________________
૪
શ્રુત સંપદા અને જૈન ધર્મ આર્ચા માનતુંગસૂરિ અને આચાર્ચ હરિભદ્રસૂરિનું જૈન શ્રતમાં યોગદાન
- ડૉ. રેખા વોરા મહાપુરુષોનાં ઊંડાણો તો આભથી પણ અગાધ અને સમુદ્રથી વિશાળ હોય છે. તેમના બાહ્ય જીવનની વિગતો અને ઘટનાક્રમને પેલે પાર એક અપૂર્ણ આંતરજીવન વહેતું હોય છે, પરંતુ આપણી દષ્ટિ માત્ર એમના જીવનના પ્રસંગો અને મહત્ત્વપૂર્ણ પ્રસંગો પર જ કેન્દ્રિત થાય છે. બાહ્ય દૃષ્ટિએ જોઈએ તો જૈન સ્તોત્રના નવસ્મરણમાં સાતમું સ્મરણ મહાપ્રભાવક ‘ભક્તામર સ્તોત્ર'ના રચયિતા શ્રી માનતુંગસૂરિનું નામ સર્વત્ર પ્રસિદ્ધ છે. “પઢાવલી સમુચ્ચય'માં આપેલી પઢાવલીઓમાં શ્રી મહાવીરસ્વામીની વીસમી પાટે શ્રી માનતુંગસૂરિ થયાનો ઉલ્લેખ છે.
શ્રી માનતુંગસૂરિનું ગૃહસ્થજીવન અને દીક્ષા પર્યાય સંબંધી વિશેષ વિગતો સૌથી પહેલાં લગભગ ઇ.સ. ૧૨૭૭માં રચાયેલા ‘પ્રભાવક ચરિત'માં મળે છે. તેમાં કહ્યું છે કે વારાણસી નગરીમાં હર્ષદેવ નામનો રાજા હતો. તે નગરીમાં બ્રહ્મક્ષત્રિય જાતિનો ધનદેવ નામનો શ્રેષ્ઠી તેની પત્ની સાથે રહેતો હતો. તેમને માનતુંગ નામનો પુત્ર હતો. તેણે વૈરાગ્ય પામી ચાકીર્તિ નામના દિગમ્બરાચાર્ય પાસે દીક્ષા લીધી અને મહાકીર્તિ નામ ધારણ કર્યું. તેમના કમંડળમાં નિરંતર જળ ભરી રાખવાથી સંમૂર્ણિમ પોરા ઉત્પન્ન થયેલા જણાયા. તેમની બહેને આ વસ્તુ તરફ તેમનું ધ્યાન દોર્યું અને “વ્રતમાં દયા એ જ સાર છે'' ઇત્યાદિ ધર્મવચનો કહી તેમને શ્વેતામ્બર મતની દીક્ષા ગ્રહણ કરવા અનુરોધ કર્યો, એટલે ભવભીરુ એવા માનતુંગે શ્રી જિનસિંહ નામના શ્વેતામ્બરાચાર્ય પાસે દીક્ષા ગ્રહણ કરી.
સમયઃ ‘પ્રભાવક ચરિત’ અનુસાર રાજા હર્ષવર્ધન (સમય ઈ.સ. ૬૦૬થી ૬૪૭)ની રાજસભામાં પ્રતિસ્પર્ધક કવિ મયૂર દ્વારા ‘સૂર્યશતક સ્તવ' અને કવિ બાણ દ્વારા ‘ચંડિકાશતક સ્તવ'ની ચમત્કારપૂર્ણ રચનાને લઈને જેન અનુયાયી મંત્રી દ્વારા જૈન મુનિ પણ આવી શાસનપ્રભાવક ચમત્કારી રચનાઓ કરી શકે છે તેવું જાણી રાજાએ શ્રી માનતુંગસૂરિને રાજસભામાં બોલાવ્યા. સૂરિજીને જંજીરોથી બાંધીને એક ઓરડામાં બંદીવાન બનાવ્યા. આ બંધનઅવસ્થામાં સૂરિજીએ ‘ભક્તામર સ્તોત્ર'ની રચના કરીને તેના પ્રભાવથી એકએક શ્લોકની રચના સાથેસાથે જંજીરો તૂટવાનો ઉલ્લેખ મળે છે.
પ્રબંધચૂર્ણિ, અવચૂર્ણિ, ચરિતો ઇત્યાદિ મહિમાપ્રેરક સાહિત્યમાં ઘટનાસ્થળ,
૪
– અને જૈન ધર્મ * * સમકાલીન રાજાઓ, સમકાલીન કવિઓ સંબંધિત ભિન્નભિન્ન માહિતી જોવા મળે છે.
