________________
છ00 ચતુર્વિધ સંઘ અને જૈન ધર્મ છે જ ધર્મની સાધુસંસ્થાની પરંપરા અખંડિત અને વ્યવસ્થિત રીતે જળવાઈ નથી. વૈદિક પરંપરામાં ઋષિ પરંપરા અતિપ્રાચીન છે, પરંતુ ઋષિઓ સાધુ ન હતા. વૈદિક પરંપરામાં વ્યવસ્થિત ચાલતી દશનામી સાધુઓની પરંપરા છે. આ પરંપરા આદિ શંકરાચાર્યે શરૂ કરી હતી, જેને લગભગ ૧૧૦૦ વર્ષ થયાં છે. દશનામી સંન્યાસીની પરંપરા એટલે એવી પરંપરા કે જ્યારે સંન્યાસીને દીક્ષા પછી નામ અપાય છે ત્યારે આ દશ નામમાંથી એક નામ એમના નામની પાછળ લાગે છે. દશનામ એટલે ગિરી, પૂરી, ભારતી, સરસ્વતી, તીર્થ, વન આદિ કે જે સંન્યાસીના નામની પાછળ લાગે છે. આપણે તારતમ્ય પર આવ્યા કે વિશ્વમાં સૌથી પ્રાચીન સાધુઓની પરંપરા કે જે આજ દિન સુધી વ્યવસ્થિત રીતે ચાલી રહી છે એ જૈન ધર્મની સાધુ પરંપરા છે. એ અલગ વાત છે કે આ પરંપરામાં ઘણા ફાંટા પણ પડયા છે.
ભારતમાં મોગલોના શાસનકાળમાં ઈસ્લામ ધર્મ જોરશોરથી ફેલાઈ રહ્યો હતો. હિંદુ મંદિરો તોડી પાડવામાં આવ્યાં હતાં. બળજબરીથી વટાળ પ્રવૃત્તિ ચાલી રહી હતી. સિદ્ધપુરના બ્રાહ્મણોને બળજબરીથી વટલાવ્યા કે જેઓ આજે વોરા તરીકે ઓળખાય છે. લોહાણાઓને પણ બળજબરીથી વટલાવ્યા કે જેઓ આજે મેમણ કે ખોજા તરીકે ઓળખાય છે. ઘણીબધી જ્ઞાતિઓની વ્યક્તિઓને બળજબરીથી કે લાલચથી વટલાવી હતી, પરંતુ એક પણ જૈનને બળજબરીથી કે લાલચથી વટલાવ્યો નથી. મોગલોના શાસનકાળમાં ચતુર્વિધ સંઘને એટલે કે જૈન સાધુઓ, સાધ્વીજીઓ, શ્રાવકો અને શ્રાવિકાઓને લગભગ અપેક્ષાએ ઊની આંચ આવી નથી. જૈન સ્થાનકો, જૈન મંદિરો અને ગ્રંથભંડારો પણ મોગલોના શાસનકાળમાં અપેક્ષાએ સુરક્ષિત રહ્યાં છે એનાં મારી દૃષ્ટિએ ચાર કારણો છે.
(૧) તીર્થંકર પ્રભુની અચિંત્યશક્તિ (૨) શાસન દેવી-દેવતાઓની અમીદષ્ટિ
(૩) આચાર્ય ભગવંતોનું તપોબળ, મંત્રબળ, અનેકાંત દૃષ્ટિ, અહિંસક જીવનશૈલીનું બળ, જગતના દરેક જીવો પ્રત્યે કરુણાનો ભાવ, દૂરંદેશી, સમયની માગ પ્રમાણે ત્વરિત નિર્ણયો લેવાની શક્તિ આદિ
() જૈન શ્રાવકોનો જિન શાસન પ્રત્યેનો સમર્પણભાવ, તીર્થંકર પ્રભુ પ્રત્યેની અનન્ય ભક્તિ, જીવદયાની પ્રવૃત્તિઓ માટે ધનનો છૂટથી ઉપયોગ, આચાર્યોના સુચનને શિરોમાન્ય રાખવાની ભાવના, અહિંસક અને મૂલ્યનિષ્ઠ આચરણ. મારી દૃષ્ટિએ ચાર કારણોમાંથી પહેલાં બે કારણો સૂક્ષ્મ ભૂમિકાઓ છે.
- ૧૨૯
#શિવાજી – અને જૈન ધર્મ ) ચતુર્વિધ સંઘની સુરક્ષા માટેનું મુખ્ય કારણ છે જૈન આચાર્યો !
