________________
દોરીઓ, શ્રુતસંપદા અને જૈન ધર્મ D
સંસ્થાનના ડૉ. જગતરામ ભટ્ટાચાર્યને નેપાળથી પ્રશ્નવ્યાકરણની હસ્તપ્રત મળી છે, જેમાં શૌર સેની ભાષાનો પ્રભાવ છે. તેમાં મંત્ર-તંત્રાદિનો લુપ્ત મનાતો વિભાગ છે. દિગંબર મત ૧૨ અંગને વિચ્છેદ માને છે, પરંતુ જો સંશોધન કરવામાં આવે તો હસ્તપ્રતના માધ્યમથી ૧૨ અંગ પ્રાપ્ત થઈ શકે. શૌર સેનીમાં ‘ત’ની જગ્યાએ ‘દ’ વપરાય છે. પ્રાયઃ દિગંબર શાસ્ત્રોમાં ‘ત’ની જગ્યાએ ‘દ’ માટે પ્રશ્નવ્યાકરણ સૂત્રના આધારે સંશોધન કરવાની જરૂર છે.
ભોજક વિદ્યાલયનાં અધ્યક્ષા ડૉ. ભારતીબેન સેલટ ૧૧ પ્રકારની લિપિ ઉકેલી શકે છે. એમણે પણ હસ્તપ્રતોનું સંશોધન કરવાનું કાર્ય ચાલુ રાખ્યું છે. ડૉ. કનુભાઈ શેઠે બ્રિટિશની હસ્તપ્રતોનું કેટલોગ બનાવ્યું છે તેમ જ અહીં પણ હસ્તપ્રત ભંડારોની મુલાકાત લઈને કાર્ય ચાલુ છે.
વિવિધ હસ્તપ્રતોના સંપાદક નિવૃત્ત પ્રાધ્યાપક ડૉ. કાંતિભાઈ શાહનું યોગદાન પણ સરાહનીય છે. ડૉ. મનોજ જૈન પણ લિપિના અચ્છા જાણકાર છે. આમ આ ક્ષેત્રે બીજાં પણ અનેક નામો ગણાવી શકાય, પણ વિસ્તાર ભયથી અહીં જ અટકું છું.
અંતમાં જૈન ધર્મ અને શ્રુતસંપદાના સંદર્ભે લિપિવાંચન અને હસ્તપ્રતોના સંશોધનની પ્રવૃત્તિઓ વેગ પકડે અને લુપ્ત થયેલા આગમ આદિને આપણે પ્રાપ્ત કરીને આપણા અમર વારસાનું વિશ્વને દર્શન કરાવીએ એ જ અભ્યર્થના સહ વીરમું છું. સંદર્ભસૂચિ :
(૧) શ્રુત કલ્યાણ વિશેષાંક : ૨૦૦૧૬
(૨) શ્રુત સાગર પં.પ્ર. અમૃતસાગરજી આ. પદ પ્રદાન મહોત્સવ વિશેષાંક મનોજ જૈન
(૩) સન્મતિ પ્રકરણ - સિદ્ધસેન દિવાકર.
-
(પાર્વતીબહેને શ્રાવક કવિ ઋષભદાસના રાસ પર સંશોધન કરી Ph.D. કર્યું છે. મહાસંઘનાં શિક્ષણ બોર્ડના ઉપપ્રમુખ છે).
૭૧
શ્રુતસંપદા અને જૈન ધર્મ
કવિતાનો આનંદ અને “આનંદ”ની કવિતા
– જ્હોની શાહ
આ કુદરતની કિતાબમાં છે, સુંદર અપરંપાર કવિતા મૃદુ પાંખડી ગુલાબની ને શબનમનો શૃંગાર કવિતા આંબે આવે મોર અને આ કોયલનો ટહુકાર કવિતા ભરતી ઓટે ગાયે સાગર હરદમ જીવન સાર કવિતા તપ્ત હૃદયને ભીનું કરવા થઈ જાયે મલ્હાર કવિતા કરે કબૂતર ઘૂ..ઘૂ...ધૂ... થી બપોરનો વિસ્તાર કવિતા વાદળ કજ્જલ શ્યામ થયાં ને મોર તણો કલશોર કવિતા સૂરજ દે છે છેલ્લું ચુંબન એ ક્ષિતિજની ધાર કવિતા કહે છે મનનો ભાર તજી દો બાળકના પલકાર કવિતા ગાય કહે વાગોળો ઝાઝું મળશે જીવન સાર કવિતા હૃદય બને જો નિર્મલ કોમલ તો થાયે ધબકાર કવિતા
મુનિ શ્રી મુનિચન્દ્રજી મહારાજ આ કાવ્યમાં કહે છે કે, જ્યારે હૃદય નિર્મલ અને કોમલ બને છે ત્યારે તેનો ધબકાર કવિતા બની જાય છે. એવું હૃદય જ આનંદનો સ્રોત બની જાય છે. જેમ ફૂલની સુવાસ ચારેકોર ફેલાય છે તેમ એ કવિહૃદયમાંથી આનંદ ચારેકોર રેલાય છે. એ કવિની કવિતા વાંચનાર કે સાંભળનારના હૃદયમાં પણ આનંદના ગુણને અંકુરિત કરે છે અને કદાચ એટલે જ વિશ્વભરના સંતોએ પોતાની સાધનામાં માધ્યમ તરીકે કવિતાને પણ પસંદ કરી છે. કબીર, મીરાં, સૂરદાસ, તુલસીદાસ, આનંદઘનજી, ચિદાનંદજી, શ્રીમદ્ રાજચન્દ્રજી જેવા કેટલાય સંતોએ કવિતાના માધ્યમ દ્વારા પોતાનું ચિંતન રજૂ કર્યું અને લોકોને સત્સંગ કરાવ્યો. એ જ પરંપરાને મુનિ શ્રી મુનિચન્દ્રજીએ અપનાવી પોતાની કવિતાનો પ્રસાદ વહેંચ્યો. કેટલીક પંક્તિઓ ટાંકું છું :
૧)
‘ન આંસુ સાર તું પરમાત્માના દીદારને માટે, નજરને બંધ કર, અંદર ઊતર, સામે ઊભેલો છે.'
૭૨