Book Title: Gyandhara 17 18 Ane Jain Dharm
Author(s): Gunvant Barvalia
Publisher: Arham Spiritual Centre

View full book text
Previous | Next

Page 45
________________ DD DDO શ્રુતસંપદા અને જૈન ધર્મ® De પ્રભાવશાળી જિન-ચરણોને હું અત્યંત શ્રદ્ધાપૂર્વક નમન કરું છું. ત્રીજી સ્તુતિ ત્રીજી વંદના ઃ ત્રીજી સ્તુતિની રચના આચાર્યશ્રીજીએ મંદાકાંતા છંદમાં કરી છે. ત્રીજી વંદના શ્રુતજ્ઞાનને અર્થાત્ શ્રી મહાવીરસ્વામીની દેશનાના સંપુટરૂપ આગમોને કરવામાં આવી છે. આ આગમો અનેક રીતે સમુદ્રના સ્વરૂપને મળતો આવતો હોવાથી તેની સરખામણી સાગર સાથે કરવામાં આવી છે. જેમ સાગર ગંભીર હોય છે તેમ આગમો બોધથી ગંભીર છે. જેમ સાગર તેના ઊછળતાં મોજાંઓ વડે સુંદર હોય છે તેમ આગમો તેની પદરચનાઓ વડે સુંદર છે. જેમ સાગર ઘણો ઊંડો હોય છે તેમ આગમો જીવદયાના સિદ્ધાંતોને લીધે ઘણા જ ગહન છે. જેમ સાગરમાં મોટી ભરતી આવ્યા કરે છે તેમ આગમોમાં ચૂલિકારૂપી ભરતીઓ આવે છે. જેમ સાગર રત્નોથી ભરપૂર છે તેમ આગમો આલાપકોથી ભરભર છે. જેમ સાગરનો પાર પામવો મુશ્કેલ છે તેમ આગમોનો સંપૂર્ણ પાર પામવો, મર્મ સમજવો અત્યંત મુશ્કેલ છે. ચોથી સ્તુતિ ચોથી વંદના ઃ આ સ્તુતિની રચના આચાર્યશ્રીએ સ્રગ્ધરા છંદમાં કરી છે. ચોથી વંદના શ્રુતજ્ઞાનની અધિષ્ઠાયિકા એવી શ્રુતદેવીને કરવામાં આવી છે. આ શ્રુતદેવીનો નિવાસ સુંદર કમળ પર છે કે જેની સુગંધમાં મત્ત થયેલા ભમરાઓ ચોપાસ મધુર ગુંજારવ કરી રહેલા છે, જે રૂપલાવણ્યની અપ્રતિમ પ્રતિમા છે, જેના કંઠમાં દેદીપ્યમાન હાર શોભી રહેલો છે, જેના કરકમળમાં કમળ છે અને જેનો સમગ્ર દેહ બાર અંગરૂપ પાણીના સમૂહથી બનેલો છે તેવી આ દેવી પાસે એવું ઉત્તમ વરદાન માગવામાં આવ્યું છે કે જેને લીધે ભવનો આત્યંતિક વિરહ થાય, અર્થાત્ મોક્ષ સુખરૂપી શાશ્વત સુખની પ્રાપ્તિ થાય. શ્રાવિકાઓ દેવસી અને રાઈ પ્રતિક્રમણમાં ‘સંસાર દાવાનળ' સ્તુતિની પ્રથમ ત્રણ ગાથાનો ઉપયોગ કરે છે તથા સાધુઓ અષ્ટમીના દિવસે દેવસી પ્રતિક્રમણના દેવવંદનમાં આ સ્તુતિનો ઉપયોગ કરે છે. ચતુર્વિધ સંઘ, પક્ષી, ચૌમાસી અને સાંવત્સરિક પ્રતિક્રમણમાં સજ્ઝાયના સ્થાને ઉવસગ્ગહરં સ્તોત્ર સાથે આ સ્તુતિનો ઉપયોગ કરે છે. તે વખતે પ્રતિક્રમણમાં જે વડીલ હોય તે આ સ્તુતિની ત્રણ ગાથા તથા ચોથી ગાથાનું પ્રથમ ચરણ બોલે છે અને બાકીનાં ત્રણ ચરણો સકળ સંઘ મોટા સ્વરે બોલે છે. ‘ભવવિરહ’ શબ્દ યાકિની-મહત્તરાના ધર્મપુત્ર શ્રી હરિભદ્રસૂરિજીની કૃઓિના અંતમાં સંકેતરૂપે વપરાયેલો જોવાય છે, તે રીતે જ અહીં તે