Book Title: Gyandhara 17 18 Ane Jain Dharm
Author(s): Gunvant Barvalia
Publisher: Arham Spiritual Centre

View full book text
Previous | Next

Page 30
________________ @@ડાયસ્પોરા અને જૈન ધર્મ 9099022 નિમંત્રણ આપ્યું અને આ સંસ્થાએ ભારતમાંથી આ માટે તસવીરો, જૈન સંગીત અને જૈન કથાઓ આપી. એમાં ઇંગ્લેન્ડમાં આવેલાં જૈન દેરાસરો, ધર્મક્રિયાઓ કરતાં બાળકો અને મહત્ત્વના ઉત્સવ ઊજવતા જૈન પરિવારોની તસવીરો પ્રસ્તુત કરવામાં આવી. ઈ.સ. ૨૦૦૦ના એપ્રિલ મહિનામાં આને મળેલી સફળતા જોઈને ઇન્સ્ટિટયૂટ ઑફ જૈનોલૉજીએ ભગવાન મહાવીરની ૨૬૦૦મા જન્મકલ્યાણકની ઉજવણીરૂપે ડૉમના સેન્ટ્રલ હૉલમાં ભવ્ય શો કર્યો. ૧૪ ઑક્ટોબર, ૨૦૦૩ના રોજ ઈન્સ્ટિટયૂટ ઑફ જૈનોલૉજીએ બ્રિટનના હાઉસ ઑફ કોમન્સમાં “અહિંસા દિવસની ઉજવણી કરી. ભારતના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના બીજી ઑક્ટોબરના જન્મદિવસના સંદર્ભમાં એની અસાપાસના દિવસોમાં આ ઉજવણી બ્રિટનની આમસભામાં થાય છે. વમી એની સાથોસાથ જૈન ધર્મની અહિંસાની ભાવનામાં રહેલા અનુકંપાના ખયાલ રજૂ કરતી વ્યક્તિઓને એવોર્ડ એનાયત કરવામાં આવે છે. દલાઈ લામા, નેલ્સન મંડેલા, આચાર્યા મહપ્રજ્ઞ જેવી વિભૂતિઓને આ એવૉર્ડ અર્પણ થયો છે. વિશેષમાં તો બ્રિટનની ૩૨ જૈન સંસ્થાઓ આજે વન જૈન્સ ઑર્ગેનાઈઝેશનના નેજા હેઠળ એકત્રિત બની છે અને જૈન સમાજને સ્પર્શતા બ્રિટનના રાજકીય પ્રવાહો અંગે પોતાનાં આગવાં મંતવ્યો પ્રસ્તુત કરે છે. અમેરિકામાં જૈના સંસ્થાએ ઘણું મહત્ત્વનું કાર્ય કર્યું છે. જૈન ઈ-લાઈબ્રેરીએ અનેક પુસ્તકો ધરાવતી સીડી તૈયાર કરી છે. ૧૯૮૭માં જૈના સંસ્થાની સ્થાપના થઈ એ પછી એ સતત વિકાસ સાધતી રહી છે. યુવાનો માટે પણ એમની સંસ્થા કાર્યરત કરે છે. હવે આજે એક એવી સંસ્થાની સ્થાપના કરવી કે જે જૈન ધર્મ વિશે વિશ્વસ્તરે એકઅવાજે વાત કરી શકે અને જૈન દર્શનની દૃષ્ટિએ બાહ્ય સંજોગો સમયે પોતાનું આગવું વલણ અને અભિગમ દાખવી શકે. અત્યારે પાટીદાર સમાજ અને ઓશવાળ સમાજ આવાં વિશ્વવ્યાપી સંગઠનો ધરાવે છે, એવી જ રીતે ‘વિશ્વ ગુજરાતી સમાજ’ દ્વારા પણ જગતભરમાં વિશ્વના જુદાજુદા દેશોમાં વસતા ગુજરાતી સમાજને એકસૂત્રે બાંધવાનો પ્રયાસ ચાલે છે. આવું થાય તો જૈન ડાયસ્પોરાની વિશ્વવ્યાપી સંગઠનશક્તિનો લાભ મળે. આ સંદર્ભમાં આ લેખકે ૨૦૧૭ની ત્રીજી જુલાઈએ ન્યૂ જર્સીમાં યોજેલા ઓગણસીમા દ્વિમાસિક જૈના કન્વેન્શનમાં આયોજિત જૈન ડાયસ્પોરા કૉન્ફરન્સમાં એક વિશેષ વિચાર વ્યક્ત કરતાં કહ્યું કે, જૈન ડાયસ્પોરાને જ્ઞાન, દર્શન અને ચારિત્ર એ ત્રણ દૃષ્ટિએ જુદીજુદી શાખાઓમાં વિભાજિત કરવી જોઈએ. એની જ્ઞાનશાખામાં જૈન ધર્મના ૫૭ #શિવાજી – અને જૈન