Book Title: Gyandhara 17 18 Ane Jain Dharm
Author(s): Gunvant Barvalia
Publisher: Arham Spiritual Centre

View full book text
Previous | Next

Page 53
________________ 80% વિજ્ઞાન અને જૈન ધર્મ છે છે. સાધનામાર્ગે આગળ વધેલ સાધુ-સાધ્વીજીઓ તો વિકસેન્દ્રિય અને યથાસંભવ સ્થાવર જીવોની પણ યત્નાપૂર્વક દયા પાળી કર્મબંધથી હળવા થવા પુરુષાર્થ કરે છે. રજોહરણ (એટલે એક પ્રકારનું કોમળ દોરા દ્વારા બનાવેલ રજ-કચરો દૂર કરવાનું, જીવરક્ષા સાથે સફાઈ કરવાનું ઉપકરણ) દ્વારા તેમના ગમનાગમનની ક્રિયાને ઇરિયા સમિતિનું પાલન કરી યથાશક્ય જીવદયાપાલનમાં પ્રવૃત્ત રહે છે. તેઓ નાના-મોટા કોઈ પણ જીવોને કોઈ પ્રકારની હાનિ-ક્ષતિ-દુ:ખ પહોંચાડતા નથી અને સૂક્ષ્મ અપકાયા પાણીના જીવોની પણ દયા પાળે છે. જૈનોનું વિશ્વ દર્શન ધરતી અને અવકાશ (ગ્રહમંડળ) બન્નેને આવરી લે છે. વિશ્વમાં રહેલ ચૈતન્યશક્તિ-જીવનશક્તિનું તેમનું દર્શન-અવલોકન, માન્યતા, શ્રદ્ધા વગેરે અદ્ભુત છે. આને કારણે તેઓ પર્યાવરણ રક્ષા માટે અત્યંત સજાગ છે. તે આદર્શની પૂર્તિ માટે પર્યાવરણ રક્ષા આંદોલનમાં ઉત્સાહથી ભાગ લઈ સર્વ જીવરક્ષાના આદર્શને જીવંત રાખવા યથાશક્તિ યોગદાન આપે છે. આ દૃષ્ટિથી જૈનોનાં પાંચ મહાવ્રતોનું પર્યાવરણની રક્ષાની દૃષ્ટિએ પુન: અવલોકન કરવું જોઈએ અને તે મુજબ વિશિષ્ટ અર્થઘટન થઈ શકે. પહેલા વ્રતમાં જૈનોના આચારમાં અહિંસાની આરાધના સર્વ નાનામોટા જીવો પ્રત્યેની વિધવાત્સલ્યવૃત્તિનું કરુણ મંગલદર્શન કરાવે છે. બીજું, આ વ્રત પર્યાવરણ સંતુલનમાં સહાય કરે છે. સત્ય મહાવ્રતનું અનુસરણ પરસ્પર વસ્તુઓના જીવોના સંબંધને દર્શાવે છે. એક સત્યવાદી અને સત્યપ્રિય અસંયમિત દુર્ભયથી થતા પીડાત્મક નુકસાનને સહેલાઈથી અવગણી ન શકે. ત્રીજું, અસ્તેય મહાવ્રત (ચોરી ન કરવી). વિશ્વની મર્યાદિત સંપત્તિ પ્રત્યે નિર્દેશ કરી તેને આવતી પેઢીની જરૂરિયાત સંતોષવા માટે સંરક્ષણ કરવા પ્રેરિત કરે છે. (દુર્વ્યય, બેદરકારીપૂર્વકનો ઉપયોગ નિવારી કરકસરયુક્ત ઉપયોગ કરવા અને તે રીતે જીવરક્ષા-જીવસૃષ્ટિના સંરક્ષણ માટે યથાશક્તિ પ્રવૃત્ત રહેવા બોધ આપે છે). બ્રહ્મચર્ય પાલન દ્વારા ચોથું મહાવ્રત વિશ્વની વધતી જતી વસ્તીને નિયંત્રણમાં રાખવા સારું યોગદાન આપી શકે અને સહાયભૂત થઈ શકે. જ્યારે અપરિગ્રહ વૃત્તિ-વ્રતનું પાલન એક પ્રકારની શિસ્ત પ્રેરે છે. વિચારણા કરવા સ્થિરતા બક્ષે છે. ચીજવસ્તુનો સંગ્રહ કરતાં પહેલાં ભૌતિક સંપત્તિ-દ્રવ્ય, મિલકતાદિની સંગ્રહવૃત્તિ પર્યાવરણને કેટલું નુકસાન પહોંચાડી શકે છે તે વિચારવા જાગૃત કરે છે. અપરિગ્રહ વ્રત અમર્યાદ ભોગ-ઉપભોગનું નિયમન કરવા સહાયક છે જે કુદરતી સંપત્તિનો દુર્વ્યય અટકાવે છે. કર્માદાન એટલે મહાઆરંભ (સમારંભ - એકેન્દ્રીય