________________
જ®®® શ્રુતસંપદા અને જૈન ધર્મ
ક આઠમી મોટી બાબત વિવિધ ભાષાઓનું જ્ઞાન, વિવિધ ધર્મોના મતવાદીઓ સાથે મંથન-વિમર્શ અને એ ભાષાનો પરિચય મેળવવો આ તો દુર્લભ કોટિની વ્યક્તિપ્રતિભા. ઔરંગઝેબ, અકબર આદિ મોગલ બાદશાહોના ઉપદેશક બનીને ઉપદેશ આપવા ઉઘુક્ત થતાં પૂર્વે ધર્મનું ઊંડું અધ્યયન, એમાંથી ઊપસતો સમાન ભાવનાનો સંદેશ અને અહિંસાનું પ્રબોધન જ માત્ર નહીં, એમને આચરણ પરત્વે વાળવાનું સામર્થ્ય જૈન સર્જકોની આગવી વિશિષ્ટતા ગણાય.
મારો નવમો મહત્ત્વનો મુદ્દો એ છે કે, માત્ર ગુજરાતી સર્જકોનો જ અંદાજ આપું તો બે હજાર જૈન સર્જકોની સામે જૈનેતર છસો-સાતસો સર્જકો જ છે. કૃતિઓ જૈન સાહિત્યની આઠ હજાર, જ્યારે જૈનેતરની પંદરસોથી બે હજાર. મોટા ભાગના જૈન સર્જકોએ વધુમાં વધુ ત્રીસ-ચાળીસ અને ઓછામાં ઓછી દશ-બાર કૃતિઓ રચી હોય. જ્યારે જૈનેતરોમાં પંદર-વીસથી વધુ કૃતિઓ પણ બહુ ઓછા રચયિતાઓની. આ સંદર્ભને વૈશ્વિક રીતે અવલોકીએ તોપણ જૈન સાહિત્યની સત્ત્વશીલતા અને વિપુલતા શિરમોર જણાય.
વિશ્વની તુલનાએ આમસમાજ સંદર્ભે ત્રણેક બાબતે અને સાહિત્ય સંદર્ભે નવ પ્રકારે જૈન સાહિત્ય આગવું, અનોખું અને અસરકારક જણાયું છે. એકાદ બે બાબતો તો સામાન્ય ગણાય, પણ આગવી પ્રકારની પ્રજ્ઞા, બૌદ્ધિકતા અને તત્વવેત્તા નિર્દેશતું, સાહિત્ય-કાવ્યત્વની દૃષ્ટિએ પણ ઊભું ન ઊતરે એવું સાહિત્યસર્જન વિશ્વમાં કોઈ એક પ્રજાએ કર્યું હોય તો એ જેન પ્રજા છે, જૈનસાહિત્ય પરંપરા છે.
લિપિવાંચન અને હસ્તપ્રતોના સંશોધનની પ્રવૃત્તિ.
- ડૉ. પાર્વતીબેન ખીરાણી જીવનનું ઘડતર કરવા માટે, બીજાનું જીવન સમજવા માટે, વિચારો રજૂ કરવા માટે, મનુષ્યોનું ચિંતન સમજવા માટે સૃષ્ટિના અંતરંગમાં રહેલાં સ્રોતનેશક્તિને અનુભવીને બીજા પાસે રજૂ કરવા માટે ભાષા જરૂરી છે. ભાષાને સાચવવા માટે લિપિ જરૂરી છે. લિપિની શરૂઆત ક્યારથી થઈ એ શોધવા બેસીએ તો એનું મૂળ આ અવસર્પિણીકાળના પ્રથમ તીર્થકર ઋષભદેવસ્વામી સુધી નીકળે છે, જે નીચેની બાબતોથી સ્પષ્ટ થાય છે. (૧) ઋષભદેવ પ્રભુએ પોતાની જ્યેષ્ઠ સુપુત્રી બ્રાહ્મીને અઢાર પ્રકારની લિપિઓ
શીખવાડી હતી.. (૨) પ્રભુએ પોતાના જ્યેષ્ઠ પુત્ર ભરતને ૭૨ પ્રકારની કળા શીખવાડી જેમાં
પ્રથમ કળા લેખનકળા છે. (૩) તેમ જ સામાન્યજનોને આજીવિકા માટે ત્રણ કર્મનું શિક્ષણ આપ્યું. એમાંનું
એક છે મસિકર્મ. મસિ એટલે શાહી. શાહી બનાવવાની પ્રક્રિયા અને એનાથી લખવાની પ્રક્રિયા શીખવાડી.
આ ત્રણ બાબતથી સિદ્ધ થાય છે કે લિપિજ્ઞાન પ્રથમ તીર્થંકરથી જ આવિષ્કાર પામ્યું છે.
વિશ્વની સૌથી પ્રાચીન ભાષામાં બ્રાહ્મી, ખરોષ્ટ્રી, આદિ ૧૮ લિપિ છે. ત્યાર પછી જરૂરિયાત અનુસાર લિપિમાં ફેરફાર થયા હોવા જોઈએ. વિવિધ લિપિઓનો ઉદ્દભવ થયો હશે. કેટલીક લિપિના અક્ષરોના આકાર, વળાંક આદિમાં ફેરફાર થયા છે. હસ્તપ્રતોના અક્ષરોનું સંશોધન કરતાં ખયાલ આવે છે કે ૧૯ પ્રકારના અક્ષર છે તેમાંથી ચાર મુખ્ય છે. અશોકના કાળમાં દીર્થસ્વરો, વિસર્ગ, અનુસ્વાર પ્રાયઃ મળતા નથી. અને જ્ઞ પણ મળતા નથી. ક્ષના માટે ઉપર લાઈન થતી જેમ કે ક = ક્ષ, ક = કે ડાબી બાજુ લાઈન હોય તો કે વંચાય કે = કે, કે = કે, કી કુ આમ લિપિમાં થોડેઘણે અંશે ફેરફાર થતા રહે છે. હમણાંની લિપિ અને પહેલાંની લિપિના ઘણા ફેરફારો હોવા છતાં ભૂતકાળમાં જે સાહિત્ય સર્જન થયું છે એવું સર્જન સાંપ્રત સમયમાં થતું નથી.
(ડૉ. બળવંત જાની સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ગુજરાતી ભાષાભવનના ડીન છે. "GRIDsના ડાયરેક્ટર છે. તેમનાં સંત સાહિત્ય, વિવેચન અને જૈન ધર્મ પર અનેક પુસ્તકો પ્રગટ થયાં છે. ભારતીય સંસ્કૃતિ, ધર્મો અને જૈન સાહિત્ય પર દેશ-વિદેશમાં તેમનાં પ્રવચનો યોજાય છે).