Book Title: Gyandhara 17 18 Ane Jain Dharm
Author(s): Gunvant Barvalia
Publisher: Arham Spiritual Centre

View full book text
Previous | Next

Page 54
________________ 80% વિજ્ઞાન અને જૈન ધર્મ છે સમાનભાવે યથાશક્ય રક્ષા કરવા પ્રવૃત્ત બને છે અને પ્રબોધે છે. અહિંસાના ઉચ્ચ સૈદ્ધાત્તિક આદર્શ પર્યાવરણ રક્ષા માટે અતિમૂલ્યવાન છે. બન્ને વૈદિક અને જૈન સંસ્કૃતિનું વલણ ભૌતિકતા પ્રતિ ઉદાસીન રહી યોગી, શ્રમણ પરંપરા પ્રતિ આગળ વધવા આધ્યાત્મિક વિકાસ પર જોર આપે છે. પર્યાવરણના આયોજનમાં ભૌતિક વિકાસ પ્રત્યે તેઓ ઉદાસીન હોઈ શકે, પરંતુ બન્ને સંસ્કૃતિ માનવ-ધરતીના સંબંધોનું નવું પરિમાણ બક્ષી મૈત્રીભાવનો વિકાસ કરવા દ્વારા પર્યાવરણ રક્ષાના સિદ્ધાન્તમાં ઘણા જ ઉપયોગી નીવડી શકે તેમ છે તેની સહર્ષ નોંધ લેવી જ રહી. બન્ને આદર્શો અને વિચારધારાઓ અપેક્ષિત વિકાસમાં ઘણી જ સહાયરૂપ-મહત્ત્વનાં છે. જૈન ધર્મ પર્યાવરણ સંતુલનપોષક છે જૈન ધર્મનાં વ્રતો, નિયમો અને સૂત્ર-સિદ્ધાંતો ધર્મની પુષ્ટિ કરનારાં છે. સાથેસાથે પર્યાવરણની સંતુલના માટે સહાયક છે. એ વિષય પર ચિંતન કરીશું તો જૈન ધર્મ વૈજ્ઞાનિક છે તેની પ્રતીતિ થશે. સમયના સાંપ્રત પ્રવાહમાં પ્રદૂષણ સમસ્યા એક વિકરાળ રાક્ષસ સ્વરૂપે આપણા આંગણામાં આવીને ઊભી છે, જાણે વિકાસની હરણફાળ પર એક મસમોટું પ્રશ્નાર્થચિહ્ન મુકાઈ ગયું છે ! - સૃષ્ટિની સમગ્ર પ્રકૃતિ તાલબદ્ધ ચાલી રહી છે. સુષ્ટિના તમામ પદાર્થો માનવી માટે જ સર્જાયા છે, આવા ખોટા ખયાલને કારણે ઉપભોક્તા સંસ્કૃતિનો ઉદ્દભવ થયો. માનવીય જરૂરિયાતો વધી તેથી ઉત્પાદન વધારવાની જરૂર પડી. વિવેકહીન વૈજ્ઞાનિક પ્રગતિ, અસંયમ અને કુદરતી સાધનોના શોષણ દ્વારા માનવીએ પ્રકૃતિ પર આક્રમણ કર્યું. જૈન ધર્મે સંયમ, અહિંસા અને અપરિગ્રહના સિદ્ધાંતોની પ્રરૂપણા કરી છે જે સિદ્ધાંતો પર્યાવરણના સંતુલન માટે સહાયક બને છે. ભોગલક્ષી જીવનશૈલીની સામે ભગવાન મહાવીરે ત્યાગ અને સંયમની વાત કરી. જીવનમાં સંયમ આવશે તો ઉપભોક્તાવૃત્તિ પાતળી પડશે. દિવસમાં એક બાલદી પાણીથી ચાલી શકતું હોય તો વધુ પાણી ન વાપરવું. પર્યાવરણના સંદર્ભે અહિંસા વિશે વિચાર કરીશું તો જણાશે કે ભગવાન મહાવીરે સત્યનો સાક્ષાત્કાર કર્યો હતો. એ કેવળજ્ઞાનની પ્રાપ્તિ પછી તેમણે કહ્યું કે પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, વનસ્પતિ એ દરેકમાં જીવ છે. આ દરેકને સ્વતંત્ર સત્તા છે. તેઓ કોઈકના માટે નથી બન્યાં. આ પાંચ તત્ત્વોમાં સ્થિર રહેનારા જીવોના