________________
આ
શ્રુતસંપદા અને જૈન ધર્મ
એ પ્રૌઢ સાધ્વી યાકિની મહત્તરા હતાં. તેમણે ધીર-ગંભીર સ્વરૂપે જવાબ આપ્યો કે, “ભાઈ ! અમારી મર્યાદા છે કે રાત્રિના સમયે અમે કોઈ પુરુષ સાથે વાત ન કરી શકીએ. ઉપદેશ આપવાનું કાર્ય અમારા આચાર્યશ્રીનું છે. તેઓ તમને આ ગાથાનો અર્થ સમજાવશે.''
પંડિત હરિભદ્ર આચાર્ય શ્રી જિનભદ્રસૂરિ મહારાજસાહેબ પાસે વંદન કરીને બેઠા અત્યાર સુધી જૈન ધર્મથી દૂર રહેવાવાળાને સાધુતામાં રહેલી પવિત્રતા, વિદ્વત્તા તથા ઉદારતાનાં પ્રથમ વાર દર્શન થયાં. તેમનું બાળસહજ નિર્મળ હૃદય જૈન ધર્મના આદર્શો સામે નતમસ્તક થઈ ગયું આચાર્યશ્રીએ જૈન શાસ્ત્ર અનુસાર અવસર્પિણી અને ઉત્સર્પિણીમાં આરાઓનું સ્વરૂપ વિસ્તારપૂર્વક સમજાવ્યું અને ગાથાનો અર્થ સમજાવતાં જણાવ્યું કે, એક અવસિર્પિણીમાં ક્રમાનુસારે બે ચક્રવર્તી પાંચ વાસુદેવ, પાંચ ચક્રવતી એક વાસુદેવ, એક ચક્રવર્તી એક વાસુદેવ, એક ચક્રવર્તી એક વાસુદેવ, બે ચક્રવર્તી એક વાસુદેવ, એક ચક્રવર્તી એવી જ રીતે ઉત્સર્પિણી કાળમાં પણ બાર ચર્તી અને નવ વાસુદેવ થાય છે.''
જૈન સિદ્ધાંતોમાં કાળ-આરા આદિના આવા સુંદર, સુસંવાદી સ્વરૂપને સમજ્યા પછી પંડિત હરિભદ્રનું પોતાના જ્ઞાનગર્વનું ખંડન થઈ ગયું. તેમનામાં રહેલી બાળસહજ સરળતા જીતી ગઈ. તેમણે જૈન ધર્મના સિદ્ધાંતો જાણવાની પ્રતિજ્ઞા કરી. આચાર્યશ્રી પાસે જૈન દીક્ષા ગ્રહણ કરી. મિથ્યાત્વનો આંચળો દૂર થઈ જતાં જિનમંદરમાં શ્રી જિનેશ્વરદેવની ભવ્ય પ્રતિમા જોતાં ભાવપૂર્વક બોલી ઊઠ્યા,
“વપુરેવ તવા ચરે વીતરાગતામ્’’.
‘‘હે પરમાત્મા ! આપની આકૃતિ કહી રહી છે કે આપ રાગ આદિ દોષોથી પર છો. આપ વીતરાગ દશાના સાક્ષાત્કાર સ્વરૂપ છો.’’
તેમણે આગમોનો અભ્યાસ કર્યો. જેમજેમ જૈન ધર્મના સિદ્ધાંતોનો અભ્યાસ કરતા ગયા તેમતેમ શ્રી હરિભદ્રના અંતરમાં દિવ્યસૃષ્ટિનું તેજ દેદીપ્યમાન થવા લાગ્યું સંસારરૂપી ભવસમુદ્રનો પાર પામવા માટે એકમાત્ર જૈન ધર્મ જ સાચો અને સરળ ધર્મ છે તેવું તેમને સમજાઇ ગયું. તેથી જ તેમનું આંતરમન પોકારી ઊઠયું કે, જો જૈન ધર્મની પ્રાપ્તિ ન થઈ હોત તો જીવન કેવું હોત ?'