શ્વેતાંબર સંપ્રદાયમાં શ્રી માનતુંગસૂરિ અને તેમની રચના ભક્તામર સ્તોત્ર વિષયક કથાઓ ૧૩મી સદીથી જોવા મળે છે. જ્યારે દિગંબર સંપ્રદાયમાં ૧૭મી સદીમાં આની શરૂઆત થયેલી જોવા મળે છે.
રચનાઓ : તાંબર સંપ્રદાય અનુસાર માનતુંગસૂરિની ત્રણ રચનાઓ પ્રસિદ્ધ છે. તેમાંથી પ્રથમ બે રચનાઓ ‘ભત્તિબ્લર સ્તોત્ર’ અને ‘ભયહર સ્તોત્ર' પ્રાકૃત ભાષામાં અને ‘ભક્તામર સ્તોત્ર’ સંસ્કૃત ભાષામાં રચાયેલી કૃતિઓ છે. તાત્પર્ય કે શ્રી માનતુંગસૂરિ પ્રાકૃત અને સંત બંને ભાષાના મહાવિદ્વાન હતા એવું માનવું યથાયોગ્ય છે.
દિગમ્બર પટ્ટાવલી જે ૧૭મી સદીમાં રચાયેલી છે તેમાં શ્રી માનતુંગસૂરિના નામે પાંચ રચનાઓ છે - (૧) ચિંતામણિ કલ્પ (૨) મણિક૫ (૩) ચારિત્રસાર (૪) ઉવસગ્ગહર સ્તોત્ર અને (૫) ભક્તામર સ્તોત્ર.
વિન્ટર નિ એવી સંભાવના વ્યક્ત કરી છે કે ભક્તામરકાર કલાસિકલ સંસ્કૃત યુગના કવિ હોવા જોઈએ એવું તેમને શ્રી માનતુંગસૂરિની ભાષા અને શૈલીના આધારે લાગે છે.
જર્મન વિદ્વાન હર્મન યકોબીનો મત પણ તેમને ૭મી સદીમાં રાખવાનો છે. મયૂર ભટ્ટ અને બાણ ભટ્ટે પણ આ જ સમયમાં થયા હોવાનું સમર્થન કરે છે.
સંપ્રદાય : પ્રાચીન વિદ્વાન આચાર્યો શ્રી માનતુંગસૂરિનો સંપ્રદાય કયો હતો તે નક્કી કરી શકતા નથી. પશ્નાવલીના આધારે પણ આ સ્થિતિનું ચોક્કસ સ્પષ્ટીકરણ મળતું નથી. ક્રિયાકલાપના ટીકાકાર આચાર્ય પ્રભાચંદ્ર પહેલા તેને વેતામ્બર કહે છે અને પછી દિગમ્બર. પ્રભાવક ચરિતકાર પ્રભાચંદ્રસૂરિએ પ્રથમ દિગમ્બર અને પછી શ્વેતાંબર કહ્યા છે. મુનિ શ્રી કલ્યાણવિજયે ચંદ્રકુલની પાટપરંપરા આપી છે, પણ તેમાં સમયકાળમાં તફાવત જોવા મળે છે. અષ્ટમહાભય અને મહપ્રતિહાર્ય સંબંધિત શ્લોકો પણ તેઓ શ્વેતામ્બર સંપ્રદાયના હશે એ તરફ અંગુલિનિર્દેશ કરે છે. તેથી માનતુંગસૂરિ શ્વેતામ્બર કે દિગમ્બર તે વિશે વિદ્વાનો એકમત જોવા મળતો નથી.
રચના સમય અને સર્જનકથાઃ પ્રભાચંદ્ર રચિત “પ્રભાવકચરિત', મેરૂતુંગચાર્ય કૃત ‘પ્રબંધ ચિંતામણિ’, ગુણાકરસૂરિ રચિત ‘ભક્તામર સ્તોત્ર વૃત્તિ’, પુરાતન પ્રબોધ સંગ્રહ’, બ્રહ્મરાય મલ્લ રચિત ‘ભક્તામર વૃત્તિ', ભટ્ટારક વિશ્વભૂષણ રચિત ‘ભક્તામર ચરિત', ‘વીર વંશાવલી'માં વર્ણવવામાં આવેલી કથા અને શ્રાવક ભીમસેન માણેકે રજૂ કરેલી