________________
આ
શ્રુતસંપદા અને જૈન ધર્મ
૨) નીચે જમીન છે અને ઉપર છે આસમાન ઓછું નથી ઈનામ, તું કુદરતનો પાડ માન !' ૩) તારા નયનના દામની મૂકી તો જો રકમ પછી કહે ગરીબ છે કે માલદાર તું અભેદથી નિહાળ ચઢી આસમાન પર બન્તોય તું જ છે અને પરવરદિગાર તું.’
મુનિ શ્રી મુનિચન્દ્રજી મહારાજનો ટૂંકપરિચય
તેમનો જન્મ ૨૩ ડિસેમ્બર, ૧૯૩૭ના રોજ મુંબઈમાં થયો હતો. તેમનું કુટુંબ કચ્છી વીસા ઓસવાળ જ્ઞાતિનું અને જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક ધર્મપરંપરાનું અનુયાયી. તેમનું મૂળ નામ લાલજીભાઈ હતું. તેમણે દશમા ધોરણ સુધી અભ્યાસ કર્યો. ૧૮ વર્ષની વયે સંસારી કાકા મુનિ શ્રી અમરેન્દ્રવિજયજીના પ્રભાવ હેઠળ આવીને ઈ.સ. ૧૯૫૪માં જૈનાચાર્ય શ્રી પ્રેમસૂરિશ્વરજી મહારાજને હસ્તે દીક્ષા લીધી. શ્રી અમરેન્દ્રવિજયજી તથા આચાર્ય શ્રી ભુવનભાનુસૂરીજી મહારાજના માર્ગદર્શનમાં સંસ્કૃત, અર્ધમાગધી ભાષા, સંસ્કૃત કાવ્યો, છંદશાસ્ત્ર, અલંકારશાસ્ત્ર, જૈન ધર્મનાં મૂળ સૂત્રો, આગમ ગ્રંથો તથા તત્ત્વજ્ઞાન, ભારતીય દર્શનશાસ્ત્ર અને અધ્યાત્મશાસ્ત્રમાં અભ્યાસ અને સાધનામાં ૧૪ વર્ષ જેટલો સમય તેમણે ગાળ્યો. તેઓ સાહિત્ય, સંગીત, કલા અને કવિતાના ચાહક હતા. સરસ્વતી મંત્રની સાધના પણ તેમણે કરી હતી.
સાધુજીવનનાં પ્રથમ ૩૪ વર્ષ સુધી ભારતના કેટલાય પ્રદેશો જવા કે કચ્છ, સૌરાષ્ટ્ર, ગુજરાત, રાજસ્થાન અને મહારાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં એમણે પગપાળા વિહાર કર્યો હતો. આ વિહાર દરમિયાન જ્યાંજ્યાં તેમનો ઉતારો હોય ત્યાં, તે ગામમાં રહેતા કવિઓ તથા કલાકારોને તેઓ મળતા અને તેમની સાથે સાહિત્ય, કલા અને જીવન વિશે વિચારોની આપ-લે કરતા.
મુનિચન્દ્રજીના દીક્ષાગ્રહણ પછી એમના પરિવારના અન્ય સભ્યો માતાપિતા, બે નાના ભાઈઓ તથા બહેન પણ દીક્ષિત થયાં.
મોરબીની પૂરહોનારત વખતે મુનિચન્દ્રજી તથા તેમના બન્ને ભાઈઓનું ચાતુર્માસ પણ મોરબીમાં જ હતું. એ ભયંકર પૂરહોનારત વખતે માનવતા અને જીવદયાનું અદ્ભુત કાર્ય આ ત્રણેય બંધુઓએ કર્યું. પત્રકારોએ તેમને ‘બંધુ ત્રિપુટી’ નામ આપ્યું.
૭૩
...અને જૈન ધર્મ કરા
‘બંધુ ત્રિપુટી’એ સાધુજીવન દરમિયાન જ કેટલાંક ક્રાંતિકારી પગલાં ભર્યાં, જેમ કે વલસાડ નજીક તિથલના દરિયાકિનારે ‘શાંતિ નિકેતન’ આશ્રમની સ્થાપના. પ્રવચન દરમિયાન માઈકનો ઉપયોગ. વ્યાખ્યાનનું ઑડિયો તથા વીડિયો રેકર્ડંગ. ત્યાર બાદ તપાગચ્છ શ્વેતાંબર સાધુસમાજમાંથી રાજીનામું આપી વાહનનો ઉપયોગ તથા વિદેશોમાં વસતી જૈન કોમને ધર્મલાભ આપવા વિદેશગમન.
ઈ.સ. ૧૯૮૯ દરમિયાન છ મહિના સુધી ઇંગ્લૅન્ડ, અમેરિકા, કૅનેડા તથા ઈ.સ. ૧૯૯૦ના વર્ષમાં કેનિયા અને ટાન્ઝાનિયા (આફ્રિકા)માં બંધુ ત્રિપુટીએ ધર્મયાત્રાઓ કરી.
જીવનનાં છેલ્લાં ૧૫ વર્ષ તિથલના શાંતિ નિકેતન સાધના કેન્દ્રમાં મુનિચન્દ્રજીએ સ્થિરવાસ કરેલો. તા. ૩-૪-૧૯૯૯ના રોજ ત્યાં જ તેઓ કાળધર્મ પામ્યા. ભાવિકોની હાજરીમાં તિથલના દરિયાકિનારે એમનો અગ્નિસંસ્કાર કરવામાં આવ્યો.
કવિ ‘આનંદ’
મુનિ શ્રી મુનિચન્દ્રજી મહારાજ કવિ હતા અને આનંદ’ના ઉપનામથી લખતા. શાળાજીવનથી જ કાવ્ય પ્રરત્વે પ્રીતિ હતી. સંગીતની સૂઝ અને સુરીલા કંઠને કારણે તેઓ મનગમતી કવિતાઓ લલકારતા. ધર્મસભાઓમાં પણ ગુરુના આદેશથી તેઓ ભજનો, સ્તવનો અને ભક્તિગીતો ગાતા.
ઈ.સ. ૧૯૮૭માં તેમનો પ્રથમ કાવ્યસંગ્રહ ‘હવાને હવાલે’ પ્રગટ થયો અને તેને બહોળી પ્રસિદ્ધિ મળી. એમના અન્ય કાવ્યસંગ્રહો ‘ખીલતાં પારિજાત' અને ‘કેમ રહેવાય કહો છાનાં' એમની હાજરીમાં જ પ્રગટ થયા હતા. એમણે લખેલા નિબંધોનો સંગ્રહ ‘કલા અને સાધના' ગુર્જરી ગ્રંથરત્ન દ્વારા પ્રગટ કરવામાં આવ્યો હતો.
મુનિમહારાજના કાળધર્મ પછી તેમની દશમી પુણ્યતિથિએ તેમની પ્રગટઅપ્રગટ ૧૦૮ રચનાઓનું સંકલન ‘હું અવકાશી પંખી'ના નામે પ્રગટ કરવામાં આવ્યું હતું.
એમનાં ગીતોને જાણીતા સંગીતકાર ગાયક શ્રી પુરુષોત્તમ ઉપાધ્યાયે સ્વરબદ્ધ કરીને વહેતાં કર્યાં હતાં. એમનાં એ ગીતો ‘હવાને હવાલે’ નામની ઑડિયો સી.ડી.માં સચવાયાં છે.
વર્ષ ૨૦૧૩માં પરિચય ટ્રસ્ટે ‘બંધુ ત્રિપુટી-કવિ આનંદ' નામની ચિરય
૭૪