________________
#ી છે કે શ્રુતસંપદા અને જૈન ધર્મ છે
જોઈએ, જેમ કે (૧) કોશાઃ હું યવનભરી મને કાંટાળી. અહીં કાં ટાળી એટલે કેમ ત્યાગી એ અર્થ છે. હસ્તપ્રતોમાં સીધી લાઈનમાં અક્ષર હોય એટલે શબ્દો આપણી હૈયા ઉકેલથી બનાવવાના હોય એટલે ત્યારની ભાષા, વિષય, કથાવસ્તુ દરેકનું જ્ઞાન હોય તો ઉકેલવાનું કામ સરળ થઈ જાય (૨) મેખલ મેખલ કરી સંતાપી. અહીં અર્થ છે મેખલાએ મને ખલની જેમ સંતાપી (૩) સજનીય સપનાંતરી મત્યા નયન જાગી નીગમ્યા. (મેકમને+ખલ) અહીંયાં જાગીને ગમ્યા એમ નથી પણ જાગી ગયા એ અર્થ છે (૪) પંખુશાલવિજયગણિ. અહીં પં. ખુશાલવિજયગણિ છે. (૫) ભવસાગર નીતરીઓ રે. અહીં નીર તરીએ એમ નહીં, પણ નીસ્તરીએ રે એમ છે (૬) પાયપખાળ રે જાણે નીર. ‘ત્યાં પાપ પખાળે રે જાણે નીર’ છે. ભ્રષ્ટ પાઠોનું શુદ્ધિકરણ પણ કરતાં આવડવું જોઈએ. જેમ કે ભમુહ કમાણી કોશા કટાક્ષ તીર તાકે અહીં ભમુહ કમાણી એટલે ભ્રમરને કમાન કરીને કોશા કટાક્ષ તીર તાકે. મેં હસ્તપ્રત ઉકેલવાનું શરૂ કર્યું ત્યારે શરૂઆતમાં ઉકેલતા બહુ સમય લાગ્યો. પછી અક્ષરો ઓળખવાની ટેવ પડી, વિષયને સમજવાની ટેવ પડી એટલે શબ્દો આપોઆપ ગોઠવાતા ગયા. શરૂઆતમાં હોમિંછુપજીવી'નું લોમિ ગુપ લસ્યા કર્યું પણ કોઈ અર્થ બેઠો નહીં. પછી અમારા ગુરુદેવ દરિયાપુરી સંપ્રદાયના પ.પૂ. અલ્પેશમુનિએ એકએક અક્ષર સમજાવ્યો ભોમિ કુપ ભસ્યા’ વિષયને અનુરૂપ આ શબ્દો છે એ સમજાવ્યું. ઘણી વાર હું થાપ ખાતી ત્યાં ગુરુદેવ મદદે આવતા. એમ કરતા હસ્તપ્રત ઉકેલતા
શીખી અને નવું શીખવાની મજા પણ ખૂબ આવી. (૫) ઉચ્ચારણનું જ્ઞાન પણ હોવું જોઈએ, જેમ કે છઈ = છે થાય, અર્થાત્
ઇની માત્રા સમજવાનો. ‘ઉ'નો ‘ઓ’ થાય, સુણઉ = સુણો, ક્યાંક “ઈની જગ્યાએ ‘ય’ લીધો જેમ કે મત્ય = મતિ. રેફને બદલે ‘રિ’ મુરિખ = મૂર્ખ, દરિસણ = દર્શન. આમ આ બધાં સ્વરૂપો મારા શોધનિબંધ ‘જીવવિચાર રાસ એક અધ્યયન’માં યથાસ્થાને મૂક્યાં છે. અર્થનિર્ણય કરતા આવડવું જોઈએ. શાણા પાસે સુંડલો ધરવાની વાતમાં કોઠીની નીચેના કાણાને શાણા કહેવાય. ત્યાંથી નીકળતા અનાજ માટે સુંડલો ધરવો જોઈએ એના બદલે સુંડલામાં છાણા ભર્યા એવો અર્થ થઈ
- ૬૯ (
કહી છે – અને જૈન ધર્મ કે
જ જાય. એમાંય હરિયાળી જેવા કાવ્ય પ્રકારમાં અર્થઘટન કરી શબ્દો ગોઠવવામાં ખૂબ મહેનત પડે છે. (આ એક બુદ્ધિને તીવ્ર કરવાવાળું કાવ્યમય ઉખાણું છે).