ધર્મ ) ધાર્મિક, ઐતિહાસિક, આધ્યાત્મિક અને સમગ્ર પરંપરાને અનુલક્ષીને અભ્યાસ થવો જોઈએ, જેમ કે ભારતના જ્ઞાનભંડારોમાં વિપુલ સંખ્યામાં જૈન ધર્મની હસ્તપ્રતો રહેલી છે, પરંતુ એ જ રીતે વર્ષો પૂર્વે જૈન ધર્મની ઘણી મહત્ત્વની હસ્તપ્રતો વિદેશનાં ગ્રંથાલયોમાં ગઈ હતી અને તે આજે જળવાઈ પણ છે. જર્મની, બ્રિટન, અમેરિકા, ફ્રાંસ, ઈટાલી જેવા દેશોમાં રહેલી જૈન ધર્મની કીમતી હસ્તપ્રતોનું કેટલોગ કરવાની પ્રવૃત્તિ ચાલી રહી છે. ભારતના એ સમૃદ્ધ જ્ઞાનવારસાને આપણે અહીં લાવવો રહ્યો. એવી જ રીતે એની જ્ઞાનશાખા દ્વારા દેશ અને વિદેશમાં ચાલતી પાઠશાળાઓ માટે નવા અભ્યાસક્રમો, ધાર્મિક શિક્ષકોને તાલીમ અને પાઠ્યપુસ્તકો તૈયાર કરવાની આવશ્યકતા છે, જેથી સંસ્કારોના મૂળનું સિંચન કરતી આ પ્રવૃત્તિ જળવાઈ રહે. એવી જ રીતે વિશ્વભરની લાઈબ્રેરીઓમાં અને ભારતના ગ્રંથભંડારોમાં જુદાજુદા જૈન ગ્રંથો ઉલપબ્ધ થાય તેને ઑન લાઈન કરીને વિશ્વભરના અભ્યાસીઓને ઉપલબ્ધ કરાવવા જોઈએ. શ્રી પ્રવીણ શાહના માર્ગદર્શન હેઠળ ‘જૈના ઇ-લાઇબ્રેરી’ આજે સુંદર રીતે આ કાર્ય કરે છે. જન ડાયસ્પોરાની બીજી શાખા તે દર્શન શાખા. જૈન ધર્મના જ્ઞાનના પ્રચાર માટે પુસ્તકો, પૅફ્લેટ, વીડિયો વગેરે માધ્યમો દ્વારા કાર્યો કરશે. કેટલાંક માધ્યમો, પુસ્તકો અને મંડળો જૈન ધર્મ વિશે અપપ્રચાર કરતાં હોય તેનો તાર્કિક વિરોધ કરશે. અહિંસા, અપરિગ્રહ અને અનેકાંતના અમલ માટે વ્યાવહારિક, રાજકીય કે આર્થિક દૃષ્ટિએ વિશ્વભરમાં થઈ રહેલા જુદાજુદા પ્રયાસને વેગ આપશે તેમ જ જૈન યોજ જેવી બાબતો અંગે તાલીમ આપશે. આજે વિશ્વમાં ઇન્ટરફેઈથની પ્રવૃત્તિ દ્વારા ધર્મો એકબીજાની વિચારસરણીને સમજવા અને આદર આપવા પ્રયત્ન કરે છે. આને માટે જૈન ધર્મની પ્રવૃત્તિઓને ઉદાહરણરૂપ ગણી શકાય. જૈનોએ ક્યારેય પોતાના આગવા પ્રદેશની કે રાજ્યની માગણી કરી નથી. ભારતમાં ગોરખાલેન્ડ, બોડોલેન્ડ જેવી ઘટનાઓથી આપણે વાકેફ છીએ. જૈન પ્રજા જે કોઈ સ્થાને રહી છે ત્યાં ઓતપ્રોત બનીને રહી છે. એણે ક્યારેય ધર્મઝનૂનનો આશરો લીધો નથી, બલકે, અન્ય ધર્મો સાથે ઉદારપણે હાથ લંબાવ્યો છે. એનું કારણ આ ધર્મમાં જાતિ, કુળ કે વર્ણથી મનુષ્ય ઓળખાતો નથી, માત્ર એનાં કર્મથી અને એના ગુણોથી ઓળખાય છે. પરિણામે ઘણા જૈન આચાર્યોએ અન્ય ધર્મો વિશે ગ્રંથરચના કરી છે. જૈન સાધુને એની પદવી મેળવવા માટે માત્ર પોતાના ધર્મના જ ગ્રંથો નહીં, પણ અન્ય ધર્મોના ગ્રંથોનો અભ્યાસ કરવો પડે છે. કળિયુગમાં સર્વજ્ઞ તરીકે ઓળખાયેલા કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યે સોમનાથના ૫૮

Loading...

Page Navigation
1 ... 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117