અસ્તિત્વનો - ૧૦૫ જૈન ધર્મ છેદિલ્હી સ્વીકાર કરી આ સૂક્ષ્મ જીવોની હિંસાથી બચવા જૈન દર્શને ઊંડું ચિંતન કર્યું છે. અગ્નિ, પાણી, વાયુ, માટી, વૃક્ષો અને પ્રાણીઓ આ તમામ મળી પર્યાવરણ અથવા વાતાવરણને રચે છે. આ તમામ ઘટકો પર પરસ્પરનું સંતુલન ન જળવાય તો પ્રદૂષણ ઉત્પન્ન થાય છે. માનવજીવન પર પર્યાવરણ સંકટ આવી પડે છે. જૈન ધર્મ એક સજીવ તત્ત્વરૂપે સ્વીકારે છે. તેમાં અપકાયના સ્થાવર જીવો પણ હોય છે. પાણીના આશ્રયમાં વનસ્પતિકાયના સ્થિર-સ્થાવર જીવો તેમ જ ત્રસકાયના એટલે હાલતા-ચાલતા જીવો ઉછેર પામતા હોય છે. જળપ્રદૂષણથી પાણીમાંની વનસ્પતિ અને હજારો પ્રકારના જળચર જીવોની હિંસા થાય છે. ઇરાનઇરાકના ખાડીયુદ્ધના તેલ-ચરા દ્વારા સમુદ્રમાં ભયંકર જળપ્રદૂષણ થયું, પાણીમાંના અસંખ્ય જીવોની હિંસા તો થઈ, માનવજાતે પણ ખૂબ સહન કરવું પડ્યું. જમીન પર કબજો એ સામ્રાજ્ય વધારવાનો પરિગ્રહ, સત્તા અને મૂડીનું કેન્દ્રીકરણ હિંસા વધારનારું છે. તેની સામે અપરિગ્રહના સિદ્ધાંતમાં સંયમ અને ત્યાગ અભિપ્રેત છે. હિરોશીમા - નાગાસાકી પર થયેલા બોમ્બવિસ્ફોટને કારણે તાપમાન (ટેમ્પરેચર) એટલું વધી ગયું કે (અલ્ફા, બીટી, ગામા) રેડીએશનને કારણે કેન્સર જેવા રોગો થયા, જિન્સને અસર થઈ જેથી રોગો વારસામાં આવ્યા, પ્રદૂષણને કારણે એ સમયે ઍસિડનો વરસાદ થયો અને હજારો માણસો માર્યા ગયા ને લાખો અપંગ બન્યા, માતાના ગર્ભમાં રહેલાં બાળકો પણ અપંગ અવતર્યા. અમેરિકાના સામ્રાજ્યવાદની ઘેલછાએ વિશ્વને યુદ્ધસર્જિત પ્રદૂષણનું તાંડવનૃત્ય બતાવ્યું. વિવેકહીન ઉપભોગ અને સ્પર્ધાને કારણે ઉત્પાદન વધારવાની આંધળી દોટમાં મહાકાય કારખાનાં પાણીનો વ્યાપક ઉપભોગ કરે છે. દિલ્હીની યમુના નદી અને ઇંગ્લેન્ડની ટેમ્સ નદી વગેરે નદીઓ પ્રદૂષિત થઈ રહી છે. દરેક જીવને જીવવાનો અધિકાર છે. આપણે એનું જીવન છીનવી શકીએ નહીં, એટલે માંસાહારનો જૈન ધર્મ નિષેધ કરે છે. - આઇસક્રીમ બનાવનારી અમેરિકાની એક બહુ મોટી કંપનીના માલિક જહોન રોબિન્સે લખેલા પુસ્તક ‘ડાયેટ ફૉર ન્યૂ અમેરિકામાં જણાવ્યું છે કે, માંસાહારીઓને કારણે અમેરિકામાં કુદરતી સંપત્તિ, ઊર્જા, પાણી અને વનસ્પતિઓનો જે ભયંકર દુર્ણય થાય છે તેના પ્રદૂષણને કારણે પર્યાવરણની અસંતુલિતતા ઉભવી છે. લેખકના મતે માત્ર એક પાઉન્ડ બીફ પેદા કરવા માટે સોળ પાઉન્ડ અનાજ અને સોયાબીન, પચ્ચીસસો ગેલન પાણી, અનેક ગેલન પેટ્રોલ વપરાય છે. અમેરિકામાં - ૧૦૬

Loading...

Page Navigation
1 ... 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117