Book Title: Gyandhara 17 18 Ane Jain Dharm
Author(s): Gunvant Barvalia
Publisher: Arham Spiritual Centre

View full book text
Previous | Next

Page 47
________________ છ06 – અને જૈન ધર્મ છેદિલ્હી લોકપ્રસિદ્ધ કથાઓને થોડા ફેરફાર સાથે અથવા યથાતથ સાચવીને એ મનોરંજકરોચક કથાઓના માધ્યમથી જૈન ધર્મનો બોધ પ્રજા સુધી પહોંચાડ્યા છે. ગુણાઢય કૃત ‘બૃહક્કથા’ એ લોકકથાનો ખૂબ મોટો ભંડાર ગણી શકાય. કાળના પ્રભાવે ગુણાઢચ કૃત ‘બૃહસ્થા’ લુપ્ત થઈ, પરંતુ તેનાં સંસ્કૃત રૂપાંતરો સચવાયાં. સંઘદાસગણિએ ‘વસુદેવ હિંડી’માં વસુદેવનું પરિભ્રમણ તેમ જ પત્ની પ્રાપ્તિ નિમિત્તે અનેક ચમત્કારી લોકકથાઓનો સંગ્રહ આ કથાનકમાં કર્યો. સંઘદાસગણિ બાદ સમયાંતરે ધર્મદાસગણિએ પણ “મઝિમ વસુદેવ હિંડી'માં લોકકથાઓનો સંગ્રહ કર્યો. 0 શ્રુતસંપદા અને જૈન ધર્મ છે વાદીરાજ સૂરિ નામે દ્રવિડ સંઘના આચાર્યે શક સં. ૯૪૭માં વિસ્તારથી પાર્શ્વનાથચરિત્રની રચના કરી છે. માણિજ્યચન્દ્રસૂરિ રચિત પાર્શ્વનાથચરિત્ર અપ્રસિદ્ધ છે. સં. ૧૨૭૬માં આ કાવ્યની રચના થઈ છે. એ જ રીતે સં. ૧૪૧૨માં પાટણ નગરમાં ભાવદેવસૂરિએ પાર્શ્વનાથચરિત્ર આલેખ્યું છે. અંતિમ તીર્થંકર મહાવીરસ્વામીનું ‘સન્મતિચરિત્ર' નામે ૧૮ સર્ગવાળું ચરિત્ર ઉપલબ્ધ થાય છે. એ ઉપરાંત સકલકીર્તિ, પદ્મનન્દી, કેશવ અને વાણીલ્લભ આદિ કવિઓએ ચરિત્રો રચ્યાં છે. ચોવીસ તીર્થકરોનાં ચરિત્રો ઉપરાંત અન્ય શલાકાપુરુષો ભરત, સનસ્કુમાર, સુભૌમ, કૃષ્ણ, રામ પર સ્વતંત્ર ચરિત્રો રચાયાં છે. ભરતનું ચરિત્ર ઋષભદેવના ચરિત્ર સાથે સંલગ્ન થાય છે, એ જ રીતે સગર ચક્રવર્તીનું ચરિત્ર અજિતનાથચરિત્ર સાથે સંલગ્ન થાય છે. આ ચરિત્ર પૌરાણિક સગરચરિત્ર અને ગંગાવતરણની કથા સાથે ઘણા અંશે સામ્ય ધરાવે છે. એ જ રીતે માવા, સનસ્કુમાર આદિ ચક્રવર્તીનાં નામે વૈદિક જૈન પરંપરામાં સમાન રીતે ઉપલબ્ધ છે. પદ્મમિત્ર ચક્રવર્તીના શાસનકાળમાં વિષ્ણુકુમારમુનિ દ્વારા નમુવિના મસ્તકે પગ મૂકવાની ઘટનાનું બલિ અને વામનાવતાર સાથેનું સામ્ય સહજે સ્મરણે ચઢે તેવું છે. નવ વાસુદેવોમાં ત્રિપૃષ્ટચરિત્ર પ્રભુ મહાવીર સાથે સંકળાયેલ છે. આઠમા બળદેવ-વાસુદેવ, લક્ષ્મણ-રામની કથામાં ‘રામાયણ’ તેમ જ નવમા બળદેવવાસુદેવ, બલરામ-શ્રીકૃષ્ણની કથામાં જૈન મહાભારત કથાનું અનુસંધાન જોઈ શકાય છે. જૈન કથાઓના વિશાળ ભંડારમાં તીર્થકરો અને ચક્રવર્તી, વાસુદેવ આદિ શલાકાપુરુષ ઉપરાંત અનેક તપસ્વી, વિદ્યાવંત, તેજસ્વી મહાપુરુષોનાં ચરિત્રો પણ આલેખાયાં છે. અભયકુમાર, ધન્ના, શાલિભદ્ર, કવન્ના, સુદર્શન