આ રીતે ઘણાં મુદ્દાને દૃષ્ટાંત આપી શકાય, પણ અહીં પાનાંની મર્યાદા છે માટે સારરૂપ મુદ્દાની ચર્ચા કરી છે.
જો કે, હસ્તપ્રતોને સાચવવા માટે પ્રતિલિપિ બનાવવા માટે, લિપિવાંચન અને સંશોધન કરવા માટે ગુરુભગવંતોમાં જાગૃતિ આવી છે જેથી એ માટેના પ્રયત્નો પણ સારા પ્રમાણમાં થઈ રહ્યા છે. “શ્રુતગંગા પ્રોજેક્ટનો ઉલ્લેખ આગળ કર્યો છે.
અમિયાપુરના તપોવનમાં લહિયા તૈયાર થાય છે. શાહી વગેરે બનાવવાનું કાર્ય થાય છે. ઈન્સ્ટિટ્યૂટ ઑફ જૈનોલૉજી તરફથી પણ હસ્તપ્રત માટેના સેમિનાર અને લિપિ વાંચતા શિખડાવવાની ઝુંબેશ ચાલુ છે. એલ. ડી. ઇસ્ટિટ્યૂટમાં પણ આ કાર્ય માટે અભિયાન ચાલી રહ્યા છે. એલ. ડી. ઇન્સ્ટિટયૂટ ઑફ ઇકોલૉજીના અભિયાનમાં પ્રાચીન હસ્તપ્રતોને સંગ્રહવી, સાચવવી, અપ્રકાશિત રહેલી મહત્ત્વની હસ્તપ્રતોની સંશોધિત આવૃત્તિઓ તૈયાર કરવી, પ્રકાશિત કરવી વગેરે કાર્ય થાય છે. વિવિધ વિષયો અને ભાષાની ૭૫૦૦૦ પ્રાચીન હસ્તપ્રતો અહીં છે, જેનું સંશોધન કરવા માટે તેઓ કટિબદ્ધ છે. રાષ્ટ્રીય હસ્તપ્રત મિશન દિલ્હી, ભાંડારકર ઇન્સ્ટિટયૂટ વગેરેમાં હસ્તપ્રત સંશોધન-જાણવણીનું કાર્ય થાય છે. કોબાની કૈલાસસાગર સૂરિ જ્ઞાનમંદિરના દેવદ્વિગણિ 8માં શ્રમણ હસ્તભંડારમાં અઢી લાખ (૨,૫૦,૦૦૦)થી વધુ આગમાદિ વિષયોની હસ્તપ્રતો સચવાયેલી છે. ૩૦૦૦ જેટલી તાડપત્રીય હસ્તપ્રતો સંગ્રહાયેલી છે. વર્તમાને હસ્તલિખિત પ્રતોને સ્કેન કરીને એ મેટરને ટેસ્ટના રૂપમાં પ્રાપ્ત કરી શકાય એવો પ્રોગ્રામ તૈયાર કરાયો છે, જેને ઓ. સી. આર. નામથી ઓળખવામાં આવે છે. કાળદોષથી લુપ્ત થઈ રહેલા સાહિત્યને સાચવવાના અને સંશોધનના પ્રયત્નો થઈ રહ્યા છે. તો વળી શ્રત ભવનમાં પણ ઉપલબ્ધ સૂચિપત્રને આધારે પ્રગટ-અપ્રગટ પાંડુલિપિઓનો વિભાગ કરીને લિવ્યંતર, પાઠાંતર, સંશોધન અને સંપાદન થાય છે.
હસ્તપ્રત માટે સેમિનાર પણ યોજાય છે. રાષ્ટ્રીય હસ્તપ્રત મિશન, ન્યૂ દિલ્હીનાં અધ્યક્ષા ડૉ. દીપ્તિ ત્રિપાઠી એમાં સારો રસ લે છે. આ ઉપરાંત વિવિધ સંસ્થાના આચાર્યો-પ્રાધ્યાપકો પણ સંશોધન કરે છે. જૈન વિશ્વભારતી
(૬)