આદિ) અગ્નિ, પાણી, વાયુ, વનસ્પતિ અને પૃથ્વી ત્રસ જીવોનો ઘાત થતો હોય તેવા ઉદ્યોગ-ધંધા. - ૧૦૩ - #– અને જૈન ધર્મ છીછરછી) માનવીમાં રહેલ અનિયંત્રિત સંગ્રહવૃત્તિ અને મમત્વ પર્યાવરણવિષયક ચિંતાનું મૂળ કારણ છે. સાધુજી-સાધ્વીજીઓ તેમની નિત્ય પ્રવૃત્તિમાં રોજિંદી આધ્યાત્મિક સાધના દ્વારા પર્યાવરણની વિશાળ સૃષ્ટિ પર ઊર્ધ્વવૃત્તિ દ્વારા ઘણું યોગદાન આપી અગત્યનો ભાગ ભજવે છે. પર્યાવરણ રક્ષા એ તેમનો આધ્યાત્મિક ઉચ્ચ આદર્શ પર્યાવરણની જાળવણી માટે અત્યંત ઉપકારક છે. સ્વ-પર કલ્યાણનો ઘાતક છે. જૈન સમાજ તેમની સંભાળ, કાળજી અને લક્ષ દ્વારા આધ્યાત્મિક આદર્શ પરંપરા, ભૌતિકવાદ પ્રત્યેનો લાલસારૂપી પ્રમાદ છોડી તેમના અનુભવોને, અહિંસાના આદર્શને મૂર્તિમંત કરવાના ઉપયોગમાં લઈ પર્યાવરણ રક્ષાને નવું પરિમાણ બક્ષી શકે અને પોતાની ઉચ્ચ વૃત્તિનું દર્શન કરાવી શકે. પર્યાવરણની રક્ષાના પરિપ્રેક્ષ્યમાં જૈનોની અહિંસાપ્રધાન પરંપરાને કારણે તથા માંસાહાર વિરુદ્ધની તેમની ઝુંબેશના ઇતિહાસથી તેમ જ પશુબલિના ઉગ્ર વિરોધ ઉપરાંત જ્યાં હિંસાનો અતિરેક અર્થાત્ મહાઆરંભ થાય તેવી કર્માદાન-વ્યાપારની પ્રવૃત્તિને મહદ્અંશે ટાળવાના પ્રયાસ થતા હોય તેવા જૈનો પર્યાવરણ રક્ષા માટે સૌથી વધુ અનુકુળ બની રહે છે. વૈશ્વિક તાપમાનમાં વધારો કરતાં અને પર્યાવરણને દૂષિત કરતાં ઉદ્યોગગૃહો સાથે જોડાયેલા જૈનો આ પ્રવૃત્તિમાં પરિવર્તન લાવી નિયમન કરે તો તેણે નિજી ધર્મ પ્રતિ વફાદારીનું દર્શન કરાવ્યું ગણાશે, જે સ્વ-પર કલ્યાણકારી ગણાશે. ગાય અને પશુરક્ષામાં જૈનો જેને કુળદેવી ગણે છે તેવી જીવદયા અગત્યનો ભાગ ભજવે છે. પૃથ્વી-ધરતીની નૈતિક-આદર્શ પરિસ્થિતિના નિર્માણમાં વૈદિક-હિન્દુ તથા જૈન પરંપરા એક અજોડ અને સમૃદ્ધ સાધન-સંપત્તિનું યોગદાન આપે છે. હિન્દુ વિચારધારા ધરતીને દેવીરૂપ-માતારૂપ માને છે અને તે રીતે તેનું બહુમાન-પૂજા કરે છે. આ ધરતીને પૂજનીય આદરણીય માની બહુમાન કરે છે. તેમના મતે પૃથ્વી-પાણી-અગ્નિ-વાયુઆકાશ મહાભૂતરૂપ ગણી એક શક્તિરૂપે પૂજે છે. સાદગીભરી જીવનશૈલી આર્થિક વિકાસ જાળવવામાં સહાયરૂપ થાય છે. પૃથ્વી-ધરતી પ્રતિનો આ મૈત્રીભાવ ધર્મનું એક અંગ મનાય છે. દષ્ટિથી અહોભાવપૂર્વક જોવાય-શ્રદ્ધાય છે. જૈન પરંપરાની વિચારધારાઆદર્શ ધરતીને એકેન્દ્રીય રૂપ સજીવ સ્થાવર ચૈતન્ય સ્વરૂપ ગણી તેની રક્ષા કરવા પ્રતિબદ્ધતા દાખવે છે અને વિશ્વમૈત્રીની-અહિંસાની મૈત્રીની વિચારધારા પર્યાવરણ રક્ષામાં ઘણી જ મહત્ત્વની અને ઉપયોગી સાબિત થાય છે. વિશ્વના દરેક જીવો પરપસ્પર સંબંધથી સંકળાયેલા છે તેવો ઉચ્ચ આદર્શ રજૂ કરે છે અને ત્રસ સ્થાવરની ૧૦૪

Loading...

Page Navigation
1 ... 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117