________________
વિજ્ઞાન અને જૈન ધર્મ
જૈન ધર્મનું આહારવિજ્ઞાન, શરીરવિજ્ઞાન અને યોગ
- બીના ગાંધી જૈન ધર્મ, જૈન દર્શન એટલે જીવન જીવવાની શૈલી. એના પાયામાં અધ્યાત્મ, વિજ્ઞાન અને કળાનો અદ્ભુત ત્રિવેણીસંગમ રહેલો છે. એમાં પ્રભુ મહાવીરે યોગ, ધ્યાન, આહાર, શરીર અને સ્વાસ્યની વાતો વૈજ્ઞાનિક રીતે બતાવેલ છે. આ દરેક પાસાં (યોગ, ધ્યાન, આહાર, શરીર, વિજ્ઞાન અને સ્વાશ્ય) એકબીજાં સાથે સંકળાયેલ છે. આજે એના પર વિચારણા કરીએ.
યોગની વાત કરીએ તો પ્રભુ મહાવીર કહે છે, આત્માની વિશદ્ધિ એ જ યોગ. જ્યાં આત્માની વિશદ્ધિ નથી, ત્યાં આરોગ્ય નથી. આત્માની પવિત્રતા અને આરોગ્યને ઊંડો સંબંધ છે. આજકાલ યોગને આરોગ્ય માટે અપનાવાય છે, જેમાં આસન, પ્રાણાયામની મુખ્યતા હોય છે. આ યોગ એ ફક્ત શરીર, મન કે આહાર સુધી સીમિત નથી. મહર્ષિ પતંજલિ કહે છે, યોગ એટલે ચિત્તવૃત્તિનો નિરોધ. એમના મતે ચિત્તની શદ્ધિ એ યોગ. જ્યારે પ્રભુ મહાવીર કહે છે, આત્માની વિશદ્ધિ એ યોગ. આત્માનો સાક્ષાત્કાર એ યોગ. આમાં વિરોધાભાસ નથી, પણ જૈન દર્શનના સૂક્ષ્મતર લેવલની વાત જણાય છે.
જેન દર્શનના શરીરવિજ્ઞાનની વાત કરીએ તો સાત અંગોની વાત કરવી રહી. ૧) શરીર ૨) ઇંદ્રિયો ૩) શ્વાસ ૪) પ્રાણ ૫) મન ૬) ભાવ ૭) ભાષા, શબ્દ. આ સાત અંગોની શદ્ધિ કરવાથી આરોગ્ય મળે. આ સાતે અંગો એકબીજા સાથે જોડાયેલ છે, જેમ કે શરીર અને મન, શ્વાસ અને મન, ભાવ અને શ્વાસ, ભાષા, વાણી અને મન, આ દરેક અંગ એકમેકને કાઈ ને કોઈ રીતે પ્રભાવિત કરે છે. માટે આ દરેક અંગની શદ્ધિ આવશ્યક છે. આ શદ્ધિમાં સમતોલ આહાર અને ધ્યાન ઉપયોગી તેમ જ આવશ્યક છે. શરીર એ આત્માને સહાયક અને ઉપયોગી સાધન છે. બસ, સાધન માત્ર છે, માટે શરીરની નહીં, પણ આત્માના સ્વાથ્યની વાત જ જૈન દર્શનમાં મુખ્ય છે. શરીર અને આહારવિજ્ઞાનની વાતો પરોક્ષ રીતે દર્શાવાઈ છે. ચાલો વિસ્તારથી જાણીએ. આપણે જાણીએ છીએ કે પ્રભુ મહાવીરનું શરીર ખૂબ જ દૃઢ હતું, વજ
૯૫
