________________
800 વિજ્ઞાન અને જૈન ધર્મ 9 2
‘શ્રી લોગસ્સ સૂત્ર’ની ક્રિયા દ્વારા વ્યક્તિ એના ચિત્તના વિચારો શુદ્ધ કરે છે અને સાચો માર્ગ મેળવે છે. વિશેષ તો તીર્થકરોને પ્રણામ કરી એમના ગુણોનું ગાન કરીને તે પોતાના આવેગોનું શમન કરે છે. વાંદનાથી સાધુ-સાધ્વીઓને આદર આપીને વ્યક્તિ નમ્ર બને છે, એનો અહંકાર ઓગળે છે અને વિનયના ગુણો ખીલે છે. જૈન ધર્મમાં જે ખમાસણાં લઈએ છીએ ત્યારે તે આખી પ્રક્રિયા શરીરનાં જુદાંજુદાં કેન્દ્રો પર અસર કરે છે. ચૈત્યવંદનમાં જે જુદીજુદી મુદ્રાઓ છે તે દરેક મુદ્રા યોગવિજ્ઞાન સાથે સંકળાયેલી છે.
સામાયિક વખતે રખાતા સ્થાપનાચાર્યની સમક્ષ સાધકો બેસે છે. એના પર ધાર્મિક ગ્રંથ હોય છે. ગુરુની અનુપસ્થિતિમાં આ સ્થાપનાજીથી એક શિસ્ત અને લઘુતાનો ભાવ અનુભવાય છે. ગુરુ બિન જ્ઞાન કહાં...', પણ અહીં ગુરુની અનુપસ્થિતિમાં સ્થાપનાજી રખાય છે.
સ્વાચ્યવિજ્ઞાન હવે જોરશોરથી કહે છે કે સૂતાં પહેલાં બે-ત્રણ કલાક અગાઉ જમવું આવશ્યક છે. એક સમયે રાત્રિભોજન સાથે હિંસાની વાત જોડાયેલી હતી, પરંતુ હવે રાત્રિભોજન માત્ર હિંસાની સીમા સુધી જ સીમિત નથી, પણ જીવવિજ્ઞાન અને આહારશાસ્ત્રને વટાવીને છેક મેડિકલ સાયન્સ સુધી પહોંચ્યું છે. આજે અમેરિકામાં ઘણા ડૉક્ટરો એના પ્રિસ્ક્રિપ્શનમાં દર્દીને સલાહ આપે છે કે, સૂતાં પહેલાં ત્રણેક કલાક અગાઉ ભોજન કરી લેવું. સૂર્યપ્રકાશમાં ભોજનમાં રહેલા વિષાણુઓને નષ્ટ કરવાની શક્તિ છે, જે શક્તિ રાત્રિના અંધકાર પાસે નથી અને એ જ રીતે સર્યપ્રકાશ સમયનું ભોજન શરીરની પાચનક્રિયાને પ્રોત્સાહક બનાવે છે. ચૌવિહારમાં ભોજન પછી સૂર્યાસ્ત બાદ પાણી લેવાતું નથી અને પરિણામે વ્યક્તિને વારંવાર કુદરતી હાજતો માટે ઊઠવું પડતું નથી અને એથી એનો નિદ્રાભંગ થતો નથી.
જૈન ધર્મના આહારવિજ્ઞાન તરફ વળીએ. અહીં ભક્ષ્ય અને અભક્ષ્યની ઘણી ઊંડી ચર્ચા છે. જૈન ધર્મની અહિંસાની વિચારણા સાથે ખાદ્ય-અખાઘની વિચારણા જોડાયેલી છે, પરંતુ એ સાથે એમાં એટલું જ ગહન વિજ્ઞાન છે, જેમ કે, અમુક દિવસો સુધી લોટ રાખવાની વાત છે. ચોમાસામાં ભેજ હોવાના કારણે એસ્પર જિલસ, મ્યુકર, રાઈજોયસ, સેકોરોમીઇસસ જેવા કિટાણુઓ લોટને પ્રદૂષિત કરી નાખે છે. જ્યારે અન્ય ઋતુઓમાં એનો પ્રભાવ ઓછો હોવાથી એ વધુ દિવસો સુધી રાખી શકાય છે.