વપરાયેલો છે. આ સ્તુતિ પર શ્રી જ્ઞાનવિમલસૂરિ તથા બીજાઓએ સંસ્કૃતમાં ટીકાઓ રચેલી WO DI_ અને જૈન ધર્મ DHD છે તથા તેનાં પ્રત્યેક ચરણની પાદપૂર્તિ પણ કરેલી છે. શ્રી હરિદ્રસૂરિનું જૈન શ્રુતમાં અપૂર્વ યોગદાન છે. શ્રી હરિભદ્રસૂરિજીના ગ્રંથોની સૂચિ આગમ (૧) આવશ્યક સૂત્ર (૨) અનુયોગદ્વાર સૂત્ર (૩) દશવૈકાલિક સૂત્ર (૪) પ્રજ્ઞાપના સૂત્ર (૫) નંદી સૂત્ર (૬) જીવાભિગમ સૂત્ર. પ્રકરણ : (૧) અનેકાન્તવાદ પ્રવેશઃ સટીકઃ (૨) અનેકાન્ત જયપતાકા સટીક (૩) અપ્રકરણ (શ્રી અભયદેવસૂરિ) (૪) ઉપદેશ ગ્રંથ (શ્રી મુનિ ચંદ્રસૂરિ) (૫) શાસ્ત્રવાર્તા સમુચ્ચય સટીક (૬) સમ્યક્ત્વ સપ્તપતિ (શ્રી સિંહતિલકસૂરિ) (૭) સમરાઇચ્ચકણા (પંડિત ભગવાનદાસ કૃત) (૮) લલિત વિસ્તારા (શ્રી મુનિચંદ્રસૂરિ) (૯) લલિત વિસ્તારા સટીક (૧૦) ધ્યાનશતમ્ (જિનભદ્રગણિ ક્ષમાશ્રમણ) (૧૧) જમ્બુદ્વીપ સકગ્રહણી (શ્રી પ્રભાનંદસૂરિ) (૧૨) પશ્વવસ્તુક ગ્રંથ સટીકઃ (૧૩) પશ્ચાશક (શ્રી અભયદેવસૂરિ) (૧૪) પંચસૂત્ર (ચિરન્તનાચાર્ય વિરચિત) (૧૫) પ્રશમરતિઃ (શ્રીમદ્ ઉમાસ્વાતિ) (૧૬) શ્રાવક પ્રજ્ઞપ્તિઃ સટીક (૧૭) શ્રાવકધર્મ પ્રશ્વાશક ચૂર્ણિ (શ્રી યશોદેવસૂરિ) (૧૮) શ્રાવક ધર્મવિધિઃ (શ્રી માનદેવસૂરિ) (૧૯) પદ્દર્શન સમુચ્ચય : (શ્રી ગુણરત્નસૂરિ) (૨૦) ષગ્દર્શન સમુચ્ચય : (શ્રી સોમતિલકસૂરિ) (૨૧) ષોડશક પ્રકરણમ્ (શ્રી યશોવિજય (૨૨) ષોડશક પ્રકરણમ્ (શ્રી યશોભદ્રસૂરિ) (૨૩) યોગશતકમ્ સટીકઃ (૨૪) યોગ વિંશિકા (શ્રી યશોવિજયજી) (૨૫) યોગબિન્દુ સટીકઃ (૨૬) યોગદ્યષ્ટિ સમુચ્ચય સટીકઃ (૨૭) હિંસાફલાષ્ટક સટીકઃ (૨૮) સર્વજ્ઞસિદ્ધિ સટીકઃ (૨૯) સંસારદાવાનળ સ્તુતિઃ (શ્રી જ્ઞાનવિમલસૂરિ) (૩૦) ધર્મબિન્દુ (શ્રી મુનિચંદ્રસૂરિ) (૩૧) ધર્મસંગ્રહણિઃ (શ્રી મલયગિરિસૂરિ) (૩૨) ન્યાયપ્રવેશ સૂત્ર પંજિકા (૫. પાર્શ્વદેવગણિ), (૩૩) ન્યાયપ્રવેશ સૂત્ર સટીકઃ (૩૪) જ્ઞાનપચ્ચક વિવરણમ્ (૩૫) બોટિક પ્રતિષેધ (૩૬) દ્વિજવનિ ચપેટા. શ્રી હરિભદ્રસૂરિજીના મૂલ ગ્રંથોની સૂચિઃ (૧) સંબોધ પ્રકરણમ્ મૂલ (૨) વિંશતિવિંશિકા (૩) લોકતત્ત્વ નિર્ણય મૂલ (૪) ધૂમાવલી મૂલ (૫) નાના ચિત્ત પ્રકરણમ્ મૂલ (૬) ધૂર્તમાન મૂલ )૭) જિનપ્રતિમા સ્તોત્રમ મૂલ (૮) સર્વશ્રી જિન સાધારણ સ્તવનમ્ મૂલ (૯) લગ્નશુદ્ધિ મૂલ. (જૈન ધર્મનાં અભ્યાસ રેખાબહેને ભક્તામર સ્તોત્ર પર Ph.D. કર્યું છે. ઋષભચરિત્ર સહિત તેમનાં ત્રણ પુસ્તકો પ્રગટ થયાં છે. તેઓ એક્યુપ્રેશર નિષ્ણાત છે).

Loading...

Page Navigation
1 ... 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117