________________
હજી ડાયસ્પોરા અને જૈન ધર્મ છે, તિજ અસ્તિત્વમાં નથી. આવી ભારતીય સંસ્કૃતિમાં મહત્ત્વનું પ્રદાન કરનારા ધર્મને અત્યાર સુધી સાવંત જીવંત રાખનારી એની શક્તિને માધ્યમ બનાવીને સંગઠિત સમાજની રચના કરવી જોઈએ.
જૈન ધર્મનું તત્ત્વજ્ઞાન આગવું હોવાથી એનો સર્વત્ર પ્રસાર થાય તે જરૂરી છે, જેમ કે, આ ધર્મ ધર્માતર (conversion)માં માનતો નથી. બીજાં રાજ્યો કે દેશો પર આક્રમણમાં સહેજે વિશ્વાસ રાખતો નથી, પરંતુ ભાવનાપૂર્ણ જીવનશૈલી, આત્માનુભૂતિ અને અહિંસામાં માને છે. એવા જીવનદર્શનને સહયોગ, સંસ્કાર, સહમતિ, સેવા અને સમર્પણ દ્વારા કાર્યાન્વિત કરવાનો સમય આવી ચૂક્યો છે. આને અભિયાનનું રૂપ આપવાની જરૂર છે. અહિંસાથી અભયની યાત્રા થાય, મૈત્રીથી મનુષ્યતાની યાત્રા થાય, કરુણાથી સંવેદનાની યાત્રા થાય, ત્યારે જૈન સંસ્કૃતિ સાર્થક થાય. આ સમાજ વૈશ્વિક રીતે વાણિજ્યની દૃષ્ટિએ, આચારશાસ્ત્રની દૃષ્ટિએ, પર્યાવરણ, અહિંસા અને જીવનના સંબંધોની દષિાટએ જોડાયેલો રહે તે જરૂરી છે. જૈનોની સ્વતંત્રતા એ અંગ્રેજ શાસનમાંથી ભારતને મુક્ત કરનારી સ્વતંત્રતા નથી. આ તો એ સ્વતંત્રતા છે જેમાં મનુષ્ય સ્વયં આત્માનુશાસનથી જીવી શકે. આજના મૂલ્યવિહીનતા તરફ જતા સમાજમાં, જીવનનાં સત્યોની ઉપેક્ષા કરતી પરિસ્થિતિમાં અને હિંસા અને આક્રમણનો મહિમા કરતાં પરિબળોની વચ્ચે જૈન ધર્મ એની વિશિષ્ટ દૃષ્ટિને કારણે જગતને ઘણું આપી શકે છે અને તે આપવાની જવાબદારી ગમે તે સ્થળ, દેશ કે કાળમાં વસતા પ્રત્યેક જૈનની છે.
જૈન સમાજ પ્રગતિશીલ હોવાને કારણે એ ભારતની બહાર અનેક દેશોમાં ફેલાયો છે. આ સમાજ સંપ્રદાય, ગચ્છ વગેરે ધરાવે છે. આ બધા જ સંપ્રદાયો જૈનત્વની બાબતમાં એક થાય તે જરૂરી છે. ( ક્યુને સંપવિત) - એટલે કે કળિયુગમાં સંઘશક્તિનું મહત્ત્વ છે. આવી સંઘશક્તિ એટલે કે એકતાને ખંડિત કરનારી કેટલીક પરિસ્થિતિઓ હોય છે. જુદાજુદા પંથના લોકો વચ્ચે તીર્થની બાબતમાં, ધર્મગ્રંથની બાબતમાં કે ધર્મના આચારની બાબતમાં મતભેદો જોવા મળે છે. આવા મતભેદો અન્ય ધર્મોમાં પણ પ્રવર્તે છે, પરંતુ ક્યારેક આ મતભેદ મનભેદ અને ઘર્ષણમાં પરિણમે છે અને એને પરિણામે એક જ સંપ્રદાયમાં માનનારાઓ વચ્ચે અંદરોઅંદર અથવા તો અન્ય સંપ્રદાયો સાથે ઘર્ષણ થાય છે. કોર્ટના કેસ થાય છે, ક્યારેક મારામારી પણ થાય છે. આપણો દૃષ્ટિકોણ સંકુચિત થતો જોવા મળે છે.
