Book Title: Gyandhara 17 18 Ane Jain Dharm
Author(s): Gunvant Barvalia
Publisher: Arham Spiritual Centre

View full book text
Previous | Next

Page 56
________________ 80% વિજ્ઞાન અને જૈન ધર્મ છે રહે છે. તે આધ્યાત્મિક આરોગ્યના વિકાસમાં પણ સહાયક નીવડે છે. મહાવીર પોતાના સાધનાકાળમાં અનેક વૃક્ષો નીચે રહ્યા હતા. વૃક્ષોનો એક વર્ગ છે - ચૈત્યવૃક્ષ. જેની આસપાસ ચોતરો હોય, ચબૂતરો બનાવેલો હોય તેને ચૈત્યવૃક્ષ કહેવામાં આવે છે. આ એક અભિગમ છે. આ શબ્દનો બીજો અર્થ આ પ્રમાણે છે. જેનું સાન્નિધ્ય ચિત્તને આલાદિત કરનારું અથવા તો ચેતનાને જગાડનારું હોય તે ચૈત્યવૃક્ષ છે. ચૈત્યવૃક્ષની પરંપરા ચેતના સાથે જોડાયેલી છે. પીપળો, અશોક, શાલ-આવાં વૃક્ષોનો ચેતનાના જાગરણ સાથે ગાઢ સંબંધ છે. તેમની ઉપેક્ષા પોતાના અસ્તિત્વની ઉપેક્ષા કરતાં જરાય ઓછી નથી. જૈનોના તમામ તીર્થંકરોના દીક્ષા અને કેળવજ્ઞાનની પ્રાપ્તિના પ્રસંગો (કલ્યાણકો) વન અને વૃક્ષ સાથે જાડાયેલા છે. અજિતનાથને શક્રમુખ ઉદ્યાનમાં સપ્તપર્ણ વૃક્ષ નીચે કેવળજ્ઞાન થયું. તીર્થકર સંભવનાથને સહરાવનમાં શાલવૃક્ષની નીચે કેવળજ્ઞાન થયું. આદિનાથ પ્રથમ તીર્થંકર ઋષભદેવને શમુખ ઉદ્યાનમાં વટવૃક્ષ (વડલા) નીચે કેવળજ્ઞાન થયું. પાર્શ્વનાથ ભગવાનને આશ્રમપદ ઉદ્યાનમાં અશોકવૃક્ષ નીચે કેવળજ્ઞાન થયું. મહાવીરસ્વામીને શ્યામવનમાં શાલવૃક્ષ નીચે કેવળજ્ઞાન થયું. મહાવીરસ્વામીએ કેવળજ્ઞાન પછી સમવસરણમાં બિરાજી ચૈત્યવૃક્ષ નીચે પ્રથમ દેશના આપી. ચરમતીર્થંકર મહાવીરસ્વામી ગુણશીલ આદિ ચૈત્ય વગેરે. ઉદ્યાનોમાં શેષકાળમાં વાસ કરતા અને ઉદ્યાનમાં ચાતુર્માસ અર્થે રોકાતા. આમ જૈન તીર્થકરોનો વૃક્ષો-વન અને પ્રકૃતિ સાથેનો અતૂટ નાતો અભિપ્રેત છે. મહાવીરની પચીસમી નિર્વાણ શતાબ્દીના પ્રસંગ પછી મહાવીર વનસ્થલીનું કાર્ય શરૂ થયું. દિલ્હી માત્ર હિન્દુસ્તાનની જ રાજધાની નથી, પ્રદૂષણની પણ રાજધાની છે. અનેક પાર્ક અને વનસ્થલી હોવા છતાં તે બે દસકા પછી રહેવાયોગ્ય નહીં હોય એમ પ્રતીત થયા કરે છે. આવા સંજોગોમાં મહાવીર વનસ્થલીનું શું વિશેષ મહત્ત્વ હશે એ પણ એક પ્રશ્નાર્થચિહ્ન છે. આનું સમાધાન આપણે મહાવીરના જીવનદર્શનમાંથી શોધવાનું – પામવાનું છે. પ્રદૂષણની સમસ્યા મહાવીર અહિંસાના મહાન પ્રવક્તા હતા. તેમના અહિંસાવિજ્ઞાનને પર્યાવરણવિજ્ઞાન પણ કહી શકાય છે. પાણીનો અનાવશ્યક વ્યય, વૃક્ષો - છોડવાઓનો અનાવશ્યક ઉપભોગ આ બધું મહાવીરની અહિંસામાં અણીય કાર્ય છે. ધ્વનિ, વાયુપ્રદૂષણ અને જળ-પ્રદૂષણની સમસ્યાનું સમાધાન માત્ર