Book Title: Gyandhara 17 18 Ane Jain Dharm
Author(s): Gunvant Barvalia
Publisher: Arham Spiritual Centre

View full book text
Previous | Next

Page 59
________________ તા % e0% વિજ્ઞાન અને જૈન ધર્મ ૩) યોગસાધના કોણ કરી શકે ? જેને આ સાધનામાર્ગે જવું છે તે શા માટે આ માર્ગે જોડાય છે? પોતાને તેના દ્વારા શું પ્રાપ્ત કરવું છે તે બાબતની પોતાની જાત સાથે સ્પષ્ટતા કરી લેવી જરૂરી છે. આત્મવિશ્વાસ અને સફળતાના દઢ સંકલ્પ સાથે આ માર્ગે પગરણ માંડવાનાં છે. સામાન્યતઃ જે સાધકને પોતાની શારીરિક તંદુરસ્તી જાળવવી છે, પોતાનો વિકાસ સાધવો છે, દરેક કાર્યો કુશળતા અને ઉત્સાહપૂર્વક કરવાં છે, મનની શાંતિ અને પ્રસન્નતા મેળવવી છે તેમને માટે યોગસાધના ઉત્તમ માર્ગ છે. એક સજજન અને સંસ્કારી વ્યક્તિને છાજે તેવાં આચાર, વિચાર, વાણી; વર્તન પોતાના જીવનમાં વિકસાવવાં હોય તેમને માટે એક આદર્શ જીવન જીવવાની કળા શીખવતી નિષ્ઠાપૂર્વક કરાતી યોગસાધના છે. આ માર્ગ સૌ કોઈ માટે ખુલ્લો અને સુલભ છે. સોનાની દડી છે, ચોકમાં પડી છે, ફાવે તે લઈ જાય. ૪) અષ્ટાંગયોગની કમિક સાધના અને જૈન સાધના પદ્ધતિ, સમન્વય અને તુલનાત્મક અભ્યાસ. મહર્ષિ પતંજલિ રચિત ‘અથંગયોગ”નાં આઠ પગથિયાં છે : યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાચાર, ધારણા, ધ્યાન, સમાધિ. ૧) ૧લું પગથિયું યમ - યમના પાંચ પ્રકાર છે : હિંસા - જૂઠ - ચોરી - દુરાચાર - પરિગ્રહ. આ પાંચેય દોષોથી સાધકે દૂર રહેવાનું છે અને તેના વિરુદ્ધ એટલે તેના જ ગુણો વિકસાવવાના છે, જેમ કે, અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય, અપરિગ્રહ. જૈન ધર્મમાં જે પાંચ અણુવ્રતો દર્શાવાયાં છે તે આ જ છે, બૌદ્ધ ધર્મમાં પંચશીલ તે પણ આ જ છે. યમ પાલન અણુવ્રત/પાપસ્થાનક ૧) હિંસાથી મુક્ત અહિંસા ધર્મનું પાલન પ્રાણાતિપાત વિરમણ ૨) જૂઠથી મુક્ત સત્ય ધર્મનું પાલન મૃષાવાદ વિરમણ ૩) ચોરીથી મુક્ત અસ્તેય ધર્મનું પાલન અદતા દાન વિરમણ ૪) દુરાચારથી મુક્ત બ્રહ્મચર્ય ધર્મનું પાલન મૈથુન વિરમણ ૫) પરિગ્રહથી મુક્ત અપરિગ્રહ ધર્મનું પાલન પરિગ્રહ પરિમાણ સ્વસ્થ સમાજના નિર્માણ માટે યમનું પાલન જરૂરી છે. ' ૧૧૫ &#ી 89 – અને જૈન ધર્મ 9 9999 રજું પગથિયું - નિયમ નિયમો પાંચ છે, જેનું દરેક સાધકે જીવનમાં આચરણ કરવાનું છે. શૌચ : શરીરને મળોથી મુક્ત રાખવું. ન્યાયપૂર્વક ધનપ્રાપ્તિ, શુદ્ધ અને સાત્વિક આહાર, રાગ-દ્વેષ જોવા મળો દૂર કરી આંતરિક પવિત્રતા. સંતોષ : કોઈ પણ પ્રકારની કામના - તૃષ્ણાનો ત્યાગ, પ્રારબ્ધ અનુસાર જે કંઈ પ્રાપ્ત થાય તેમાં જ સંતોષ : સ્વધર્મનું પાલન કરતાં જે કષ્ટ પડે તે વેઠવું, વ્રત, તપશ્ચર્યા દ્વારા અંતઃકરણની શુદ્ધિ. સ્વાધ્યાય : પોતાના જીવન વિશેનું અધ્યયન, દોષમુક્તિ અને ગુપ્તાપ્તિ માટે જાગૃતિ, મંત્રજાપ વગેરે. ઈશ્વર પ્રણિધાન : બધાં જ કર્મોનું ફળ પ્રભુને અર્પણ કરી સંપૂર્ણ શરણાગતિ સ્વીકારવી. આ પાંચેય નિયમના પાલનથી જીવન શુદ્ધ અને ધર્મમય બને છે. ૩જું પગથિયું - આસન શરીરનું આરોગ્ય જાળવી રાખવા માટે પોતાની ક્ષમતા મુજબ દરરોજ યોગાસનોનો અભ્યાસ કરવો જોઈએ. તેનાથી શરીરમાં રહેલી જડતા, જકડામણ દૂર થાય છે. શરીરમાં કુદરતી રીતે જ્યાંજ્યાં સાંધાઓ છે ત્યાંથી શરીરને વાળી શકાય છે. જૈન ધર્મમાં ઠાણાંગ સૂત્રમાં “કાયકલેષ''ના નામે સાત આસનોનો ઉલ્લેખ કર્યો છે. - ભગવાન મહાવીર અડોલ આસને ઊભા રહી ધ્યાનસાધના કરતા તે સમપાદ આસન - કાયોત્સર્ગ મુદ્રા હતી. ભગવાન મહાવીરને જ્યારે કેવળજ્ઞાનની પ્રાપ્તિ થઈ ત્યારે તેઓ શરીરની ગોહીકાસનમાં બેઠેલા હતા. ગુરુવંદન - દેવવંદન કરવા જે ખમાસણા અપાય છે તે પંચાંગપ્રણિપાત નામનું આસન છે. આસનોના અભ્યાસથી લાંબો સમય સુધી સ્થિર આસનમાં બેસવા શરીર સક્ષમ બને છે જે ધ્યાનની સાધના માટે (‘ઠાણેણં’ની સ્થિતિ) ખાસ જરૂરી છે. ૧૬

Loading...

Page Navigation
1 ... 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117