- ૧૨૫ -
શ્રી કચ્છી – અને જૈન ધર્મ છે
દહીંમાં જીવાણુઓની સક્રિયતા ખૂબ ઝડપથી વધે છે અને તેથી જ જૈન ધર્મ સાકર, કિસમિસવાળા દહીંની મર્યાદા ૪૮ મિનિટ આપી છે. ખીચડી, દાળ અને શાકભાજીની મર્યાદા છ કલાકની, રોટલી અને ભાતની મર્યાદા ૧૨ કલાકની છે. લાડુ અને ખાજા ખાનારને એટલી ખબર છે કે એની સમયમર્યાદા ૨૪ કલાકની છે. આ વિષયમાં આજનું વિજ્ઞાન કહે છે કે, રાંધેલા ભોજનમાં જળઅંશ ઓછો હોવાથી અને ચીકાસ હોવાથી એક પ્રકારનું સુરક્ષાકવચ બને છે અને તેથી જીવાણુઓ એને તરત દૂષિત કરી શકતા નથી. જ્યારે કચી રસોઈમાં જળઅંશ વધુ હોવાથી જીવાણુ શીધ્ર ઉત્પન્ન થાય છે તેથી એની સમયમર્યાદા ઓછી આપવામાં આવી છે.
આ જ રીતે ઉકાળેલા પાણીની પણ સમયમર્યાદા નિશ્ચિત કરવામાં આવી છે. સામાન્ય રીતે ઉકાળેલું પાણી ૧૨ કલાક સુધી જીવાણુરહિત માનવામાં આવે છે. વિજ્ઞાન કહે છે કે ૧૨ કલાક બાદ પાણીમાં ક્લોરૃિડિયમ નામના જીવાણુ પુનઃ સક્રિય થઈ જાય છે. આજે આધુનિક ઉપકરણોએ જે તથ્ય તારવ્યાં છે એ જ વાત જૈન ધર્મની આહારસંહિતામાં વર્ષોથી રહેલી છે.
આ આહારસંહિતાની પાછળ એક વિચારધારા રહેલી છે અને એમાંથી શાકાહારની વાત આવે છે. આજે વિશ્વમાં ખૂબ ઝડપથી શાકાહાર પ્રસરી રહ્યો છે. જૈન ધર્મે વર્ષો પહેલાં આહાર સાથે માનવચિત્તને જોડ્યું છે.
વિજ્ઞાનનો વિકાસ ધર્મને એક અર્થમાં એ રીતે ઉપયોગી છે કે જે ધર્મમાં સિદ્ધાંતો આપણને પ્રાપ્ત થયા છે, જે સિદ્ધાંતોને જીવનમાં આત્મસાત્ કરીએ છીએ,
ત્યારે કેવું પરિવર્તન આવે છે તે વિજ્ઞાન બતાવે છે, જેમ કે, કોઈ વ્યક્તિ યોગ કરે અને એનું બ્લડપ્રેસર ઘટી જાય છે, તો બ્લડપ્રેસર, ડાયાબિટીસ કે લોહીનું પરિભ્રમણ જાણવા માટે વૈજ્ઞાનિક યંત્રનો ઉપયોગ થઈ શકે છે અને એ રીતે એ યોગપદ્ધતિ પૂર્ણ વૈજ્ઞાનિક હોવાનું જોઈ શકાય છે.
આચાર્ય મહાપ્રજ્ઞ પ્રેક્ષાધ્યાન દ્વારા આવા પ્રયોગો કરતા. આજના ઘણા યોગીઓ આવા પ્રયોગો કરીને પુરવાર કરે છે. બાબા રામદેવના આવા પાઠો તો લોકો ટેલિવિઝન પરથી પણ શીખતા હોય છે. એટલે વિજ્ઞાન એ ધર્મનું તદ્દન વિરોધી છે તે માન્યતા ખોટી છે.
જૈન ધર્મે પ્રકૃતિ અને પદાર્થ વિશે તથા જીવન અને મનોવિજ્ઞાન વિશે જે સિદ્ધાંતો પ્રગટ કર્યા તે આજના વૈજ્ઞાનિક વિચારો અને સિદ્ધાંતો સાથે જોવા જોઈએ.
૧૨૬