@@– અને જૈન ધર્મ ઋષભનારાચ સંગઠનનું બનેલું હતું, તેથી એમનું સ્વાશ્ય ખૂબ બળવાન અને ઉત્તમ હતું. આથી તેઓ ખૂબ બધી કઠિન પરિસ્થિતિઓ અને સમસ્યાઓને પાર કરી શક્યા. કેટલાય ઉપસર્ગોનો સામનો દૃઢતાથી કર્યો. જો શરીર મજબૂત હોય, સ્વસ્થ હોય તો આ વિષમ પરિસ્થિતિનો સામનો કરી શકાય છે. તે ઉપરાંત ચેતના પણ સરસ કામ કરે છે. એથી વિપરીત જો આ શરીરની અંદર કષાય, રાગ-દ્વેષ, ોધ, વિકાર વગેરે પ્રબળ હોત તો પ્રભુ મહાવીરનું આવું મજબૂત શરીર પણ સાથ ન આપી શક્ત, તો આપણી તો શી વિસાત? કહેવાનું તાત્પર્ય કે આપણું આજનું સંઘયણ તો કેટલું નબળું છે અને આપણા રાગ-દ્વેષ, મોહ વગેરે કેટલા તીવ્ર ? જો આપણે આ અંદરના વિકારોને શુદ્ધ નહીં કરીએ તો આપણે કઈ રીતે જીવનમાં આવનાર વિપરીત સંજોગોને પાર કરીશું ? અને ફકત બહારનાં પોષક તત્ત્વો, કેલ્શિયમ, B12, D-3, વ્યાયામ કે ડૉક્ટરની દવા પર જ ધ્યાન આપશું તો આપણાં દુઃખમાંથી બહાર કેમ આવશું ? જૈન દર્શન કહે છે, આ અંદરના વિકારોની શદ્ધિ, દયાન દ્વારા કરો. વીતરાગતાનો અભ્યાસ કરો. એટલે કે લોકો આપણી સાથે ગમે તેવો વહેવાર કરે, પણ આપણે ન રાગ, ન ષ, ન ક્રોધ, ન મોહ, ન વિકાર. અશક્ય લાગે છે ? પ્રભુ મહાવીરને યાદ કરો, એમની ભીતર બધું શાંત હતું, કોઈ ક્રોધ નહીં, આવેશ નહીં, આવેગ નહીં. એમનું સ્વસ્થ શરીર આની સાક્ષી પૂરે છે. આપણને સ્વસ્થ શરીર જોઈએ છે? તોપણ શરૂઆત આ ભીતરની સફાઈથી જ કરવી પડશે. મહાત્મા ગાંધી કહેતા હતા, ‘હું ક્યારેય બીમાર નહીં પડું, કારણકે હું વીતરાગતાની સાધના કરું છું, રાગ-દ્વેષથી બચું છું'. આવી યોગસાધનાથી પ્રભુ મહાવીર પરમાત્મા બની ગયા, મોહનદાસ ગાંધી મહાત્મા બની ગયા. તમારા અને મારા, આપણા સહુમાં એ જ આત્મબીજ પડેલું છે, જે પ્રભુ મહાવીરમાં કે બાપુમાં હતું, જરૂર છે એ બીજને ઉગાડવાની અને સાધના દ્વારા વૃક્ષ બનાવવાની. યોગ દ્વારા આ વીતરાગતા તરફ જવાનો નિયમિત અને નિરંતર અભ્યાસ કરીએ. આમ, જૈન દર્શનમાં યોગ એટલે ફક્ત આસન, પ્રાણાયામ નહીં, આત્માનો સાક્ષાત્કાર, એની શદ્ધિ દ્વારા આવું ઊંડાણભર્યું અને સૂક્ષ્મ છે જૈન દર્શન. અઠવાડિયે એક-બે વાર નહીં, પણ ૨૪x૭ (ચોવીસ કલાક અને સાતેય દિવસ) સતત ‘સ્વ'માં રહેવાનું નામ છે યોગ. જાગરુકતા (Awarness) દ્વારા પોતાની અંદર રહેલા ભાવની શદ્ધિ કરવાની છે. યોગ એટલે કષાય શદ્ધિ, અહનું વિસર્જન, ચિત્તની સ્વસ્થતા, નિર્મળતા અને પ્રસન્નતા, (અધ્યવસાય, વેશ્યા, ચિત્ત, ભાવ, મનની શદ્ધિ). આવી
es