શ્રી હિરભદ્ર ધર્મગ્રંથોની રચના કરવા લાગ્યા. તેઓ શ્રી હરિભદ્રમાંથી આચાર્ય હરિભદ્રસૂરિ બન્યા, પરંતુ સર્વપ્રથમ જેમના સ્વરેથી જૈન ધર્મની પ્રથમ ગાથા સાંભળ હતી તે સાધ્વી યાકિની-મહત્તરાને પોતાની ધર્મમાતા તરીકે સ્થાપિત કર્યાં અને તેથી જ
૮૫
કરી અને જૈન ધર્મ
તેઓ જૈન શાસનમાં યાકિની ધર્મસુરિ-ધર્મપુત્રના નામે પ્રસિદ્ધ થયા. સાધ્વીજી શ્રી યાકિની મહત્તરા-ધર્મસૂરિ ધર્મપુત્ર
શ્રી હરિભદ્રસૂરિ જન શાસ્ત્રોના પરમનિષ્ણાત બન્યા પછી તેમણે શ્રી નંદીસૂત્ર, આવશ્યક સૂત્ર, અનુયોગ દ્વારસૂત્ર ઇત્યાદિ આગમો પર વિસ્તૃત ટીકાઓ રચેલી છે. લલિત વિસ્તારા નામની ચૈત્યવંદના સૂત્ર-વૃત્તિ, યોગબિંદુ, ધર્મબિંદુ, યોગવિંશિકા, પંચાશક, આદિ તેમના ગ્રંથો પ્રસિદ્ધ છે તથા પદ્દર્શન સમુચ્ચય, શાસ્ત્રવાર્તા, સમુચ્ચય ઇત્યાદિ દાર્શનિક ગ્રંથો રચેલા છે. તેમનું સાહિત્ય વિવિધતાસભર, મૌલિક અને ચિંતનાત્મક છે. એવું માનવામાં આવે છે કે તેમણે ૧૪૪૪ ગ્રંથોની રચના કરી હતી. તેમાંથી ૧૪૪૦ ગ્રંથોની રચના થઈ ચૂકી હતી, પરંતુ ચાર ગ્રંથોની રચના બાકી રહી હતી. તે વખતે તેમણે સંસારદાવાનળ શબ્દથી શરૂ થતી ચાર સ્તુતિ બનાવી. તેમાં ચોથી શ્રુતદેવીની સ્તુતિનું પ્રથમ ચરણ રચાયું કે તેમની બોલવાની શક્તિ હણાઈ ગઈ. તેથી બાકીનાં ત્રણ ચરણની રચના શ્રી સંઘે કરી. ત્યારથી ‘ઝંકારારાવ’ શબ્દથી માંડીને બાકીની સ્તુતિ સંઘ દ્વારા ઉચ્ચસ્તરે બોલાય છે.
શ્રી હરિભદ્રસૂરિ રચિત આ અંતિમ રચના ‘સંસારદાવાનળ’ સ્તુતિનું આપણે આચમન કરીએ. આ સૂત્રમાં ચાર સ્તુતિનો સમાવેશ થાય છે અને એમાં ચાર વંદના કરવામાં આવી છે.
પ્રથમ સ્તુતિ પ્રથમ વંદના ઃ પ્રથમ સ્તુતિમાં સૂરિજીએ ઉપજાતિ છંદમાં રચના કરી છે. જલના છંટકાવથી દાવાનળનો અગ્નિ શાંત થઈ જાય છે, પરંતુ સંસારનો દાવાનળ જે છે તે દાહ સામાન્ય ઉપાયોથી શાંત થતો નથી. તે તો જ્યારે શ્રી વીતરાગ પરાત્માઓની દેશના કે તેમણે પ્રરૂપેલા સિદ્ધાંતોનો આશ્રય લેવામાં આવે ત્યારે જ શાંત થાય છે. અહીં તેવું કાર્ય કરનાર તરીકે વર્તમાન ચોવીશીના ચોવીશમા તીર્થંકર શ્રી મહાવીરસ્વામીને વંદના કરવામાં આવી છે. તેમનો અનંતો ઉપકાર કદી ભૂલી શકાય તેવો નથી. આજે પણ તેમણે સ્થાપેલી ધર્મતીર્થ અનેકાનેક ભવ્યાત્માઓને ધર્મઆરાધનાની, પ્રભુની દેશનાના સારરૂપ અનેકવિધ સામગ્રી પૂરી પાડે છે તેથી પહેલી વંદના વીર પ્રભુને
કરવામાં આવી છે.
બીજી સ્તુતિ બીજી વંદના : બીજી સ્તુતિની રચના વસંતતિલકા છંદમાં સૂરિજીએ કરી છે. બીજી વંદના સર્વ જિનેશ્વરોને કરવામાં આવી છે. તેઓ અર્હમ્ હોવાથી દેવેન્દ્રો, નરેન્દ્રો અને દાનવેન્દ્રો તથા માનવીઓના સ્વામી વડે ભક્તિભાવપૂર્વક પૂજાય છે. જેના પ્રભાવથી તેમને નમન કરનારા લોકોનાં મનવાંછિત કાર્યો પૂર્ણ થાય છે, તે