________________
(૩)
90990શ્રુતસંપદા અને જૈન ધર્મ
છે. આ હસ્તલિખિત ગ્રંથો છે એવું જાણવા મળ્યું છે. જોકે એની ગુપ્તતા એટલી બધી રાખવામાં આવે છે કે મોટા ભાગના કોઈને આની ગંધ પણ ન
આવે. (૨) જર્મન - જર્મનીની યુનિવર્સિટીમાં ૩૬૦૦ જૈન હસ્તલિખિત ગ્રંથો છે.
લંડન - બ્રિટિશરાજ દરમિયાન ખંભાતથી એક આખી માલગાડી ભરીને
હસ્તલિખિત ગ્રંથો અંગ્રેજોએ પરદેશ મોકલાવી દીધા. (૪) દિલ્હીમાં ડી.એન. ઈન્સ્ટિટ્યૂટમાં વિજયવલ્લભ મ.સા.એ પાકિસ્તાનમાંથી
શોધેલી ૨૦૦૦૦ હસ્તપ્રત સુરક્ષિત છે.
બીજા ક્ષેત્રોમાં પણ ગ્રંથો હોઈ શકે. આ સંશોધનનો વિષય છે.
જોકે કેટલીક હસ્તપ્રતોની નોંધ જ થઈ નથી. ઘણા હસ્તપ્રતોનું પૂજન કરે છે, પણ એને વાંચવાનું કે સંશોધન કરવાનું સૂઝતું નથી. કેટલીય હસ્તપ્રતો નદી કે કૂવામાં પધરાવી દેવામાં આવે છે. કેટલીકને ઊધઈ ખાઈ જાય છે. આમ ઘણો ખજાનો નષ્ટ થઈ ગયો છે.
પૂર્વકાળમાં ને હજુ થોડાં વર્ષો પૂર્વ પ્રાયશ્ચિત્તમાં સ્વાધ્યાયની જેમ શ્લોક લખવાનું કાર્ય પણ અપાતું. સુરતના એક જ્ઞાનભંડારમાંથી શ્રી દશવૈકાલિક સૂત્રની એક પ્રત મળી. તેની પ્રશસ્તિમાં લખ્યું છે કે, “આ સાધ્વી મહારાજે પ્રાયશ્ચિત્તમાં ૧૦૦ દશવૈકાલિક લખેલ છે તેનું આ નવમું દશવૈકાલિક છે.”
પ્રાયઃ દરેક સાધુ-સાધ્વી ચાતુર્માસિક કે સાંવત્સરિક આલોચનામાં આવાં પ્રાયશ્ચિત્ત લે તો હસ્તપ્રતોમાં સમૃદ્ધિ થાય, હસ્તપ્રતની પરંપરા ચાલુ તો રહે જ, પણ લખવાને કારણે ચિત્ત એકાગ્ર કરવું પડે તેથી સ્વાધ્યાય પણ સરસ થઈ જાય.
હજી દશ લાખ હસ્તલિખિત પ્રતો એવી છે જેની બીજી પ્રત લખાઈ નથી. જો તેની સંભાળ નહીં લેવાય તો તેનો નાશ થશે. તેની રક્ષા કરવી જરૂરી છે. આને માટે સાધુ-સાધ્વી-શ્રાવક-શ્રાવિકાઓ એકએક હસ્તપ્રત લખવા કે લખાવવાનો સંકલ્પ કરે તો શ્રુતરક્ષાનું કાર્ય સરળ બની જાય. જોકે આ કાર્ય જટિલ અને દુષ્કર પણ છે, કારણકે એના માટે હસ્તપ્રત શોધીને એકત્ર કરવાની હોય છે, પણ પ્રયત્ન થવો જરૂરી છે. એના માટે નીચેના મુદ્દાઓ પર ધ્યાન આપવું જરૂરી છે. (૧) હસ્તપ્રત પ્રાપ્તિના સ્ત્રોત - (i) પરંપરાગત - વ્યક્તિગત સ્વામીત્વ હોય
- ૬૭.
e k _ અને જૈન ધર્મ
છે એવી જગ્યાએથી પ્રાપ્ત થઈ શકે (i) સામાજિક વ્યવસ્થાગત - મઠ, મંદિર, ચર્ચ, ગુરુદ્વારા, મદરેસા વગેરે (ii) સંસ્થાગત સરકારી એવું ગેરસરકારી સંસ્થાન.
આ બધી હસ્તપ્રતોની પૂજા કરવા દેશે, પણ જોવા નહિ આપે. કેટલાક તો પોતાની પાસે હસ્તપ્રત છે એ સ્વીકારવાની ના પાડે છે. ધન પર સર્પ બેઠા હોય એમ બેસીને રક્ષા કરનારા વ્યવસ્થાપકો નજીક પણ આવવા દેતા નથી. આનો અનુભવ મને Ph.D. માટે સંશોધન કરતી
વખતે થયો છે. છતાં પ્રયત્ન છોડવો નહીં. (૨) અસ્તવ્યસ્ત પત્ર - જેને શોધવા માટે સમય, ધન અને શ્રમની જરૂર પડે
છે, તેની તૈયારી રાખવી. (૩) સંગ્રહણની પ્રક્રિયા - પ્રાથમિક અવલોકન, વર્ગીકરણ, રદ્દીકરણ, પંજીકરણ
પ્રાથમિક (તાત્કાલિક) અને પરવર્તી (કાલાંતરમાં) વિસ્તૃત પંજીકરણ (નોંધ કરવી). છાયાંકન - સામાન્ય ફોટોગ્રાફી, ઝેરોસિંગ, વીડિયોગ્રાફી, સ્કેનિંગ, ડિઝિટલ ફોટોગ્રાફી, માઈક્રોફિક્સિંગ પ્રતિલિવ્યંતરણ. આમાંથી છેલ્લા ત્રણ કરવા વધુ યોગ્ય છે. ટુકડા થયેલી કૉપીની વીડિયોગ્રાફી કરીને લિવ્યંતર કરવું, સંસ્કૃત શીખેલા આ કાર્ય સરળતાથી કરી શકે. બુક આઈ કેનર (Scanner)- ઑટોમેટિક કૅમેરાથી ડિઝિટલાઈઝેશન કરે જેથી સુવાચ્ય
બને. (૫) સૂચિકરણ - પરંપરાગત, કૉપ્યુટરગત, પ્રકાશિત મુદ્રિત પ્રતસૂચનાનું
સંશોધન શોધ પ્રકાશન વગેરેથી થઈ શકે.
લિપિવાંચન કરવા માટે હસ્તપ્રત સંપાદન કરનાર સંપાદકે ધ્યાન રાખવા યોગ્ય મુદ્દા. (૧) સંપાદકને લિપિજ્ઞાન હોવું જરૂરી છે. મરોડ-વર્ગોનું ઝીણવટભર્યું જ્ઞાન,
સરખા દેખાતા અક્ષરોનું જ્ઞાન અને હ્રસ્વઇ ચિહુન વગેરેની જાણકારી હોવી અત્યંત આવશ્યક છે.
ભાષાજ્ઞાન અત્યંત જરૂરી છે. તો જ લિપ્યતર શક્ય બને. (૩) વિજ્ઞાન પણ હોવું જોઈએ. તો જ વાચના શુદ્ધ બની શકે. (૪) વર્ણાનુક્રમ એકસરખા પણ અર્થ ફરી જાય એ પાઠ નિણર્ય કરતા આવડવો
૬૮ *