Book Title: Gyandhara 17 18 Ane Jain Dharm
Author(s): Gunvant Barvalia
Publisher: Arham Spiritual Centre

View full book text
Previous | Next

Page 61
________________ વિજ્ઞાન અને જૈન ધર્મ $$ $$$ $વિજ્ઞાન અને જૈન ધર્મ ઈ ચ્છ ક ૮મું પગથિયું - સમાધિ સમાધિનો તો માત્ર પરિચય જ બસ છે. તેમાં બુદ્ધિ સ્થિર, શરીર-ઇન્દ્રિયો-મન શાંત, પરંતુ ચેતના જાગૃત હોવાથી આ સ્થિતિમાં ચેતનાનો સંપૂર્ણ વિકાસ થાય છે, પણ સાધકની સાધનાનું શિખર સમાધિ છે. ઉપસંહાર યોગસાધક પોતાની સાધના આસનથી શરૂ કરી ધારણા સુધી પહોંચે ત્યાં સુધીમાં તે શાંત અને અંતર્મુખ થઈ જતો હોય છે, એટલું જ નહીં, સાધના પૂરી કર્યા બાદ પણ તેના મનમાં શાંતિ, પ્રસન્નતા, આનંદ, સંતોષ જ રમતાં હોય છે. દિવસ દરમિયાન તે જે કંઈ પણ કાર્ય કરે તેનો આનંદ અને શાંતિ લાંબા સમય સુધી ટકી રહે છે. એ જ રીતે સામાયિક, મંત્રજાપ, ધ્યાન વગેરેની સાધના પૂર્ણ કર્યા બાદ તેની અસર, શાંતિ, પ્રસન્નતા સાધકના મનમાં લાંબો સમય ટકી રહે અને તેની અસર તેનાં વાણી-વર્તનમાં પણ દેખાઈ આવે છે. જૈન ધર્મમાં જપ, તપ, સ્વાધ્યાય, સામાયિક વગેરે જેજે ક્રિયાઓ કરવાની કહી છે તે મૂલ્યવાન મોતી જેવી છે અને યોગસાધના અને તેનું પરિણામ દોરાધાગા જેવું છે, એ બંનેનો સમન્વય થાય એટલે કે દોરામાં મોતી પરોવી દેવામાં આવે તો મૂલ્યવાન અલંકાર, મોતીની માળા શોભી ઊઠે છે. યોગ દ્વારા થતી સાધના અને જૈન ધર્મમાં પ્રરૂપેલી સાધના ૧+૧ જેવી છે, પરંતુ બન્નેને સાથે જોડાણ કરી દેવામાં આવે તો ૧૧ બની જાય છે. યોગની વ્યાખ્યા જ એ છે કે કોઈ પણ બેનું જોડાઈને એક થઈ જવું. તો આ રીતે બન્ને માર્ગનો સમન્વય કરીને સાધક પોતાની સાધના વધુ સઘન બનાવી શકે અને તેની અસર, તેની ખુમારી લાંબો સમય સુધી માણી શકે. જૈન સમાજના અગ્રણીઓ તથા સાધુ-સંતો યોગસાધના પ્રત્યે જાગૃત બને, તેની અનુમોદના કરે તો દરેકના શારીરિક, વાચિક અને માનસિક આરોગ્ય પર તેનો ખૂબ જ પ્રભાવ પડી શકે છે. પ્રત્યેક માનવી માટે આ વિકાસનો માર્ગ છે. ચાલો, આપણે સૌ યોગસાધનાને સ્પષ્ટ સમજીએ અને વિચારપૂર્વક તે માર્ગે પ્રયાણ કરીએ. સંદર્ભ : મહર્ષિ પતંજલિકૃત યોગદર્શન (જિતેન્દ્રભાઈ યોગસાધના અને યોગશિક્ષણમાં રસ ધરાવે છે. તેઓ શાંતિનિકેતન સાધના કેન્દ્ર, તિથલ સાથે સંકળાયેલા છે) સત્યશોધની બે ધારાઓઃ જૈન દર્શન અને વિજ્ઞાન - ડૉ. પ્રીતિ શાહ વીસમી સદીની સૌથી બુદ્ધિશાળી વ્યક્તિ તરીકે ઓળખાયેલા આલ્બર્ટ આઈન્સ્ટાઈનના સાપેક્ષતા (રિલેટીવિટી)ના સિદ્ધાંતે એક એવું પરિવર્તન કર્યું કે જેનાથી આપણે હજી આજાણ છીએ. ૧૯૦૫માં આઈન્સ્ટાઈનના સાપેક્ષતાના સિદ્ધાંતે દેશ અને કાળસંબંધી અવધારણાઓમાં આમૂલ પરિવર્તન કર્યું. સાપેક્ષના આ સિદ્ધાંતે ધર્મના ચિંતન પર પ્રભાવ પાડ્યો અને સૌથી વધુ તો વિજ્ઞાન અને ધર્મ જે સાવ જુદાજુદા રાહે ચાલતાં હતાં અને આ સિદ્ધાંતે વીસમી સદીમાં પરસ્પર સાથે જોડી દીધાં. એક અર્થમાં કહીએ તો ભગવાન મહાવીરસ્વામીએ અનેકાંતવાદ દ્વારા માનવજીવનના વ્યવહાર માટે સાપેક્ષતાનો સિદ્ધાંત આપ્યો, તો આબર્ટ આઈન્સ્ટાઈને આપણી દેશકાળ સંબંધી અવધારણાઓ વિશે સાપેક્ષતાનો સિદ્ધાંત આપ્યો. એક નોંધપાત્ર બાબત એ છે કે આધ્યાત્મિક વ્યક્તિ સાત્યની શોધ કરે, કોઈ યોગી સાધના દ્વારા પ્રાપ્તિ કરે, સમવસરણમાં બેસીને તીર્થંકર પરમાત્મા દેશના આપે, એ બધામાં સત્ય ઉજાગર થતું હોય છે. ન્યૂટન કે આઈન્સ્ટાઈન અથવા તો જગદીશચંદ્ર બોઝ અને હોમી ભાભાનાં સંશોધનો પણ એક સત્યની શોધ માટેનાં છે. હવે જરા વિચાર કરીએ કે આ શોધ કઈ રીતે થતી હોય છે, તો આનંદ સાથે આશ્ચર્ય એ વાતનું લાગશે કે આ બંનેમાં પછી તે ધર્મ હોય કે વિજ્ઞાન હોય, સ્થળમાંથી સૂક્ષ્મ તરફ જવાનું હોય છે. ધર્મ જે સત્યની શોધ કરે છે તે અતીન્દ્રિય જ્ઞાનથી કરે છે અને વૈજ્ઞાનિક જે શોધ કરે છે તે સુક્ષ્મ અન્વેષણ અને યંત્રોના માધ્યમથી કરે છે. આનું એક જ ઉદાહરણ જોઈએ. ધર્મે એના અતીન્દ્રિય જ્ઞાનથી પરમાણુની શોધ કરી. આજનો પરમાણુવિજ્ઞાની પણ એ ચેતના તરફ જ જઈ રહ્યો છે. આલ્બર્ટ આઈન્સ્ટાઈનને અંતિમ સમયે પૂછવામાં આવ્યું, ‘તમે આવતા જન્મમાં શું કરવા ઇઇછો છો ?'' આઈન્સ્ટાઈને ઉત્તર આપ્યો, ‘આ જન્મમાં મેં જોયને શોધ્યું છે. મારા બધા ૧૨૦ ૧૧૯

Loading...

Page Navigation
1 ... 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117