________________
છ00 ચતુર્વિધ સંઘ અને જૈન ધર્મ છે જ નાનો જૈન ધર્મ ટકી રહ્યો છે, એનો આ પાયો છે.
મહાકવિ હમીરજીની પ્રેરણાથી મહારાવ લખપતજીએ ભૂજમાં વ્રજ ભાષા પાઠશાળા સ્થાપી હતી. શરૂઆતના સમયમાં કુશળ પરંપરાના વિદ્વાન જૈન યતિઓ જ આ પાઠશાળાના આચાર્યો તરીકે હતા. મહારાવ લખપતજીએ શરૂ કરેલી આ પાઠશાળા સાહિત્યકારોમાં એટલી પ્રખ્યાત હતી કે કહેવત પડી હતી કે, “પંડિત થવું હોય તો કાશી જાવ અને કવિ થવું હોય તો ભૂજ જાવ.” શરૂઆતના સમયમાં આ પાઠશાળાના આચાર્યો જૈન યતિઓ જ હતા.
ગુજરાતમાં અપેક્ષાએ શાકાહારનું પ્રમાણ વધારે છે. ઝઘડા, મારામારી કે ખૂનામરકીનું પ્રમાણ અપક્ષાએ ઘણું ઓછું છે. એના મૂળમાં છે કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય.
પાટણના મહારાજા સિદ્ધરાજ જયસિંહના ભત્રીજા કુમારપાળ લગભગ ૨૫ વર્ષ સુધી સિદ્ધરાજ જયસિંહના મારાઓથી પોતાનો જીવ બચાવવા ભાગતા ફરતા હતા. કુમારપાળની લલાટરેખા જોઈને હેમચંદ્રાચાર્ય જાણી ગયા હતા કે ભવિષ્યમાં કુમારપાળ પાટણના રાજા બનવાના છે. કુમારપાળને પૂરતો સહકાર આપવા એમણે જૈન શ્રાવકોને સૂચના આપી હતી. હેમચંદ્રાચાર્યના શબ્દ પર જૈન શ્રેષ્ઠીઓએ પણ કુમારપાળના સંઘર્ષકાળમાં તન, મન અને ધનથી કુમારપાળને મદદ કરી હતી.૫૦મે વર્ષે કુમારપાળ પાટણના રાજા બન્યા. હેમચંદ્રાચાર્યને એમણે પોતાના ગુરુ તરીકે પ્રતિષ્ઠિત કર્યા. હેમચંદ્રાચાર્યની પ્રેરણાથી રાજા કુમારપાળે ગુજરાત રાજ્યમાં અમારિ પરિવર્તનની શરૂઆત કરી. એ સમયે માતાજીને બકરાનો બલિ ચઢાવવાની જે પ્રથા હતી એ પ્રથા પણ હેમચંદ્રાચાર્યની પ્રેરણાથી કુમારપાળ રાજાએ બંધ કરાવી, જેના ફળસ્વરૂપે ગુજરાતમાં અપેક્ષાએ માંસાહારનું પ્રમાણ ઓછું છે અને શાકાહારનું પ્રમાણ વધારે છે. એ સમયે રુદાલીવિત્ત નામનો કર હતો. જો પુરુષ નિઃસંતાન મૃત્યુ પામે તો એની બધી સંપત્તિ રાજ્યકોષમાં જમા થઈ જતી હતી. એ પુરુષની વિધવા બેઘર થઈ નિર્ધન અવસ્થામાં રુદન કરતી રસ્તા પર આવી જતી હતી માટે એ કરનું નામ રૂદાલીવિત્ત હતું. હેમચંદ્રાચાર્યના સૂચનથી કુમારપાળ રાજાએ રુદાલીવિત્ત કર પણ બંધ કર્યો. શ્રીમદ્ રાજચંદ્રએ લખ્યું છે કે, હેમચંદ્રાચાર્યે ત્રીસ હજાર ઘરોને શ્રાવક બનાવ્યા. એટલે કે સવાથી દોઢ લાખ લોકોને જૈન બનાવ્યા. એમણે ધાર્યું હોત તો પોતાનો અલગ સંપ્રદાય સ્થાપી શક્યા હોત, પણ એમણે પોતાને તીર્થકરોના સેવક માની જૈન ધર્મની પરંપરાને આગળ વધારી. હેમચંદ્રાચાર્યે સિદ્ધહેમ વ્યાકરણ
૧૩૧
8 ) Do @e_ અને જૈન ધર્મ છે ગ્રંથની રચના કરી એક અદ્વિતીય કાર્ય કર્યું. આજે પણ વિદ્વાનો સિદ્ધહેમ વ્યાકરણનો અભ્યાસ કરે છે.