શેઠ, અર્જુનમાળી, ચંદનબાળા, શ્રેણિક રાજા, ઉદાયિરાજા, ચંડપ્રદ્યોત, મૃગાવતી, જયંત, સુલસા આદિ અનેક મહાપુરુષો, મહાસતીઓનાં ચરિત્રો રોચક રીતે લખાયાં છે. એ જ રીતે ભદ્રબાહુ, સ્થૂલિભદ્ર, કાલિકાચાર્ય, હેમચંદ્રાચાર્ય આદિ આચાર્યો તેમ જ વસ્તુપાળતેજપાળ, વિમલમંત્રી, જગડુશાહ આદિ પ્રભાવશાળી પુરુષોની કથા આલેખાઈ છે. આ આગમિક અથવા પ્રાચીન કથાઓ ઉપરાંત જૈન કવિઓ દ્વારા લોકકથા, બોધકથા, પ્રાણીકથા, દૃષ્ટાંતકથા આદિના વિશાળ ભંડારોનું પોતાની કૃતિઓમાં યોગ્ય રીતે સંરક્ષણ થયું છે તેની માત્રા ઘણી મોટી છે. આ કવિઓ-કથાકારોએ અનેક ' લોકકથાઓના ભંડારને સંરક્ષિત કરવાનું કામ વસુદેવચરિત્રના માધ્યમથી થયું, તેવું જ બીજું મહત્ત્વનું કાર્ય ‘વિક્રમચરિત્ર'ના માધ્યમથી પણ મધ્યકાળના કવિઓએ કર્યું. પરદુઃખભંજન વિક્રમના જીવનની આસપાસ અનેક કથાઓનાં ચક્રો કાળાંતરે જોડાતાં ગયાં. સિંહાસન બત્રીસી, વિક્રમ અને વૈતાલ, વિક્રમ અને શનૈશ્વર, વિક્રમચરિત્ર, પંચદંડકથા આદિ સુપ્રસિદ્ધ છે. આ કથાઓમાં અનેક જૈન કવિઓએ રચના કરી. મલયચંદ્ર કૃત ‘સિંહાસન બત્રીસી’ અન્ય કવિઓ કૃત ‘વેતાલ પચીસી', ‘પંચદંડની વાર્તા', વિક્રમ શનૈશ્વરની વાર્તાઓ', ‘વિક્રમચરિત્ર’ આદિ સુપ્રસિદ્ધ છે. આ કથાભંડારોમાં અનેક કથાઘટકો ધરાવતી લોકકથાઓ સચવાઈ. સાવકી માતા દ્વારા દીકરા પર મુકાતું કલંક, ભાગ્યોદય માટે ઘર છોડતો દીકરો, રાક્ષસ દ્વારા અંજનના માધ્યમથી સ્ત્રીને બિલાડી કે ઊંટડી બનાવવી, આકાશગામિની વિદ્યા દ્વારા અન્ય દેશમાં જવું, અંજનના પ્રયોગથી અદશ્ય થવું, મંત્રેલા દોરાથી કૂકડો કે પોપટ બનાવવો (ચંદરાજાની કથા), પૂર્વભવનું જાતિસ્મરણ, પૂર્વભવની પ્રેમિકા સાથે મિલન (રાજસિંહ-રત્નવતી કથા), પુરુષષી રાજકુમારી, મનુષ્યનું પાષાણમૂર્તિમાં પરિવર્તન (ચિત્રસેન-પદ્માવતી કથા), સ્ત્રીના મસ્તક પર બગીચો (આરામશોભા રાસ) આદિ અનેક કથાઘટકો ઉપલબ્ધ થાય છે. આ કથાઘટકોની સમૃદ્ધિને લીધે પ્રારંભમાં એવું મનાતું રહ્યું હતું કે, ભારત લોકકથાનું પિયર છે. અત્યારે આ માન્યતા સંપૂર્ણપણે સ્વીકૃત નથી. એમ છતાં થોમ્પસનની બૃહદ્ સૂચિમાં સમાવિષ્ટ અનેકાનેક લોકકથાઘટકોનાં જૂનાં રૂપાંતરો આ જૈન કથાઓના ભંડારમાં ઉપલબ્ધ થાય છે. ‘આરામશોભા'ની લૌકિક કથા સમ્યક્ત્વનો મહિમા વર્ણવવા ‘દસલક્ષણ પર્વ‘માં આવતા ‘ધૂપદશની'ની કથારૂપે સુપ્રસિદ્ધ છે, એ જ રીતે શ્વેતાંબર પરંપરામાં પણ પ્રાચીનકાળથી આ કથા વિખ્યાત છે. શ્રી જયંત કોઠારીએ ૯૧ ૯૨

Loading...

Page Navigation
1 ... 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117