જૈનાચાર્યોએ જોયું કે મોગલોની રાજસત્તા આગળ કોઈનું ચાલવાનું નથી. આચાર્યોને શિરે બહુ મોટી જવાબદારી હતી. મોગલોના શાસનકાળમાં જૈન ધર્મની પરંપરા અખંડિત રહે, સુરક્ષિત રહે અને ચતુર્વિધ સંઘની સુખાકારી જળવાઈ રહે એ માટે જૈનાચાર્યો તારતમ્ય પર આવ્યા કે મોગલ રાજ્યકર્તાઓને પ્રભાવિત કરીએ તો જ આ શક્ય બને એમ છે. એમણે એક યૂહરચના કરી. અત્યારનો યુગ હોય કે પહેલાંનો યુગ હોય, કોઈ પણ રાજ્યકર્તાને તપ, ત્યાગ અને સંયમ દ્વારા નહીં, પણ મંત્રશક્તિ, જ્યોતિષનું જ્ઞાન અને રોગ માટેની દવાઓ દ્વારા જ પ્રભાવિત કરી શકાય છે. આચાર્યોએ તેજસ્વી અને હોશિયાર સાધુઓને મંત્રવિજ્ઞાન, જ્યોતિષશાસ્ત્ર અને આયુર્વેદનો અભ્યાસ કરાવી એમને આ ત્રણ શાસ્ત્રોમાં નિષ્ણાત બનાવ્યા. આ સાધુઓ યતિ કહેવાયા. જૈનાચાર્યોએ જ યતિસંસ્થા ઊભી કરી. યતિઓએ સ્થિરવાસ કરવાનો હતો. એમને એકએક ઈલાકો સોંપવામાં આવ્યો હતો. યતિઓનું કામ રાજ્યકર્તા મુસ્લિમ સૂબાઓ અને નવાબો સાથે ઘરોબો કેળવી મંત્રશક્તિ, જ્યોતિષનું જ્ઞાન અને દવાઓના જ્ઞાન દ્વારા એમને પ્રભાવિત કરવાના હતા. એના બદલામાં જૈન ચતુર્વિધ સંઘ, જૈન ગ્રંથભંડારો, જૈન મંદિરો અને જૈન ઉપાશ્રયો સુરક્ષિત રહે એનું અભયવચન લેવાનું હતું. જૈનચાર્યોની આ ધૂહરચના સફળ રહી. મુસ્લિમ સૂબાઓને જૈન યતિઓના ચારિત્ર પર એટલો વિશ્વાસ હતો કે જૈન યતિઓને જનાનખાનામાં જઈ બેગમોની દવા કરવાની છૂટ હતી. આચાર્યોએ ઊભી કરેલી યતિસંસ્થાનું યોગદાન આપણે વિસરવું જોઈ નહીં કે જેને પરિણામે ૨૫૦૦ વર્ષથી ચાલી આવતી ચતુર્વિધ સંઘની પરંપરા વ્યવસ્થિત અને અખંડ રહી છે.
હીરસૂરિ મહારાજ સાહેબે દૂરંદેશી વાપરી પોતાના શિષ્ય ભાનુચંદ્રમણિને પર્શિયન અને ફારસીના નિષ્ણાત બનાવ્યા હતા. અકબર બાદશાહની સૂચનાથી ભાનુચંદ્રગણિએ અકબર બાદશાહના શાહજાદા જહાંગીરને ફારસી અને પર્શિયનનો અભ્યાસ કરાવ્યો હતો. જહાંગીર બાદશાહ બન્યા પછી પણ ભાનુચંદ્રગણિ પ્રત્યે ખૂબ જ આદરભાવ રાખતા હતા. અકબર, જહાંગીર અને બીજા મોગલ બાદશાહોએ જૈન સાધુઓને ઘણાં ફરમાન આપ્યાં હતાં. આ ફરમાનો પર એલ.ડી. ઈન્સ્ટિટ્યૂટ (અમદાવાદ) એક પુસ્તક પ્રકાશિત કર્યું છે. એમાં ફરમાનોની કૉપીઓ છે. આ આચાર્યો રોજ મોગલ બાદશાહના દરબારમાં જતા હતા અને સ્થિરવાસ કરતા હતા. જરૂર પડે ત્યારે જ વિહાર કરતા હતા. આજે પણ આપણે સંખ્યાની દૃષ્ટિએ ઘણો
૧૩૦