કુમારપાળ રાજા પરના હેમચંદ્રાચાર્યના પ્રભાવને કારણે પશુબલિબંધી અને રુદાલીવિત પરનો પ્રતિબંધ શક્ય બન્યો હતો. પરિણામે ઘણા અન્ય ધર્મીઓ મનમાં હેમચંદ્રાચાર્ય પર દુર્ભાવ રાખતા હતા. હેમચંદ્રાચાર્યની માનહાનિ થાય અને કુમારપાળ રાજાની નજરમાંથી હેમચંદ્રાચાર્ય ઊતરી જાય એ માટે ઘણા પ્રયત્નો કર્યા હતા. હેમચંદ્રાચાર્યએ મંત્રશક્તિ અને કુશાગ્રબુદ્ધિના બળથી એમના બધા પ્રયાસ નિષ્ફળ બનાવ્યા હતા. બે પ્રસંગોનો ઉલ્લેખ કરીએ:
સિદ્ધરાજ જયસિંહના નિમંત્રણથી દરબારમાં હેમચંદ્રાચાર્ય પહેલી વાર ગયા. ત્યારે અન્યધર્મી પંડિતે મજાકમાં હેમચંદ્રાચાર્યને આવકારતાં કહ્યું -
આગતો હેમગોપાલો દંડ કંબલ ઉદ્વહન જૈન સાધુ દંડ અને કંબલ એટલે કે ખભે શાલ રાખે છે. ગાયો ચારતા ગોવાળો પણ દંડ અને ખભે કંબલ એટલે કે ખભે શાલ રાખે છે. માટે પંડિત હેમચંદ્રાચાર્યની મજાક કરતાં કહ્યું, દંડ અને કંબલ લઈને હેમચંદ્ર નામનો ગોવાળ આવ્યો છે. હેમચંદ્રાચાર્યે તરત જ જવાબમાં કહ્યું,
આગતો હેમગોપાલો દંડ કંબલ ઉદયવહન
પદર્શન પશુગ્રામ ચારયતિ જિન વાટિકે. પર્શનરૂપી પશુઓના સમૂહને જિનરૂપી બાગમાં ચરાવવા હેમચંદ્ર ગોપાલ દંડ અને કંબલ લઈને આવ્યો છે.
આપણે ત્યાં સામાન્ય રીતે એવી માન્યતા પ્રચલિત થઈ ગઈ છે કે જૈન સાધુઓ કે સાધ્વીજીઓએ માત્ર પાટ પર બેસી વ્યાખ્યાનો આપવાં અને જે સંપ્રદાય સાથે સંકળાયેલા હોય એ સંપ્રદાયના બાહ્ય નિયમોનું પાલન કરવું. એમનાથી બીજાં કોઈ સમાજોપયોગી કાર્યો થાય નહીં આ આપણો એકાંતવાદી અભિગમ છે. આગમ સૂત્રોમાં પણ કહ્યું છે -
જો ગિલાન પડિયરઈ સો મામ્ પડિયરઈ. જે બીમારની સેવા કરે છે એ મારી જ સેવા કરે છે.
આજથી લગભગ ૪૦૦ વર્ષ પહેલાં થઈ ગયેલા ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજે શ્રીપાળ રાજાના રાસની છઠ્ઠી ઢાળમાં આઠ પ્રકારના શાસન પ્રભાવકોનો ઉલ્લેખ કર્યો છે.
- ૧૩૨