત્ર આદિના જાણકાર હોય છે. આ મંત્રનો ઉપયોગ આચાર્યો સ્વહિત માટે ક્યારેય કરતા નથી. સંઘની રક્ષા, સુખાકારી અને સમૃદ્ધિ માટે જ આચાર્યો ગુરુ પરંપરાથી પ્રાપ્ત થયેલા મંત્રોનો ઉપયોગ કરે છે. આ મંત્રોના ઉપયોગની પાછળ આચાર્યોના આશય શુભ હોય છે. કોઈને પણ હાનિ થાય એવા મંત્રોનો ઉપયોગ આચાર્યો કરતા નથી.
જૈન ધર્મમાં આચાર્ય ભદ્રબાહુને મંત્રવિજ્ઞાનના આદ્યપ્રણેતા તરીકે સ્વીકારી શકીએ. ઉવસગ્ગહરં સ્તોત્ર એમના તરફથી જૈન સંઘને મળેલી અણમોલ ભેટ છે.
૧૩૪
૧૩૩ -