વનસ્થલીનું નિર્માણ જ નથી. - ૧૦૯ - છ06 – અને જૈન ધર્મ છેદિલ્હી તેનું સમાધાન છે વ્યાવસાયીકરણની આંધળી પ્રવૃત્તિ પર નિયંત્રણ. શું આ મુક્ત માનસિકતા અને મુક્ત ભોગના વાતાવરણમાં સંયમની વાત વિચારી શકાય એમ છે ખરી ? શું સંયમનો અર્થ સમજ્યા વગર આપણે પર્યાવરણના પ્રદૂષણને ઘટાડી શકીશું ખરા ? પર્યાવરણનું પ્રદૂષણ આરોગ્યને પ્રભાવિત કરી રહ્યું છે. અધિક આવશ્યકતા, અધિક માગ, અધિક ખપત અને અધિક ઉપભોગ પર્યાવરણ-પ્રદૂષણનાં કારક તત્ત્વો છે. આ વૈજ્ઞાનિક અને વિકાસના યુગમાં આવશ્યકતા તેમ જ ઉપભોગને ઘટાડવાની વાત કહેવી એ જાણે અપરાધ જેવું લાગે છે. આપણે સચ્ચાઈ સામે ક્યાં સુધી આંખમીંચામણાંની રમત રમતા રહીશું? આખાય યથાર્થને સ્વીકારવું જ પડશે. પર્યાવરણ વિજ્ઞાનનું એક મહત્ત્વપૂર્ણ સૂત્ર છે - લિમિટેશન. પદાર્થો ઓછા છે અને ઉપભોગતાઓ અધિક છે. આ સમસ્યાનું સમાધાન છે - સંયમ. વૃક્ષ પર્યાવરણના પ્રદૂષણને ઘટાડે છે. આ દૃષ્ટિએ બગીચાઓ અને જંગલોનું મહત્ત્વ અધિક છે. પ્રદૂષણના સ્ત્રોત નિરંતર વધી રહ્યા છે અને તે વધતા જ રહેશે તો બિચારાં વૃક્ષો ક્યાં સુધી પ્રદૂષણને ઘટાડતાં રહેશે ? મૂળ સમસ્યા પ્રદૂષણ ઘટાડનારી મનોરચનાની છે. સમાજની મનોરચના પ્રદૂષણ વધારનારી છે અને આપણો મુદ્દો છે તેને ઘટાડવાનો. આજનો માણસ માત્ર શારીરિક આરોગ્યની જ ઉપેક્ષા નથી કરી રહ્યો, તે માનસિક અને ભાવાત્મક આરોગ્યની પણ ઉપેક્ષા કરી રહ્યો છે. સ્વસ્થ શરીર તો સ્વસ્થ મન - આ સત્યને જોવાનું એક પાસું છે. તેનું બીજું પાસું છે - મન સ્વસ્થ તો શરીર સ્વસ્થ. શરીર અને મન બંનેનું આરોગ્ય આધ્યાત્મિક આરોગ્યનું કારણ બને છે. પદાર્થની ભાષાનો સમજદાર માણસ શું અહિંસાની આ ભાષાને સમજવાનો પ્રયત્ન કરશે ખરો ? ભગવાન મહાવીરે પર્યાવરણનો આધાર જ માત્ર નથી આપ્યો, તેની ક્રિયાન્વિતીનો માર્ગ પણ બતાવ્યો છે. જે જીવની હિંસા વગર તમારી જીવનયાત્રા ચાલી શકતી હોય તે જીવની હિંસા ન કરો. જીવનયાત્રા માટે જેમનો ઉપભોગ અનિવાર્ય છે, તેમની પણ અનાવશ્યક હિંસા ન કરો. પદાર્થનો પણ અનાવશ્યક ઉપભોગ ન કરો. આ નિર્દેશના સંદર્ભમાં વર્તમાન પર્યાવરણની સમસ્યાની સમીક્ષા આવશ્યક છે. આજે પૃથ્વીનું વધારે પડતું દોહન થઈ રહ્યું છે. તેનાથી જગતનું સંતુલન વેરવિખેર થઈ રહ્યું છે. ઊર્જાના સ્ત્રોત સમાપ્ત થઈ રહ્યા છે. ખનિજ ભંડારો ખાલી થવા લાગ્યા છે. આજના વૈજ્ઞાનિકો ઊર્જાના નવા સ્રોતો શોધવામાં સક્રિય બન્યા છે. સાથેસાથે ઉપલબ્ધ ૧૧૦ *

Loading...

Page Navigation
1 ... 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117