Book Title: Gyandhara 17 18 Ane Jain Dharm
Author(s): Gunvant Barvalia
Publisher: Arham Spiritual Centre

View full book text
Previous | Next

Page 52
________________ વૈશ્વિક તાપમાન, પર્યાવરણ અને જૈન ધર્મ - ગુણવંત બરવાળિયા છેલ્લાં છવ્વીસ સો વર્ષથી વૈદિક ધર્મ જેટલા જ પ્રભાવથી જૈન ધર્મ પ્રભાવશાળી રહ્યો હતો અને સૂર્યસમાન ઝળહળતો હતો. જૈન પરંપરા અને વૈદિક હિન્દુ પરંપરા સમાંતર ચાલતી હતી. જ્યારે વૈદિક પરંપરાના મૂળમાં વેદોની ઋચા તથા વૈદિક ક્રિયાકાંડો હતાં અને તેનું ધાર્મિક નેતૃત્વ બ્રાહ્મણોના હાથમાં હતું ત્યારે જૈનોએ પોતાની આગવી પવિત્ર આગમધારા વિકસાવી હતી, જેમાં આચારાંગ સૂત્રનો સમાવેશ થવા પામેલ હતો. તેનું નેતૃત્વ વિહારી સાધુજી તથા સાધ્વીજીઓના હાથમાં હતું જેને ચુસ્તતાથી અને પ્રામાણિકતા, નિષ્ઠાથી અનુસરવામાં આવતું હતું. ચતુર્વિધ સંઘનું પ્રાબલ્ય તથા પ્રભાવ હતો. ભારતભરમાં વિહારયાત્રા (પગપાળા) કરી સાધુસાધ્વીજીઓ જૈનત્વના મૂળ સિદ્ધાંતો તથા આચારોને લોકમાનસમાં અને લોકવ્યવહારમાં પ્રસારિત કરી ધર્મપ્રભાવના કરતાં હતાં. ઉપરોક્ત નિર્દેશ મુજબ હિન્દુત્વમાં દ્વૈત અને અદ્વૈત એમ બે પ્રકારની ઈશ્વરની પરિકલ્પના હતી અને તેના દરેકના વિભિન્ન પેટાભેદ હતા. જૈનોના સિદ્ધાંતના મૂળમાં અનંત જીવોથી ભરપૂર ત્રણ લોક ઊર્ધ્વ-મધ્ય-અધોની માન્યતા હતી. નારકીઓ અધોલોકમાં, મનુષ્યો અને તિર્યંચો મધ્યલોકમાં અને દેવદેવીઓ ઊર્ધ્વલોકમાં વસતાં હતાં. જૈન દર્શનનું અંતિમ લક્ષ્ય સિદ્ધ ક્ષેત્રમાં આત્માને સ્થિર કરી, કર્મથી સર્વથા મુક્ત કરી શાશ્વત સુખનો અનંતકાળ સુધી આત્માનુભવ કરવાનું હતું. સ્વભાવમાં જ આત્માના શાશ્વત સુખની કલ્પનાને વાસ્તવિકતામાં રૂપાંતર કરવાનું હતું. સિદ્ધ ક્ષેત્રના સ્થાનને લોકાગ્રે દેવલોકથી પણ ઉપર અંતિમ છેડા પર માનવામાં, શ્રદ્ધવામાં આવતું હતું, જ્યાં અનંતાનંત મુક્તાત્માઓ શાશ્વતપણે અનંત સુખની લહેરમાં બિરાજમાન થઈ સ્વસંવેદનરૂપ નિજભાવમાં ઉપયોગ અને નિજગુણરૂપ અનંતજ્ઞાન - અનંતદર્શનના ભોકતા હતા. પરમપદના અધિકારી હતા. આ લક્ષ્ય આત્માને સંસારનાં બંધનોથી સદા માટે મુક્ત કરી અજર-અમર-અવિનાશી એવું અમૃત સ્વરૂપ પ્રાપ્ત કરવા માટે પ્રેરતું હતું. આ પદ પ્રાપ્ત કરવાના અભ્યાસરૂપે જેમ આત્માને સિદ્ધ ક્ષેત્રમાં અનંતાસિદ્ધ મુક્ત આત્માઓ સાથે અનેકતામાં સ્વતંત્ર ઐક્ય સ્થાપિત કરી એકમાં અનેક અને અનેકમાં એકનો સમાવેશ કરી, સ્થિરવાસ કરવાનો હોવાથી આ સૃષ્ટિ પર પણ અનેક-અનંત આત્માઓ-જીવો સાથે ભાવાત્મક એકતા સ્થાપિત ૧૦૧ અને અને જૈન ધર્મ પૂર કરી રાગદ્વેષ વગર, એકસાથે ઐક્ય સ્થાપવાનો આદર્શ વ્યવહારમાં મૂકવાની જૈનત્વ પ્રેરિત સિદ્ધાંતની પ્રરૂપણા કરી. આથી જૈનોએ વાતાવરણ સાથે, પ્રાકૃતિક પરિબળોજીવસૃષ્ટિ સાથે ઐક્ય કેળવવા બોધ આપ્યો, જેમાં પર્યાવરણનો સમાવેશ થઈ જતાં જૈનો અને પર્યાવરણ એકમેકનાં પૂરક સહાયક તત્ત્વો ગણાયાં. અંતે તેનો પણ સંસારભાવે ત્યાગ કરવાના ઉદ્દેશ સાથે જૈન દર્શનનાં હાર્દસમા પંચમહાવ્રતો છે જે તેમના અનુયાયીઓ માટે દૈનિક જીવનમાં માર્ગદર્શકરૂપ છે. જૈન શ્રમણોના માત્ર પગપાળા વિહાર અને અષ્ટપ્રવચન માતા એટલે સ્વચ્છતા-જયણા-જીવદયા અને સંયમના પાલન માટેના આઠ નિયમોનું આચરણ પર્યાવરણ સહાયક છે. આ અનુયાયીઓ એટલે સાધુસાધ્વીજી, ભગવંતો, સર્વ વિરતિ, શ્રમણ-શ્રમણીઓ આ પાંચ મહાવ્રતો રાષ્ટ્રીય યુગપુરુષ શ્રી મહાત્મા ગાંધીજીને પ્રભાવિત કરી ગયાં. તે મહાવ્રતો છે અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ. વ્યક્તિ આ વ્રતોને ગ્રહણ કરી-સ્વીકારી સર્વ જીવોને ઓછામાં ઓછી પીડા પહોંચાડે છે. સર્વ જીવોને યથાશક્તિ અભયદાન આપી, નિર્દોષ, પવિત્ર જીવનને સાધના દ્વારા સાર્થક કરે છે. જૈન દર્શન જિન શાસનમાં જીવોના ભેદો તેને પ્રાપ્ત ઇન્દ્રિયો મુજબ પાડવામાં આવ્યા છે. દા.ત. એક ઇન્દ્રિય તથા મનવાળા સંજ્ઞી મનુષ્યોરૂપ, ત્રસ જીવો, ત્યાં સ્થાવર જીવો એકેન્દ્રિય જીવોમાં પૃથ્વી, અપ (જળ), તેઉ (અગ્નિ), વાઉં (વાયુ), સૂક્ષ્મ-બાદર પ્રત્યેક સાધારણ વનસ્પતિ, છોડ, વૃક્ષાદિનો સમાવેશ થાય છે. આ બધાં સ્પર્શેન્દ્રિય દ્વારા સંસાર ભોગવે છે. કીટ, શંખ, છીપ આદિ સૂક્ષ્મ બેઇન્દ્રિય જીવો જેમને સ્પર્શ ઉપરાંત મુખ (સ્વાદ-રસેન્દ્રિય) પણ હોય છે. માંકડ, કીડી આદિ ત્રણ ઇન્દ્રિયવાળા જીવોને સ્પર્શ, સ્વાદ ઉપરાંત સૂંઘવાની ઘ્રાણેન્દ્રિય હોય છે. ચોરેન્દ્રિય જીવો માખી, ભમરા વગેરે જીવોને જોવાની ઇન્દ્રિય આંખ પણ હોય છે. ત્યાંથી આગળ વધતા પાંચ ઇન્દ્રિયવાળા તિર્યંચ જીવો જેમાં ગાય, બળદ, ઘોડા, હાથી આદિ જીવો છે જેમાં પાંચમી શ્રવણેન્દ્રિય કાન હોય છે જે સાંભળવામાં સહાયરૂપ થાય છે. આમાં સ્થળચર-જળચર આદિ પ્રાણીઓનો સમાવેશ છે. તેઓમાંનાં કેટલાક મનરૂપી સંશીપણું પ્રાપ્ત થવાથી વિચારી પણ શકે છે. જૈન સાધકો માટે આમાંના કોઈ પણ જીવોની વિરાધના કરવી (દુઃખ પહોંચાડવું) તે જીવોની ઇન્દ્રિયોની શક્તિ મુજબ ઉત્તરોત્તર ગાઢ અશુભ કર્મબંધરૂપ ઠરે છે, જે દુ:ખકર્તા નીવડે છે. તે તેમની મોક્ષસાધનામાં બાધક થાય છે. કર્મોથી બચવા અને તેને વધતાં અટકાવવા જૈનો હિંસા સંબંધિત પ્રવૃત્તિનો ત્યાગ કરે છે અને શાકાહારી ખોરાક આરોગે ૧૦૨

Loading...

Page Navigation
1 ... 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117