હકીકતમાં આપણો દષ્ટિકોણ એ વિસ્તારનો છે. જેમણે ‘વપુર્ધવ કુટુંવમ્'
શ્રી કચ્છી – અને જૈન ધર્મ છે કહ્યું, તે કઈ રીતે સંકુચિત રીતે વિચારી શકે? આ સમયે સૌથી મોટી બાબત ધર્મના મૂળભૂત સિદ્ધાંતોને લક્ષ્યમાં રાખીને વ્યાપક દૃષ્ટિ કેળવવાની છે, એનેકાંત દૃષ્ટિનું વ્યવહારમાં અમલીકરણ કરવાની છે. “જૈન ડાયસ્પોરા” દ્વારા વિવિધ ગ્રુપોને એકઠાં કરીને એમની વચ્ચે સંવાદિતા સાધી શકે છે. કોઈ યોગ્ય ઉકેલ શોધી આપે. અમેરિકાની ‘જેના’ સંસ્થા, ‘અણુવિભા’ કે બ્રિટન-ભારતની ઇન્સ્ટિટયૂટ ઑફ જૈનોલૉજી તથા ઇંગ્લેન્ડનું ‘વન જૈન ઑર્ગેનાઇઝેશન' આવા વિદેશની જેવી સંસ્થાઓ જે તે દેશ સાથે ભારતનું અનુસંધાન સાથે છે. આવી એક વિશ્વવ્યાપી સંસ્થાની રચના થવી જોઈએ, જે વિશ્વના પ્રશ્નો વિશે અને વિવિધ દેશોમાં વસતા જૈન સમાજની સમસ્યાઓને વાચા આપી શકે અને જૈન ધર્મ-દેશનાના પ્રસારમાં અગ્રણી ભૂમિકા ભજવી શકે.
જૈન સમાજ એકતામાં દઢ શ્રદ્ધા રાખનારો સમાજ છે. મહાવીરની અહિંસા એ માત્ર મનુષ્ય પૂરતી જ મર્યાદિત નથી, પરંતુ પ્રકૃતિ-પ્રાણીમાત્રને આવરી લે છે. જીવનની એકતા (Unity of Life)માં માને છે, તેથી જૈન સમાજ વચ્ચેની એકતા એ તો પ્રાથમિક વાત છે, એની બુનિયાદ પર જ “પરસ્પરોપગ્રહો જીવાનામ્'ની ભાવના સેવતા આ ધર્મની સૃષ્ટિના જડ-ચેતન સમગ્ર સાથેની એકતા સાધી શકાય.
અહીં એક સ્મરણ જાગે છે બેલ્જિયમ દેશના એન્ટવર્પ શહેરમાં દેરાસરની પ્રતિષ્ઠા પછી એક બાળકે આવીને બૅન્ક યુ કહેતાં કહ્યું, ‘મારો મિત્ર માઇકલ દર રવિવારે એના ભગવાનને મળવા જતો. સોમવારે એ મને કહેતો કે, હું રવિવારે ‘ગોડ' સમક્ષ પ્રાર્થના કરવા ગયો હતો. તારા ‘ગોડ' ક્યાં છે? તમે અમને “ગોડ' આપ્યા. થેન્ક યુ!” એક મોટો પડકાર આસપાસની પરિસ્થિતિના દબાણનો છે. જુદાજુદા ધર્મનાં બાળકો સાથે ભણવાને કારણે સ્વધર્મની ક્રિયા અને આચાર વિશે તુલના થાય છે. વિદેશમાં જૈન બાળકો પર પ્રભાવ પાડતું આ મોટું પરિબળ છે. જુદાજુદા ધર્મો પોતાનો પુષ્કળ પ્રચાર (ક્યાંયક પ્રલોભન પણ) કરીને આવું એક ‘પ્રેસર' ઊભું કરતા હોય છે. એ ધર્મો આકર્ષવા માટે વિનામૂલ્ય સાહિત્ય આપતા હોય છે અથવા તો જીવન જીવવા માટે આર્થિક સુવિધા આપતા હોય છે. આની સામે ઊભા રહેવા માટે સજ્જ થવાની વેળા પાકી ગઈ છે.
ડાયસ્પોરામાં આપણે ભારતની બહાર વિદેશોમાં પ્રસરેલા જૈન ધર્મની વાત કરીએ છીએ, પરંતુ સવાલ તો એ છે કે ખરેખર ભારતનાં રાજ્યોમાં જૈન ધર્મનો કેવો પ્રભાવ હતો અને વર્તમાનમાં એની કઈ પરિસ્થિતિ છે એની વિગતો પણ
૫૦.